શેરબજારમાં રોકાણની ગડમથલ ૧૪ Naresh Vanjara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શેરબજારમાં રોકાણની ગડમથલ ૧૪

યુવાનોએ રોકાણ કઈ રીતે કરવું જોઈએ ?

આ સવાલનો જવાબ જાણતા પહેલા બીજો સવાલ ખાસ યુવાનોને

શું તમારે ૪૫ વર્ષની ઉમરે રીટાયર થવું છે ? ત્રીજો સવાલ શું તમારે ૪૫ વર્ષની ઉમરે તગડી વેલ્થ ઉભી કરવી છે ? જો જવાબ હા હોય તો

તો તો તમારે પહેલા પગારથી બચત કરી શેરમાં રોકાણ કરવું જોઈએ. હા શેરમાં શા માટે એ કહું છું. ધ્યાનથી વાંચજો.

જો તમે કોમર્સના વિદ્યાર્થી હો અને સીએ કરવા માંગતા હો અથવા સીએ કરી રહ્યા છો , તમે સીએફએ ના વિદ્યાર્થી હો મેનેજમેન્ટ વિથ ફાયનાન્સ કરી રહ્યા હો તમે જો પોતાનો ધંધો કરવા માંગતા હો તો તો તમારે અને હા જો તમે કંપની સેક્રેટરીનો કોર્સ કરી રહ્યા હોવ તો અને ત્યારે.

તમારે ઓછામાંઓછો એક શેર એવા ૨૫ થી ૩૦ કે ૩૫ કે ૪૦ કંપનીના શેર તો ખરીદવા જ જોઈએ અને કંપનીઓ કઈ રીતે કામ કરે છે એ સમજવા. તમારે ઓછામાંઓછા રૂ ૨૫૦૦૦ નું રોકાણ આ શેરોમાં કરવું જોઈએ આ તમારી ખાનગી ટ્યુશન ફી સમજી લો.

શેરહોલ્ડર તરીકે કંપની તરફથી તમને જે માહિતીઓ મળે છે ખાસ તો વિવિધ પ્રકારની નોટીસ એના વાર્ષિક અહેવાલો એને લગતી મીડિયામાં આવતી માહિતીઓ વગેરે પર નજર રાખો એને ધ્યાનથી વાંચો. બસ આટલું કરશો તો તમે ગ્રેજ્યુએટ થાવ ત્યાં સુધીમાં ફાયનાન્શિયલ મેનેજમેન્ટ આખું સમજી જશો. તમારા ધંધા માટે હિસાબ કેમ રાખવો પ્રોજેક્ટ રીપોર્ટ કેમ બનાવવો અને ધંધાનું સંચાલન કેમ કરવું એ તમામ અંગે તમે આ દ્વારા પ્રેક્ટીકલ જ્ઞાન કરતા વધુ જ્ઞાન પ્રાપ્ત થશે.

તમે રૂ ૧૫૦૦૦માં રૂ ૩૦૦ નો ભાવ હોય એવી ૪૫ કંપનીઓમાં એક એક શેર ખરીદી શકો છો તો મેં તમને રૂ ૨૫૦૦૦ હજારનું રોકાણ કરવા કહ્યું કારણકે અમુક રૂ હજાર કે એની આસપાસની કિમતની કંપનીના શેર પણ ખરીદો એથી અને જે કંપનીનો ભાવ રૂ ૩૦૦ થી ઓછો હોય ધારોકે સો હોય તો એના ત્રણ કે પાંચ શેર ખરીદો આમ રૂ ૨૫૦૦૦ નું રોકાણ કરો એ મારે કહેવું છે.

હવે આં શેરમાં તમે નફો કરો તો જ વેચી એટલા જ રૂપિયાના બીજા શેર લો અથવા ભાવ વધતા હોય તો ય પકડી રાખો પણ ખોટ હોય તો ના વેચો અને એ કંપનીમાં ખોટ કેમ થઇ રહી છે એ જાણવાનો પ્રયત્ન કરો. બસ આટલું કરો.

જો તમે ફાયનાન્સમાં કેરિયર માટે આટલું કરી શકતા હોવ તો જેઓએ ફાયનાન્સ નથી કરવું એ વિદ્યાર્થીઓ પણ એક પોતાની પેસીવ ઇન્કમ કરતા શીખી જશે તેઓ બચતનું રોકાણ કઈ રીતે સૌથી વધુ આવક મેળવી શકાય એ દિશામાં વિચારી અને સમજી શકાશે એથી આમ ટૂંકમાં યુવાનો એ શેર તરફ અને શેરના રોકાણ તરફ વળવું જોઈએ.

યાદ રહે વિશ્વનો સૌથી ધનવાન વ્યક્તિ વોરન બફે જેનું માત્ર શેરમાં જ રોકાણ છે એણે પોતાના ૧૧ વર્ષની ઉમરે શેરમાં રોકાણ શરુ કર્યું હતું અને છતાં એને લાગ્યું કે હજી જલ્દી શરુ કર્યું હોત તો સારું થાત.

તો હા તમે માયનર ના નામે પણ ડીમેટ ખાતું ખોલાવી શકો અને શેર ખરીદી શકો પણ વેચી ના શકો કે લેવેચ ના કરી શકો એથી ઉત્તમ કંપનીના શેર ખરીદી રાખી મૂકી શકો માયનાર એટલેકે નાબલીગએ શેર વેચવા હોય તો પહેલા એ શેર ગાર્ડિયન ના ખાતામાં ટ્રાન્સફર કરવા પડે અને પછી એન પ્રોસીજર કરી વેચી શકાય.

