નાગદાદી સાથે મિત્રતા Clossed દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાગદાદી સાથે મિત્રતા

વાત છે જયારે હું ૧૦ વરસનો હતો અમે મોરસિયા નામના ગામમાં રહેતા હતા....

એકદમ નાનું ગામ ત્યારે ગામમાં જ્ઞાતિવાદ ચાલતો હતો...
ગામમાં ૨ વાસ
લોકવાસ અને ઢેઢ વાસ
લોકવાસમાં પટેલ, અને ભરવાડો રેહતા તા
અને ઢેઢ વાસ માં વણકર, ચમાર, કડિયા અને બીજા બધા

ગામની પાછળની બાજુએ એક નદી હતી અને નદીના કિનારા ઉપર એક કુવો જેમાંથી અમે બધા પીવાનું પાણી ભરતા હતા
ક્યારેક ક્યારેક હું પણ મમી ની સાથે પાણી ભરવા જાતો
મોટા રાઢવાથી પાણી ખેંચીને મને ગાગરમાં નાખીને આપી દેતા એ લઇ ને હું ઘરે જતો.

અમે જે ઘરમાં રહેતા એ દેશી નળિયાંવાળું ઘર એક મોટ્ટો ઓરડો અને આગળ ઓસરી બાજુ માં રસોડુ અને મોટું ફાળીયું જેમાં ૮-૧૦ ખાટલા રાખી ને આરામ થી સુઈ રેવાય
એમાંય ફળિયામાં મોટું લીંબડા નું ઝાડ સાથે સાથે બદામ નું પણ, ઉનાળામાં તો રાતે આજુ બાજુના બધા લોકો અમારા ફળિયામાં જ સૂવા આવતા રોજ કોઈને કોઈ વાર્તા કેતુ અને અમે વાર્તા સાંભળતાં સાંભળતાં સુઈ જતા.

એક દિવસ હું નીશાળેથી ઘરે પાછો આવ્યો તો જોવ તો અમારા ઓસરી માં એક નાગ બેઠો તો ફેણ માંડીને
હું તો જોઈને જ બીયાંય ગયો, ૪-૫ ફુટ લામ્બો હશે હું ફળિયામાંથી બાજુવાળા દાદી ને ઘરે જતો રહ્યો પણ દાદી ને બધા કામે ગયા તા તો હું તો રાહ જોઈને ત્યાં બેસી રહ્યો.
સાંજે ૬ વાગતા મારા મમી પપ્પા અને બાજુવાળા બધાનો અવાજ આવવા લાગ્યો હું દોડતો દોડતો મારા મમી પાસે જઈને કીધું આપડી ઓસરીમાં તો નાગ છે બધા જોવા લાગ્યા પણ ત્યારે નાગ ત્યાં નહતો.

બાજુવાળા દાદીએ કીધું તું એપ્રિલ ફૂલ તો નથી બનાવતોને?
મારે અને દાદી ને બહુ જ બનતું મને એમને હેરાન કર્યા વગર ચાલે જ નહિ હું એમને રોજ એપ્રિલ ફૂલ બનાવતો એમનો છોકરો જે શહેરમાં ગયો તો હું રોજ દાદીને કેતો તમારો છોકરો આવી ગયો અને અને દાદી જોવા આવે ત્યારે એપ્રિલ ફૂલ કહી દેતો ક્યારેક કાગળમાં વિટાળીને પથરો આપું અને કહું તમારી માટે પાન લાવ્યો, પણ દાદી ક્યારેય મારી પર ગુસ્સો કરતા નહિ એમના ઘરે જયારે પણ ચા બનાવે તો સૌથી પહેલા મને જ આપે મને એમના છોકરાથી પણ વધારે સાચવે એમની છોકરી સાથે મારે ઝગડો થાય તો એમ જ કેય કે મારા પ્રદીપ નો તો વાંક હોય જ નય....

દાદી એ મને પૂછ્યું સાચું બોલસ?
મેં કીધું દાદી તમારા સમ.
દાદી એ કીધુ પ્રદીપ મારા ક્યારેય ખોટ સમ ન ખાય, બધાએ માની લીધું કે નાગ છે
બાજુવાળા રમેશભાઈ એ કીધું તો ગયો ક્યાં
મેં કીધું મને નથી ખબર, મેં તો ઓસરી માં ફેણ માંડીને બેઠોલો જોયો તો

બધાયે મારી વાત સાચી માનીને નાગ ની શોધખોળ કરવા લાગ્યા મારા મમી રસોડા જઈને જોયું ત્યાં પણ નતો ઘરમાં પણ નહતો. અમારા ઘરની ડાબી બાજુએ રમેશભાઈ રેહતા હતા અમારા બેય ની ઘરના ફાળીયા વચ્ચે એક નાની દીવાલ હતી જે ટપી શકાય એટલી હતી એ દીવાલમાં અમારી બાજુમાં નીચે એક નાનો દર હતો જેને રમેશભાઈ જોય ગયા અને પૂછ્યું કે આ દર અહીંયા પેલા હતો મારા મમી કે ના મેં અઠવાડિયા પહેલાં ગાર કરી ત્યારે તો નહતો.

રમેશભાઈએ લાકડી લઈને ત્યાં દર પાસે ઠપકાર્યું, તો થોડી જ વારમાં નાગે એનું થોડુંક મોઢું બાર કાઢ્યું બધાએ જોયું અને બધા ડરી ગયા રમેશભાઈ કે હું મારી નાખું મારા મમી અને પપ્પાએ ના પાડી અને કીધું અમારી બાજુ છે તમારી બાજુ આવે ત્યારે મરજો અને લાકડી મૂકી દયો રમેશભાઈએ કીધું આ કોઈને કરડશે તો મારા મમી એ કીધું નય કરડે..

રમેશભાઈ કે તો કરવાનું શું? દાદી બોલ્યા અગરબતી કરો તો જતા રહેશે મારા મમી એ અગરબત્તી કરી અને જોર થી બોલ્યા અમારી ભુલ હોય તો માફ કરી દેજો અને સવાર સુધીમાં જતા રેહજો પછી અમે બધા હાથ જોડીને નાગને પગે લાગ્યા નાગે તો એનું મોઢું અંદર લઇ લીધું પછી મારા મમી અને બીજા બધા ખાવાની તૈયારી કરવા લાગ્યા અને હું દાદીના ઘરે જતો રહ્યો મને તો હજુય બીક લાગતી તી....

રાતે બધા અમારા ફળિયામાં સુવા ભેગા થયા ત્યારે મારા મમી એ કીધુ નાગ તો હજી ત્યાં જ છે લખીદાદિ ઍ કીધુ તમારી કોઈ માનતા તો બાકી નથી રઈ ગઈ ને મારા મમી પપ્પાએ ના પડી દાદી બોલ્યા મને તો એવું લાગે છે કે તમારા પહેલા આ મકાનમાં જે મકાનમાલિકના મમી રહેતા હતા જે ૨ વરસ પહેલાં ૭૫ વર્ષની ઉંમરે મરી ગયા છે એ જ નાગ નો અવતાર લઈને આવ્યા છે મારી મમી કે સાબિતી શું? દાદી એ કીધુ એમને ચા બહુ ભાવતી તમે કાલે સવારે એને ચા પીવરાવો જો ચા પી લેય તો માનવાનું કે એ નાગ મરી ગયેલા દાદી નો બીજો અવતાર છે બધાયે હા રાખી.

બીજા દિવસે બધા આવી ગયા મારા પપ્પાએ ચા લાવીને દર પાસે મૂકી અને લખી દાદી એ કીધું કે દાદી હાલો ચા પીવા થોડીજ વારમાં નાગ આખો બાર આવી ગયો અને ફેણ માંડીને બેસી ગયો રકાબીમાં ચા ને જોઈને ચા પીવા લાગ્યો બધી ચા પી ગયો બધાયને વિશ્વાસ થઇ ગયો કે આ દાદીમા જ છે.

