મારા ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનને .
ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક એ મારા દ્વારા લખાયેલી એક નવલકથા છે કે જેને કોઈ જીવંત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી . લેખક તરીકે મારો હેતુ માત્ર મારી કલ્પનાઓ વાંચક મિત્રો સુધી પહોંચાડવા માટેનો છે . મારી વાર્તાનો ઉદેશ્ય કોઈ પણ જાતિ ધર્મ કે સંપ્રદાયને ઢેસ પહોંચાડવાનો નથી. મારી વાર્તા પરના કોઈ લખાણ તમને વાંધાજનક લાગેતો મારો કોન્ટેક્ટ કરી શકો છો .
આ વાર્તા થોડી હકીકતો અને થોડી કલ્પના પર આધારિત છે જેની નોંધ લેશો જી .તો હવે પ્રસ્તુત થઈ રહી છે મારા હાથે લખાયેલી પ્રથમ નવલકથા ' ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક '
મધરાતે આકાશ પૂનમના ચંદ્રથી ઝળહળી રહ્યું હતું , જાણે તારાઓને ચંદ્રની સુંદરતામાં પોતાના અસ્થિત્વનું જોખમ લાગતું હોય અને ઈર્ષ્યા થતી હોય એમ ઝગમગ થઈને પોતાના અસ્તિત્વને બચાવવા પ્રયાસ કરી રહ્યા હતા . તમરાઓ પોતાના કર્કશ અવાજથી વાતાવરણમાં નકારાત્મકતા ફેલાવતા હતા અને દુરરર.... જંગલમાં શીયાળ રાડો પાડી અદમ્ય શાંતિમાં ભંગ પાડી રહ્યા હતા . આ શીયાળના અવાજોમાં કોઈ સંભવિત વ્યક્તિનો દર્દનાક અવાજ ભળી રહ્યો હોય એમ લાગતું હતું. જેમ શિકારીની જાળીમાં ફસાયેલું જનાવર પોતાના મોતને આંખ સામે જોઈને ચિલ્લાય એવોજ કૈક અવાજ હતો .
ઘણીવાર શિયાળાની ઠંડી રાત્રીમાં શીકારીની જાળીમાં ફસાયેલા પ્રાણીઓ પોતાના નાત બંધુને મદદ માટે પોકારતા , પરંતુ આજના અવાજમાં કૈક અલગ હતું કદાચ થોડુ વધારે દર્દ , અવાજ થોડો વધુ તીવ્ર હતો . અવાજ સાંભળી આભાપર ગામના બધા જ લોકો એક પછી એક જાગવા લાગ્યા , પરંતુ ઘર બહાર નીકળવાની હિંમત કરવાને બદલે જાગતા હોવા છતાં ધાબળામાં લપાઈ રહેવાનું વધારે પસંદ કર્યું હતું . શુ કારણ હશે ...!!? કે કોઈ વ્યક્તિ ખરેખર શુ બની રહ્યું છે એ જાણવાની પણ હિંમત કેમ નહોતું કરતું ..? એ અવાજ કોઈ પ્રાણીનો હતો કે માણસનો ...? એ વાત તો ભગવાન જાણે પરંતુ એનું કારણ કૈક ખોફનાક-બિહામણું, થોડું વિચિત્ર , તો થોડું રહસ્યમય હતું. તો ચાલો તૈયાર છો રહસ્ય ... ડર ... અને સાહસની એ વાર્તામાં મુસાફરી કરવા માટે ...?
લગભગ ૧૦૦૦ વર્ષ પહેલાંની વાત છે , ગુજરાતના ઇડર સ્ટેટમાં રાજપૂત રાજા ઇન્દ્રવર્મા રાજ્ય કરી રહ્યા હતા . ઇડર સ્ટેટ એ સમયે મૂળતો ગુર્જર-પ્રતિહાર સામ્રાજ્યનો જ એક ભાગ હતો . આભાપર એ સમયે અગત્યનું વ્યાપાર કેન્દ્ર હતું તેથી પૈસેટકે સુખી નગરોમાંનું એક હતું . ત્યાં જ નજીક રહેલી અરવલ્લીની પર્વતમાળામાં શુષ્ક જંગલોમાં પ્રજાજનો માટે રાજાએ ભવ્ય મંદિરો બંધાવ્યા હતા . જેમાં સુવર્ણની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી જેની કિંમત આજના સમયે કરોડોમાં અંકાય ...!! આ જંગલો એક સમયે મારવાડ રાજાના આવવા-જવા માટે દ્વાર/પોડ સમાન હતા તેથી તે પોળોના જંગલો તરીકે પણ વિખ્યાત છે. વૈભવશાળી મંદિરો અને એની સુવર્ણ પ્રતિમા આપમેળે આભાપરની એક શ્રીમંત નગર તરીકેનો દરરજો આપી દે એમ હતું . તે સમયે મુઘલો અને અરબી મુસ્લિમ શાસકો ભારતમાં આવવા મથી રહ્યા હતા , એમનું કાર્ય ચોરી , લૂંટફાટ અને હિંસા સુધી જ સીમિત હતું . કોઈ જગ્યાએ રાજ્યાભિષેક થયો નહોતો . હજી ભગવા નું પ્રભુત્વ હતું ....!! આજ વૈભવશાળી નગર આભપરની વૈવિધ્યતા અને અમીરી પર મુઘલોની નજર પડ્યા વગર કેમ રહેવાની હતી ..??!! એમને આ નગર અને પોળોના જંગલો માંના મંદિરો પર હુમલો અને લૂંટફાટ કરવાનું કાવતરું ઘડ્યું હતું . મુઘલોનું ધાડું કોઈ રાજ્યના લશ્કરને પણ શરમાવે એવડું મોટું હતું . નિર્દય અને નિષ્ઠુર જંગલી પ્રાણીઓ જેવું હતું . રાક્ષસી શકતી ધરાવતા એ ટોળાનો દેખાવ જ જેવાતેવાને કંપાવવા માટે પૂરતો હતો . લોહીથી તરબતર લાસો જોઈનો કૈક અલગ જ નશો ચડતો એ હેવાન રાક્ષસોને . લગભગ હજારેકનું ટોળુ આભાપર નગર ઉપર કાળ બનીને તૂટી પડ્યું . આભાપર કે જેને સપને પણ આવું કોઈ દ્રશ્ય જોયું કે વિચાર્યું નહતું , તલવારો તો શુ નાની છરીના ઘા પણ જોયા નહોતા , એવા નગરજનો અચાનક હુમલાથી ડઘાઇ જઈને અસુરોની તલવારથી વીંજાઈ રહ્યા હતા . જે ધરા પર વરસાદ પણ ભાગ્યે જ પડતો એવી ધરા પર લોહીની નદીઓ વહેવા લાગી હતી . પુરુષો તો ઠીક એ તલવારોએ નાના બાળકો પર પણ દયા ખાધી નહોતી. આજે કદાચ પયગંબર સાહેબ પણ જન્નતમાં બેઠાબેઠા દુઃખી થઈને આંશુ સારતા હશે.. , શુ આ સિદ્ધાંતો પોતે પૃથ્વી પર શીખવ્યા હતા ...!? શુ અલ્લાહ મિયાં આ કહેવાતા મુસ્લિમોને માફ કરશે...? જન્નતતો ઠીક પણ આમની માટે અલ્લાહ કદાચ જહન્નુમમાં પણ જગ્યા નહીં ફાળવે . સ્ત્રીઓ પર એમને એમના પુરુષો અને બાળકો સામે હેવાનીયત ગુજારી , એટલું ઓછું હોય એમ નિર્વસ્ત્ર કરી એમના ટુકડા કરી નાખ્યા . એ જૈન-હિન્દૂ મંદિરોમાં રહેલી અમૂલ્ય મૂર્તિઓ પણ ચોરવા માટે પ્રયાસ કર્યા . મંદિરોને ધ્વંસ અને જીર્ણ કર્યા .ત્યાં સુધીતો ઠીક હતું પરંતુ એક જૈન-હિન્દૂ મંદિર કે જેમાં જૈનાચાર્ય અને ભગવાન ક્રિષ્ણ સાથે બિરાજમાન હતા એ મંદિરમાં આભાપરના રાજ પંડિત પોતાની પુત્રી સાથે પૂજા કરી રહ્યા હતા . એ શુશીલ કુમળી ૬ વર્ષની બાળકી પોતાની કાલી-ઘેલી ભાષામાં ભગવાનને રિજવી રહી હતી ત્યાં પેલા હુમલાખોર એ મંદિર પર ત્રાટકયા . રાજ પંડિતે પોતાની પુત્રી સહિત તે સમયે મંદિરમાં હાજર તમામ શ્રદ્ધાળુને મંદિરના ગર્ભગૃહમાં લઇ જઈને રહસ્યમય રીતે ગાયબ કરી એમનો આબાદ બચાવ કર્યો . એ લોકોનું શુ થયું એ કોઈ જાણતું નથી , એ વાત હજી ઇતિહાસમાં વણઉકેલાયેલું રહસ્ય છે . પછી અચાનક શુ થયું કે એક પછી એક બધા હુમલાખોરો ત્યાં જ ઢેર થઈ ગયા . થોડીજ કલાકોમાં આભાપરની ભવ્યતા નાશ પામી અને આભાપર એક ઉજ્જડ નગર બની ગયું જ્યાં હજારો ગીધળો માટે મિજબાનીનું આયોજન થયું હોય એવું લાગતું હતું . કમોતે મરાયેલા એ સર્વે લોકો આજે પણ ત્યાં પોળોના જંગલોમાં ભટકે છે એવું કહેવાય છે . દર પૂનમે ભટકતી સુરી આત્મા અને આશુરી આત્મા હજીવાર એકબીજા સાથે જગડે છે , કોઈવાર સાથે મળીને કાળી વિદ્યાનો જાદુ કરી પોતાની મુક્તિ માટે પ્રયત્નો કરે છે . આજુબાજુના નેહળા અને ગામડાના લોકોને એ અવાજ સાંભળ્યાના પણ દાખલા છે . ઉપર મુજબની દંતકથા કે હકીકત આજુબાજુના લોકો વર્ષોથી સાંભળતા આવ્યા છે અને હકીકત જેમ સ્વીકારતા આવ્યા છે . ખરેખર એ રહસ્યમય અવાજ શુ છે એ કોઈ જાણતું નથી અથવા એ જાણવાની હિંમત કરતું નથી . જોકે આપડી આ વાર્તા એ સત્ય સમજાવવા માટે જ છે . બધાજ રહસ્યની રજુવાત કરશે .
( ક્રમશ )