For the first time in life - 18 Nidhi Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

શ્રેણી
શેયર કરો

For the first time in life - 18

અમે બંને કૉલેજ માં ક્યૂટ કપલ હતા . બધા લોકો એમને બંને ને જોઈ ને ખુશ થતા હતા અને એમને ચીડવતા પણ હતા કે લગ્ન માં અમને બોલવા જો...? આમે ને તેમ કરી ને .... અભિનવ ના મિત્રો મને ભાભીજી કહી ને બોલાવતા હતા. અમે બંને એકબીજા સાથે બહુ જ ખુશ હતા. વરસાદ ના મોસમમાં ગાંધીનગર ના રસ્તા પર બાઇકની સવારી, શિયાળા ની ચા, ઉનાળા ની આઈસ ક્રીમ... અને વેલેન્ટાઇન વિક ના મજા અમે જ કર્યા હતા એમ કહીએ તો પણ ચાલે...

બસ આમ ને આમ અમારા બધાની પરીક્ષા નું પરિણામ આવ્યું મારું અને આદિ સેમેસ્ટર ૫ નું અને અભિનવ એમનું સેમેસ્ટર ૭ નું આવ્યું.
અને હવે અભિનવ એના છેલ્લા સેમેસ્ટર માં હતો. અભિનવ બહુ જ હોશિયાર હતો અને એનું પરિણામ પણ સારું આવ્યું હતું.પણ મારું પરિણામ બહુ જ ખરાબ આવ્યું હતું. એનું મને બહુ જ દુઃખ લાગ્યું હતું અને આદિ એ યુનિવર્સિટી માં ટોપ કર્યું હતું. આ પરિણામ પછી અમે ત્રણેય ની દુનિયા થોડા સમય માટે અલગ થઈ ગઈ હતી.

મારું પરિણામ ભલે ખરાબ આવ્યું હતું પણ આદિ અને અભિનવ માટે ખુશ થવાનું નાટક કરતી હતી.આદિ અને અભિનવ ને ખબર હતી કે હું ખુશ નથી .પણ એ બંને મને કઈ કહેતા ન હતા.અભિનવ છેલ્લા સમેસ્ટર માં હતો.બસ હવે એ થોડા સમય માટે મારા જોડે હતો.એટલે મે બધું ભુલાઈ દીધું.અને જેમ પેલા હતું એમ જ બધું થઈ ગયું.

પરિણામ વાળી વાત અભિનવે એના મન માં જ રાખી હતી.એ મને ભણવા માટે બહુ જ ફોર્સ કરતો હતો.અને હું પણ એની વાત નું માન રાખતી હતી.અને હવે અમારી પરીક્ષા આવી ગઈ.....

પહેલા અભિનવ એમની પરીક્ષા હતી પછી અમારી હતી. એટલે અમે બંને એ નક્કી કર્યું હતું કે અભીનવના છેલ્લા પેપર ના દિવસે મળશું. અમારે બને ને મળ્યા 20 દિવસ થઈ ગયા હતા. ફોન માં વાતો થતી હતી પણ જે મળી ને વાતો કરવા માં જે મજા આવતી હતી એવી મજા ફોન માં ન હતી આવતી.અને કાલે અભિનવ નું છેલ્લું પેપર હતું એટલે હું બહુ જ ખુશ હતી

મારા દિલ માં તો અરિજિત ના જ ગીતો વાગતાં હતા. હું એને મળવા માટે પાગલ થઈ રહી હતી. હું આમ પાગલ જેવી હરકતો કરતી હતી અને આ બધું એક ખૂણા માં ઉભી રહી ને આદિ જોઈ રહી હતી. એને કીધું બહુ ખુશ ના થા..
" ચાર દિન કી ચાંદની રાત
ફિર વોહી અંધેરી રાત"
એના અવાજ માં ભીનાશ હતી હું એને કઈ બોલું એ પહેલાં એ જતી રહી અને મને આજ પણ યાદ છે કે એને મને સવારે 8 વાગી ને 11 મિનિટે મેસેજ કર્યો હતો કે
dhyani.... please please aaje tu maro favourite white dress pehri ne aavje and time par aavi ja je tara mate ek surprise chhe.
7.30 pm..see you soon...
I really love you..
Take care
Bye

7.15 એ હું કમ્પ્લેટ તૈયાર થઈ ને અભિનવ ના રૂમ પર ગઈ. કારણ કે અભિનવ બે દિવસ પછી ઘરે જવાનો હતો એટલે આજે અમે બંને એકબીજાને મળવાના હતા . અને અને બંને આજે મળી ને નક્કી કરવાના હતા કે પહેલા પોતાના ઘરે આ સંબધ વિશે કોણ પહેલા કહેશે....? એના રૂમ સુધી જતા જતા મે બહુ બધું વિચારી લીધું હતું.પણ ત્યાં જઈ ને જોયું તો રૂમ પર લોક મારેલું હતું.એટલે મે અભિનવ ને કોલ કર્યો તો અભિનવ નો નંબર સ્વીચ ઓફ હતો...............