અમરતત્વ Pinky Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમરતત્વ


આકાશ તેના દાદાની પાછળ રડતો રડતો ફરે છે,
દાદા વાર્તા કહોને એક વાર્તા ,દાદા એ કહયું નહિ આકાશ તને રાજા રાણી ની તો વાર્તા ગમતી નથી, હવે હું કઇ વાર્તા કહ્યું બોલ આકાશ તો મોટે થી રડવા લાગ્યો, તેના દાદા કહે છાનો રહી જા હવે, પરીઓ ના દેશની વાર્તા કહ્યું... હે દાદાજી પરીઓ નો પણ દેશ હોય હા, બેટા પરીઓ ના પણ દેશ હોય ,હવે દરરોજ દાદાજી તેને આપણા ભરતક્ષેત્રે જેવા અનેક ક્ષેત્રો ની વાતો સંભળાવે છે, અને એકદિવસ દાદા એ તેને વાત કીધી, અમર થવાની જડીબુટ્ટી ની...દાદા અમર થવું એટલે શું? અમર થવું એટલે બેટા, આપણું મૃત્યુ કદી એ ના થાય આપણે આ છીએ તેવા ને તેવા જ રહિએ, દાદા એવી પણ જડીબુટ્ટી હોય હા, બેટા સાભળ એકવાર જયારે સમુદ્ર મંથન થયું ત્યારે અમર રસ નો ઘડો નિકળ્યો તે અમર રસ દેવો એ પીધો તો તે અમર થઈ ગયા..આમ આકાશ તો દરરોજ દાદાની વાતો સાભળે તેને તો મજા પડી જાય.. એક દિવસ અચાનક તેના દાદા નુ મૃત્યુ થઈ ગયું આકાશ ત્યારે દસ વર્ષ નો હતો તેને તો તે રડતો હતો અને ઘરના બધાને રડતા અને આક્રંદ કરતાં જોયાં તેના દાદી તો સુન્ન જ થઇ ગયેલા તે પોતે પણ ખૂબ દુઃખી હતો તેને થયું માણસ ના મૃત્યુ નું આટલું બધું દુઃખ તેને તેના દાદાની વાતો યાદ આવવા લાગી તેના દાદાએ કહેલી અમર થવાની જડીબુટ્ટી ની વાત ..તેને મનમાં વિચાર્યું કે હું મોટો થઇ ને અમર થવાનું રસાયણ શોધી ને જ રહીશ... જેથી કોઈ નું કોઈ દિવસ મૃત્યુ જ ના થાય કે કોઇ દુઃખી જ ના થાય... હજુ તો તે બાળક હતો અને આ કેવો વિચાર માણસ ની સંકલ્પ શક્તિ તેને કોઇ નવી દિશા આપી જ દે છે..આગળ વર્ષો વિતવા લાગ્યા આકાશે બારમા ધોરણ માં હતો તેને તો બસ મગજ માં એક જ ધુન સવાર હતી કે મારે તો અમર થવાનું રસાયણ જ શોધવું છે.. તેને ૧૨ સાયન્સની પરીક્ષા પાસ કરી મેડિકલ ક્ષેત્રે પ્રવેશ કર્યો તેને જોયું તો અભ્યાસ ક્ષેત્રમાં કોઈ જગ્યાએ અમર થવાની કોઈ રસાયણ નો ઉલ્લેખ ન હતો... કે કોઈ અમર થવાનું રસાયણ કે સંશોધન ન હતું તેને તેના દાદા યાદ આવે તેના દાદા કહેતા હતા કે આ જડીબુટ્ટી તો કોઈ બીજા ક્ષેત્રમાં મળી રહે તેને નક્કી કરી લીધું કે હું અમર થવાનું રસાયણ શોધીને જ રહીશ ..તે રસાયણ શોધવા માટે નીકળી પડ્યો... કેટલાય દિવસો પછી જંગલો અને પહાડો ખુંદતા ખુંદતા તે ક્યાં જઇપહોંચ્યો તેને પોતાને જ ખબર નહોતી.. પણ ત્યાં અસંખ્ય જડીબુટ્ટીઓ જેવું કંઈક લાગ્યું તેને એક ફૂલ લીધું અને તેને સૂંઘ્યું તો તેને દિવ્ય શક્તિ પ્રાપ્ત થઈ તેને તો અદભુત જ કઈ લાગ્યું... આ દિવ્યશક્તિ એવી હતી કે તમે મનમાં જ્યાં જવાનું વિચારો ત્યાં જઈને ઉભા રહો.. આકાશના મનમાં તો અમર થવાનું રસાયણ શોધવા માટે જવાના જ વિચારો હતા તેથી આ શક્તિ તેને એક એવા ક્ષેત્રમાં લઈ ગઈ કે ..આકાશ તો ત્યાંની રોશની જોઈને અભિભૂત થઈ ગયોતેને ત્યાં જોયું તો બધે ઝગારા મારતી રોશનીચારે તરફ જાણે તે તો સ્વર્ગ લોક માં ઉતર્યો ન હોય... તેજયાં ઉભો હતો ત્યાં કોઇ બીજી લીપીમાં કંઇ લખેલું હતું તેને થયું કે ક્ષેત્ર નું નામ અને એક સંદેશ લખેલો છે... પણ આ શુ આ ભાષા તો તેને આવડતી નહોતી તેથી તેને તેના મોબાઇલમાં ગુગલ સર્ચ કરીનેજોયું કે આ ક્ષેત્ર નું નામ અમરાવતી છે તેના ઉપર સંદેશ લખ્યો હતો ..