ઘૂમકેતુની પોસ્ટ ઓફીસ વાર્તા એ આખા વિશ્વમાં ખુબજ પ્રચલિત વાર્તા છે. એક દીકરીની ચિંતા માં એક પિતાને કેટલી વેદના થાય છે તે દર્શાવતી ખુબજ સરસ વાર્તા છે. પોસ્ટ ઓફિર જેવીજ એક રશિયન લેખક એન્ટન ચેખોવ દ્વારા લખાયેલ વાર્તા અહિયાં અનુવાદ કરી મુકવામાં આવે છે.
**** એટ ક્રિસમસ ટાઈમ્સ *****
‘હું શું લખું ‘ યેગોરએ કહ્યું અને પોતાની પેન શ્યાહીમાં ડુબાડી દીધી.
વસીલીસા પોતાની દીકરીને છેલ્લા પાંચ વર્ષથી મળી ન હતી/ તેની દીકરી યેફીન્યા લગ્ન કરીને પીટર્સબર્ગ જતી રહી હતી. તેને વાચમાં દીકરી અને જમાઈને બે ચાર વખત પત્ર લાક્યા હતા પણ તે બંને એની જીંદગી માંથી એકદમ ગાયબ થઇ ગયા હતા. એ બંનેનાં કોઈ સમાચાર ન હતા છેલ્લા પાંચ વર્ષથી. અને તે દિવસથી પેલી વૃદ્ધ સ્ત્રી સવારે ગાયનો દુઘ કાઢતી વખતે કે ચૂલો સળગાવતી વખતે કે પછી રાત્રે સુતી વખતે એ એ જ વિચારો કરતી હતી કે યેફીમ્યાની સાથે શું થતું હશે. એ જીવતી હશે કે નહિ. તે એની દીકરીને એક પત્ર લખવા માંગતી હતી. પણ તેનો વૃદ્ધ પતિ પત્ર લખી શકતો ન હતો. અને બીજો કોઈ એવું હતું પણ નહિ કે પત્ર લખવાનું જાણતો હોય. પણ આવે ક્રિસમસનાં દિવસો નજીક આવતા હતા અને એ વધારે દુખી રહેતી હતી. તેનાથી હવે વધારે સહન થતું ન હતું. તે એક દારુ નાં અડ્ડા ઉપર ગઈ જ્યાં યેગોર નામનો એક આર્મી ઓફિસર બેસતો હતો. તે આર્મી માંથી રીટાયર્ડ થયા પછી દારૂની દુકાને બેસવા સિવાય કઈ કરતો ન હતો. કેટલાક લોકોએ કહ્યું હતું કે તે પત્ર લખી શકે છે, જો તેને યોગ્ય કિંમત આપવામાં આવે છે. વસીલીસા એ પહેલા દુકાનમાં કામ કરતા રસોઈયાને વાત કરી ત્યાર પછી ત્યાના માલિક સાથે વાત કરી અને છેલ્લે યેગોર ની સાથે પંદર કોપેક ઉપર રાજી થયા.
હવે ક્રિસમસની રજાઓનાં બીજા દિવસે એવું થયું કે દારૂની દુકાનમાં રસોઈ ઘરમાં યેગોર બેઠયો હતો. તેની હાથમાં પેન હતી વસીલીસા એની સામે ઉભી હતી. તેના મુખ ઉપર દુખ અને ચિંતા સ્પષ્ટ દેખાતા હતા. તેનો વૃદ્ધ પતિ જેના ભૂખરા વાળમાં ટાલ પડી ગઈ હતી તે યેગોર સામે એક અંધ વ્યક્તિની જેમ ઉભો હતો.
‘મારે શું લખવાનું છે’યેગોરે ફરીથી પૂછ્યું , શું ? વિસીલીસે એની સામે ગુસા માં જોયું અને કહ્યું મને હેરાન ન કર તમારે ખોટું કઈ લખવાનું નથી. એટલે ડરવાની જરૂર નથી. તને તારું મહેનતાણું મળી જશે. ચાલ હવે લખ. અમારા પ્રિય જમાઈ આંદ્રેય અને આમારી એક માત્ર વ્હાલી દીકરી યેફેમ્યા અમે હંમેશા અમારું ખુબ વધુ સ્નેહ અને માં-બાપનાં આશીર્વાદ મોકલતા રહીએ છીએ .... લખ્યું ને ..... હવે આગળ લખ અને અમે તમને ક્રીસમસ ની શુભકામનાઓ આપીએ છીએ.
અમે જીવિત છીએ અને સારા છીએ, તારા માટે પણ આજ પાર્થના કરીએ છીએ કે ઈશ્વર તમને ખુશ રાખે. લખતા લખતા વિસીલીસા વિચાર કરે છે અને પતિ સામે જુએ છે. અને પાછું લખાવવાનું શરુ કરે છે પરતું એ વધારે લખાવી શકતી નથી. કાલે રાત્રે જ્યારે વિચાર કરતી હતી ત્યારે કેટલા બધા વિચારો એને આવતા હતા. એને લાગતું હતું કે આટલી બધી વાતો ડઝન પત્ર લખી તો પણ અધુરી રહેશે. જ્યારથી એની દીકરી લગ્ન કરીને એના જમાઈ સાથે ગઈ છે ત્યારથી જાણે આખો સમુન્દ્ર સુકાઈ ગયો હોય એવું લાગે છે. એ બંને ને લાગે છે કે એમની દીકરીને કોઈએ છીનવી લીધી છે અથવા કઈક દફનાવી દીધી છે. જ્યારથી એ ગઈ છે ત્યારથી ગામ માં કેટલી બધી ઘટનાઓ બની છે, કેટલા બધા લગ્નો થઇ ગયા છે. કેટલા બધા લોકો મુત્યુ પામ્યા છે.
‘ કેટલી બધી ગરમી છે’ યેગોરે એનો કમર ઉપરનો કોટ ખોલતા કહું. તાપમાન ૭૦ ડીગ્રી હોવું જોઈએ તેને કહ્યું. બંને વૃદ્ધ વ્યક્તિઓ ચુપ રહ્યા . તમારો જમાઈ પીટર્સબર્ગમાં શું કરે છે. .. તે સેનામાં હતો એને એ જ સમયે સેનાની નોકરી મૂકી દીધી જે સમયે તમે રીટાયર્ડ થયા. તે સૈનિક હતો અને હવે પાકું તે જળ ચિકિત્સા સંસ્થાનમાં હશે. ત્યાં ડોક્ટર પાણીથી ઈલાજ કરે છે. એટલે એ જરૂર ડોક્ટર સાથે કામ કરતા હશે. વૃદ્ધ સ્ત્રીએ પોતાના ખીસા માંથી એક પત્ર કાઢ્યું અને કહ્યું આમાં એ બધું લખ્યું છે. યેગોરે કઈક વિચાર કર્યો અને ઝડપથી ખાવા લાગ્યો. “ આજના સમયમાં કેમ કે તમારી નિયતિએ તમને તમારા કર્મોનાં કારણે સૈન્ય સેવામાં મોકલી દીધા છે. એટલે અમારી સલાહ છે કે તમે યુદ્ધ કાર્યાલયનાં આધારભૂત નિયમો અનુસારશ્ન અમે આચારસંહિતા ને સારી રીતે જાણો અને સમજી લો. અને આ બધું તમોને યુદ્ધ કાર્યાલયનાં અધીકારેમાંનાં નિયમો અને આચારનોમાં દેખાશે. એને લખ્યું અને વાંચવા લાગ્યો કે એને શું લખ્યું છે જ્યારે વસીલીસા વિચારવા લાગી કે એને શું લખાવવું છે. છેલ્લા વર્ષો કેટલા અભાવોમાં વીત્યા હતા. અને ખેતી ક્રિસમસ સુધી પાકી ન હતી. અને કેવી રીતે તેઓને તેમની ગાય વેચવી પડી હતી. એ એનાથી કૈક મદદ માંગવા ઈચ્છતી હતી. તે લખાવા માંગતી હતી કે તેનો વૃદ્ધ બાપ ખુબ જ બીમાર રહે છે અને ક્યારે મરી જશે એ ખબર ન હતી. પણ આ બધી વાતો ક્યા શબ્દોમાં લખવી એ એને સમજ ન પડી.
“ ધ્યાન રાખજો” યેગોરે ફરી લખ્યું સેનાની નીયમોનીતિનાં પાંચમાં ખંડમાં સૈનિક એક વ્યક્તિ વાચક સંજ્ઞા છે અને જાતિવાચક પણ . પહેલા નંબરનાં સૈનિક ને જનરલ અને છેલ્લાને પ્રાઈવેટ કહેવાય છે. ક્રમશ: