એટ ક્રિસમસ ટાઈમ્સ (૨) Tanu Kadri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એટ ક્રિસમસ ટાઈમ્સ (૨)

વૃદ્ધ પુરુષે પોતાના હોઠ ફફડાવ્યા અને કહ્યું કે આશા રાખું છું કે તમે તમારા બાળકોને સારી રીતે રાખતા હશો.. કયા બાળકો? વૃદ્ધ સ્ત્રીએ કહ્યું અને ઉદાસ થતા બોલી મને નથી લાગતું કે એ લોકોને બાળકો હોય .. બરાબર હોય પણ ..

અને આ રીતે તમે પોતે નિર્ણય લઇ શકો છો. યેગોરે લખવાનું ચાલુ રાખ્યું કે દુશમન વગર શું હોય છે. દુશ્મન પોતાની ભીતરમાં પણ હોય તો શું થાય . દુશ્મનોમાં સૌથી મોટો દુશ્મન સરાબનો દેવતા છે. પેન નો અવાજ થતો હતો. પેપેર ઉપર એવી રીતે લાગવા લાગી જેમ કે માછલી ફસાવવા માટે હુક લાગ્યો હોય. તે એક સ્ટુલ ઉપર બેઠો હતો અને પોતાના પગ ટેબલ નીચે ફેલાયેલા રાખ્યા હતા. તે પોતાના સ્વભાવ આચરણ થી બિલકુલ એવો લાગતો હતો કે જાણે પોતાના જન્મ અને પરિવાર ઉપર ખુબજ ગર્વ અને અભીમાન હોય. વસીલીસાને એના અશિષ્ટતાની જાણ થઇ પરતું એ કઈ કહી ન શકી તેના માથામાં દુખાવો થવા લાગ્યો. યેગોરની વિચિત્ર તેવોથી તે પરેશાન થઇ ગઈ પણ કઈ કહેવાની જગ્યાએ પત્ર પૂરું થવાની રાહ જોવા લાગી. એના પતિ પુરતા વિશ્વાસ સાથે ઉભો હતો. જ્યારે એને જળ સંસ્થાન ચિકિત્સા ની વાત કરી હતી ત્યારે એને જોઇને લાગતું હતું કે એને જળ સંસ્થાન ઉપરજ નહિ જળ ચિકિત્સા ઉપર પણ ભરોશો હતો. પત્ર પૂરો કર્યા પછી યેગોરે એને વાંચી સંભાળવી . વૃદ્ધ બાપ કઈ સમજી ન શક્યો પણ એને વિશ્વાસ બતાવવા પોતાની ગરદન હલાવીને કહ્યું ખુબ જ સરસ લખ્યું છે. તેઓએ પાંચ કોપેક નાં ત્રણ સિક્કા ટેબલ ઉપર રાખ્યા અને ત્યાંથી નીકળ્યા. વસીલીસા થોડાક ગુસ્સામાં બહાર નીકળી. તેને રાત્રે પણ ઊંઘ ન આવીઆખી રાત એને વિચારોમાં વિતાવીને સવારે વહેલા ઉઠી પ્રાથના કરી અને ત્યાર બાદ પત્ર રવાના કરવા સ્ટેશન તરફ ગઈ. એના ઘરથી એ આઠ-દસ મિલ દુર હતો.

દશ્ય -૨ ... ડૉ.બી.ઓ.મોજેલ્વીજ્ર નાં જલ ચિકિત્સા સંસ્થાન નવા વર્ષનાં દિવસે પણ રોજનાં જેવા હતો. ફર્ક માત્ર એમના દરબાન આન્દ્રેય પર લાગતો હતો. તે બધા આવનારને નવા વર્ષની શુભેચ્છા પાઠવતો હતો અને સ્વાગત કરતો હતો. આન્દ્રેય દરવાજા ની વચ્ચે ઉભા રહીને પેપર વાંચતો હતો. બરાબર દસ વાગે એક જનરલ આવ્યો અને ત્યાર પછી ટપાલી. આન્દ્રેયએ એના મોતાકોતને ઉતારવામાં મદદ કરી અને નવા વર્ષની શુભેચ્છા આપી. જનરલે પણ એને નવા વર્ષની શુભેચ્છા આપી. જનરલે રોજની જેમ એને પૂછ્યું સામે વાળા રૂમમાં શું છે. આન્દ્રેયએ કહ્યું કે મસાજ રૂમ છે, સર. જનરલનાં ગયા પછી આન્દ્રેએ ટપાલ જોઈ જે એના નામથી આવી હતી. એને ટપાલ ખોલી અને કેટલીકવાર વાંચી અને થોડીવાર પછી પોતાના રૂમ તરફ દોડીને ગયો. તેની પત્ની યેફીમ્યા પથારીમાં બેઠી હતી અને બાળક ને ઘાવતી હતી. બીજો છોકરો તેના ધુતનો ઉપર માથું ટેકવી ઉભો હતો.અને ત્રીજો ઊંઘતો હતો. રૂમમાં જતાજ આન્દ્રયે ટપાલ આપી અનમે કહ્યું કદાચ ગામદે થી આવી છે. પછી તે પેપરમાંથી માથું હટાવ્યા વગર ઝડપથી બહાર નીકળી ગયો. ધ્રુજતા સ્વરમાં યેફેમ્યાએ પત્ર વાંચવાની શરૂઆત કરી. એને થોડુક વાંચ્યું પછી એને વાંચવાની હિમ્મત ન થઇ. તે રડવા લાગી. મોટા છોકરાને ભેટીને એને હેત કરવા લાગી. એને જોઈને સમજમાં ન આવે કે એ રડે છે કે હશે છે. આ નાના-નાની નો પત્ર છે. ગામડેથી આવ્યો છે. ગામ માં જ્યાં દેવીઓ જેવી માં છે. સંતો જેવા પિતા અને વૃદ્ધ વ્યક્તિઓ છે. ચારે તરફ બરફ જામેલો હોય છે. બધું એકદમ સફેદ લાગે છે. બાળકો ગાડી બનાવી એના ઉપર રમે છે. તમારા નાના એક જગ્યાએ બેઠી રહે છે તેમની પાસે એક પીળો કુતરો રમ્યા કરે છે. આ સાંભળીએ આન્દ્રેય ને યાદ આવ્યું કે તેની પત્નીએ બે ચાર વખત પત્ર આપ્યા હતા. અને કહ્યું હતું કે ગામ મોકલવાનું છે પરતું હંમેશા એ પત્રો પોતાની ફરજો નિભાવવાનાં કામો માટે નાખવાના રહી જતા અને પછી ખોવાઈ જતા.

અને ત્યાં ખેતરોમાં સસલાં દોડ્યા કરે છે. યેફેમ્યાએ પોતાના પુત્રને હેત કરતા કહ્યું. તે હજુ પણ રડતી હતી. તારા નાના ખુબ જ દલાયું અને સજ્જન છે નાની પણ ખુબ જ સારી છે. ગામ માં એક ગિરજાઘર પણ છે બધા ખેડૂતો ત્યાં સવારે પ્રાથના કરવા જાય છે. આન્દ્રેય જ્યારે પોતાના રૂમ માં સિગારેટ પીવા આવ્યો ત્યારે દરવાજા ઉપર એક ઘંટી વાગી યેફીમ્યાએ બોલવાનું બંધ કરી દીધો. તે શાંત થઇ ગઈ. તેને આંસુ પૂછ્યા. જો કે તેના હોઠ હજુપણ ધ્રુજતા હતા. તે ખુબ જ ડરી ગઈ હતી. તેની અંદર બિલકુલ હિમ્મત ન હતી કઈ પણ બોલવાની. આન્દ્રયે જે સિગારેટ સળગાવી હતી તે ફેકી દીધી અને ઝડપથી બહાર ગયો. જનરલ પોતે સ્નાનથી તાજો અને ખુશ્બુદાર થઇને નીચે ઉતરતો હતો. જનરલે પૂછ્યું પેલા રૂમમાં શું છે” ? જનરલે એક દરવાજ તરફ સંકેત કરતા પૂછ્યો .. આન્દ્રેયએ પોતાની પેન્ટનાં ખીસામાં હાથ નાખતા કહ્યું. ત્યાં ઔષધીય ઝરા છે, શ્રીમાન