Blood engagement books and stories free download online pdf in Gujarati

લોહીની સગાઈ

દામોદર શેઠ અને દામિની શેઠાણી આજે ચાર ધામ ની જાત્રાએ થી પાછા ફરતા હતા...આમતો હજુ જાત્રા કરવાની ઉમર નહોતી?
પણ તેમના ઘરે ભગવાને બધો વૈભવ આપ્યો હતો. પણ શેર માટી ની ખોટ હતી... તે પુરી થાય તે માટે તે જાત્રા પર નીકળ્યા હતા..

શેઠ શેઠાણી સ્ટેશન આવતા નીચે ઉતર્યા રાતનો એક વાગ્યો હશે..કોઇ વધુ પેસન્જર નહોતાં ...તેઓ થોડુંક ચાલ્યા હશે ને એક બાળક નો રડવાનો અવાજ સંભળાયો.અવાજ સાંભળી ને શેઠાણી ના કાન સળવળ્યા.

"સાભળો કોઇ નું બાળક રડે છે...રડતું હશે કોઇ નું એ "હાલને

એટલામાં તો બહું જોરથી રડવાનો અવાજ આવવા લાગ્યો... બંને જણા અવાજ ની દિશામાં ચાલ્યા તો થોડેક જ દુર એક તાજુ જ જન્મેલું બાળક કોઇ છોડી ગયું હતું .

શેઠાણીએ તરતજ તે બાળક ને ઊંચકી લીધુ અને એટલામાં શોધખોળ કરી તો કોઇ હતું નહિ.
શેઠાણીએ શેઠ ને કહ્યું ચાલો ને આપણે આ બાળકને આપણા ઘરે લઇ જઇએ.જાણે ભગવાન ને આપણ ને આ પ્રસાદ આપ્યો છે.

થોડી વાર વિચાર કરી ને શેઠ બોલ્યા. સવાર પડવામાં થોડીક જ વાર છે...સવાર થતાં તપાસ કરાવી જો કોઇ તેનું રણીધણી નહીં થાય તો આપણે જ તેને લઇ લેશું....

શેઠે સવાર પડતા ની સાથે જ તપાસ કરાવી પણ કોઇ નીકળ્યું નહિ... તે બાળક ને લઈ ઘરે આવ્યા શેઠાણી તો બહુ જ ખુશ થઇ ગયા જાણે જે અરમાન સાથે જાત્રાએ ગયા હતા તે અરમાન પુરુ થઇ ગયું...

બાળક નું નામ કરણ કરવામાં આવ્યું અને તેનું નામ નંદન રાખવામાં આવ્યું નંદન પણ સહેજ ભીનો વાન વાકડિયા વાળ અને મરક મરક હસે એટલો સોહામણો લાગે કે બધાને તેની પર વહાલ ઉપજે...
શેઠ ના ઘરે ઘણા નોકરો તેમાં નંદન નું ધ્યાન રાખવા શકુ ને કહેવામાં આવ્યું શકુ નું નામતો શકુંતલા હતુ.પણ બધા શકુ કહી ને બોલાવતા તે નવ મહિના તેની મા બિમાર છે તેવું કહી ગામ ગયેલી તે પણ સવારે જ આવી હતી.
શેઠાણી તો નંદન ખૂબ જ વહાલો તેના ઉછેર માં કયાંય કચાશ ના રહી જાય તેનું બહુજ ધ્યાન રાખતા હતા. અને શકું ને નંદન બહુજ વહાલો.... નંદન પણ મોટો થવા લાગ્યો
...નંદન એક વર્ષ નો થયો ત્યાં શેઠાણી ને સારા દિવસો રહ્યા ...તેમની તો ખુશી નો પાર ન રહયો...નંદન ના આવ્યા પછી પોતાને આ સુખ પ્રાપ્ત થયું. તેથી તે બહુ જ ખુશ હતી તેના માટે નંદન ને ભાગ્યશાળી માનતા હતા..સમય જતાં શેઠાણીએ પણ પુત્ર ને જન્મ આપ્યો ...


