હવે આગળ,
દેવ હજી પણ બસમાંથી ઉતરી પોતાની ધૂનમાં જ ઘર તરફ ચાલ્યો ગયો ઘર આવતા જ ઘરની અંદર પ્રેવશીને બેગ મૂકીને પાણી પીવા રસોડા તરફ આગળ વધ્યો. પાણી પીઈને જમવા બેસી ગયો તો બીજી તરફ દેવના મમ્મી રસોડામાં આવે છે.
મયુરીબેન : બેટા થોડીવાર બેસને હું તારા માટે ગરમ ગરમ રોટલી બનાવી આપું?
દેવ : હા મમ્મી તું રોટલી બનાવ ત્યાં હું એક બે રોટલી ઠંડી છે તે ખાઈને જમવાનું શરૂ કરું મને ભૂખ બોવ જ લાગી છે.
મયુરીબેન : એક કામ કર તે રોટલી મને આપ હું ગરમ કરીને આપું .
દેવ : હા .
દેવ તેના મમ્મીને રોટલી આપે છે અને ફરી ઉભો થઈને બેસી જાય છે દેવ બેસીને તેના મમ્મી ગરમ કરીને રોટલી આપે છે એટલે તે જમવા લાગે છે તો બીજી તરફ દેવના મમ્મી પણ રોટલી બનાવા લાગર છે અને દેવને ગરમ ગરમ રોટલી આપતા જાય છે તો બીજી તરફ દેવ પણ ગરમ ગરમ રોટલી મલતા જમવા લાગે છે .
દેવ જમીને ઉભો થઈને બહાર નિકળી ગયો તે પોતાની શોપ પર કામ કરવા માટે જય રહ્યો હતો .ત્યાં પાછળથી જ અવાજ આવે છે દેવ ઉભો રે મારે પણ આવવું છે દેવ પાછળ ફરીને જોવે છે તો રાહુલ ચાલતો ચાલતો આવતો હતો દેવ ત્યાં ઉભો રહીને રાહુલની રાહ જોવા લાગી ગયો રાહુલ આવતા જ દેવને રાહુલ શોપ પર જવા સાથે ચાલવા લાગ્યા .દેવ કોઈ પણ વાત કર્યા વગર જ આગળ ચાલતો જતો હતો તો સાથે સાથે રાહુલ પણ એમ જ સાથે દોરવાતો જતો હતો .શોપ આવી દેવ શોપ પર કામ કરવા લાગ્યો રાહુલ આગળ નીકળી પોતાના કામ કરવા લાગી ગયો.
દેવ શોપ પર જઈને કામ કરવા લાગ્યો આજે કામ પણ વધુ હતું તો કામ માં લાગી ગયો સમય ક્યાં વીતી ગયો દેવને ખબર જ ના પાડી રાતના આઠ વાગી ગયા કામ માં તો પણ દેવ હજી કામમાં જ વ્યસ્ત હતો .સાડા આઠ થતા દેવ ફ્રી થઈ ગયો શોપ બંધ કરીને ઘર તરફ વળ્યો. ઘરે પહોંચીને હાથ મોઢું ધોઈને રૂમમાં આવે છે થોડીવાર માં દેવના મમ્મી જમવા બોલાવે છે અને દેવ જમવા માટે રસોડા તરફ આગળ વધે છે કહે છે કે ધરતીનો છેડો ઘર તે કહેવત એમ જ સાચી નહીં પડી હોય મમ્મી નો એક અવાજ જ ઘરને બાંધી રાખે છે . દેવ જમીને પોતાના રૂમ માં સુવા ગયો.થોડીવાર માં જ દેવને ઊંઘ આવી ગઈ સવાર ક્યારે પડી ગઈ ખબર જ ના પડી. દેવ પથારીમાંથી ઉભો થઈને ઝડપથી નાહવા જતો રહ્યો અને નાહીનેનાહીને બહાર આવ્યો. નાહીને બહાર આવતા જ દેવના મમ્મી એ દેવ માટે ગરમાં ગરમ ભાખરી તૈયાર જ રાખી હતી દેવ કોફી અને ભાખરી ખાવા લાગ્યો . ભાખરી સવાર સવારમાં ખાઈને દેવ બસ સ્ટોપ તરફ આગળ ચાલવા લાગ્યો. થોડી જ વારમાં દેવ અને તેના મિત્રો ગામ ના બસ સ્ટોપ તરફ ભેગા થઈ ગયા બસની રાહ જોવા લાગ્યા .
થોડી જ વારમાં બસ આવી અને બસમાં દેવ અને તેના મિત્રો બસમાં બેસી ગયા . બસ આગળ વધવા લાગી દેવ બારી પાસે જઈને એકલો બેસી ગયો સવારનું થડું વાતાવરણ દેવ થોડી બારી ખુલી રાખીને બહાર નું વાતાવરણ જોવા લાગ્યો પણ દૂર સુધી બસ અંધારું જ દેખાતું હતું સૂરજ દૂર સુધી ક્યાંય દેખાય રહ્યો ના હતો દેવનું તો હવે રોજ નું આ થયું હતું એકલો બારી પાસે બેસીને રોજ આ ઉગતી સવાર ને જોતો હતો ક્યારેક બસમાં એકલો બારી પાસે માથું ટેકવીને ઠંડા પવન ના લીધે ઊંઘી પણ જતો હતો બસ ને દેવની ટેવ પડી હતી કે દેવને બસની ટેવ પડી હતી ખબર જ ન પડતી બેય એકબીજામાં જ ખોવાયેલા રહેતા .દેવ જેમ જેમ બસ આગળ વધે તેમ અંધારું દૂર થતું અને દેવ ઉગતા સૂરજને એમ જ જોતો રહેતો જ્યાં સુધી તેને બસની બારીમાંથી જોઈ શકતો ત્યાં સુધી.ક્યાંક બાવળ આડો આવતો તો ક્યાંક કોઈક ઇમારત આડી આવી જતી આમ રોજ સૂરજનું ઉગવું દેવને જોવું ખૂબ જ ગમતું.
શુ દેવ પોતાની જિંદગીમાં જોયેલા સપના પુરા કરી શકશે ? શુ દેવ ભણવામાં પૂરું ધ્યાન આપી શકશે ? શુ દેવની જિંદગીમાં કોઈ નવું આવશે ? શુ દેવની જિંદગીમાં નવું આવતા તે પોતાના સપનાથી ભટકી જશે ? વધુ વાંચવા માટે વાંચતા રહો લવની ભવાઇ.