Hakikat - 5 books and stories free download online pdf in Gujarati

હકીકત - 5

ડૉ.અગ્રવાલે પૂર્વને ઓ.ટી. માં લઇ જવાની સૂચના આપી દીધી હતી એટલે નર્સે નેના પૂર્વને સ્ટ્રેચર પર સુવડાવી ઓ.ટી. તરફ લઈ જઈ રહી હતી.
" સિસ્ટર, એક વાત કહું?" પૂર્વ સ્ટ્રેચર પર સુતા સુતા બોલ્યો.
" હા, બોલ ને બેટા!" નેના સ્ટ્રેચર ને ધક્કો દેતા બોલી.
" તમે મમ્મી ને નહિ કેતા પ્લીઝ!!" પૂર્વ નેના ને મનાવતા બોલ્યો.
" હા, નહિ કહું, શું વાત છે બોલ??" નર્સે સ્મિત સાથે બોલી.
" મમ્મી જ્યારે મેડીસીન લેવા માટે નીચે ગયા ત્યારે મે બે ત્રણ બિસ્કીટ ખાઈ લીધા હતા. મને બહુ જ ભૂખ લાગી હતી એટલે પરંતુ તમે નહિ કહેતા હો મમ્મી ને પ્લીઝ!!" પૂર્વે થોડા દયામણા ચેહરે નર્સને સાચું કહી દીધું.
નર્સે તો આ સાંભળી થોડી ગભરાઈ ગઈ અને પૂર્વ ને ઓટી માં છોડી એ ડૉ.અગ્રવાલ પાસે ગઈ.
"ડોક્ટર, અત્યારે જે રૂમ નંબર ૩૦૩ વાળા પેશન્ટ નું ઓપરેશન છે તેણે બિસ્કીટ ખાઈ લીધા છે." નર્સે પૂર્વ વિશેની માહિતી આપી.
" હા......તો????"ડૉ.અગ્રવાલ કાઈ પણ હાવભાવ આપ્યા વગર બોલ્યા.
નેના ને કાઈ સમજાયું નહિ કે ડોક્ટર શું બોલી રહ્યા હતા.
"એના એક માટે હું કાઈ બીજા ઓપરેશન તો પોસ્ટપોન્ડ ના કરી શકું ને."
નર્સે હજુ ડૉ.અગ્રવાલ સામે પ્રશ્નાર્થ ચહેરે જોઈ રહી હતી.
" કાઈ વાંધો નહિ. ઓપરેશન પેહલા તેનું પેટ સાફ કરવું પડશે. સ્ટમક કલિનિંગ ની ફેસિલિટી છે હોસ્પિટલમાં." ડૉ.અગ્રવાલે નર્સે નો ગંભીર ચહેરો જોઈ શાંતિથી કહ્યું.
" ઓકે ડોક્ટર!! પેશન્ટ ને ઑટી માં શિફ્ટ કરી દીધો છે અને ઓપરેશન ની બધી તૈયારી થઈ ગય છે." નેના એ ઓપરેશન વિશેની માહિતી આપી.
" ઓકે, આઈ વિલ બી ધેર ઈન ફ્યુ મીનીટસ"
*
પૂર્વનું ઓપરેશન પૂરું થયું એટલે ડૉ.અગ્રવાલ પોતાની કેબિનમાં ગયા અને શિખા તથા બીજા સિનિયર ડોક્ટરે પૂર્વેને બીજા બેડ માં શિફ્ટ કર્યો. પૂર્વ ને હજુ હોંશ આવ્યો નહતો.
હજુ શિખા અને સિનિયર ડોક્ટર પૂર્વને બેડ માં સુવડાવી તેને મોનીટરીંગ કરી રહ્યા હતા ત્યાં જ અચાનક પૂર્વ ને વોમીટ થઈ.પૂર્વેની આંખ તો હજુ બંધ જ હતી તે હજુ ભાનમાં આવ્યો નહતો અને વોમીટ શરૂ થઈ ગઈ.
