અસ્તિત્વ - 18 Aksha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અસ્તિત્વ - 18

આગળના ભાગમાં જોયું કે અવની છેલ્લા પાંચ દિવસથી મયંકને ફોન લગાડે છે છતાં મયંકને એક પણ વાર ફોન નથી લાગતા.... અવનીને બસ એ જ ચિંતા હતી કે મયંક કંઈ હાલતમાં હશે.....

હવે આગળ........,

અવની સતત વિચાર્યા કરતી કે મયંક ઠીક તો હશે ને.. એક બાજુ મમ્મીએ પણ જૂનું સિમ કાર્ડ લઈ લીધું હવે વાત કંઈ રીતેે થશે...? વિચારોમાં ને વિચારોમાં બીજા બે દિવસ નીકળી ગયા....

એક રાત્રે અવની મયંક વિશે વિચારી રહી હતી ત્યાં જ કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે છે... અવની પહેલા તો ફોન ઉપાડતી નથી પછી થયું કે ક્યાંક મયંકનો હશે તો...?
અવની કોલ રેસિવ કરે છે...,ત્યાં જ મયંકનો અવાજ આવે છે... અવની.... એટલે અવનીના તો સવાલ ચાલુ થઈ ગયા કે કયા હતા,? સેલ ફોન કેમ ઓફ છે? કેમ છો? વગેરે વગેરે....
મયંક અવનીને કહે છે પહેલા શાંત થઈ જા. હું બધું કહું એ પહેલાં તું એમ કે તો તારું જૂનું સિમ કાર્ડ કેમ બંધ છે???. એના જવાબમાં અવની સાત દિવસ પહેલા બનેલી ઘટના વિશે કહે છે કે મામાના દીકરા એ આવું કર્યું એમ..... મયંક કહે છે કે હવે કાંઈ ચિંતા જેવું નથી ને? અવની માત્ર ના કહે છે.....
અવની કહે છે કેમ ફોન નથી લાગતો તમારો અને આ નવા નંબર કોના છે... બીજુ અવની પૂછવા જતી હતી પણ વચ્ચેથી જ મયંક બોલ્યો કે મારી વાત પહેલા સંભાળ..... મયંક બોલવાનું શરૂ કરે છે...,

હું ટ્રેનમાં હતો ત્યારે તારી સાથે વાત કરતો હતો પણ તું સુઈ ગઈ હતી તારો કોઈ જવાબ ન આવ્યા એટલે હું પણ સુઈ ગયો... સવારે જોયું તો સિમ કાર્ડ જ મારું બંધ થઈ ગયું હતું કેમ કે બેલેન્સ હતું નહીં અને ઉપરથી રોમિંગ લાગુ પડે.... મારી પાસે કોઈ ડોક્યુમેન્ટ હતા નહિ તો કેવી રીતે મને નવું સિમ કાર્ડ મળે...
તેમ છતાં હું અંકલના ઘરે પહોંચ્યો તો પહેલા તને કોલ કર્યો પણ તારો ફોન લાગતો જ ન હતો.... અને તારા નવા નંબર હું સેવ કરવાનું ભૂલી ગયો હતો મને માત્ર આગળના છ અંક જ યાદ હતા.....
આજે ફરવા જતા હતા ગાડી લઈને ત્યારે ટ્રાફિકમાં એક ગાડી અમારી કારની આગળ જ હતી એની નંબર પ્લેટ જોઈ ને મને યાદ આવ્યું કે આ નક્કી તારા જ નંબર છે. , એટલે મેં એ નંબર યાદ રાખી લીધા અને ઘરે આવી જમીને તને કોલ કર્યો.... આ નંબર આંટીના છે.... હું બે દિવસમાં પાછો આવું છું... ત્યાં આવીને નવું સીમકાર્ડ લઈને તને કોલ કરીશ....
અવની એ હા કહી.... અને ફોન મૂકી દીધો.... એક વાર વાત કરીને અવનીને કેટલી શાંતિ થઈ એ તો એનું મન જ જાણે છે....
બે દિવસ બાદ મયંક આવી જાય છે અને સિમ કાર્ડ ઓન કરીને પહેલા જ એની અવનીને મેસેજ કરે છે..

મયંક : હાય બીટ્ટુ

અવની : આવી ગયા તમે?

મયંક : હા આવી ગયો..

અવની : તો મારી વસ્તુ પણ આવી હશે ને?

મયંક : સોરી પણ તને જેવો બ્લુ ડ્રેસ ગમતો હતો એવો મળ્યો જ નહીં..

અવની : હા મને ખબર જ હતી કે તમે નહિ જ લઈ આવો.

મયંક : અરે બીટ્ટુ એવું ન હતું હું ત્રણ ચાર શોપ પર ગયો જ હતો પણ ના મળ્યો...જેવો તે મંગાવ્યો હતો...હું તને પૈસા આપું તને જેવો જોઈએ એવો તું લઈ આવજે....

