My firm brotherly development books and stories free download online pdf in Gujarati

મારો પાક્કો ભાઈબંધ વિકાસ

આજથી ૨૦ વરસ પહેલાંની વાત છે...
હું જ્યારે મારા નાની ના ઘરે ગયો તો...
જ્યાં ઉનાળામાં બધા મામા વેકેશન ગાળવા માટે આવ્યા તા
ગામડે..
મારા નાનીએ મને ખોળામાં બેસાડી ને મને મોહનથાળ ખવરાવતા હતા અને બધા મામા અને મામી સાથે ઓળખાણ કરાવી હું શરમાતાં શરમાતાં બધાય ના નામ બોલતો તો
મને કંઈક અલગ જ અનુભૂતિ થતી હતી
મને તો એકસાથે ૭ ભાઈઓ અને ૫ બેહનો મળી ગઈ
હું બહુંજ ખુશ હતો
એમાંય હું ખાવા બેસું તો મારા નાની બધા મામીને કહે મારા ભાણીયા ને વધારે આપજો
મીઠાઈ આપજો અને મારા માથા પર હાથ ફેરવીને કહે શાંતિથી ખાઈ લે....મારી બાજુ માં બેસી ને મને ખવરાવે
થાળીમાં પડ્યું હોય એ માંડ માંડ પૂરું કરું ત્યારે બીજું નાખી દે એક વાક્ય હંમેશા બોલે
ધડૂસીને ખાઈ લે
બધા મામાના છોકરા માંથી મને જ સૌથી વધારે ગમતો હતો
તે હતો વિકાસ
વિકાસ એટલે વિકાસ એકદમ હસમુખો છોકરો...
એને જોઈને આપણે બધું ભૂલી જઈએ એની સાથે રમવાનું જ મન થાય એકદમ સરળ સીધો છોકરો.....
મારે તો ૨ દિવસ માં વિકાસ સાથે પાક્કી ભાઈબંધી થઈ
સાથે રમવાનું, ખાવાનું, મજાક, મસ્તી, અને ભજન ગાવાના
મને અને વિકાસ ને ભજન ગાવાનો બહુ જ શોખ
ધીમે ધીમે મારા મામા બધા મુંબઇ જતા રહ્યા
વિકાસ બધાય ને વળાવવા બસ સ્ટેશન સુધી જાય અને બધા મામા કેહતા જાય કે આવતી વખતે વિકાસ ને મુંબઇ લઇ જઈસુ વિકાસ ને મુંબઈ જવાના ભારે અભરખા....
વિકાસ ને જ રૂપિયા મળે એનાથી એ ભાગ લાવે અને અમે બંને ખાવી
છેલ્લે જયારે મારો ઘરે જવાનો સમય આવ્યો ત્યારે તો અમને પણ વળાવવા આવ્યો
મારા મમી ને કહે ફુઈ રોકાઈ જાવને... તમારે નો રોકાવું હોય તો પ્રદીપભાઈ ને રોકવા દો...
જેટલી એની ઈચ્છા હતી એટલી જ મારી ઈચ્છા હતી એની સાથે રહેવાની
પણ ભણવાનું ચાલુ હતું અને મારા મમી એ ના પાડી અને કીધું દિવાળી ના વેકેશન માં આવશે...
પછી હું પણ દિવાળી ની રાહ જોવા લાગ્યો
હવે તો હું નાની ના ઘરે નહિ વિકાસ ને મળવા જ જાતો
વિકાસ તો બધું શીખી ગયો હતો બાધાય નુ કામ કરે ઘરનું
તો કરે પણ વાહ ના લોકો નું પણ કરે આખા ગામના બાધાય લોકો તેને ઓળખે...
હું ત્યાં જાવ એટલે આખો દિવસ પ્રદિપભાઈ પ્રદિપભાઈ કયૉ કરે મને તો વિકાસ પ્રત્યે માયા બંધાઈ ગઈતી...
એમ કરતા કરતા પાંચ વર્ષ વીતી ગયા......
મારા કાકાના લગન હતા હું ખાઈ ને બેઠો તો
બીજા દિવસે જાન જવાની હતી મારા મમીએ મારી પાસે આવીને રડતા અવાજે કીધુ
"વિકાસ પાછો થયો"
મેં કઈ ધ્યાન માં ન લીધું હું તો કાકાના લગન માં જવાનો હતો એ વાત થી ખુશ હતો.....
૨-૩ દિવસ પછી મને ખબર પડી કે વિકાસ મરી ગયો....
૧ મહિના પછી હું મારા નાનીના ઘરે ગયો અને પેલા જ વિકાસ ના ઘરે જઈને પૂછ્યું......
વિકાસ ક્યાં છે?
મારા મોટા મામીએ સામે ફોટો દેખાડીને કીધું જો ત્યાં રહ્યો...
ફોટો જોઈને મારા આંખમાં આંસુ નો આવયા
દિલમાં એક ઘસરકો પડ્યો અને હું સુનમુન તેના ફોટા સામે જોઈ જ રહ્યો
મારા આંસુ આંખમાં જ સુકાઈ ગયા....
હું તરત ત્યાંથી પાછો આવતો રહ્યો અને ઘરે આવીને મમી ને પૂછ્યું વિકાસ કેમ મરી ગયો
મમીએ કીધું ટ્રેક્ટર ના આગલા પૈડામાં આવી ગયો અને મરી ગયો.....
હું આજે પણ જયારે પણ નાનીના ઘરે જાવ છું તો વિકાસ ને યાદ કરવા વિકાસ જ્યાં મર્યો તો ત્યાં જઈને ઊભો રહી અને એનો હસમુખો ચહેરો મારી સામે આવી જાય જાય છે...
મારા અને વિકાસ ના જન્મ માં ખાલી સાત દિવસ નો ફેર....
મને ક્યારેક એમ થાય કે વિકાસ આટલી જલ્દી કેમ મરી ગયો હશે?
મેં ક્યાંક સાંભળ્યું તું કે સારા માણસ ને ભગવાન જલ્દી બોલાવી લે છે શુ એ સાચું હશે??
જે હોય તે પણ મને આજ પણ યાદ છે અને હંમેશા યાદ રહેશે.....
મારો પાક્કો ભાઈબંધ વિકાસ





બીજા રસપ્રદ વિકલ્પો