સાહસ Pinky Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

સાહસ

નિરજ આજે ઘરે આવ્યો તેનું મોં લટકેલુ હતું, મૂડ પણ ખરાબ હતો .
તેની પત્ની નિશા રોજની જેમ પાણી નો ગ્લાસ તેની તરફ ધર્યો, તેનું ધ્યાન ન ગયું તે ગહન વિચારોમાં ડૂબેલો હતો!
શું થયું નીરજ?
તે કંઈ ના બોલ્યો! તેેગુમસુમ હતો..
નિશા તેની નજીક જઈ બેઠી નિરજ કંઈક સમસ્યા છે મને કહો તો જ સમજમાં આવશે.
નીરવ કંઈ બોલે તે પહેલાં તો તેની આંખમાં આંસુ ભરાઈ ગયા .
નીરવ ગામડે કંઈ થયું છે..
તેને નકારમાં માથું હલાવ્યું.
તો પછી કંઈક બોલો જે કંઈ થયું છે મને કહો કંઈ બોલશો તો ખબર પડશે
નિરજ ધીરેથી બોલો નિશા મારી નોકરી.‌.
નિશા સમજી ગઇ નીરજ તમને એકલાને છૂટા કર્યા છે!
ના મારી સાથે મારા પાંચ સહ કર્મીઓને પણ.‌‌.
નીરજ નો હાથ તેના હાથમાં લીધો .."જુઓ દરેક સમસ્યાઓનો ઉકેલ હોય છે તમે બહુ ના વિચારો નહીં તો માનસિક અસર થશે પહેલા હાથ-પગ ધોઈને ફ્રેશ થઈ જાવ"
એટલા માં નાની પરી આવી તેના ખોળામાં બેસી ગઈ તેને જોઈ અડધુ દુખ તો ભુલાઈ ગયું..
જમી ને નિશાએ પરીને ઊંઘાડી દીધી..
બંને જણા બહાર બેઠા પવનની લહેરખી બંનેને સ્પર્શી ગઈ ત્યાં નિશાને એક વિચાર
આવ્યો...
નીરજ પાપડ ને ખાખરા બનાવવાનોબિઝનેસ કરું પહેલા મેં મારા મમ્મીના ઘરે આ કામ કરેલું છે ...
નીરજ ને તો સારું નહોતું લાગતું પણ તેને સારું તો કીધું.." પણ નિશા આ બધું તું એકલી કરી શકીશ અને તે ચાલશે ખરું "
જો એકવાર તો સાહસ કરવું જ પડશે ...
જ્યારે નીરજ સવારે ઊઠ્યો તો બે પેકેટ ખાખરા તૈયાર હતા અને નિશા પાપડ વણીને સૂકવતી હતી ...નિશા વહેલી ઉઠી ગઈ હતી પરી ઊઠે તે પહેલાં ઘરનું બધું કામકાજ પરવારી ને પરીને તૈયાર કરી નિરજ પાસે મૂકી અને ખાખરા ના બે પેકેટ લઈને બાજુના ફ્લેટમાં ગઈ તેને દરેકના ઘરે ખાખરા ચખાડયા અને ખાખરા નો ઓર્ડર લીધો સાથે પાપડનાપણ તે ઘરે આવી એકદમ ખુુશ હતી નિરજ 15 પેકેટ ખાખરાના અને દસ પેકેટ પાપડ નો ઓર્ડર મળ્યો છે..
નીરજ બોલ્યો આ બધું કામ કેવી રીતે કરી શકીશ !અને તું કામ કરે એ મને નહીં ગમે...
જુઓ આપણે ઘર ચલાવવા કમાવુ તો પડશે ને અત્યાર સુધી તમે નોકરી કરતા હતા તો હું કંઈ બોલતી નથી પણ હવે સમસ્યા જેવી ઊભી થઈ છે..તમે મને મદદ કરજો અને તમારી નવી નોકરી ની શોધખોળ કરજો.. નિશા આ રીતે કામ કરી તેની નિરજ ને નહોતું ગમતું ..પણ કરે શું ?
તે નિશાને નાનીમોટી મદદ કરી લે તો ..‌‌ નિશા મહિના ના છથીસાત હજાર રૂપિયા કમાવા લાગી નરજ પણ માનતો હતો સમય સંજોગોને લીધે તેની નોકરી છૂટી ગઈ હતી પણ તે હિંમત ન હારીને ત્રણ મિત્રોએ ભેગા મળી શાકભાજીની દુકાન શરૂ કરી તે પણ સારીએવી કમાણી કરવા લાગ્યા પાછું બેલેન્સ જળવાઈ રહ્યું ...

"નિશા હુંકેટલો નસીબદાર છું કે મને તારા જેવી સમજદાર પત્ની મળી છે જેને મારી ડૂબતી નૈયા ને બચાવી લીધી"
"નીરજ દરેક પત્નીનો આ તો ધર્મ છે કે સુખ હોય કે દુખ પતિ ની સાથે પડછાયાની જેમ ઊભા રહેવું પડે તો જ આ સંસાર ની નૈયા ચાલે, પરસ્પર એકબીજાને સમજીને ચાલીએ તો સુખી થવાય "
નીરજ ને એકાદ વરસ માં પાછી નોકરી મળી ગઇ પણ ..
નિશાએ કહ્યું હુંં તો ખાખરા અને પાપડ બનાવીશ તેને કહ્યું તને હું મદદ કરીશ નીરજ ની મદદથી નિશા એક નાનકડો સાહસ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો અને આ સાહસ ગૃહઉદ્યોગ માંં ખાખરા પાપડ સાથે અથાણા અને થોડા સૂકા નાસ્તા બનાવવા લાગ્યા ધીરે ધીરે આ ઉધોગ જામી ગયો
અત્યારે સાહસ ગૃહ ઉદ્યોગ ઘણી બહેનોને રોજગારી પૂરી પાડે છે નિશા કહે છે કોઈ પણ કામ કરવામાં એકવાર સાહસ નીજરૂર પડે છે઼
આજે આ સાહસ ગૃહઉદ્યોગ નિશા ને એક નવી પહેચાન અપાવી છેે઼...
સાહસ ગૃહ ઉદ્યોગ ના દરવાજે એક વાક્ય લખેલું છે " સાહસ વિના સિદ્ધિ નથી"