આગળના ભાગમાં જોયું કે અવનીના જીવનમાં માત્ર હવે દુઃખ હતા.... યુવરાજ અને એના પરિવાર તરફથી માત્ર અત્યાચારો જ સહન કરવા રહ્યા....
હવે આગળ......
અવની હવે જીવનમાં સાવ એકલી રહી ગઇ હતી..... ના તો કોઈ સહેલી સાથે વાત કરી શકતી કે ના પોતાની ઈચ્છાઓ પુરી..
સવારથી રાત સુધી ઘરનું કામ કરો ઉપરથી ઘરના સભ્યોના અપશબ્દો સાંભળો બસ આ જ એક નિત્યક્રમ બની ગયો હતો..... જાણે એક જેલમાં પુરાઈને રહી ગઈ હતી જિંદગી....
બધી નિરાશાઓથી ઘેરાયેલી અવની પોતાની જાતને જ્યારે અરીસા સમક્ષ ઉભી રાખતી ત્યારે એ જ વિચારતી કે હું એ જ અવની છું જે જીંદગી ની દરેક પળને માણીને જીવતી હતી ?? શું આ જ મારું અસ્તિત્વ છે ,અને આવી જ રીતે મારૂ અસ્તિત્વ લુપ્ત થઈ જશે...?
સવાલોના વંટોળમાંથી અવની જ્યારે બહાર નીકળતી બસ જવાબ એ જ મળતો કે હું આમ જ રહી જઈશ.... એકલી.
અવની અને યુવરાજના લગ્નને ત્રણ વર્ષ થવા આવ્યા હતા પણ ક્યારે કોઈ અંદાજો ના લગાવી શક્યું કે અવની જે દુનિયાને દેખાડવા માટે મુખ પર સ્મિત લઈ ફરે છે એ અંદરથી સાવ તૂટેલી છે.... અવની હવે પોતાની માટે જીવવાનું જ ભૂલી ગઈ હતી..... કહેવાય છે કે "" भरी महफ़िल में जो लोग बेहद ख़ुश दिखते है,
वो अंदर से टूटे हुए होते है, औऱ अक्षर अकेले औऱ तनहाई में वो बेशक रोते ही है....""
અવની પોતાના મમ્મી પપ્પાના ઘરે આવતી રોકવા પણ ક્યારે હિમ્મત નથી કરતી કે કોઈને વાત કરે એ કોઈને પોતાના દુઃખ વિશે કહી દુઃખી નથી કરતી....
અવની ત્રણ વર્ષથી આ બધું સહન કરતી હતી એવામાં અવની ડિપ્રેસનમાં આવી જાય છે અને જ્યારે પણ એકલી હોય ત્યારે ગુસ્સામાં આવી અને પોતાના હાથ પગમાં બ્લેડ મારી દેતી....
આ બધા લક્ષણો ડિપ્રેસનના હતા... જે માંથી અવની ક્યારે બહાર આવી શકશે એ એની જાતને ખબર ન હતી.....
એક દિવસ અવની વિચારી રહી હતી કે આ વખતે પિરિયડ મિસ થઈ ગયું છે, શુ હું પ્રેગનેટ તો નથી....?... એક વાર યુવરાજને વાત કરી જોયું કે ટેસ્ટ કીટ લઈ આવે જેથી હું જાણી શકું...
બપોરે યુવરાજ ઘરે જમવા આવે છે ત્યારે અવની ટેસ્ટ કીટ વિશે કહે છે અને યુવરાજ કહે છે કે રાતે આવીશ ત્યારે લેતો આવીશ... રાતે યુવરાજ ટેસ્ટ કીટ લઈ અવનીને આપી દે છે...
બીજે દિવસે સવારે અવની વહેલા જાગી.. આજે એ ખુશ હતી કેમ કે સૌથી સારી મુમેન્ટ એની લાઈફમાં આવવાની હતી... બસ પરિણામ હકારાત્મક આવે...
અવની જાગી, ટેસ્ટ કીટ લઈ ચેક કરવા જાય છે અને પરિણામ પણ હકારાત્મક જ આવ્યું.... એટલે અવની મનમાં વિચારે છે કે હવે મારી લાઇફ સારી થઈ જશે ,યુવરાજ પણ મને પ્રેમ કરશે... આ બાળક જ યુવરાજ અને એના પરિવારને સુધારી નાખશે..... અને હું પણ તણાવ માંથી બહાર આવીશ..
અવની નાહી તૈયાર થઈ નીચે જાય છે... અને પહેલા ભગવાનના આશીર્વાદ લઈ પોતાની સાસુને કહે છે કે હું પ્રેગનેટ છું.... ત્યારે અવનીના સાસુ એટલું જ બોલ્યા કે એ જે હોય એ પણ જોઈશે તો દીકરો જ...
અવની કાંઈ જવાબ ના આપી શકી માત્ર એના મોંઢા પર મૌન છવાઈ ગયું....એને પોતાનું સવારનું કામ પૂરું કર્યું અને યુવરાજ પાસે ગઈ કે યુવરાજ મને સમજશે....
રૂમમાં આવીને જોયું તો યુવરાજ હજુ સૂતો હતો, એટલે અવની યુવરાજના કાનમાં જઇ એટલું કહે છે કે તમે પપ્પા બનવાના છો.... અવનીની વાત હજુ પુરી જ થઈ ત્યાં યુવરાજ એ જોરથી અવનીને ધક્કો માર્યો અને કહ્યું કે શું સવારમાં નીંદર ખરાબ કરવા આવી ગઈ... અને અવનીને ધક્કો લાગવાથી સીધી ટેબલના ખૂણામાં.. અને એ ખૂણો સીધો અવનીના પેટમાં વાગ્યો...અવનીથી પીડાના લીધે બૂમ નીકળી ગઈ, યુવરાજે જાગીને જોયું તો અવની રડી રહી હતી.....
અવનીની એ હાલત જોઈ છતાં યુવરાજ પાછો સુઈ ગયો.. જેમ તેમ કરી અવની વોશરૂમમાં ગઈ અને જોયું તો પિરિયડ બ્લીડીંગ ચાલુ થઈ ગયું... અને અવની ક્યાં સુધી બાથરૂમનો નળ ચાલુ રાખી રોઈ... બસ હવે એક જ ઉપાય હતો કે આ ઘર નહિ પણ આ જેલ માંથી બહાર નીકળું... હવે હું થાકી ગઈ છું આ જીવનથી બસ, હવે ગમે તેમ કરી મમ્મી પપ્પા પાસે જતી રહું પણ કંઈ રીતે મોબાઈલ તો છે નહીં... કંઈ રીતે મમ્મી પપ્પાને જાણ કરું......
( શુ અવની આ કેદમાંથી બહાર નીકળી શકશે, અને નીકળશે તો કંઈ રીતે....)
** ક્રમશ.......