દાદીમા નાગના રૂપમાં આવ્યા એટલે એમનું નામ નાગદાદી પડી દીધું નિશાળમાં પણ ઉનાળાની રજાઓ ચાલુ થઇ ગઈ તી તો અમે તો રોજે ફળિયામાં રમતાં નાગદાદી બેઠા બેઠા જોતા હોય મને તો નાગ થી બિલકુલ બીક નતી લાગતી કેમકે હું તો તમને નાગદાદી જ માનતો ક્યારેક તો અમે એકદમ નાગદાદી બેઠા હોય તેમની બાજુમાં જ રમતા મારા પપ્પા ક્યારેક દૂધ તો ક્યારેક ચા પીવરાવતા નાગદાદી ક્યારેક અમારા ઘરમાં ઓસરીમાં અને રસોડામાં પણ આંટા મારતાં ક્યારેક અમારી સામે જોઇને એમની ફેન હલાવતા એકવાર મારા મમી એ એમની ફેન પર હાથ લગાવ્યો અને મેં પણ લગાવ્યો કૈક અલગ જ એહસાસ થયો તો મારે તો નાગદાદી સાથે મિત્રતા થઇ ગઈ તી.

આવીરીતે ૨-૩ મહિના ચાલ્યું પછી એકસાંજે મારા પપ્પા એ ચા મૂકી તો નાગદાદી એ ન પીધી મારા મમી એ કીધુ દૂધ પીવડાવો દુધ મુક્યું એ પણ ન પીધું મેં નાગદાદી સામે જોયું મને આજે કંઈક અલગ મોઢું દેખાતું તું મારા મમી કે ય તે વગાડ્યુ તો નથીને મેં ના પાડી પછી મેં દૂધ નાખીને કીધું નાગદાદી ને કીધું લો પી લો નાગદાદીએ પીધુ નય અને મારી સામે જ જોઈ રહ્યા......

બીજાદિવસે સવારે ચા દેવા ગયા ત્યારે ત્યાં નાગદાદી જ નહતા બહુ ગોત્યા પણ મળ્યા જ નહિ નાગદાદી જતા રહ્યા......

ઓસરીમાં નાગદાદી ને જોયા એનાં અઠવાડિયા પહેલાં મેં
અમારા ગામના અવાડા પાસે એક નાગને તરફડિયાં મારીને મરતો જોયો હતો એ નાગ મરી ગયા પછી મેં ભાયબંધોને બોલાવીને ચરમાલિયાદાદા ના મંદિરે જઇને એ નાગ નો અતિમસંસ્કાર કર્યો ત્યારે એક ભાયબંધે મને કીધું હતું કે નાગે છેલ્લે તને જોયો એટલે એ બદલો લેવા આવશે અને નાગદાદીને જોયા પછી લાગ્યું કે આ નાગ બદલો લેવા આવ્યો છે પણ નાગદાદી સાથે મિત્રતા થઇ ગઈ પછી એટલે હું એ ભૂલી ગયો

અત્યારે કોઈને કહીએ કે નાગ ચા પીવે તો કોઈ માને નહિ પણ હું તો માનું છું કેમકે મેં તો નાગદાદીને ચા પીતાં જોયેલા છે

એ નાગ સામાન્ય હતો બદલો લેવા આવ્યો હતો
કે પછી સાચે માં નાગદાદી હોય પણ એમને અમારી વિશ્વાસ હતો કે અમે એમને નુકશાન નહિ પહોચાડીયે તો એ નાગે પણ અમને નુકશાન ન કર્યું

નાગદાદી પાસેથી મને શીખવા મળ્યું કે આપડે આપડા વિશ્વાસથી અને પ્રેમથી કઈ પણ કરી શકીયે છીયે
એટલે જ હું નાગદાદી સાથેની મિત્રતા ક્યારેય ભૂલી નથી શકતો......