શિખા અને બીજા ડોક્ટર ને કાઈ સમજાયું નહિ.નર્સે એ ફટાફટ ડૉ.અગ્રવાલને બોલાવ્યા.
"ડોક્ટર, પેશન્ટ ને અચાનક જ વોમિટ શરૂ થઈ ગઈ." સિનિયર ડોક્ટર એ ડૉ.અગ્રવાલને જણાવ્યું.
" ડૉ. પલ્સ રેટ ગોઝ ડાઉન...." શિખા એ પલ્સ રેટ ઘટતા જોઈ ડોક્ટર ને કહ્યું.
" ઑક્સિઝન માસ્ક લગાવો.... ફાસ્ટ...." પૂર્વેની હાલત જોઈ ડૉ.અગ્રવાલે સૂચના આપી.
"ડોક્ટર, આઈ થીંક હિ ઇઝ ઈન કોમા..."સિનિયર ડોક્ટર એ જોયું પૂર્વ કોમા માં જતો રહ્યો હતો.
શિખા તો એકદમ ગભરાઈ ગઈ હતી એને સમજમાં નહોતું આવતું કે અચાનક જ આમ કેમ થઈ શકે? ડૉ.અગ્રવાલના ચહેરા પર પરસેવો આવી ગયો હતો. ડૉ.અગ્રવાલ તો પાછા પાછા જતા ખૂણા માં એક ચેર હતી તેના પર બેસી ગયા.
" ઈટ્સ માય ફોલ્ટ!! ઇટસ માય ફોલ્ટ.....!!! " ડૉ.અગ્રવાલ થોડીવાર એમ જ ચેર પર બેસી રહ્યા પછી કાઈક યાદ કરી બોલ્યા.
" વોટ????" સિનિયર ડોક્ટર ને માન્યા માં નહોતું આવતું કે ડૉ.અગ્રવાલ આવું બોલી રહ્યા હતા. અને શિખા તો કાઈ બોલવાની હાલતમાં જ નહોતી.
" યસ....!! ઈટસ માય મિસ્ટેક! ઓપરેશન પેહલા મને નર્સે જણાવ્યું હતું કે પેશન્ટ એ બે ત્રણ બિસ્કીટ ખાધા છે. પરંતુ ઓપરેશન પેહલા તેનું પેટ સાફ કરવાનું હું ભૂલી જ ગયો હતો અને એટલે લંગ્સ માં ઇન્ફેક્શન ફેલાઈ ગયું." ડૉ.અગ્રવાલે હકીકત જણાવી.
" તો હવે .......??" શિખા ગભરાયેલા ચહેરે બોલી.
" તો હવે કાઈ નહિ...હું માણસ છું કાઈ ભગવાન નહિ. અને ભૂલ તો માણસથી જ થાય."ડૉ.અગ્રવાલ એકદમ બેફિકરાઈ થી બોલ્યા.
"બટ સર, આપણે પૂર્વની મમ્મીને શું જવાબ આપશું??" શિખા ને હજુ કાઈ સમજમાં આવી રહ્યું નહતું.
"કાઈ જ નહિ. કેહવાનું કે ઓપરેશન દરમિયાન ફેફસામા ઇન્ફેક્શન ફેલાય ગયું અને તેને કારણે કોમામાં જતો રહ્યો." ડૉ.અગ્રવાલ એકદમ સરળતાથી બોલી ગયા.
" એટલે આપડે ખોટું કેહવાનુ એમ ??" શિખા તો પ્રશ્નાર્થ ચહેરે ડોક્ટર સામે તાકી રહી.
"શિખા, ફર્સ્ટ ઓફ ઓલ તો તુ મને સારી રીતે ઓળખે જ છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી તું એક સફળ ડોક્ટર બનવા માંગે છે. અને તે મારા સર્ટિફિકેટ વગર પોસીબલ તો છે નહિ. અને તુ એટલી સ્માર્ટ તો છે જ માટે મારે કાઈ વધારે કેહવાની જરૂર રેહતી નથી." ડૉ.અગ્રવાલ એકદમ સવસ્થતાથી બોલતા હતા.
શિખા ની આંખમાંથી આંસું વહી રહ્યાં હતા.તેને બીજા ડોક્ટર્સ સામે જોયું તો તેઓ પણ નીચું મોં કરી ઊભા હતા.
" ડોક્ટર શિખા, બહાર પેશન્ટના રિલેટિવ ને પેશન્ટ વિશેની માહિતી આપી દે." ડૉ.અગ્રવાલ જાણે કાઈ બન્યું જ ન હોય એ રીતે બોલતા હતા.
" સર..........હું?????" શિખા તો હજુ કાઈ બોલવાની હાલતમાં જ નહતી.
"યસ, યુ.... અને હા બીજી એક વાત હોસ્પિટલમાં બધા વંશ અને તારા રિલેશન વિશે જાણે જ છે એટલે વંશને પણ કાઈ ખબર પડવી માં જોઈએ.આમ પણ એનું મગજ વધારે કામ કરતું નથી. બાકી તને એક સફળ ડોક્ટર બનતા કોઈ નહિ રોકી શકે." આટલું કહી ડૉ.અગ્રવાલ ઓ ટી બહાર નીકળી ગયા.

શિખા માંડ માંડ હિંમત એકઠી કરી બહાર આવી.સીમા બહાર સોફા પર બન્ને હથેળીમાં પોતાનો ચહેરો છુપાવી આંખો બંધ કરી જાણે ભગવાનને પ્રાર્થના કરી રહી હતી.શિખા સીમા સામે આવી ઊભી રહી પરંતુ તેના મોઢામાંથી શબ્દ નીકળી રહ્યા નહતા.
" મિસ.સીમા......" શિખા એ હિંમત એકઠી કરી.
" ઓહ, ડોક્ટર...... પૂર્વ હવે કેમ છે? ઓપરેશન સક્સેસફુલ તો રહ્યું ને? હું મળી શકું પૂર્વ ને?"સીમા એકસાથે કેટલા પ્રશ્નનોની ઝડી વરસાવી દીધી.
" આઈ એમ સોરી મિસ.સીમા! પૂર્વ ઈઝ ઈન કોમા." શિખા આંખો બંધ કરી બોલી ગઈ.
" શું???" સીમા એ જાણે કાઈ સાંભળ્યું જ ના હોય એવું લાગ્યું.
" ઓપરેશન દરમિયાન તેના ફેફસામા ઇન્ફેક્શન ફેલાઈ ગયું એટલે પૂર્વ કોમામાં જતો રહ્યો." આટલું બોલી તો શિખા ફાટફાટ ત્યાંથી નીકળી ગઈ. શિખામાં વધારે હિંમત નહતી કે તે સીમાના કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકે.

વંશ રેસ્ટ રૂમમાં હજુ આવીને બેઠો હતો. ત્યાં જ શિખા આવી. શિખા વંશ સામે જોયા વગર ઊંધી ફરી પાણી પીવા લાગી. શિખાની આંખમાંથી હજુ પણ આંસું વહી રહ્યાં હતાં.તેને એક જ ડર હતો કે તે વંશનો સામનો કેવી રીતે કરશે.
" શિખા, હાઉ વોઝ ધ ઓપરેશન? પૂર્વ ઇઝ બ્રેવ બોય,સો હિ વિલ બી ડેફીનેટલી ફાઇન." વંશ પૂર્વ ને યાદ કરતા શિખા ને પૂછી રહ્યો હતો.
શિખા એ તો જાણે વંશને સંભાળ્યો જ ન હોય એ રીતે વર્તી રહી હતી.
" શિખા, કેન યુ હિયર મિ?? આઈ એમ ટોકિંગ ટુ યુ...." વંશ ઊભો થઈ શિખા પાસે આવ્યો.
" ઓહ વંશ, તારા પેલા પેશન્ટ કેમ છે હવે? એનું કોઈ રીલેટિવ આવ્યું કે નહિ?" શિખા વાત બદલવાનો પ્રયત્ન કરતા બોલી.
"શિખા, હું તને પૂર્વ વિશે પૂછી રહ્યો છું અને તું શું બોલી રહી છે? પૂર્વનું ઓપરેશન કેમ રહ્યું? એ હોશમાં આવી ગયો??" વંશે શિખા ના હાથમાંથી પાણીનો ગ્લાસ લઈ નીચે મૂક્યો.
કેટલો પ્રયત્ન કરવા છતાં પણ શિખા પોતાના આંસું રોકી શકી નહિ. તે વંશ સામે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
" શિખા, શું થયું પૂર્વ ને??" વંશ તો શિખા ને ખભામાંથી પકડી હચમચાવી પૂછી રહ્યો હતો.
શિખા કાઈ પણ બોલ્યા વગર સોફા પર બેસી ગઈ એના મગજમાં હજુ પણ ડૉ.અગ્રવાલની વાત ઘૂમી રહી હતી.એટલે ચૂપચાપ હથેળીમાં પોતાનો ચહેરો છુપાવી રડવા લાગી.
શિખા પાસેથી કાઈ ઉત્તર ન મળ્યો એટલે વંશને લાગ્યું પૂર્વ ને કાઈક તો થયું છે એટલે વંશે રેસ્ટ રૂમમાંથી દોડ મૂકી અને સીધો રૂમ નંબર ૩૦૩ માં આવ્યો.વંશે જોયું તો પૂર્વ બેડ પર સૂતો હતો અને સીમા પૂર્વની બાજુમાં બેસી રડી રહી હતી.
" ડૉ.વંશ.....??" વંશને જોઈ સીમા ઊભી થઈ અને વધારે રડવા લાગી.
"તમે તો કેહતા હતા કે આ સામન્ય ઓપરેશન છે તો પછી મારો દીકરો કોમા માં કેમ જઈ શકે??" સીમા રડતા રડતા બોલી રહી હતી.
"વ્હોટ ...કોમા??? બટ હાઉ ઇટ ઇઝ પોસીબલ???" થોડીવાર તો વંશના સમજમાં પણ ન આવ્યું કે આવું કેવી રીતે થઈ શકે.
" ડોકટરે કહ્યું કે ડ્યુરિંગ ઓપરેશન લંગ્સ માં ઇન્ફેક્શન ફેલાઈ ગયું એના કારણે............" આટલું બોલતા પૂર્વ સામે હાથ લાંબો કરી સીમા ફરી રડી પડી.
*
બે ત્રણ દિવસ થઈ ગયા હતા. શિખા વંશ સાથે વાત કરવાનું ટાળતી હતી. લોબીમાં વંશને આવતો જુએ તો પણ રસ્તો બદલી નાખે. વંશનો કોલ પણ આન્સર ન કરે. કારણકે શિખા જાણતી હતી કે તે વંશ સામે ક્યારેય ખોટું નહિ બોલી શકે એટલે જ શીખામાં હિંમત નહોતી કે તે વંશનો સામનો કરી શકે અને તેના પ્રશ્નના ઉત્તર આપી શકે.





શું પૂર્વ કોમા માંથી બહાર આવશે?? શું શિખા ડૉ.અગ્રવાલ ની આડકતરી ધમકીથી ડરી ગઈ હતી?? શિખા ના આવા વર્તનની તેના રીલેશનશીપ પર શું અસર પડશે?? શું વંશ ડૉ. અગ્રવાલ એ કરેલી ભૂલ ક્યારેય નહી જાણી શકે?? શું વંશ પૂર્વની હાલની પરિસ્થિતિ ની હકીકત જાણી શકશે ખરો.......????

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED