હકીકત - 4 Minal Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકીકત - 4

Part :- 4


ડૉ.અગ્રવાલ તેના બીજા ઇન્ટર્ન ડોક્ટર્સ સાથે રૂમ નંબર ૩૦૩ માં ઉભા હતા. વંશે ડૉ. અગ્રવાલને પૂર્વના સિટી સ્કેન રીપોર્ટ ની ફાઈલ આપી.
"આજે ઓ.ટી. ખાલી નથી એટલે કાલે ઓપરેશન માટે લઈ જવામાં આવશે."ડૉ.અગ્રવાલએ પૂર્વ ના રીપોર્ટ ચેક કરી સીમા ને કહ્યું.
"કાંઈ વાંધો નહિ. પણ પૂર્વને સાવ સારું થઈ જશે ને??" સીમા થોડી ચિંતા સાથે બોલી.
"હા! આ કોઈ મેજર પ્રોબ્લેમ નથી. ઓપરેશન થયા પછી પૂર્વ એકદમ સારો થઈ જશે." ડૉ.અગ્રવાલે સીમાની ચિંતા દૂર કરતા કહ્યું.
"સર, બટ આજે કોઈ ઓપરેશન નથી. ઓ.ટી. ખાલી જ છે." વંશને કાઈક યાદ આવતા બોલ્યો.
" આજે ઓ.ટી. ખાલી નથી." ડૉ.અગ્રવાલે કાઈ પણ હાવભાવ વગર વંશ સામે જોઈ જવાબ આપ્યો.
" પણ સર, આજે જે ઓપરેશન હતું એ તો કેન્સલ થયું છે. તમે જ તો કેન્સલ કર્યું છે. એટલે આજે ઓપરેશન થિયેટર ખાલી જ છે." વંશે ડૉ.અગ્રવાલને યાદ અપાવતા કહ્યું.
" ડૉ.વંશ આજે ઓ.ટી. ખાલી નથી."ડૉ.અગ્રવાલ થોડા ઉગ્ર ભાવ સાથે બોલ્યા.
" બટ સર............" વંશ હજુ આગળ કાઈ બોલવા જાઈ એ પેહલા જ ડૉ.અગ્રવાલે તેને વચ્ચે અટકાવતા કહ્યું.
"ડૉ.વંશ મારે તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ કેસ ડિસ્કસ કરવાનો છે મને ઓફીસ માં આવી મળો." આટલું કહી ડૉ.અગ્રવાલ રૂમ બહાર નીકળી ગયા.
વંશ ડૉ.અગ્રવાલ પાછળ પાછળ બહાર ગયો.
" મે કહ્યુ આજે ઓ.ટી. ખાલી નથી એનો મતલબ ખાલી નથી. તારી હિંમત કેવી રીતે થઈ મને દર્દી સામે નીચા દેખાડવાની.." ડૉ.અગ્રવાલ ગુસ્સામાં એકદમ લાલ પીળા થઈ ગયા હતા.
" પણ સર, હું તો તમને યાદ અપાવી રહ્યો હતો કે......."
" વંશ, તુ સાચે આટલો ભોળો છે કે પછી ભોળા બનવાનુ નાટક કરી રહ્યો છે." ડૉ.અગ્રવાલ વંશને વચ્ચે અટકાવતા જ બોલ્યા.
" હું કાઈ સમજ્યો નહિ??" વંશે આશ્ચર્ય ના ભાવ સાથે પૂછ્યું.
" મે કોઈ સેવાભાવી સંસ્થા નથી ખોલી.આટલી મોટી હૉસ્પિટલ એમનેમ જ ઊભી નથી થઈ જતી. એના માટે લાખો કરોડો રૂપિયાની જરૂર પડે. આ હોસ્પિટલમાં જે મોડર્ન ઇકવિપમેન્ટ છે એના માટે બહુ મોટી કિંમત મે ચૂકવી છે. શું આ બધું હું આ દર્દીને મફતમાં જ લાભ આપી દઉ? "ડૉ.અગ્રવાલ એકદમ કડકાઈ ભર્યા અવાજે બોલી રહ્યા હતા.
" એટલે આનો મતલબ એમ કે તમે આમ જ દર્દીને કોઈપણ કારણ વગર હોસ્પિટલમાં રોકો છો જેથી તેની પાસેથી વધુ પૈસા લઈ શકાય ......" વંશને તો ડૉ.અગ્રવાલની વાત સમજમાં જ આવી રહી નહોતી.
"હા, તુ જે સમજે છે એ સાચું જ છે. અને તારા એક માર્ગદર્શક હોવાના નાતે હું તને પણ કહીશ કોઈ પણ બિઝનેસ માટે પ્રોફિટ એ ખૂબ જરૂરી છે.અને આપણા ડોક્ટર્સ માટે તો આ જ આપણો બિઝનેસ કેહવાય."ડૉ.અગ્રવાલ વંશના ખભે હાથ રાખી બોલ્યા.
"હવે આગળથી મારી કોઈપણ બાબતમાં વચ્ચે ના બોલાય એનું ધ્યાન રાખજે....ટેક કેર ડો.વંશ!!!" ડૉ.અગ્રવાલ શબ્દો પર ભાર મૂકી બોલ્યા.
