યોગ-સંયોગ Ankita Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યોગ-સંયોગ

ગાડી ની સ્પીડ સાથે મગજ મા એક પછી એક વાતો કોઇ મૂવી ની જેમ ચાલતી હતી. પોતાના થી વધુ સુખી કદાચ કોઇ નહી હોય કેમ કે જે સંતોષ સાવલી અનુભવતી હતી એ સંતોષ બહુ ઓછા લોકો અનુભવતા હોય છે, બધુ હોવા છતા પણ હંમેશા ફરિયાદો મા જ અટવાયેલા રહેતા હોય છે. પણ આ વાત તો સાવલી ની છે જે જીવંતતા થી ભરપૂર છે. જીંદગી ની એક એક પળ માણી છે જેમા ક્યાય અફસોસ નો અવકાશ ન હતો. પ્રેમ થી ભરપૂર ઘુઘવાતો દરિયો જેમા ઓટ આવતી જ નહી. તોફાની અને મસ્ત જીવન. નફરત જેવો શબ્દ એની ડિક્ક્ષનેરી મા કદાચ હતો જ નહી.
સાવલી, નામ ની જેમ થોડી શામળી પણ 'શામળો તો મારો કાનો પણ' એટલે પોતાના વાન માટે હંમેશા એને લગાવ જ રહ્યો હતો. નમણાશ એટલી કે ગોરો રંગ પણ પાણી ભરે. એની આંખો મા કંઇક અલગ કશિશ હતી. એક વાર એની આંખો મા કોઇ પડે એ એનામા થી બહાર ન આવી શકે. હસતો ચહેરો, મસ્તીખોર આંખો અને એનુ વ્યક્તિત્વ એને લાખો નહી પણ કરોડો થી અલગ કરતુ હતુ.
અને એ સાવલી ઉપર કેટલાય ફીદા હતા. પણ કોઇ ને ભાવ આપે એ સાવલી નહી. મોટા ભાઇ નો જીવ એના મા વસતો અને ભાઇ ની આબરૂ થી વધુ કઇ ન હતુ. માતા પિતા નો ચહેરો તો યાદ પણ નથી. માતા પિતા કે ભાઇ બહેન.. જે કહે તે મોટો ભાઇ નમન જ હતો. સાવલી અને નમન એ જ પરિવાર. નમન અને સપના નો પ્રેમ સંબંધ અછાનો ન હતો. પણ નમન ની એક ટેક હતી કે સાવલી ના લગ્ન કરી વિદાઇ કરી પછી પોતે સંસાર માંડશે. અને સપના નો સાથ પણ મળ્યો. સપના અને સાવલી વચ્ચે પણ નણંદ-ભોજાઇ ના સંબંધ અને બહેનપણા ના પણ. સાવલી હતી જ એવી કે કોઇ ને પણ પોતાના બનાવી લે. અને સપના તો મોટાભાઈ નો પ્રેમ. એટલે પુછવુ જ શું.
જુવાની ના ઊંબરે સાવલી નુ લાવણ્ય કોઇ ને પણ પાણી પાણી કરતુ. પગ લપસતા વાર ન લાગે એવી ઊંમર ના રસ્તા પર એ સાવધાની થી આગળ વધતી હતી. કોલેજ પુરી થતા જ સાવલી માટે કોઇ સારા ઘર ના માંગા ની રાહ હતી નમન ને. અને થોડા જ સમય મા એ દિવસ આવી ગયો.
સ્નેહ દિનેશભાઇ વૈધ, એક મોટી કંપની મા સેલ્સ એક્ઝીક્યુટીવ. માતા પિતા નુ એક જ સંતાન. પિતા ને ગામ નો મોહ છુટતો ન હતો અને દિકરા ની જોબ શહેર મા. એટલે સ્નેહ એકલો રહેતો. કંપની તરફ થી બંગલો, ગાડી, નોકર બધુ જ મળ્યુ હતુ. અને પગાર પણ લાખો મા. સ્નેહ પણ થોડો શામળો અને માપસર શરીર. ચશ્મા એના વ્યક્તિત્વ ને નિખારતા હતા. આમ જોઇએ તો સાવલી અને સ્નેહ ની જોડી લાગે.
વાત આગળ ચાલી. બંન્ને એ એક બીજા ને પહેલી વાર જોયા. સામાન્ય વાત ચીત થઇ. વડીલો ની ઈચ્છા મળી. એકવીસ વર્ષ ની સાવલી માટે ભાઇ નો નિર્ણય જ આખરી નિર્ણય હતો. અને સ્નેહ માટે ના કહેવાનુ કોઇ કારણ પણ ન હતુ. પહેલી મુલાકાત મા જેટલા એક બીજા ને જાણ્યા એ પર થી તો બધુ ખૂબ સરસ હતુ.
બીજા દિવસે મીઠી જીભ આપી અને એ સંબંધ પર મહોર લાગી. ઘડિયા લગ્ન લેવાયા કેમ કે સ્નેહ એકલો જ રહેતો હતો એટલે જલ્દી થી કોઇ સાથી એને સાથ આપે એ જ ઈચ્છા હતી.
સપના, નમન અને સાવલી એ મળી તૈયારી શરૂ કરી. ફૂલ ની જેમ સાવલી પણ ખીલી ઉઠી હતી. ભાઇ ના પ્રેમ ને પાલવ ના છેડે બાંધી અને કેટલીય મીઠી યાદો ને સાથે લઇ સાવલી પોતાના નવા સંસાર તરફ એક એક ડગલુ આગળ વધે છે. ખૂબ ધામ ધૂમ થી લગ્ન કરી સાવલી ની પિયર થી વિદાઈ થઇ.
સાવલી પણ કઇ કેટલાય અરમાનો સાથે નવી જીંદગી શરૂ કરી. અરેન્જ મેરેજ મા મેરેજ પહેલા થાય અને લવ પછી. અહી તો એક બીજા ની પૂરી ઓળખાણ પણ પછી થઇ. અને સમય સાથે એ વાત સમજાણી કે એક આગ હતુ તો એક પાણી. બંન્ને મા એટલુ અંતર હતુ. સાવલી હસતી રમતી અને મસ્તીખોર અને સ્નેહ એટલો જ શાંત. સાવલી ને હંમેશા કંઈક અખતરા અને નવુ કરવુ હોય તો સ્નેહ સીધી સાદી ઢબ મા વણાયેલો. સાવલી ઘુઘવાતો દરિયો અને સ્નેહ શાંત જળ. નાની એવી ક્ષણ પણ સાવલી મન ભરી ને માણતી અને એનો પ્રેમ એમા એટલી જીવંતતા ભરતો કે એ ક્ષણ પણ ખીલી ઉઠતી. સામાન્ય એવા દિવસ ને પણ સાવલી પોતાના સ્વભાવ ની ખાસિયત થી ખાસ બનાવી દેતી. અને સ્નેહ ને સાવલી નુ આ રૂપ ખૂબ ગમતુ. એના સ્વભાવ પ્રમાણે એ સરળતા થી વ્યક્ત ન હતો કરતો પણ એની આંખો મા એના સ્મિત મા ફક્ત સાવલી જ વસતી અને સાવલી ને પણ આ વાત ખબર હતી કે સ્નેહ તેને કેટલુ ચાહે છે. નાની વાત મા એ સાવલી નુ ધ્યાન રાખતો, અને એને પુરી સ્વતંત્રતા આપી હતી. એક પણ બંધન નહી. માન-સન્માન અને કાળજી. આના થી વધુ બીજુ શુ જોઇએ.
નજરાય જાય એવુ જીવન. અને સમય સાથે પ્રેમ પણ ઘાટો થતો ગયો.
'સાવલી, હવે થી મારે બહારગામ જવાનુ વધી જશે. ક્યારેક સાત - આઠ દિવસ પણ થઇ જશે. તુ એકલી મેનેજ કરી શકીશ ને?'
'મેનેજ તો કરી શકીશ. પણ સ્નેહ, મને ગમશે નહી તમારા વગર.'
સાવલી નાના બાળક ની જેમ સ્નેહ ને વળગી પડી.
'સ્નેહ, એક વાત મન મા આવે છે.'
'હા, બોલ ને.'
'આપણા લગ્ન ને ત્રણ વર્ષ થવા આવ્યા...'
'હ્મમમમમ..'
'તો હવે..'
'હવે શુ સાવલી?'
'બાળક...???'
સ્નેહ ખડખડાટ હસવા લાગ્યો.
'પહેલા તુ તો મોટી થા..'
'સ્નેહ, તમે મસ્તી નહી કરો ને. તમે પણ આટલા દિવસો બહાર રહેશો. બા-બાપુજી ને પણ અહી ફાવતુ નથી. હુ આખો દિવસ એકલી શુ કરીશ?'
'તુ તારા બધા શોખ પુરા કરજે. Horse ridding , swimming અને તારા ખતરનાક adventure. કેમ કે બાળક આવ્યા પછી તને એ મૌકો નહી મળે. થોડો સમય તુ તારી જીંદગી જીવી લે. બાકી એવુ હોય તો ભાઇ-ભાભી ને રોકાવા બોલાવી લે. રાજુ અને લક્ષ્મી તો છે જ અહી.'
સાવલી એ પણ પ્રસ્તાવ સહર્ષ સ્વિકારી લીધો. ઘર થી 20-25 કિમી જ દૂર એક આવુ જ adventure park હતુ જ્યા બધુ જ શીખડાવતા.
સ્નેહ અને સાવલી બંન્ને સાથે ગયા બધી જાણકારી લેવા. બધુ એવુ જ લાગ્યુ જેવુ સાવલી ને જોતુ હતુ. અને 20-25 કિમી ગાડી ચલાવી ને જવુ એ તો સાવલી માટે રમત જેવી વાત હતી.
દિવસો અને મહીનાઓ જવા લાગ્યા. સ્નેહ ચાર દિવસ ઘરે તો આઠ દિવસ બહાર રહેતો. પણ એ અંતર હોવા છતા બંન્ને ના પ્રેમ મા તસ્સુભાર પણ ફરક ન પડ્યો. પણ એ વધતો ગયો.
રોજ સાંજ ની જેમ આજે પણ સાવલી horse riding
માટે ગઇ. અને હવે તો એને સારૂ એવુ ફાવી ગયુ હતુ એટલે એકલી પણ એ જતી. અને એ પાર્ક ની અંદર થી જ જંગલ તરફ નો રસ્તો હતો. જ્યા કાયમ પહેરેદાર બેઠા હોય. જંગલી પશુઓ એ ક્યારેય આતંક ન હતો કર્યો એટલે એ જંગલ મા થી અવરજવર થતી રહેતી. રોજ એક જ ઘોડા પર સવારી કરતી એટલે એ ઘોડો પણ સાથી બની ગયો હતો. પવન સાથે જાણે એ ઉડતી. એક જોમ સાથે. અને આજે ઘોડા ને લઇ જંગલ તરફ જતી રહી. અને જોગાનુજોગ ત્યારે કોઇ પહેરેદાર પણ ન હતા. સાવલી તો એની મસ્તી મા આગળ ને આગળ ભાગતી ગઇ. અને ક્યારે એ જંગલ મા ભૂલી પડી ગઇ એ સમજાયુ જ નહી. ઘોડા ને લઇ તે આમ થી તેમ ફરતી ગઇ પણ કોઇ રસ્તો દેખાતો ન હતો. અને દિવસ પણ આથમી ગયો. અને સાવલી બીક થી ધ્રુજવા લાગી.
'હવે શુ કરુ? કોની મદદ માંગુ...' આંખો માથી ડર આંસુ બની વહેવા લાગ્યો.
ગમે તેટલી હિમત હોય પણ અંધકાર, જંગલ અને પોતે એકલી છે એ વિચાર બધી હિમત તોડી નાખે. ઘોડો પણ થાક્યો હતો આમ થી તેમ ફરી ને. શુ કરવુ એ સુજતુ ન હતુ. ત્યા કંઇક ખળભળાટ થયો. અંધારા મા કંઇ સરખુ દેખાતુ પણ ન હતુ. અવાજ પોતાના તરફ આગળ વધતો હતો. સાવલી બીક થી ધ્રુજવા લાગી. આંખો બંધ કરી દીધી જાણે કેમ આવનારી મુસીબત ત્યા જ થંભી જવાની. એના ખભા પર કોઇ એ હાથ રાખ્યો હોય એવુ લાગ્યુ પણ એને આંખ ખોલવા ની હિમત ન હતી.
'અહી નજીક જ મારુ નાનુ ઝૂપડુ છે ત્યા ચાલો.'
સાવલી એ કંઇ જવાબ ન આપ્યો.
'અંધારુ થઇ ગયુ છે અને તમે ખૂબ આગળ આવી ગયા છો. કાલે વહેલી સવારે હુ તમને રસ્તો દેખાડી દઇશ.'
ફરી એ જ મૌન.
' i think you have some better option. So as you wish'
એટલુ કહી તે ઘોડા ને લઇ ચાલવા લાગ્યો.
સાવલી ચૂપચાપ એની પાછળ ચાલવા લાગી.
આઠ-દસ મિનીટ ચાલ્યા પછી ઝૂપડા જેવુ કંઇક દેખાયુ.
અટકાવેલા બારણા ને સહેજ અમથો ધક્કો માર્યો ત્યા ખૂલી ગયો.
એ માણસ ફાનસ લેવા ગયો ત્યા સુધી મા સાવલી એટલુ જ સમજી હતી કે કોઇ પહાડી અવાજ વાળો અડીખમ પુરુષ હતો એ.
ફાનસ લઇ ને એ નજીક આવ્યો.
એ આછા ઊજાસ મા બંન્ને એ એક બીજા ને જોયા.
