અલબેલી - ૩ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અલબેલી - ૩

પ્રકરણ-૩
શું વિચારી રહ્યો છે જય?" કીર્તિએ જયના ખભે હાથ મુકતાં પૂછ્યું.
"એ જ કે, હું કેટલો નાલાયક માણસ છું નહીં. હું મારા જ હાથે મારી દીકરીને અનાથાશ્રમમાં મૂકી આવ્યો. મારા જેવો મૂર્ખ બાપ તો કોઈ નહીં હોય નહીં? અને હવે તો મને એ પણ યાદ નથી કે, હું એને ક્યાં આશ્રમમાં મૂકી આવ્યો હોઈશ. પાગલપનના આવેશમાં હું મારી પોતાની જ દીકરી જેની જોડે મારો લોહીનો સંબંધ હતો, જે મારી અંજુની યાદ હતી એને જ હું તરછોડી આવ્યો. ક્યારેક બહુ પસ્તાવો થાય છે. એમ થાય છે કે જઈને એને શોધી લાવું કીર્તિ. પણ પછી ફરી મન ખચકાટ અનુભવે છે કે, કદાચ જો એ મને મળી પણ જાય તો પણ હું એના પ્રશ્નો ના શું ઉત્તર આપીશ?"
"જય, તું શાંત થઈ જા. એક દિવસ તને જરૂર તારી દીકરી મળશે. કીર્તિ એ એને સાંત્વના આપતા કહ્યું.
પણ જય કે જે અલબેલીનો પિતા હતો એનો અંતરાત્મા એને વારંવાર ડંખી રહ્યો હતો અને એનું અંતરમન એને પૂછી રહ્યું હતું. "જય! કેવો બાપ છે તું? શું તને દીકરી ની યાદ નથી આવતી. તારી દીકરી બાપ વિનાની કોઈ અનાથાશ્રમમાં ઉછરી રહી હશે અને છતાં બાપે એ અનાથ કહેવાતી હશે! જા, જય જા, તારી દીકરીને શોધ અને એને તારું નામ આપ. હજુ પણ બહુ મોડું નથી થયું. જા, જય જા."
*****
અલબેલીને જ્યોતિ અનાથાશ્રમમાં મૂકીને જય જ્યારે ત્યાંથી પાછો જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એ બેભાન થઈને પડી ગયો હતો. એને કંઈ જ ભાન નહોતું. એવામાં રસ્તા વચ્ચેથી એક ગાડી પસાર થઈ. એ ગાડીમાં કીર્તિ હતી. ગાડી ડ્રાઈવ કરતી વખતે કીર્તિએ જોયું કે, કોઈ માણસ રસ્તા વચ્ચે બેભાન અવસ્થામાં ઊંધો પડ્યો હતો. એણે ગાડીને બ્રેક મારી. એ ગાડીમાંથી નીચે ઉતરી. એ ઉતરીને પેલા પાગલ માણસ પાસે આવી. અને એણે એને સહેજ હલાવ્યો.
થોડીવારમાં એ માણસ હલ્યો અને કીર્તિએ એનો ચહેરો જોયો. અને ચેહરો જોતા જ એ ચોંકી ઊઠી અને બોલી, "અરે! આ તો જય છે. જય, જય ઉઠ."
પણ જય તો ત્યારે કંઈ જ બોલી શકવાની અવસ્થામાં નહોતો. એટલે કીર્તિએ જયને પોતાની ગાડીમાં નાખ્યો અને એને પોતાના ઘરે લઈ આવી. એણે જયને પલંગમાં સુવડાવ્યો. એણે જયના મોઢા પર થોડું પાણી છાંટયું. એનાથી જય સહેજ હલ્યો. અને માત્ર એટલું જ બોલ્યો, "એણે એની મા ને મારી નાખી. અંજુ મારી અંજુ મરી ગઈ." એટલું બોલીને એ ચૂપ થઈ ગયો અને પલંગમાં જ સુઈ ગયો.
કીર્તિને હવે સમજાયું કે, જય સામાન્ય સ્થિતિમાં નથી. એને લાગ્યું કે, મારે ડૉક્ટર ની મદદ લેવી જોઈએ. એણે એની એક ડૉક્ટર મિત્ર ડૉ. રેખાને ફોન કર્યો અને પરિસ્થિતિ ની જાણ કરી. રેખા આવી અને એણે જયને તપાસ્યો અને કહ્યું , "આમને તો માનસિક અસર થઈ ગઈ છે. આમનો તો યોગ્ય ઈલાજ કરવો જોઈશે. પણ કોણ છે આ માણસ? તું ઓળખે છે આને?" ડૉ. રેખા એ પૂછ્યું.
"હા, મારો મિત્ર છે. અમે બંને સ્કૂલમાં સાથે ભણતા હતાં. આજે ઘણાં વર્ષે મળ્યો પણ એ પણ આવી હાલતમાં!" કીર્તિએ કહ્યું.
***
સમય વીતી રહ્યો હતો. ડૉ. રેખાની મદદથી કીર્તિ જયનો ઈલાજ કરાવવામાં સફળ થઈ રહી હતી અને જય પણ ધીમે ધીમે કીર્તિના સંગાથમાં રહીને જલ્દીથી સાજો થવા માંડ્યો હતો અને હવે જય સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો હતો. એની માનસિક સ્થિતિ હવે બિલકુલ બરાબર થઈ ગઈ હતી.
જય હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો હતો અને એ માટે એ કીર્તિનો આભારી હતો. અને પોતે પગલપણાંના આવેશમાં દીકરી ને અનાથાશ્રમમાં મૂકી આવ્યો હતો એ પણ એણે કીર્તિને કહ્યું. અને પછી એ ઊંડા વિચારમાં ખોવાઈ ગયો.
એને વિચારમાં ખોવાયેલો જોઈને કીર્તિએ એના ખભે હાથ મુક્યો અને પૂછ્યું, "શું વિચારે છે જય?"
"એ જ કે, હું કેટલો નાલાયક માણસ છું નહીં. હું મારા જ હાથે મારી દીકરીને અનાથાશ્રમમાં મૂકી આવ્યો. મારા જેવો મૂર્ખ બાપ તો કોઈ નહીં હોય નહીં? અને હવે તો મને એ પણ યાદ નથી કે, હું એને ક્યાં આશ્રમમાં મૂકી આવ્યો હોઈશ?પાગલપનના આવેશમાં હું મારી પોતાની જ દીકરી જેની જોડે મારો લોહીનો સંબંધ હતો, જે મારી અંજુની યાદ હતી એને જ હું તરછોડી આવ્યો. ક્યારેક બહુ પસ્તાવો થાય છે. એમ થાય છે કે જઈને એને શોધી લાવું કીર્તિ. પણ પછી ફરી મન ખચકાટ અનુભવે છે કે, કદાચ જો એ મને મળી પણ જાય તો પણ હું એના પ્રશ્નો ના શું ઉત્તર આપીશ?"
"તું બહુ વધુ પડતું વિચારી રહ્યો છે જય. ભાગ્યના લેખજોખા કોઈ નથી જાણતું. જો તારા નસીબમાં દીકરીનું સુખ હશે તો એ અવશ્ય તને મળશે અને જો નહીં હોય તો ક્યારેય તું એને મળી શકીશ નહીં." કીર્તિ બોલી.
"પણ, તો શું હું એને શોધવાનો પ્રયત્ન પણ ન કરું?" જય બોલ્યો.
"અવશ્ય કર પ્રયત્ન. અને હું અવશ્ય તને તારા પ્રયત્નમાં સાથ આપીશ. હું તારી મિત્ર છું. હું તારો સાથ નહીં આપું તો આપણી દોસ્તી લાજે." કીર્તિએ કહ્યું.
"આજે હું જે કંઈ પણ છું તે તારે લીધે છું કીર્તિ. નહીં તો આજે હું કયાંક કોઈ પગલખાનામાં હોત. મારી આ સ્થિતિ માટે માત્ર તું જ જવાબદાર છે. તારા જેવી મિત્ર પામીને હું ખૂબ ધન્ય થયો છું. પણ હવે મારે મારી લડાઈ લડવાની છે. હવે મને રજા આપ. હું હવે ફરી એકવખત પગભર થવા માંગુ છું. તારું આ ઋણ કદાચ હું ક્યારેય નહીં ચૂકવી શકું.
"તને પગભર થતો જોવો મને જરૂર ગમશે. માટે હું તને આ ઋણાનુબંધમાંથી મુક્ત કરું છું અને પ્રાર્થના કરું છું કે, ઈશ્વર જલ્દીથી તને તારી દીકરી જોડે મેળાપ કરાવે. જયાં મારી જરૂર પડે ત્યારે મને અવશ્ય યાદ કરજે" આટલું કહીને કીર્તિએ જયને વિદાય આપી.
એક બાપ હવે નીકળ્યો છે દીકરી ની તલાશમાં.
રસ્તાઓ કરે છે પાર, પુત્રીને મળવાની આશમાં.
ઉડે છે સપનાઓ હવે પિતાના મનનાં આકાશમાં.
આવશે ક્યારે હવે અલબેલી એના બાહુપાશમાં?
*****