યુવાનો માટે આ થઇ શેરમાં રોકાણની વાત જે હંમેશા સૌથી વધુ વળતર આપશે. આ ઉપરાંત એવા ઘણાં નાણાંકીય પ્રોડક્ટ છે જે યુવાનોએ સમજવાના છે. જેમકે મ્યુચ્યુઅલફંડ, ફિક્સ ડીપોઝીટ , ઇન્સ્યુરન્સ, એમાં પણ હેલ્થ ઇન્સ્યુરન્સ અને વેહિકલ ઇન્સ્યુરન્સ, બોન્ડ્સ, ગોલ્ડ બોન્ડ્સ, સોનું એટલેકે ગોલ્ડમાં રોકાણ કઈ કઈ રીતે થાય, પબ્લિક પ્રોવિડંડ ફંડ, પોસ્ટલ ડીપોઝીટ સ્કીમ વગેરે આમ યુવાનોએ નોકરીએ લાગતા જ આ બચત અને રોકાણના પ્રોડક્ટની જાણકારી મેળવવાની શરૂઆત કરી દેવી જોઈએ.

યુવાનોએ એમના પગારમાંથી શું શું કપાય છે અને એનો ફાયદો શો ? એ પણ જાણવું જોઈએ દાખલા તરીકે તમારા પગારમાંથી પ્રોવિડંડ ફંડ પણ કપાય અને પેન્શન ફંડ પણ કપાય અને એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યુરન્સ ફંડ પણ કપાય અને ઇન્કમ ટેક્સ પણ કપાય તો અહી આવકવેરો એ સરકારને જાય છે જયારે પેન્શન ફંડ અને પ્રોવિડંડ ફંડ તમને નિવૃત્તિ વખતે મળે છે વ્યાજ સાથે.

એવા કરોડો રૂપિયા સરકારમાં જમા પડ્યા છે જેમના પ્રોવિડંડ ફંડ કપાયા છે પણ એ કોઈએ કલેઈમ નથી કર્યા તો આવા પ્રોડક્ટનો હિસાબ રાખવો જોઈએ. જેથી વારસદારોને એ મળી શકે.

તમારા તમામ રોકાણ ક્યાં અને કેટલું છે એની માહિતી એક ડાયરીમાં લખી રાખવી જોઈએ અને સાથે સાથે એક વર્ડ ફાઈલ પણ રાખવી જોઈએ અથવા કમ્પ્યુટર પર એક્સલ ફાઈલ.

હવે તો તમારે અમુક ડીમેટ ખાતું બેંક ખાતું જેવા રોકાણ અંગેના વાર્ષિક રીપોર્ટ તમને ઈમેલ દ્વારા મળે છે અને એથી આ તમામના પાસવર્ડ પણ એક ડાયરીમાં સાચવી રાખવા જોઈએ.

આ તમામ રોકાણો જોઈન્ટ નામે પણ થઇ શકે તો શક્ય હોય ત્યાં જોઈન્ટ નામ રાખવું હિતાવહ છે. જેથી ન કરે નારાયણ અને તમને કઈ થઇ જાય તો જોઈન્ટ હોલ્ડરને એની રકમ આસાનીથી મળી જાય. જો જોઈન્ટ હોલ્ડીંગ ના રાખવું હોય તો નોમીની રાખી શકાય અને એની વિગતો પણ ડાયરીમાં સાચવી રાખવી અને સાથે સાથે એક્સેલ શીટમાં પણ નોંધી લેવું

આમ યુવાનોએ માત્ર રોકાણ જ ન કરતા રોકાણ અંગેની માહિતીઓ એની ઉપયોગીતા અને એની વિગતોની જાણકારી આ તમામ બાબતો જાણવી જરૂરી છે ખાસ તો રોકાણ પહેલા.

તો યુવાનો પહેલા રોકાણનું પ્રોડક્ટ સમજો ત્યાર બાદ એ સમજો કે એ લાંબાગાળાના છે કે ટૂંકા ગાળાના અને એની અસર શું એનું વળતર કેટલું એની સલામતી કેટલી આ તમામ વિગતો જાણી પછી જ રોકાણ કરવું અને નહિ કે મિત્રએ રોકાણ કર્યું છે એટલે મારે પણ કરવું અથવા એજન્ટે કહ્યું એથી કર્યું.

શક્ય હોય તો નિષ્ણાત નાણાકીય સલાહકારની સલાહ લો એ માટે એને ફી ચૂકવો જેમ ડોક્ટરને ફી આપો છો એમ.

નિષ્ણાત ફાય્નાશીયલ એડવાઇઝરી ફી મોટેભાગે તમારા કુલ કોર્પસના એક ટકો કે અડધો ટકો વાર્ષિક ફી હોય છે એની સામે તેઓ તમારી નાણાકીય તંદુરસ્તીનું રક્ષણ કરે છે મોટા ખોટના ખાડામાં ના ઉતરો એનું ધ્યાન રાખે છે અને તમે વેલ્ધી બનો એ જુએ છે. અન્ય એક ફાયદો એ કે એથી તમે નિયમિત બચત કરતા થાવો છો અને એથી વધુ વેલ્થ ક્રિયેટ કરી શકો છો. તમારા જુદાં જુદાં લક્ષ્યો જેવા કે એજ્યુકેશન ફી લગ્નનો ખર્ચ નિવૃત્તિ સમયે જોઈતી રકમ તમારા વિદેશ ફરવાના ખર્ચ તમારું ઘર લેવાનું સ્વપ્ન જેવા લક્ષ્યો પાર પાડવામાં એક નિષ્ણાત સલાહકાર ખુબ ઉપયોગી થઇ રહે છે.

આમ યુવાનોએ આ દ્રષ્ટિએ બચત અને રોકાણની શરૂઆત કરવી જોઈએ.

નરેશ વણજારા

મોબાઈલ નંબર ૯૮૨૧૭૨૮૭૦૪