છ ફૂટ હાઇટ, મજબૂત બાંધો, થોડા વધી ગયેલા દાઢી-મૂંછ. ત્રીસ વર્ષ આસપાસ ની ઉમર હશે. પીંગળી આંખો અને ચહેરા પર ના તેજ જોઇ ને ભણેલો ગણેલો અને કોઇ સારા ઘર નો લાગતો હતો.
એણે સાવલી ની ખાટલો આપ્યો બેસવા અને પોતે મુંઢા પર બેઠો અને સીગરેટ ના કસ લેવા લાગ્યો.
અંધારી રાત નુ મૌન ચીરી નાખે એવુ લાગતુ હતુ. સાવલી ને એ મૌન અકળાવતુ હતુ પણ પેલા ને કોઇ ફરક ન હતો પડતો. એ એના વિચારો મા મસ્ત હતો. પણ સામે થી વાત કેમ કરવી અને શુ કરવી.
થોડીવાર પછી અચાનક તે ક્યાક ગયો અને એક ટોપલી મા થોડા ફળ અને પાણી નો ગ્લાસ લાવી ને સાવલી પાસે રાખી દીધા. અને નાનુ એવુ બેટરી થી ચાલતુ ટેપ રેકોર્ડર ચાલુ કર્યુ. સાવલી એ શરમ બાજુ પર રાખી ખાવા લાગી. ફરી મૌન જ મૌન. સાવલી ને નવાઇ લાગી મન મા બબડતી હતી 'કેવો છે સાવ.. નથી કઇ બોલતો કે નથી એને મારા હોવા થી કંઇ ફરક. આને બોલાવો પણ કેવી રીતે અને આમ આખી રાત કેમ પસાર થશે...'
જાણે પેલા ને સંભળાઇ ગયુ હશે કે કેમ
'મારુ નામ માધવ.'
'હુ સાવલી.'
ફરી મૌન.
સાવલી જેવી છોકરી ને આવુ મૌન તો કેમ સહન થાય.
એણે હિમત કરી ને પુછ્યુ.. 'તમે અહી જ રહો છો?'
'મારૂ અડધુ ઘર આ જ છે.'
'તો બાકી નુ અડધુ?' સાવલી થી ઊતાવળ મા વિચાર્યા વગર જ પુછાઇ ગયુ.
પણ માધવે કંઇ જવાબ ન આપ્યો.
થોડીવાર પછી માધવ બોલ્યો.. ' વાઇલ્ડ લાઇફ અને નેચરલ ફોટોગ્રાફી એ મારો શોખ પણ છે અને પ્રોફેશન પણ. અને બીજી વાત એ કે મને પ્રેમ છે.. આ નિરવ શાંતી સાથે, મારી એકલતા સાથે, આ જંગલ સાથે, મારી જંગલિયાત સાથે.'
અને સીગરેટ ના ધુમાડા મા એ ખોવાવા લાગ્યો.
'તમારુ ફેમીલી..?'
'મારા વિશે જેટલુ જાણવાની તમારે જરૂર હતી એટલુ જણાવી દીધુ. આના થી વધારે જણાવવા ની મને જરૂર નથી લાગતી.'
શુ બોલે સાવલી? માધવે આગળ વાત કરવા નો રસ્તો જ બંધ કરી દીધો હતો.
રાત વિતવા લાગી. અને સાવલી ક્યારે ઉંઘી ગઇ એ એને પણ ખબર ન રહી. સવાર નો કુણો તડકો આંખ પર અથડાવા લાગયો હતો. આંખ ખૂલતા જ પોતાને યાદ આવ્યુ કે પોતે ક્યા છે. એ ફટાક થી ઉભી થઇ ગઇ. માધવ ક્યાય દેખાયો નહી. દસ મિનીટ મા એ આવ્યો. અત્યારે જાણે કોઇક અલગ જ માધવ લાગતો હતો. કાલ કરતા કંઇક વધુ સોહામણો. એની આંખો જાણે સાવલી ને આકર્ષતી હતી. બંન્ને ની નજર મળતા જ સાવલી એ નજર ફેરવી લીધી.
'ચાલો તમને રસ્તા સુધી મુકી જાવ.'
'તમારો આભાર કેવી રીતે માનુ? કાલે રાતે તમે ન હોત તો મારુ શુ થાત. Thank you so much'
માધવ કંઇ ન બોલ્યો. અને આગળ ચાલવા લાગ્યો.
હવે સાવલી ને ગુસ્સો આવ્યો પણ શુ કરી શકે.
સાવલી ને સલામત રીતે પાર્ક સુધી પહોચાડી એ તરત પાછો વળી ગયો. પાર્ક વાળા પણ સાવલી ને જોઇ પોતે કેટલા હેરાન થયા ગોતવા અને શુ થયુ હતુ એવી બધી વાતો મા હતા. પણ સાવલી નુ મગજ તો બીજે જ હતુ.