અવની : ના મને કંઈ નથી જોઈતું...

મયંક : પ્લીસ મારી માટે?

અવની : ના એટલે ના વાત પૂરી...

મયંક : ગુસ્સો ના કરીશ યાર .

અવની : બીજું બોલો નહિ તો બાય..

મયંક : બોલું છું..તું નારાજ ના થઈ જા....

અવની : બધી જગ્યાએ ફરી આવ્યા તમે..

મયંક : હા બહુ જ મજા આવી , પણ તને બહુ મિસ કરી .

અવની : જાવ ને હવે હાવ ખોટા છો....

મયંક : સાચું બસ કસમ થી...

અવની : સારું તો.. હું કાલ સવારે શહેરમાં જાવ છું.

મયંક : બસ જવું જ છે...

અવની : હા જવું તો પડશે જ...

મયંક : સારું તો યાદ કરજે અમને..

અવની : હા જેમ તમે યાદ કરી હું એમ જ યાદ કરીશ...

મયંક : બહુ સ્માર્ટ હો...

અવની : એ તો છું જ..પણ હવે પછી વાત કરીએ મને પેકીંગ કરવી છે...

મયંક : સારું બાય...

અવની : બાય...
અવની ગામ છોડીને શહેરમાં આવી ગઈ હતી..., નવું શહેર ,નવા લોકો,નવા ક્લાસ સાથે નવા બધા કલાસમેટ.... પંદર દિવસમાં અવની પણ ક્લાસમાં હવે હળીમળી ગઈ હતી.... ત્યાં તો બધા સાથે ફરજિયાત સંવાદ કરવાનો એવો એક નિયમ હતો....

અવની એક દિવસ મયંકને મેસેજ કરે છે અને કહે છે કે તમે પણ અહીંયા ક્લાસ શરૂ કરી દો એટલે આપણે એક બીજા સાથે રહી શકીયે અને જોઈ પણ શકીયે.... મેડમ સાથે હું વાત કરી લઈશ.... આમ પણ તમારું અંગ્રેજી વીક છે તો જે આવડે એ શીખી લ્યો જેથી ભવિષ્યમાં પણ કામ આવે.....
મયંક અવનીની વાત માની અને શહેરમા આવી જાય છે ક્લાસ કરવા.... કલાસના પહેલા જ દિવસે અવની મયંકને જોતી જ રહી....અને હસવા લાગી... મયંક વિચારે કે આ બીટ્ટુ કેમ હશે છે....સાંજે ક્લાસ પુરા કરીને બંને ઘરે પહોંચ્યા એ પછી મયંક તરત જ અવનીને મેસેજ કરે છે...

મયંક : હેલ્લો અવુ...

અવની : બોલો શુ કહો છો...

મયંક : આજ તું મને જોઈ મારી પર હસતી કેમ હતી??

અવની : તમારી મુછો જોઈને... ક્યારે પહેલા આવી રીતે નથી જોયા એટલે...

મયંક : છે ને મસ્ત... પહેલી વાર મુછો આવી....

અવની : એ તો એક ઉંમર થાય એટલે આવે...

મયંક : તને ખબર છે બધા એમ કહેતા હતા કે મને મુછો સારી લાગે છે....તને ના ગમી...?

અવની : જરાય નહિ... કેવા લાગો હાવ... કાઢવી નખો મૂછો તમારી...


મયંક : શુ યાર તું પણ મજાક કરે છે.. મુછો કાંઈ કઢાવાય... પપ્પા જ ગુસ્સે થાય....

અવની : ભલે થાય. મને નથી ગમતી તો બસ... કાલે આ મુછો ના જોઈએ...

મયંક : યાર તું કંઈક સમજ...

અવની : ના એટલે ના.

મયંક : સારું કાઢવી નાખીશ બસ... રાજી...

અવની : હા રાજી...
મયંક તો સાંજે જાય છે ગામના વાળંદ પાસે અને મુછો કાઢવી નાખે છે... ઘરે ગયો એ પહેલાં મોઢા પર રૂમાલ બાંધી દે છે... જેથી એના પપ્પા જોવે નહિ... મયંક ઘરે પહોંચ્યો એટલે તરત એના પપ્પાએ પૂછયું કે રૂમાલ કેમ બાંધ્યો છે...,?
જવાબમાં મયંક કહે કે મોંઢા પર મધમાખી કરડી ગઈ છે... એટલે.. એના પપ્પા કે વાંધો નહીં પણ હવે જમવા બેસી જા. બધા એકસાથે જમવા બેસે છે...હવે રૂમાલ તો કાઢવો જ રહયો...
જેવો મયંક મોંઢા પરથી રૂમાલ કાઢે છે , ત્યારે મયંકના પપ્પાની નજર મયંક પર પડે છે... જોયું તો મુછો ગાયબ હતી... એ પછી મયંકનો શુ વારો પડી ગયો અને ના રાત્રે જમવાનું મળ્યું....એ બધી વાત મયંક અવનીને કહે છે...અવની ખૂબ જ મજા લે છે...