કે આ ક્ષેત્રમાં અમર થવાનુરસાયણ મળે છે પણ અમર થઈ ગયા પછી અહીંથી કોઈ પાછું જઈ શકતું નથી અમર થયા પછી તમારે અહીં વસવાટ કરવો પડેશે અને દુઃખી થવું પડશે.. આકાશ છેલ્લું વાક્ય વાંચ્યું અને તેને થયું કે આ શું અમર થવાથી તો સુખી થઈ જવાય મારે અંદર ક્ષેત્રમાં પ્રવેશી ની તપાસ કરવી પડશે તે અમરાવતી ક્ષેત્રમાં પ્રવેશ્યો તેને અંદર પ્રવેશતા જોયું કે અંદર તો ગીચતા જેમ કીડિયારું ઊભરાય તે માણસ ઉભરાય છે ..કોઈ કોઈની દરકાર કરતું નથી કોઈ કોઈનું માનતું નથી ઝઘડા તોફાન ગાળાગાળી એ તો આટલી માનવ વસાહત જોઈ ને દંગ જ રહી ગયો તેને ત્યાંના મુખિયા ને મળવાનું વિચાર્યુ અને તે મુખિયા પાસે ગયો તેમની ઉંમરપૂછી તો તે 1000 વર્ષ હતી.. આકાશે પૂછ્યું કેતમને તો અહીં કેવી મજા આવતી હશે નહિં... મુખીએ કહ્યું કે મેં મારી કેટલીય પેઢી અહીં જોઈ છે અને હું બહુ જ દુઃખી છું... એવું અમર થઈ ગયા પછી તો આપણે સુખજ હોય ને...! ના બેટા હું હજાર વર્ષ પહેલા અહી અમર થવાનું રસાયણ શોધવા આવ્યો હતો.. અને તે રસાયણ અહીં મળી ગયું મેં તો પીધું અને કેટલાય લોકોને પાયું આ બધા અમર થઈ ગયા... અને તેમના સંતાનો પણ અમર થવા લાગ્યા.. હવે અમારું તો મૃત્યુ આવવાનું નથી પેઢીઓની પેઢીઓ જોઈએ છીએ મૃત્યુ ન આવવાથી વસ્તીનો સમુદાય મોટો થતો જાય છે બધી તકલીફો પડે છે.. અને અમે જ કુદરતનું સમતોલન પણ ખોળવ્યુ છે..જન્મ અને મૃત્યુ તો આ સૃષ્ટિનો નિયમ છે ..આ નિયમ ચક્ર નો ભંગ કરવાથી જ અમે અહી દુઃખીછીએ... અને તેથી જઆ બધું ભોગવીએ છીએ... તું ક્યાંથી આવે છે અહીં? આકાશે કહ્યું હું પૃથ્વીલોક પર થી આવું છું મારે પણ અમર થવાનું રસાયણ જોઈએ છે તે શોધવા આવ્યો છું બેટા હજુ તે રસાયણ લીધું નથી ત્યાં સુધી તું અહીંથી પાછોજઇ શકે છે સાચું તુ પાછો વળી જા સાચે જ અમર થવુંહોય તો તું એવા કામ કરજે કે લોકોના દિલોમાં અમર થઇ જાયઅને એ જ સાચું અમરત્વ છે... જો અમારી જેમ અમર થવા જઈશ તો દુઃખો સિવાય કશું જ નહીં મળે... આકાશ ને એવું સમજાયું કે મારા દાદાજી પણ બાળપણમાં ઘણીવાર એવું કહેતા હતા કે બેટા કામ એવું કરજે કે આપણે લોકોના દિલોમાં અમર થઈ જઈએ હવે સમજાયું કે આ શરીર એ આપણા કામથી અમરત્વ પામે છે.. અને તેને નક્કી કરી લીધું કે હું પૃથ્વી પર પાછો જઈશ અને અને ગરીબોની સેવા કરીશ જેમ ગાંધીબાપુ સરદાર વલ્લભભાઈ જેવા કેટલાય નેતાઓ અભિનેતાઓ અને મહાન વ્યક્તિઓ બની ગયા કે જે અત્યારે હજારો વર્ષો પછી પણ આપણે એમને ભૂલી શક્યા નથી અને લોકોના દિલોમાં તો હજુ જીવતા જ છે તો હું પણ તેવું કામ કરીશઅને લોકો ના દિલો માં અમર થઈ જઇશ મુખિયા નો આભાર માની અને આકાશ પાછો ફર્યોપણ આ ક્ષેત્ર માં થી પાછા કઇ રીતે ફરાય..મુખિયા એ કહ્યું કે આમ તો આ ક્ષેત્રમાં આવ્યા પછી કોઈ પાછું નથી જઇ શકતું પણ તારો નીશ્ચય જાણી કે તું જઈને લોકોની સેવા કરીશ તેથી હું મારી એક શક્તિ આપું છું તેનાથી તુ તારા ક્ષેત્રમાં પાછો ફરી શકીશ અને આકાશ આંખ બંધ કરતાની સાથે તેના મા શક્તિનો સંચાર થયો અને તે જયાંથી કોઇ દિવ્ય શક્તિ મળી હતી... ત્યાં જ પાછો આવીને પટકાયું તે ઉભો થયો તેને થયું કે હું મારા દેશમાં પાછો આવી ગયો છું.. અને તેને સંકલ્પ કર્યો કે હવે હું ઘરે પાછોજઇ એવા કામ કરીશ કે લોકો ના દિલો માં અમર થઇ જઇશ અને ખરેખર આકાશે તે કરી બતાવ્યું તે મોટો ડોકટર બની ગરીબો ની સેવા ની ધુણી ધખાવી તે તો ગરીબો ના દિલો માં અમર બની ગયો...આજ સાચું અમરતત્વ હતું.....

પિન્કી પટેલ