બીજે દિવસે સ્નેહ આવવા નો હતો એટલે ઘરે જઇ ને તૈયારી મા લાગી ગઇ.
આમ જ અઠવાડીયુ વિતી ગયુ. આજે સ્નેહ ચાર દિવસ માટે ફરી થી બહારગામ ગયો.
સાંજે નવરાશ મળતા ફરી થી મગજે માધવ ના વિચારો નો કબ્જો લીધો. એનુ મન જાણે ખેચાતુ હતુ. એણે ગાડી કાઢી અને જંગલ તરફ ગઇ. દિવસે એને માધવ નુ ઝૂપડુ સહેલાઇ થી મળી ગયુ. પણ અંદર કોઇ ન હતુ. બે કલાક રાહ જોઇ પણ માધવ ન આવ્યો. સાવલી એ પોતે અહી આવી હતી એવો કાગળ લખી ને ખાટલા પર રાખી નીકળી ગઇ.
પણ સાવલી ને એ ન હતુ સમજાતુ કે પોતાને એ આકર્ષણ શુ કામ હતુ. બીજા અઠવાડીયે એ ફરી થી ગઇ માધવ ને મળવા. આ વખત એ મળ્યો. સાવલી ને જોઇ ને તેના ચહેરા પર કોઇ જ પ્રકાર ના ભાવ નહી.
'હુ અહી તમને મળવા આવી છુ.'
'હ્મમમ '
'તમે મને પુછ્યુ નહી કેમ આવી?'
'આવ્યા છો તો કહેશો જ ને..'
અને એ હસ્યો. એનુ સ્મિત એની આંખ થી પણ વધુ આકર્ષક હતુ. સાવલી એના મા ખેચાતી ચાલી. અને આમ પણ કહેવાય છે કે કોઇ ઇગ્નોર કરતુ હોય તો એના તરફ વધુ આકર્ષણ થતુ હોય છે.
માધવ ને હસતો જોઇ સાવલી ને થોડી હિમત આવી.
'friends?'
'for sure...'
અને તે દિવસે ચાર કલાક એ માધવ સાથે વાતો કરતી રહી. પોતાની, એના શોખ ની અને માધવ અને પોતાના વચ્ચે ની સામ્યતા ની કે પોતાને પણ adventurous life ગમે છે અને બીજી કંઇ કેટલીય.
અને આ રીતે મળવા નો સીલસીલો ચાલુ જ રહ્યો. અને ક્રમશઃ વધતો ગયો. એ માધવ મા વધુ ને વધુ ઓતપ્રોત થતી ગઇ. એની આંખો મા, એના હાસ્ય મા, એના ખડતલ શરીર મા, એના પહાડી અવાજ મા, એના વિચારો, એનુ જંગલીપણુ, એનુ બધુ જ. હા, પોતે માધવ ના પ્રેમ મા પડવા લાગી હતી. આ તો કેવો સંયોગ.. શુ એક સમયે બે વ્યક્તિ સાથે પ્રેમ શક્ય છે? હા, સાવલી માટે આ જ હકિકત હતી. એક સાથે એ સ્નેહ અને માધવ બંન્ને ના પ્રેમ મા હતી. કેવો યોગ અને કેવો સંયોગ.. હા, યોગ જ હતો આ રીતે માધવ નુ મળવુ અને એ સંયોગ જ હતો એના પ્રેમ મા પડવુ...પણ આ જ વાસ્તવિક્તા હતી..

ક્યારેય personal life વીશે માધવે પુછ્યુ નહી અને સાવલી એ કહ્યુ પણ નહી કે એ પરણેલી છે. માધવ ને પણ સાવલી નો સાથ ગમતો અને પુરુષ સ્વભાવ પ્રમાણે એ પણ આકર્ષાયો હતો. અને સાવલી ના મન ની વાત પણ સમજતો હતો.

આજે એ ઘરે થી માધવ ને મળવા નીકળી. ત્યા પહોચી અટકાવેલા બારણા ને ધક્કો માર્યો અને અંદર થી માધવે પણ ખેચ્યો અને સાવલી નુ બેલેન્સ ન રહ્યુ અને એ માધવ પર પડી. માધવે સાવલી ને પકડી એને પડવા તો ન દીધી પણ પોતાના તરફ વધુ ખેંચી. તેની મજબૂત પકડ મા સાવલી ઓગળવા લાગી. માધવ નો સ્પર્શ ઘણુ કહેતો હતો. માધવ ના ગરમ શ્વાસ ને મહેસુસ કરી શક્તી હતી. આંખો થી જ જાણે મૂક સંમતિ આપી હોય એમ બંન્ને વધુ નજીક આવ્યા અને થયુ ચાર અધરો નુ મિલન. શ્વાસો નુ મિલન. અને એ ચાલતુ જ રહ્યુ જાણે વેરાન જમીન પર વરસાદ નો પહેલો સ્પર્શ. જીંદગી ની પહેલી કિસ તો ન હતી પણ જાણે પહેલી કિસ જ હતી જેમા આવો.ગરમાવો હતો. સમય અને સ્પર્શ એ સીમાઓ ને તોડવા માટે પુરતા હતા. અને એક પછી એક આવરણો દૂર થતા ગયા. માધવ નુ ખડતલ શરીર સાવલી ના મન ને મોહતુ ગયુ. જેમ જેમ માધવ નો સ્પર્શ તેના દરેક અંગો પર થતો હતો તેમ તેમ સાવલી ની અંદર આગ વધતી જતી હતી. સામાન્ય પ્રેમ થી કંઇક અલગ હતો આ પ્રેમ. તેના તન બદન ને બાળી રહ્યો હતો. એક જનુન હતુ એ પ્રેમ મા. અને ટેપ રેકોર્ડર મા વાગતુ એ ગીત વધુ જનુન ભરતુ હતુ.


ટૂટે તો ટૂટે તેરી બાહો મે એસે
જેસે શાખો સે પત્તે બેહયા
બીખરે તુજ હી સે ઔર સીમટે તુજ હી મે
તુ હી મેરા સબ લે ગયા
ના ફીકર ના શરમ ના લીહાઝ..
એક બાર આયા...
આજ ફીર તુમ પે પ્યાર આયા હે
બેહદ ઔર બેશુમાર આયા હે.....

સાવલી ના મન ને જાણે કે વાચા આપી હોય. સાવલી પણ માધવ ના પ્રેમ થી જાણે ટૂટી ને એના મા જ ક્યાક સમાતી જતી હતી. આ બંધ આંખો નો નહી પણ ખૂલી આંખો નો પ્રેમ હતો. રાત ના એ અંધારા નો પ્રેમ ન હતો પણ આ તો ખીલતી સાંજ નો પ્રેમ હતો. વાતાવરણ પણ એવુ.. જંગલ નુ એ સૌંદર્ય, આછી ગુલાબી સાંજ, ઠંડો પવન , સંગીત, જુવાન હૈયા અને મનગમતો સાથ... કશુય ખૂટતુ ન હતુ એક મેક મા સમાવા માટે. બંન્ને આખી દુનીયા ને ભૂલી ગયા હતા. આંખો મા આંખો અને પ્રેમ નો વરસાદ એકધારે વરસતો હતો. જેમા બંન્ને ના હૈયા એક સરખા ભિંજાતા હતા. બસ પ્રેમ જ પ્રેમ. સંતોષ એવો કે જેને શબ્દો સમજાવી જ ન શકે. એક પૂર્ણતા નો અનુભવ...
સાવલી ક્યાય સુધી માધવ ની ખૂલી છાતી પર માથુ રાખી એમ જ પડી રહી અને માધવ એના વાળ મા હાથ ફેરવતો રહ્યો. રાત પડવા આવી એટલે સાવલી અને માધવે નાછુટકે અલગ થવુ પડ્યુ.
આમ જ સમય ચાલવા લાગ્યો. સાવલી માટે જંગલ એ એનુ બીજુ ઘર થઇ ગયુ હતુ. જ્યા એને અને એના મન ને એક સુકુન મળતુ. તેના તન અને મન ની તરસ છીપાતી. સાવલી ની દબાયેલી અનેક ઈચ્છાઓ ત્યા સંતોષાતી.
જ્યારે એ માધવ સાથે હોય ત્યારે સંપૂર્ણ માધવમય જ હોય અને જ્યારે સ્નેહ સાથે હોય ત્યારે તે સ્નેહ ને જ સમર્પિત હોય.
હા, સાવલી સ્નેહ અને માધવ ને એક સમાન પ્રેમ કરતી. સાવલી માટે એક હ્રદય નો ધબકાર હતો તો એક શ્વાસ. અને એમા થી એક ન હોય તો જીવવુ અશક્ય બની જાય એમ જ સાવલી માટે સ્નેહ કે માધવ કોઇ ના પણ વગર જીવવુ અશક્ય થઇ ગયુ હતુ.
પોતે બરાબર જાણતી હતી કે આ વિડંબણા નો કોઇ ઉપાય નથી.
સ્નેહ ને એક મહીના સુધી બહારગામ જવા નુ ન થયુ. સાવલી માટે માધવ થી આટલો સમય દૂર રહેવુ એ એક એવો સમય બન્યો જેમા એ સમજી શકી કે આ રસ્તો ખૂબ અઘરો છે. બંન્ને માટે ના પ્રેમ મા ક્યાય કચાશ નથી પણ આ વિરહ ન તો સહી શક્તી હતી ન તો કહી શક્તી હતી.
બે દિવસ પછી સ્નેહ ને ફરી થી બહારગામ જવાનુ હતુ. સાવલી સ્નેહ થી પણ દૂર થવા ન હતી માંગતી. આ તો કેવા આવેશો જે શમતા જ ન હતા. એની લાગણીઓ, એનો પ્રેમ ને બાંધી શકે એવુ કોઇ બંધન હતુ જ નહી. એની તડપ એ કેમ શાંત કરે...
'સ્નેહ, હુ તમને ખૂબ ચાહુ છુ પણ હુ માધવ ને પણ એટલો જ ચાહુ છુ. અને તમને મારો પ્રેમ ક્યાય ઓછો લાગે તો મે બેવફાઇ કરી કહેવાય. મારી અંદર રહેલો લાગણી અને પ્રેમ નો એ દરિયો હિલોળે ચડ્યો છે. હા, સુખી લગ્ન જીવન હોવા છતા પણ મને પ્રેમ થયો. પણ પ્રેમ કંઇ સંજોગો જોઇ ને થોડો થાય છે? એ તો બસ થઇ જાય છે.. નથી એ ઊંમર જોતો કે નથી એ રંગ-રૂપ કે નાત-જાત જોતો. નથી એ કોઇ પરિસ્થિતિ જોતો. બસ કોઇ વ્યક્તિ ને જોતા, એને મળતા લાગણીઓ બેકાબુ બની જાય એ જ તો પ્રેમ. એનો સહવાસ ની સતત ઝંખના એ જ તો પ્રેમ. પ્રેમ તો અખૂટ હોય. એને ગમે તેટલો લૂટાવો એ ક્યારેય પુરો નથી થતો. એ તો અવિરત વહેતુ ઝરણુ છે. જે સતત એકધારુ વહ્યા જ કરે. બીજા ની તો મને નથી ખબર પણ મારા મા એ ઝરણુ, ધોધ બની ને વહે છે. બસ, પ્રેમ જ પ્રેમ. લગ્ન પછી પ્રેમ થાય એટલે એક્સ્ટ્રા મેરિટલ અફેર કહેવાય. પણ એ પ્રેમ કંઈ એક્સ્ટ્રા નથી હોતો. પ્રેમ નુ કોઇ માપદંડ થોડુ હોય કે આટલા થી વધુ લાગણી કે પ્રેમ ના ઊન્માદો આવે છે એટલે હવે એને એક્સ્ટ્રા કહેવાનુ. એ તો દરિયો છે અને દરિયા મા ક્યારેય એક્સ્ટ્રા પાણી હોય એવુ બન્યુ છે? હુ કઇ રીતે તમને મારૂ મન સમજાવુ.. હુ શુ કરુ?'

મન ની આ વાત મન મા જ કરી લીધી. કાશ, આવુ હકિકત મા કહી શકી હોત.
સાવલી બરાબર જાણતી હતી કે સ્નેહ તો શુ દુનીયા નો કોઇ પણ પતિ આવા સંબંધ ન સ્વિકારી શકે. આપણો સમાજ, આપણા જ લોકો આ સંબંધ માન્ય ન જ રાખે. પણ આવુ બનતુ હોય છે બસ ફરક એટલો કે એ અણકહ્યા અને પોતાની જ દુનિયા મા ક્યાક ધરબાયેલા જ રહી જાય છે.
સાવલી રોજ કરતા કંઇક અલગ મૂડ મા હતી.
'આજ કંઇક વધુ જ પ્રેમ આવે છે મેડમ.. શુ વાત છે?' એક આંખ મિંચકારતા સ્નેહે પુછ્યુ.
'એ તો કાયમ આવતો જ હોય છે પણ વેલેન્ટાઇન ડે ના આપણે સાથે નહી હોય એટલે એડવાન્સ મા. પ્રેમ તો બસ કરી જ લેવાનો. એને કાલ ઉપર ના ઠેલવાય.'
સાવલી એ ગીફ્ટ આપતા કહ્યુ.
કેક કટ કરી.
થોડી જ વાર મા સ્નેહ બહારગામ જવા નીકળી ગયો અને સાવલી એને જતો જોતી રહી્... જીવ ભરી ને.
ઘર ને થોડુ વ્યવસ્થિત કર્યુ. એક નાની બેગ લઇ એ માધવ ને મળવા નીકળી ગઇ.
કેક અને મોટુ ટેપ રેકોર્ડર એણે માધવ ને ગીફ્ટ આપવા લીધુ હતુ.
માધવ ને મળતા જ એના મજબૂત બાહુપાશ મા સમાઇ ગઇ જાણે કે બસ હવે જીંદગી થંભી જવાની. માધવ સાથે કેક કટ કરી અને કલાકો સુધી વાતો કરી.
'સાવલી, રાત થવા આવી. તારે જવુ નથી?'
'ના, આજ તો હુ આખી રાત તારી સાથે જ રહેવાની. તને કંઈ વાંધો હોય તો કહે.'
માધવ કંઇ બોલે એ પહેલા જ એણે ટેપ રેકોર્ડર શરૂ કર્યુ.
એ જ ગીત.... અને એ જ જનુન...

આજ ફીર તુમ પે પ્યાર આયા હે
બેહદ ઔર બેશુમાર આયા હે.......

સાવલી સંપૂર્ણ પણે માધવમય બની ગઇ હતી અને માધવ પણ સાવલી મા ઓળઘોળ થઇ ગયો હતો. એ કીસ મા એટલો જ ઊન્માદ હતો જેટલો પહેલી કીસ મા હતો અને કદાચ એના થી પણ વધારે. અને પ્રેમ ના એ વરસાદ મા બંન્ને મન ભરી ને ભિંજાતા હતા. પરમ સંતોષ ને અનુભવતા હતા. સાવલી માધવ ની છાતી પર સુતી હતી. પણ એક સંતોષ અને ખૂશી એની આંખ મા છલકાતી હતી.
'સાવલી, આટલા સમય થી આપણે સાથે છીએ પણ તારૂ આ રુપ મે પહેલી વાર જોયુ... શુ વાત છે સાવલી?'
'માધવ, આ ક્ષણ ને મને મન ભરી ને માણવા દે... આવી ક્ષણ ફરી આવે કે ન આવે..'
'કેમ આવી વાત કરે છે? તુ મને.....'
માધવ આગળ કંઇ બોલે એ પહેલા જ સાવલી એ એના હોઠ પર પોતાના હોઠ રાખી દીધા.
આખી રાત એ માધવ ને નિરખતી રહી.. એના મા જ ક્યાક સમાતી રહી.
વહેલી સવારે માધવ ની આંખ લાગી. માધવ ને કપાળ પર કીસ કરી સાવલી નીકળી ગઇ. એ જાણતી હતી માધવ ની નજર સામે એ કદાચ નીકળી નહી શકે.
ગાડી મા બેસતા જ વિચારો નુ વાવાઝોડુ શરુ થયુ.
'પ્રેમ તો પ્રેમ હોય... લગ્ન પછી ન જ થવો જોઇએ એવી સમજણ એને નથી એટલે જ એને આંધળો કહેવાય છે. પણ શુ આવી પરિસ્થિતિ કોઇ પણ સ્ત્રી ના જીવન મા અથવા પુરુષ ના જીવન મા નહી આવી હોય? હા, કોઇ પણ પતિ અથવા પત્નિ આ વાત સ્વિકારે નહી એટલે જ આ બાબત પર ક્યારેય મન ખોલી ને વાત જ નથી કરતા. પણ મને એટલી જ ખબર છે કે હુ ન તો સ્નેહ વગર જીવી શકીશ ન તો માધવ વગર... મારા જેટલુ નસીબ વાળુ કોઇક જ હશે જેને ડબલ પ્રેમ મળ્યો. નથી મને કોઇ અફસોસ કે નથી કોઇ ખેદ. પણ મારે આ જ ખૂશી જોઇએ છે જીવનભર... એટલે એ ખૂશી નો કદાચ પણ ક્યારેય અંત આવે એ પહેલા જીવન નો અંત આવે એ મને મંજુર છે.'
સાવલી ના ચહેરા પર અદમ્ય શાંતિ હતી. સંપૂર્ણ તૃપ્તિ હતી. અને મન નો વિચાર પણ દ્રઢ હતો. એણે ગાડી ની સ્પીડ વધારી.. સ્ટીઅરીંગ પર થી હાથ લઇ લીધો... આંખો બંધ કરી અને એ દરેક પળ ને એ ફરી થી જીવવા લાગી જે પળ એણે સ્નેહ અને માધવ સાથે ગાળી હતી. મન ના એક ખૂણા મા એ માફી પણ માંગતી હતી... પોતાના જીવન ના એ ત્રણે પુરુષ ની.. મોટાભાઇ, સ્નેહ અને માધવ ની... હોઠ પર સ્મિત અને અંતર મા સંતોષ... અને થોડી જ ક્ષણો મા ગાડી ફંગોળાઇ ગઇ ખીણ મા...
અને સાવલી ની એ ખૂશી જીવનભર ની બની રહી....