માતૃત્વ ની ઝંખના અને તે પ્રાપ્ત કરવું તે દરેક સ્ત્રી નું અરમાન હોય છે...તે મા તો નંદન ની બન્યા હતા.પણ આજે તે માતૃત્વ પામી જાણે સ્વર્ગ પામ્યા ની અનુભુતિ કરી રહયા હતા..

દામોદર શેઠ પણ બહુ ખુશ હતા. પણ તેમના મનમાં એક મુઝવણ હતી. તેમને કહ્યું દામિની આપણે બંને દિકરાને સમાન રાખી શકીશું હા કેમ નહિ બંને મારા જ છે...અને તેમ ના બીજા દિકરા નું નામ મંથન પાળ્યું બંને દિકરાને તે સારી રીતે જ ઉછેર કરવા લાગ્યા...
પૈસા ની તો ખોટ હતી નહીં અને શકું નો સાથ હતો....નંદન તો વધુ શકું જોડે જ રહે બંને ભાઇ મોટા થઇ ગયા...બંને વચ્ચે મનમેળ સરસ હતો.

એકદિવસ રાતેમંથન તેના બુલેટ પર આવી રહ્યો હતો અને અચાનક પાછળ થી આવતા ડંફરે ભટકાયા..જીવલેણ અકસ્માત થયો પબ્લિક ભેગી થઇ ગઇ 108 એમ્બ્યુલન્સ પણ આવી ગઇ ..મંથન ને સીટી હોસ્પિટલમાં લઈ ગયા તેના ઘરે સમાચાર આપવામાં આવ્યા..

નંદન તેના મમ્મી પપ્પા સાથે આવી પહોંચ્યો ...એટલામાં ડોકટર બહાર આવ્યા તેમને શેઠે પૂછયું કેટલું વાગ્યું છે સાહેબ મારા દિકરા ને કેવી હાલત છે...

"તેની હાલત બહુ નાજુક છે..તેનું ઓપરેશન કરવું પડશે તમારા બીજું કોઈ સંતાન છે ...તેનું જ બોન મેરો જોઇશે અને તે મળશે તો ચોક્કસ તેનો જીવ બચી જશે"...

હા સાહેબ મારું બીજું સંતાન તો છે આ રહયો મારો નંદુ ...પણ સાહેબ શું તેમાં લોહીની સગાઇ હોવી જોઇએ?

... હા ..

દામિની બેન બોલ્યા નંદુ સાહેબ સાથે અંદર જા ...

.દામિની તને ખબર તો છે કે નંદુ આપણો સગો દિકરો નથી તો પણ તે એને અંદર જવા કહયું ...શેઠ એ તમારુ જ લોહી છે...

આ સાભળતા શેઠ ને તો આખે અંધારા આવી ગયા પગ નીચેથી ધરતી સરકતી હોય તેવું લાગ્યું... જોર થી તાડુકયા તું શું બોલે છે? તને ભાન છે...તું ભુલી ગઇ નંદુ ને આપણે કયાંથી લાવ્યા હતા...

શેઠ અવાજ ધીમો કરો હું તમને બધું પછી કહીશ મારા દિકરા ની હાલત નો સુધારો થવા દો....એટલામાં ડોકટર બહાર આવ્યા અને કહયું કે નંદન ના બોન મેરો મેચ થઇ ગયા છે...અમે ઓપરેશન શરૂ કરીએ છીએ...

સફળતા પૂર્વક ઓપરેશન થઇ જાય છે...હવે મંથન ની તબિયત સુધારા પર છે...શેઠ તો બે દિવસ થી દ્વિધા માં છે કે આ કઇ રીતે શકય છે..આજે તો શેઠાણીએ કહેવું પડશે આ લોહી તેનું છે કે મારું... તે શેઠાણી ને પૂછે છે...