મયંક ક્લાસ જોઈન કર્યા એને હવે પાંચ છ દિવસ થઈ ગયા...પહેલા પાંચ છ દિવસ મયંક અપડાઉન કરે છે...., પછી ઘરે કોઈને ખબર નથી પડતી એ રીતે રેન્ટ પર એક રૂમ પણ રાખી લે છે...... જેથી અપડાઉનમાં સમય ના વેડફાય...પણ મયંક રેગ્યુલર ક્લાસ આવતો નહિ એના લીધે મિસ અવની પર ગુસ્સો કરતા...
એક દિવસ મયંક અવનીને મેસેજ કરી દે છે કે હું એક વિક નહિ આવું મુંબઇ જાવ છું, પપ્પાની તબિયત સારી નથી એટલે...
એક વિક પછી મયંક પાછો ક્લાસ આવે છે ત્યારે મેડમ થોડું ગુસ્સામાં મયંકને બોલે છે... ત્યારે મયંક પણ મેડમ પર ગુસ્સે થઈને પુરા ક્લાસ વચ્ચે મનમાં આવ્યું એ બોલી નાખે છે....અને ક્લાસમાંથી નીકળી જાય છે... મેડમ મયંકનો ગુસ્સો અવની પર ઉતારે છે... પણ અવની એક શબ્દ નથી બોલતી પણ રડવા લાગે છે.... બસ ત્યારથી બંને વચ્ચે તિરાડ પડવાનું ચાલુ થઈ જાય છે....
અવની મયંક સાથે વાત કરતી પણ બહુ ઓછી હવે એ પોતાના ક્લાસ પર ધ્યાન આપતી... એ કલાસમાં વનરાજ કરી એક બોય હોય છે... જે માત્ર અવનીનો કલાસમેટ હોવાથી ક્યારેક કોઈક ટોપિક કે બુક્સ બાબત પર ચર્ચા તો ક્યારેક વાત થઈ જતી. .
પંદર દિવસથી મયંક ક્લાસ આવતો ન હતો... એક દિવસ બધા સ્ટુડન્ટસ બહાર ઉભા હતા મેડમને થોડું મોડું થઈ ગયું હતું એટલે....
અવની એની સહેલીઓ સાથે ઉભી હતી અને એની બરોબર સામે વનરાજ અને એના ફ્રેન્ડસ ઉભા હતા.... અવની અને વનરાજથી અનાયસે એકબીજાની સામે જોવાઇ ગયું.... એટલે એક બીજાને સ્માઈલ આપી અને મયંક એ બંનેને આવી રીતે જોઈ ગયો....
મયંક અવનીને કીધા વગર ક્લાસ આવ્યો હતો સરપ્રાઈઝ આપવા માટે પણ આવું દ્રશ્ય જોઈ મયંક ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયો... અને આ વાતની જાણ અવનીને જરાય ન હતી....
અવની મેડમ આવ્યા એટલે કલાસમાં ગઈ પણ જયારે ક્લાસ ચાલુ થયા ત્યાં જ મયંક કોલ પર કોલ અને મેસજ પર મેસેજ કરે ... જે મનમાં આવ્યું એ અવનીને સંભળાવ્યું મેસેજમાં... અવની કલાસમાં હતી એટલે કાઈ બોલી નહીં કે કાંઈ રીપ્લાય ના આપ્યો....
ઘરે જઈ અવની મયંકને કોલ કરે છે કે શું છે આ બધું....? પણ મયંક તો પોતાનો આપો ખોઈ બેઠો હોય એમ અપશબ્દો અવની , એના પપ્પા અને મમ્મી વિશે બોલે છે.... અવની માત્ર રડતા રડતા સાંભળી રહી હતી.... મયંક કહી દે છે કે હવે આપણી વચ્ચે કાઈ નથી બચ્યું તું મારી માટે મરી ગઈ સમજ....
અવની માત્ર જવાબમાં એટલું બોલી કે કોઈની સામે હસવું એ પ્રેમ નથી..... અને બંને હંમેશા માટે અલગ થઈ જાય છે....
અવની ચાર પાંચ દિવસ ક્લાસ ગઈ અને પાછી પોતાના ઘરે મમ્મી પપ્પા પાસે આવતી રહી... અવની માત્ર એના પપ્પાને કહે છે કે મને આગળ ભણવા માટે બહાર જવું છે બહુ દૂર બસ મને મોકલી આપો.... અને અવની એની સ્ટડી માટે બહુ દૂર એક અલગ શહેરમાં આવી જાય છે......
( શુ અવની અને મયંક હવે મળશે.....)
# ક્રમશ......