વંશ કેન્ટીનમાં બેઠા હતો. ડૉ.અગ્રવાલના શબ્દો હજુ તેના કાનમાં ગુંજી રહ્યા હતા.તેને ખુદ પર જ વિશ્વાસ નહતો આવતો. આ એ જ ડૉ.અગ્રવાલ હતા જેને તે એક ભગવાન માનતો. આજે વંશને તેના સાચા સવરૂપ ની ખબર પડી હતી. વંશને લાગ્યું આજ સુધી તે કેવા ખોટા ભ્રમમાં જીવી રહ્યો હતો.ડૉ.અગ્રવાલ માટે કોઈની જિંદગી એ પૈસા કમાવાનું સાધન હતું.
શિખા વંશ પાસે આવી બેઠી પરંતુ વંશનું ધ્યાન જ નહોતું.એ તો હજુ ડૉ.અગ્રવાલ વિશે જ વિચાર કરી રહ્યો હતો.શિખા થોડીવાર ચૂપચાપ જ બેસી રહી.
" વંશ....." શિખા એ વંશના હાથ પર પોતાનો હાથ રાખ્યો.
"ઓહ્ શિખા...!! તુ ક્યારે આવી ??? " શિખા નો અવાજ સાંભળી વંશ પોતાના વિચારમાંથી બહાર આવ્યો.
"જ્યારે તુ કાઈક ઊંડા વિચારમાં ખોવાયેલો હતો ત્યારે" શિખા એ વંશની કોફીનો એક શિપ લેતાં કહ્યું.
" એ તો હું ડૉ.અગ્રવાલ વિશે વિચારી રહ્યો હતો." વંશ થોડો સવસ્થ થતાં બોલ્યો.
" હા, એ તો મે ડૉ.અગ્રવાલની અને તારી વાતચીત પાછળથી થોડી સાંભળી. જો હું વંશ તને કહું હવે આપડી ઈન્ટરનશીપમાં થોડો જ સમય બચ્યો છે. આપણને સર્ટિફિકેટ મળી જાઈ પછી એ એના રસ્તે અને આપડે આપડા રસ્તે.પછી આપણને લાઈસન્સ મેળવતા કોઈ ના રોકી શકે. એટલે થોડો ટાઇમ ડૉ.અગ્રવાલ જે કહે એ જ કરજે." શિખા વંશનો હાથ પોતાના હાથમાં લઈ સમજાવી રહી હતી.
"એટલે એનો મતલબ એમ કે એ કાઈ ખોટું કામ કરે તો પણ એ કામ માં મારે તેનો સાથ આપવાનો એમ જ તુ કેહવા માંગે છેને??" વંશે શિખા ના હાથમાંથી પોતાનો હાથ છોડાવી લીધો.
" વંશ... મારો કેહવાનો મતલબ એમ નથી.હું તને કાઈ ખોટું કરવાનું નથી કેતી. હું તો ડૉ.અગ્રવાલ સાથે ખોટી માથાકૂટ ના થાય એટલે તને જસ્ટ સમજાવું છું. ડૉ.અગ્રવાલના સર્ટિફિકેટ વગર આપડે કાઈ જ નહિ કરી શકીએ."શિખા વંશને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી.
" તો મે એક ડોક્ટર બનતા પેહલા જે શપથ લીધા તા એ શું મારે સાવ ભૂલી જ જવાના એમને?? શિખા હું હંમેશા સત્યને માર્ગે ચાલવામાં માનું છું. પછી એ ભલે ગમે તેટલો કઠિન હોય. અને તને મારા તરફથી કોઈ દબાણ નથી.તુ ડૉ.અગ્રવાલ નો પણ સાથ આપી શકે છે." વંશે સ્પષ્ટ શબ્દમાં શિખાને જાણવી દીધું.
" વંશ આવું શા માટે બોલે છે? હું તો હંમેશા તારી સાથે જ છું. હું કોઈ પણ પરિસ્થિતિમાં તારી સાથે જ ઊભી હશું." શિખા પોતાની ખુરશીમાંથી ઉભી થઈ વંશને ગળે વળગી બોલી.
*
"પૂર્વ ને દસ વાગે ઓપરેશન માટે લઈ જવામાં આવશે." વંશે રૂમ નંબર ૩૦૩માં આવી સીમાને માહિતી આપી.
" ઓકે સર!! તમે ઓપરેશન થિયેટરમાં મારી સાથે જ હશો ને??" વંશની વાત સાંભળી પૂર્વ બોલ્યો.
" ના, બેટા હું ઓ.ટી. માં નહિ હોવું. પણ તું બિલકુલ ચિંતા નહિ કરતો તુ તો જલદી સારો થઈ જઈશ.આમ પણ તું તો બ્રેવ બોય છે ને એટલે." વંશ પૂર્વના માથે હાથ ફેરવયો.
" પૂર્વનું ધ્યાન રાખજો. એ કાઈ પણ ચીજ વસ્તુ ખાઈ નહિ એનું ખાસ ધ્યાન રાખજો. ઓપરેશન ભૂખ્યા પેટે જ થઈ શકે." વંશે સીમા ને ખાસ સૂચના આપી.
"ઓકે, હું ધ્યાન રાખીશ."

ઓપરેશનમાં હજુ વાર હતી. એટલે સીમા પૂર્વ પાસે બેઠી બેઠી લેપટોપ પર પોતાનું વર્ક કરી રહી હતી.
"મમ્મી, મને ભૂખ લાગી છે??" પૂર્વ અચાનક જ બોલ્યો.
"બેટા, હમણાં તુ કાઈ પણ ખાઈ ના શકે, ડૉ.અંકલે ના પાડી છે ને!! ઓપરેશન પછી તુ બધું જ ખાઈ શકીશ." સીમાએ લેપટોપ સાઈડમાં મૂક્યું અને પૂર્વ ને સમજાવવા લાગી.
"મિસ.સીમા તમે મેડિકલ માંથી આ ઇન્જેક્શન લાવી આપો ને.." એક નર્સે એ પ્રિસ્ક્રિપશન સીમાને આપ્યું.
" બટ, મારી સાથે બીજુ કોઈ નથી. હું મારા સન ને એકલો મૂકી કેમ જઈ શકું? તમારા સ્ટાફ માંથી કોઈ લઈ આવી દે તો ન ચાલે?" સીમા પૂર્વ ને અહી એકલો મૂકવા માંગતી નહતી.
" આઈ એમ સોરી મેમ! સ્ટાફ માટે એ અલાવ નથી.તમે તમારા સન ની ચિંતા ન કરો. હું અહી જ તેની પાસે છું." નર્સે કહ્યું.
" ઓકે"

"નેના, થોડીવાર આવ તો ૩૦૪ વાળા પેશન્ટ ઇન્જેક્શન લગાવ નથી દેતા એટલે એમને પકડવા પડશે." રૂમ નંબર ૩૦૪ માંથી એક નર્સે આવી નર્સે નેનાં ને બોલાવી ગઈ.
"હું આવું હો બેટા, કાઈક કામ હોય તો કેજે." નર્સે આટલું બોલી જતી રહી.
પૂર્વ બેડમા બેઠો થયો. એને બહુ જ ભૂખ લાગી હતી એટલે હવે તેને કાઈ સમજમાં આવતું નહોતું. તેણે જોયું તો સામે ટીપાઈ પર તોડેલું એક બિસ્કીટ નું પેકેટ પડ્યું હતું. જેમાંથી સીમાએ બે ત્રણ બિસ્કીટ ખાધા હતા. પૂર્વ એ બિસ્કીટ જોયા એટલે એનાથી ના રેહવાયું. પૂર્વ એ ઊભા થઈ બે ત્રણ બિસ્કીટ ખાઈ લીધા.અને પછી પાછો ચૂપચાપ સૂઈ ગયો.

થોડીવાર પછી નર્સે નેના પૂર્વ પાસે આવી.
" તારા ઓપરેશન માટેની બધી તૈયારી થઈ ગઈ છે હમણાં તને ઓપરેશન માટે લઈ જવામાં આવશે." નર્સે આવી પૂર્વ કહ્યું.
" મમ્મી ક્યારે આવશે?" સીમા હજુ આવી નહતી એટલે પૂર્વે એ પૂછ્યું.
" એ બે ત્રણ રીપોર્ટ સાઈન કરવાના છે એ કરે છે. તે કાઈ ખાધું તો નથી ને ??" નર્સે એ પૂછ્યું.
" ના......" પૂર્વ એ માથું હલાવ્યું.
*
"શિખા, ડૉ.અગ્રવાલ તો મને ઓ.ટી. માં પગ નહિ મૂકવા દે પરંતુ તુ તો પૂર્વ સાથે જ હશો. એટલે પૂર્વનું ધ્યાન રાખજે.મે તેને પ્રોમિસ કર્યું છે કે હું તેને કાઈ જ નહિ થવા દઉં. અત્યારે એ જીમ્મેદારી હું તને સોંપું છું." વંશ સામે પૂર્વ નો ચહેરો આવી ગયો.
" ડોન્ટ વરી વંશ, હું પૂર્વ નું ધ્યાન રાખીશ." શિખા પૂર્વના ઓપરેશન માટેની જ તૈયારી કરી રહી હતી.




ડૉ.અગ્રવાલની સચ્ચાઈ જાણ્યા પછી વંશનું આગળનું કદમ શું હશે? શું વંશ પણ ડૉ.અગ્રવાલના બતાવ્યા રસ્તા પર ચાલશે? કે વંશ ડૉ.અગ્રવાલની વાત પર વિરોધ ઉઠાવશે? વંશે જે પૂર્વ ને પ્રોમિસ આપ્યું હતુ તેનું શું?? પૂર્વનું બોલેલું જૂઠ શું તેને જ ભારે પડશે? પૂર્વ અજાણ હતો કે તેના બોલેલા એક જૂઠ ને કારણે કદાચ તેની આખી સ્થિતિ વણશી શકે એવું છે.....હવે પછી ની શું હશે હકીકત......................????


(ક્રમશઃ)


Thank you
*****