સાભળો શેઠ જયારે ચાર ધામ જાત્રાએ જવાનું હતું તેના પહેલાં હું મારા પિયર ગઇ હતી..અને ઘરે તમે એકલા હતા ..અને તે રાતે તમે નશામાં ધુત હતા અને શકું તમારે ઉઘવા માટે પથારી તૈયારકરતી હતી અને તમે આવ્યા... તમને તો કોઇભાન હતું અને તમે શકું સાથે જબરજસ્તી કરી શકું છુટવા માટે ઘણી કોશીશ કરી પણ તમારી શક્તિ આગળ હારી ગઇ...અને ન થવાનું થઇ ગયું... બીજા દિવસે હું આવી મને શકું એ બધી વાત કરી તે મોતને વહાલું કરવાની જ હતી પણ મેં તેને રોકી તેનું મૃત્યુ થઇ જાય તો તેની માનું કોણ ?
....અને તેને કહયું કે હું તને એકલી નહીં મૂકુ...અને બનવાજોગ તમારું લોહી તેના ગર્ભ માં ઉછરવા લાગ્યું મને જાણ થઇ તો મને થયું ભગવાને આપણા ઘરે તો શેરમાટી ની ખોટ આપી હતી. પણ જે શકું ના ઉદર માં હતુ તે .....જો તમને વાત કરું તો તમે માનો નહિ કે પછી પૈસા ના જોરે બધું દબાવી દેત અને એક કુમળો છોડ પીંખાઇ જાત એટલે મેં જ શકું ને જે હું ચલાવું છું તેજ નારી કેન્દ્ર માં મોકલી આપી...અને તેની સારસંભાળ ત્યાં જ લીધીઅને મેં શકું ને વચન આપેલું કે હું તારા બાળક ને રસ્તે રઝળતુ નહિ કરું..
અને મારા જ પ્લાન મુજબ શકું નું જ બાળક એટલે તમારું જ લોહી આ ઘરમાં આવ્યું... અને શકું પોતાના બાળક નો પ્રેમ મળે તે માટે આજીવન કુવારી રહી ...જો તે ધારત તો તમારી સામે કેસ કરી શકત પણ તેને તેના બાળક ખાતર પોતાની જ કુરબાની આપી દીધી....

તમારી એક ભુલ તેને આખી જિંદગી ભોગવવી પડી...

.શેઠ તો આ બધું સાભળી અવાક્ પણ હવે શું આજે અઢાર વર્ષ પસ્તાવો કરીને પણ શું ? દામિની તું આટલી મહાન હશે તે તો મને જાણવા પણ ના દીધું ...અને હું તો તારો અને શકું બંને નો ગુનેગાર છું....ખરેખર હું ભાગ્યશાળી છું મને તારા જેવી પત્ની મળી છે..

શેઠ તમે ભુલો છો મેં તમારા માટે નહિ આ બાળક ના જીવનમાટે જ કર્યુ છે..અનેજુઓ શેઠ આ વાત આપણા ત્રણ સિવાય કોઇ ને પણ ખબર નાપડવી જોઇએ રહસ્ય જ રહેવું જોઈએ...
એટલામાં બહારથી ગાડી નો હોર્ન સંભળાયો ચાલો હોસ્પિટલ માં થી મંથન આવી ગયો...એક અઠવાડિયા પછી બધા સાથે બેઠા છે..અને શેઠ પોતાનો નિર્ણય સંભળાવે છે કે હવે હું મારો કારોબાર બંને બાળકો ને સોપી ને હરદ્વાર જઇ પ્રભુ ભજન કરવા માગું છું ...શેઠાણી પણ તેમની સાથે જવા તૈયાર થઇ જાય છે..તેઓ શકું ને બધું સોપી ને ચાલી નીકળે છે...


પિન્કી પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED