Hakikat - 6 books and stories free download online pdf in Gujarati

હકીકત - 6

Part :- 6


એક અઠવાડીયું થઈ ગયું હતું પરંતુ પૂર્વમાં કાઈ પણ પ્રકારની હિલચાલ જોવા મળી નહતી.સીમા રાત દિવસ પૂર્વ પાસે જ બેસી રેહતી. વંશ શિખા સાથે વાત કરવાના કેટલા પ્રયત્ન કરી ચુક્યો હતો. પરંતુ શિખા વંશ સાથે બોલવાનુ ટાળતી.વંશ ફ્રી હોય ત્યારે તે પણ પૂર્વ પાસે આવી બેસતો.

સીમા કેન્ટીન માં બેસી ઓફિસનું વર્ક કરી રહી હતી.વંશ બે કૉફી લઇ સીમા જે ટેબલ પર બેઠી હતી ત્યાં જઈ બેેેઠો.
"સીમા, કોફી......" વંશે એક કપ સીમા તરફ કરતા કહ્યું.
"ઓહ, થેંક યુ ડૉ.વંશ!!" સીમા સ્મિત સાથે બોલી.
" આર યુ ઓકે??" વંશ સીમા તરફ ચિંતામાં ભાવ સાથે બોલ્યો.
" યસ, આઈ એમ ફાઇન!! મને શું થવાનું.. આઈ એમ ઓકે." સીમા જોર જોર થી હસતા બોલી.
વંશ સીમાનું આવું વર્તન જોઈ થોડીવાર કાઈ બોલી ન શક્યો. એ જાણતો હતો અત્યારે સીમા કઈ હાલતમાં હતી.અને તેની આવી હસી પાછળ કેટલું દુઃખ છુપાયેલું હતું.
વંશે તેના હાથમાંથી લેપટોપ લઈ લીધું.
" ડૉ.વંશ આ તમે શું કરો છો?? હું મારું વર્ક કરું છું."અચાનક વંશે લેપટોપ લઈ લીધું એટલે સીમાએ પૂછ્યુ.
" સીમા, એક વાર દિલ ખોલીને રડી લે.એટલે તને થોડું કેમ્ફર્ટબ્લ લાગશે." વંશ સીમાને સહાનુભૂતિ આપવા માંગતો હતો.
"મે એક વાર કહ્યું ને હું ઠીક છું." સીમા થોડા ગુસ્સા સાથે બોલી.
" પૂર્વ ખાતીર......." વંશે સીમાના હાથ પર પોતાનો હાથ મૂક્યો અને હજુ આટલું બોલ્યો ત્યાં તો સીમા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.વંશે થોડીવાર એને રડવા દીધી.
"થેંક યુ વંશ!!" થોડીવાર પછી સીમા સ્વસ્થ થઈ.
" સીમા....................." વંશ હજુ કાઈ બોલવા જાઈ એ પેહલા જ ખબર નહિ સીમાને શું થયું એ ઊભી થઈ અને દોડવા લાગી. વંશ ને પણ કાઈ સમજાયું નહિ અચાનક સીમાને શું થયું એટલે એ પણ સીમા પાછળ ગયો.

સીમા રુમનંબર ૩૦૩ નો દરવાજો ખોલી બહાર જ ઉભી રહી ગઈ. વંશ પણ ત્યાં પહોંચ્યો અને તેણે જોયું તો ડૉ.અગ્રવાલ પૂર્વનું હાર્ટ પુશ અપ કરી રહ્યા હતા તેને CPR આપવાની કોશિશ કરી રહ્યા હતા. વંશની નજર કાર્ડિયાક પર ગઈ અને તેણે જોયું તો તેમાં સીધી લીટી આવી ગઈ હતી. સીમા તો ત્યાં જ બેભાન થઈને ઢળી પડી.

થોડીવાર પછી સીમાને હોંશ આવ્યો એટલે વંશ સીમાને પૂર્વ પાસે લઈ ગયો.સીમાએ આવી જોયું તો પૂર્વ ને માથે સફેદ ચાદર ઓઢાડી દીધી હતી.સીમા તો પૂર્વ પાસે જાણે ઢગલો જ થઈ ગઈ. હવે તેનામા કાઈ હિંમત બચી નહતી. સીમાએ પૂર્વ સામે હાથ લંબાવી વંશ સામે જોયુ. વંશ બિચારો શું બોલે??

રાતના બે - અઢી વાગ્યા હતા.વંશ હોસ્પિટલના ગાર્ડન માં અંધારામાં બેઠો હતો.એના કાનમાં સતત એક જ અવાજ ગુંજતો હતો,
"અંકલ, મને કાઈ નહિ થાય ને?? હું મરી તો નહિ જાવ ને ?? હું મારી મમ્મી માટે જીવવા માંગુ છું. મને મરવાથી ડર નથી લાગતો. અંકલ મને જલદી સારો કરી દેશો ને? પીન્કી પ્રોમિસ.........." વંશે તો થોડીવાર પોતાના કાન પર હાથ રાખી દીધો છતાં પણ પૂર્વના શબ્દો તેના કાનમાં વારંવાર ગુંજી રહ્યાં હતા. વંશની આંખમાં આંસું આવી ગયા. પોતે એક નાના બાળકને આપેલું વચન પણ પૂરું ન કરી શક્યો. થોડીવાર તો તેને પોતાની પર જ ગુસ્સો આવવા લાગ્યો. શા કારણે તે ડોક્ટર બની રહ્યો હતો?? વંશની આંખ સામે પૂર્વનો ચહેરો તરતો હતો.

"વંશ.......વંશ........."વંશે આંખો ખોલી જોયું તો શિખા વંશના ગાલ થપથપાવી રહી હતી.
"શિખા......" વંશે જોયું તો તે ગાર્ડનમાં જ એક બેન્ચ પર સૂય ગયો હતો.વંશે ઘડિયાળમાં જોયું તો સવારના આઠ વાગી ગયા હતા.
" શિખા, મારે તારી સાથે વાત કરવી છે?" વંશ શિખા પાસેથી બધું જાણવા માંગતા હતો.
" હા પણ વંશ,તુ પેહલા રૂમે જઈ આરામ કરી લે હું ડૉ.અગ્રવાલ સાથે વાત કરી લઉં છું.તારી તબિયત બરાબર લાગતી નથી.પછી આપણે ડિનર સાથે લઈશું.આમ પણ કેટલા ટાઇમ થી આપણે મળ્યા નથી." શિખા પણ વંશ સાથે કેટલી બધી વાતો કરવા માંગતી હતી.

વંશ એક રેસ્ટોરન્ટમાં બેઠો હતો અને શિખાની રાહ જોઈ રહ્યો હતો.શિખા પાછળથી આવી વંશને ગળે વળગી ગઈ. શિખા આજે બહુ જ ખુશ દેખાતી હતી કારણ કે કેટલા ટાઇમ પછી તે વંશને આવી રીતે મળી રહી હતી.અને વંશને પણ સારું લાગ્યું કારણકે એ શિખા જ હતી જેની સાથે વંશ પોતાના સુખ દુઃખ ની બધી વાતો કરતો.
"કેમ છે હવે તબિયત?" શિખા એ વંશના કપાળે હાથ મૂકી તાવ છે કે નહિ એ ચેક કર્યું.
" ફિલિંગ બેટર" વંશે શિખાને હાથ પોતાના હાથમાં લઈ લીધો.
" શિખા, હું જાણવા માંગતા હતો કે........"
" વંશ, બહુ જ ભૂખ લાગી છે. કાઈ ઓર્ડર કર્યું???" શિખા જાણતી હતી વંશ શું પૂછવા માંગે છે એટલે એ જેમ બને તેમ વાત ટાળવાનો પ્રયાસ કરતી હતી.
" નહિ, તને જે યોગ્ય લાગે એ ઓર્ડર કરી દે." વંશે પણ વિચાર્યું ડિનર કર્યા પછી મૂળ વાત પર આવશે.
વંશ અને શિખા ડિનર કરી એક ગાર્ડનમાં આવી બેઠા.
"વંશ, કાલે પપ્પા દિલ્હી આવે છે. અને હું કાલે તેમને આપણા રીલેશનશીપ વિશે વાત કરવાની છું. મને ખબર છે પપ્પા તને મળીને બહુ જ ખુશ થશે." શિખા એકદમ ઉત્સાહથી બોલી રહી હતી.
" વંશ, કેમ કાઈ બોલતો નથી? હું જાણું છું પપ્પાના સ્વભાવને તુ બિલકુલ ચિંતા ન કર." વંશ શિખાની વાત સાંભળી કાઈ બોલ્યો નહિ એટલે શિખા ફરી બોલવા લાગી.
" શિખા આપણી ભૂલને કારણે એક માસૂમ બાળક આ દુનિયામાં નથી રહ્યો અને તને હજુ આવી બધી વાતો સૂઝે છે...." વંશ ક્યારનો જે વાત કરવા માંગતો હતો તેના પર આવી ગયો.
" આપણી ભૂલ ??? આપણી કઈ ભૂલ, વંશ???" શિખા ને કાઈ સમજાયું નહિ.
"હું જાણું છું એક ડોક્ટર ની ભૂલના કારણે જ પૂર્વ અત્યારે આ દુનિયામાં નથી. તો પછી એ આપણી જ ભૂલ કેહવાય ને." વંશ જાણતો હતો કે ભૂલ તો ડોક્ટરની જ હતી.
" વંશ, વી આર ઓનલી ડોક્ટર્સ, નોટ ગોડ!!" શિખા પણ વંશ સામે દલીલ પર ઉતરી ગઈ હતી.
" રાઈટ શિખા, વી આર ઑનલી ડોક્ટર્સ, નોટ ગોડ!! પરંતુ આપણી બેદરકારીના લીધે કોઈને જીવ ગુમાવવો પડે એ તો ડોક્ટરની ડેફીનેશન માં ક્યાંય ફીટ નથી બેસતું." વંશ શિખાને એક ડોક્ટરની ભૂલ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
" વંશ, કેટલા ટાઇમ પછી આપણે મળ્યાં છીએ અને તુ આ બધું શું લઈ બેસી ગયો છે?" શિખા ની આંખમાં આંસુ આવી ગયાં.
" શિખા, હું હંમેશા તારો જ સાથ ઇચ્છું છું. એટલે જ કહું છું શિખા મને સચ્ચાઈ જણાવી દે. અને તુ જાણે જ છે કે મને જૂઠ સાથે કેટલી નફરત છે."હવે વંશે શિખા નો હાથ પોતાના હાથમાં લઈ લીધો.
" કઈ સચ્ચાઈ, વંશ??" શિખા તો વંશ સામે જ જોઈ રહી.
" એ જ કે પૂર્વના ઓપરેશન સમયે ઓ ટી માં શું થઈ હતું?? એક ડોક્ટર હોવાના નાતે મારે તને એ તો ન જ સમજવું જોઈએ કે સામાન્ય એપેંડીક્સ ના ઓપરેશન ના કારણે કોઈ વ્યક્તિ કોમામાં તો ન જ જાય અને પછી ડેથ....." વંશ સારી રીતે જાણતો હતો કે તે દિવસે ઓ ટી માં ડોક્ટર્સ થી કાઈ તો ભૂલ થઈ જ હતી.
"વંશ, તુ ડૉ.અગ્રવાલ નો વિરોધ કરવાના જ કારણો શા માટે શોધે છે? અત્યાર સુધી તો એને ભગવાન માનતો હતો ને!!" શિખા ને સમજમાં નહોતું આવતું કે વંશ કેમ બીજાના કારણે આવી ખોટી જીદ લઈ બેઠો હતો.
" હા, હું ભગવાન માનતો હતો કારણકે હું તેની સચ્ચાઈ થી અજાણ હતો પરંતુ સચ્ચાઈ જાણ્યા પછી પણ જો હું તેના જૂઠ માં સાથ આપુ તો મારા જેવો મૂર્ખ બીજો કોઈ ન કેહવાય. અને ડૉ.અગ્રવાલ હોય કે બીજું કોઈ પણ હોય જો તે ખોટું કરશે તો હંમેશા હું તેનો વિરોધ જ કરીશ." વંશ પોતાની વાત પર અડગ હતો.
"શિખા, હું સચ્ચાઈ જાણવા માંગુ છું! પ્લીઝ!!" વંશ શિખા સામે હાથ જોડી બેસી ગયો.
" વંશ, આ શું કરે છે??" શિખા એ વંશનો હાથ પકડી લીધો.
" શિખા, જ્યાં સુધી હું સચ્ચાઈ નહિ જાણું ત્યાં સુધી હું શાંતિથી જીવી નહિ શકું. એ તો તુ પણ સારી રીતે જાણે છે."વંશને હવે સચ્ચાઈ જાણવા આતુર થઈ ગયો હતો.
"ઓકે, ફાઇન....." શિખા આખરે વંશ સામે ઝૂકી ગઈ અને તે દિવસે જે કાઈ પણ ઓ ટી માં થયું હતું એ વંશને જણાવી દીધું.
" શિખા, તે પણ ડૉ.અગ્રવાલ નો સાથ આપ્યો? મને તારી પાસેથી આ ઉમ્મીદ નહોતી. ડૉ.અગ્રવાલની ભૂલને કારણે એક કુમળું ફૂલ કરમાઈ ગયું જે કોઈ માટે આખી દુનિયા હતું." વંશ એકદમ નિસાસા સાથે બોલ્યો.
" વંશ, તુ જાણે જ છે ડૉ.અગ્રવાલ એ કઈ હસ્તી છે? ડૉ.અગ્રવાલ વગર આપણે આપડું કેરિયર જ સ્ટાર્ટ નહિ કરી શકીએ. એટલે તેનો વિરોધ છોડી દે અને કે કાઈ પણ થયું એ ભૂલી જા." શિખા વંશને સમજાવી રહી હતી.
" ભૂલી જાવ??? શું ભૂલી જાવ?? શિખા, એ બાળકનો ચહેરો મારી નજર સામેથી દૂર નથી ખસતો, મને વારંવાર પૂછી રહ્યો છે,' અંકલ મને બચાવી લેશો ને ? હું મરી તો નહિ જાવ ને? પ્રોમિસ ?' શું જવાબ આપું હવે હું એ માસૂમને હવે?" વંશ બે હથેળીમાં પોતાનો ચહેરો છુપાવી જાણે રડવા લાગ્યો.
થોડીવાર એમ જ બેસી રહ્યા પછી વંશ અચાનક ઊભો થયો અને ચાલવા લાગ્યો.
" વંશ, આમ અચાનક ક્યાં જઈ રહ્યો છે?" શિખા એ વંશનો હાથ પકડી તેને ઊભો રાખ્યો.
" ડૉ.અગ્રવાલ પાસે......" વંશ એકદમ જુસ્સાથી બોલ્યો.
"વંશ, પ્લીઝ!! તુ પેહલા ફ્યુચર વિશે તો વિચાર..." શિખા વંશને કાઈ પણ ઉતાવળું પગલું ભરતા રોકવા માંગતી હતી.
" મે બધું જ વિચારી લીધું છે. હવે વિચારવાનું તારે છે?" વંશ એકદમ દ્રઢતાથી બોલતો હતો.
" મારે શું વિચારવાનું છે??" શિખા ને કાઈ સમજાયું નહિ વંશ કેહવાં શું માંગતો હતો.
" એ જ કે આ લડાઇમાં તુ કોની સાથે છે , મારી સાથે કે પછી ડૉ.અગ્રવાલ સાથે??" વંશે તો શિખા સામે મોટું પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું.
"એટલે તું પેલા મરી ગયેલ બાળક માટે મને છોડી દઈશ." શિખા આવેશમાં આવી ગઈ હતી.
" હું તને ક્યારેય છોડવા માંગતો જ નથી. તારે ફક્ત પસંદગી કરવાની છે , સચ્ચાઈ અને જુઠ વચ્ચે." વંશ ની વાત સાંભળી શિખા કાઈ જ ન બોલી. બસ રડતી જ રહી.
" શિખા, હું સામે ટેક્ષીમાં પાંચ મિનિટ તારો વેઇટ કરું છું. ફેસલો તારા હાથમાં છે." વંશ આટલું કહી ઊભો થઈ સામે ટેક્ષી ઊભી હતી તેની તરફ ચાલવા લાગ્યો.






શિખા કોની પસંદગી કરશે?? શું વંશ અને શિખાની સફર અહી જ પૂરી થવાની હતી?? શું વંશ પૂર્વની હકીકત સીમા સુધી લાવવામાં સફળ થશે?? ડૉ.અગ્રવાલ સાથેની દુશ્મની શું વંશને ભારે પડશે???


(ક્રમશઃ)

Thank you
*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED