તમે જે નંબર ડાયલ કર્યો છે એ હાલ માં સ્વીચ ઓફ છે.....
તમે જે નંબર ડાયલ કર્યો છે એ હાલ માં સ્વીચ ઓફ છે.....
તમે જે નંબર ડાયલ કર્યો છે એ હાલ માં સ્વીચ ઓફ છે.....
પેલા મને લાગ્યું કે એ ક્યાંય ગયો હશે . થોડી વારમાં આવી જશે પણ જેમ જેમ સમય જતો હતો.મારી બેચેની વધતી જતી હતી.મારું દિલ ગભરાઈ રહ્યું હતું.
૩૦ કોલ્સ , ૪૫ મેસેજ.....પણ અભિનવની કોઈ જ જાણકારી ના મળી......એ ક્યાં હશે...?
શું કરતો હશે...?
ઠીક તો હશે ને....?
એને કઈ થયું તો નહી હોય ને....?
હું બેહાલ થઈ ગઈ હતી કઈ સમજણ ન હતી પડતી કે આ શું થઈ ગયું છે..? હું અભિનવ ના રૂમના દરવાજા પાસે બેસી ગઈ.અને એની રાહ જોવા લાગી. કે એ હમણાં આવશે..થોડી વાર માં આવી જશે થોડી થોડી વારમાં એને ફોન કરતી હતી કે એ હમણાં ફોન ઉપાડશે.મારી ગભરામણ વધી રહી હતી. મગજ માં બહુ બધા ખરાબ વિચારો આવતા હતા.ઉનાળાની ગરમીમાં મારું શરીર દ્રૂજતું હતું.અભિનવ ના ખાસ મિત્રને પણ મે ફોન કર્યો એને આ બધું કહ્યું પણ એને પણ કઈ ખબર ન હતી કે એ ક્યાં છે.? એને મને કીધું કે મને કઈ પણ ખબર પડશે એટલે તને ફોન કરી દઈશ પણ તું હવે તારા રૂમ પર જતી રહે. એ આવશે ને એટલે તને મળવા આવશે તું ચિંતા ના કરીશ. એ આવી જશે .
૭.૩૦ ના ૧૧.૦૦ વાગી ગયા પણ અભિનવ નો ના કોઈ ફોન આવ્યો કે ના અભિનવ એના રૂમ પર આવ્યો.જેમ જેમ રાત અંધારી થતી હતી એમ એમ મારી આશાઓ પર અંધારું આવતું હતું.મે આદિ ને ફોન કર્યો અને બધું કીધું. આદિ એ મને એક દમ શાંતિથી કીધું કે તું રૂમ પર આવી જા.મારી અભિનવ જોડે વાત થઈ ગઈ છે.એને આટલું કીધું એટલે મને ગુસ્સો આવી ગયો.હું ગુસ્સા માં ને ગુસ્સામાં મારા રૂમ પર ગઈ ને આદીના જોડે લડાઈ કરવા લાગી..
હું એને જઈ ને તરત જ લડવા લાગી.અભિનવ ક્યાં છે...?ક્યારે આવશે ..? હું આટલું બધું બોલી રહી હતી પણ આદિ મારી સામે જોતી જ ન હતી . એ પોતાના કામમાં જ હતી અને મને ઇગનોર કરતી હતી એટલે મારું મગજ બહુ જ ખરાબ થઈ ગયું.
તને કઈ ભાન પડે છે..? હું ત્યાં ૪ કલાક ની બેસી છું અને તું મને કઈ જવાબ જ નથી આપતી ..? તારી બુદ્ધિ શું ઘાસ ચરવા ગઈ છે કે શું..? તને કઈ ભાન છે ...? અરે કઈ તો બોલ યાર એ ક્યાં છે અને તને એને શું કીધું છે...?હું બોલતી રહી અને એ ચૂપ થઈ ને મને સાંભળી રહી. આટલું બોલતા બોલતા મને ચક્કર આવવા લાગ્યા. એટલે હું આદિ ની બાજુ માં જઈ ને બેસી ગઈ.
હું આદિ ની બાજુ માં બેસી એવી જ આદીએ મને જોરથી ગળે લગાવી ને કીધું કે હવે અભિનવ જતો રહ્યો એ હવે કોઈ દિવસ પાછો નહી આવે..તું એને ભૂલી જા.એ રડતા રડતા બોલતી હતી. એ સમયે મારા દિલની ધડકનો વધી ગઈ હતી . બધું જ શાંત થઈ ગયું હતું.આદિ કઈ બોલી રહી હતી પણ મને કઈ સમજાતું ન હતું. મારી આંખોમાંથી આશું નિકળવા લાગ્યા જેને મે છૂપાયેલા રાખ્યા હતા.
આદિ તું અને અભી મારા જોડે મજાક તો નથી કરતા ને...? યાર બહુ મજાક થઈ ગઈ..? બસ મારો પોપટ થઈ ગયો. ચાલ તું એને બોલાવી દે .મારે એને મળવું છે . એને મને સરપ્રાઈઝ આપવાની કીધી હતી એટલે જ તું આમ કરે છે ને કે પહેલા મને આ રીત થી હેરાન કરશો અને પછી સરપ્રાઈઝ આપશો...?મારી આંખના આશુ બંધ થવાનું નામ ન હતા લેતા.
Dhyani મારી મમ્મીની કસમ અભિનવ હવે કોઈ દિવસ નહી આવે એ જતો રહ્યો છે. મને એના ભાઈબંધ એ આવી ને કીધું છે કે અભી હવે પાછો કોઈ દિવસ નહિ આવે.તું મને સાંભળે છે...? Dhyani...? Dhyani...? આદિ બસ બોલી રહી હતી મને એ સમયે લાગતું હતું કે મારા માં જીવ જ નથી .હું બેજાન થઈ ગઈ હતી અને ત્યાંથી હું ઉભી થઈ ને room માં જતી રહી.અને રૂમ બંધ કરી દીધો. Dhyani બાર ઉભી રહી ને રૂમનો દરવાજો રડતા રડતા નૉક કરતી હતી પણ મારા ધ્યાન માં અભિનવ વગર કઈ જ હતું જ નહી.
મારા રૂમ માં આવી ને હું ચાંદ ને શોધતી હતી કે ક્યાં છે ચાંદ..? પણ આજે ચાંદ મારું દુઃખ જોઈ ને વાદળ ની પાછળ છૂપાઇ ગયો હતો. આખી રાત હું મારા ફોન ને લઇ ને બાલ્કની માં જ બેસી રહી. બસ અભિનવ ને જ યાદ કરતી હતી કે એ કઈ કામ માં હશે ને કાલે આવી જશે..? અને એને મને કીધું છે કે એ મને મળવા આવશે. આમને આમ હું મારા દિલ ને સમજાવતી હતી ને એના માં ને એમાં હું સૂઈ ગઈ અને કાલ પડી ગઈ..
સવારે જાગીને પેલા જ ફોન જોયો પણ અભીનવનો કોઈ મેસેજ ન હતો. એટલે સીધી જાગી ને અભિનવના રૂમ પર જ ગઈ અને આદિ પણ મારી પાછળ આવી. અભિનવ ના રૂમનું લોક ખુલ્લું હતું. મે દરવાજો ખડવ્યો..અને અંદરથી કોઈ અલગ અવાજ આવ્યો કે હા ખોલું છું. એને એ વ્યક્તિએ દરવાજો ખોલ્યો......