અમર પ્રેમ -૩૧ Kamlesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

અમર પ્રેમ -૩૧

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય કેનેડા પહોંચી તેની ઓફિસમા તેના પેપરો સબમીટ કરી તેની જોબ ચાલુ કરે છે.તેના કામથી સંતુષ્ટ થઇ તેના મેનેજર તેના પ્રમોશન માટે મેનેજમેંટને ભલામણ કરવા કહેછે.અજય સ્વરા સાથે રોજ વિડિયો કોલ મારફત સ્વરા સાથે વાત કરે છે.એક દિવસ સ્વરા તેના પાપા તેના ઘરે આવ્યા હતા અને તેમના બન્નેના લગ્નની તૈયારી કરવા માટે દાગીના તથા કપડાંની ખરીદી કરવા માટે આવતી મુદતે રુપાબા સાથે આવવા કહે છે.સુરસિંહજી તેમના બિઝનેસના કામ અંગે બરખાના પતિ સાથે જોડાયેલ હોવાથી અને તેમની ફે્નડશિપ તેમને શિવકારી હોવાથી તેના ઘરે ડિનર લેવા અને રાત્રિ રોકાણ કરવા જાય છે........ હવે આગળ



આજે જેનીની બથઁડેટ હોવાથી પૂજન ,અજયને સાંજે તેમની સાથે ડિનર લેવા આમંત્રણ આપે છે.અજય જેની માટે ગિફટ લેવા વોલમાટઁમા જાય છે.પૂજન,અજયને ડિનર માટે જવા માટે સારી જગ્યાની પસંદગી કરવા જણાવે છે.અજય તેને ઈસ્ટ સાઇડ મારિયો નું નામ સુચવે છે જે બધાને અનુકુળ આવે છે.સાંજે બધા ડિનર લેવા જાય છે.વાઇન તથા બથઁડે કેક થી જેનીને વિશ કરવામાં આવે છે.ડિનર પતાવી પૂજન તથા અજય જેનીને ગિફટ આપે છે.અજય વોશરુમ જઇ આવું પછી આપણે ધરે જઇએ કહી વોશરુમ જાય છે.વેાશરુમમાથી પાછા આવતા અજયને આંખે અંધારા આવે છે અને કાળો પડદો આંખ આગળ થઇ ગયો હોય તેમ લાગે છે અને ચક્કર ખાઇ પડવા જેવો થઇ જાય છે.એકદમ તરત પૂજનની નજર અજય ઊપર પડે છે અને તે ઊભો થઇ દોડીને અજયને પકડી લે છે.તેને સોફા પર બેસાડી પાણી આપે છે.થોડીવાર સુવાડી તેને પુછે છે કે તને શું થાય છે.અજય જવાબ આપી શકતો નથી તેથી લીંબુનું સરબત મંગાવી પીવડાવે છે.થોડીવાર પછી ઠિક લાગતા બધા ઘરે જવા રવાના થાય છે.ઘરે ગયા પછી પૂજન તથા જેની તેને તેના રુમમા સુવાડી તેને શું થયું હતું તે પુછે છે.અજય કહે છે કોઇ કોઇવાર તેને આવું થઇ જાય છે,ખબર નથી પડતી શું થાય છે.પૂજન તેને કાલે ઓફિસ રજા રાખી ડોકટરને બતાવી આરામ કરવા કહે છે.



સ્વરા સાથે વિડિયો કોલથી વાત તરતો હતો ત્યારે તેના ફલેટનો દરવાજો ખુલે છે અને દરવાજામાં એક બયુટિફુલ છોકરી જેને લો વેસટશોટઁ નિતંબ સુધીનુ અને લો ટોપ જેમાંથી તેની છાતીનો ઊભાર દેખાય તેવું સલિવલેસ પહેર્યું હતું.આંખે ગોગલસ પહેર્યા હતા તે એકદમ અંદર આવી અજયને હગ કરી તેના ગાલે કિસ કરે છે.અજય ચોંકી જાય છે.સવરા વિડિયોમા તેને જોતી હોય છે.તેને પણ શોક લાગે છે.એક મિનિટ સુધી કોઇ કાંઇ બોલતું નથી પછી કળ વળતા સ્વરા,અજયને પુછે છે કે તે છોકરી કોણ હતી ? અજય કહે છે કે તે પૂજનની ગલઁફે્નડ છે.અમારી સાથે અપાટઁમેનટમાં રહે છે.અમે તેના અપાટઁમેનટમા શેરિંગમા રહીએ છીએ.સવરા પુછે છે કે તેની ગલઁફે્નડ તને કેમ હગ કરે છે.શું તુ પણ તેને લવ કરવા લાગ્યો છું ? અજય કહે છે કે ના એવું કાંઇ નથી પરંતુ તેનો બોનઁ અહિંયા થયો હોવાથી તે અહિંના રિવાજ પ્રમાણે મને હગ કરી કિશ કરે છે.બાકી તુ ધારે છે એવું કાંઇ નથી.તેનો ખુલાસો સ્વરાને ગમતો નથી તેથી નારાજ થઇ મોડુ થતું હોવાનું કહી વિડિયો કોલ બંધ કરે છે.



સ્વરા અને અજયના રોજના વિડિયો કોલ ધીમે ધીમે ઓછા થતા જતા હવે ઓફિસમા બહુ કામ રહેતું હોવાથી અને થાક લાગતો હોવાથી વિકએનડમા કોલ કરવાનું બંને છે.સ્વરાને કંઇક ગરબડ હોવાની શંકા જાય છે પરંતુ તેની સાથે રોજની માફક વાત કરતી હતી પણ મનથી વાત કરતી નહતી.એક દિવસ પૂજનને કોલ કરીને અજય બાબત પુછપરછ કરી તેના સ્વભાવમાં ફેર પડી ગયો હોવાની શંકા વ્યક્ત કરે છે.પૂજનને અજય જેની સાથે પ્રેમમાં તો નથી પડી ગયો તેવી ચોખ્ખી સિધી પુછપરછ કરે છે.પૂજન કહે છે કે એવું કાંઇ નથી.જેની તો ફક્ત મનેજ પ્રેમ કરે છે.માટે તારે અજય માટે શંકા કરવી જોઇએ નહીં.સ્વરાને તેના ખુલાસાથી થોડી શાંતિ થાય છે પણ મન માનતું નથી.ચોકકસ કોઇ ગરબડ હોવી જોઇએ.અજય પહેલા જેવો પ્રેમથી વાત કરતો નથી અને હવે તેના વિડિયો કોલના બદલે ફક્ત ફોનથી જ બહુ ટુંકી વાત કરે છે.ફોન પણ હવે અનિયમિત થઇ ગયા હતા...............



હવે ભાવિના ગર્ભમાં શું છુપાયું હતું અને સ્વરા અને અજયની વાર્તા કયા મોડ ઊપર આવશે તે જાણવા વાંચો પ્રકરણ -૩૨.......