“બાની”- એક શૂટર - 50 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“બાની”- એક શૂટર - 50

બાની- એક શૂટર

ભાગ : ૫૦



બાનીની પિસ્તોલ હજું પણ એવી જ અકબંધ હતી અમનના છાતી પર....!! બાનીએ ઝટકામાં જોયું કે ગોળી છૂટી ક્યાંથી...!? ઝડપથી એને સમજ પડી ગઈ કે અમન પર ગોળી છોડી છે કોઈએ...!!

તે જ સમયે જોની એક શખ્સ સાથે ઝપાઝપી કરી રહ્યો હતો. ઈવાન એ જોઈને બહારની તરફ ભાગ્યો.

"સંભાળ....!!" અમનનો હવાલો આપતાં એહાનને સંબોધતાં બાનીએ કહ્યું. બાની જરા પણ ચાહતી ન હતી કે અમન એના હાથમાંથી સરખી જાય. પરંતુ એના પગમાં ગોળી વાગી હતી....!! બાની ઝડપથી પિસ્તોલ લઈને ઈવાનનાં પાછળ ભાગી.

જોની એક અણજાણ શખ્સ સાથે મરણોત્તર પર આવી જાય એ રીતે બાઝી રહ્યો હતો. એ અણજાણ શખ્સ પાસે પિસ્તોલ હતી. બંને એકમેકના જીવ લેવાં તત્પર હોય એ રીતે લડી રહ્યાં હતાં. જોનીએ અણજાણ શખ્સના ગળાને જમણા હાથે દબાવી રાખ્યો હતો અને બીજા ડાબા હાથેથી એ શખ્સનાં જમણા હાથને ઊંચો કરી રાખ્યો હતો જેમાં એ શખ્સે પિસ્તોલ પકડી રાખી હતી. એ શંકાશીલ આદમીએ પણ જોનીના ગળાને દબાવી રાખ્યો હતો. એ જોનીને પિસ્તોલથી વીંધી નાંખવા માંગતો હોય તેમ એનો લગાદાર પ્રયાસ જારી હતો કે ક્યારે એનો ઊંચો પકડી રાખેલો પિસ્તોલવાળો હાથ જોનીના તાબામાંથી છૂટે..!!

ઈવાન ઝડપથી ભાગતો આવી પહોંચ્યો. એને એ શખ્સથી જોનીને છોડાવવાનો વ્યર્થ પ્રયાસ કર્યો. બંને જીવલેણ એકમેકના માટે બની ગયા હતાં. બાનીએ પાછળથી પોતાની પિસ્તોલથી એ શખ્સનાં હાથના પંજા પર જોરથી ફટકાનો વાર કર્યો. પિસ્તોલ ઝટકામાં નીચે પડી. બાનીએ પોતાની પિસ્તોલ પોતાના પેન્ટમાં ખોસી દીધી અને જે નીચે પડેલી પિસ્તોલ હતી એને ઝડપથી ઊંચકી લીધી.

"એ છોડ....!! કોણ છે તું...!!" બાનીએ એ શખ્સનાં નાક પર એક મુક્કો માર્યો.

જોની પરની પકડ એ શખ્સની ઢીલી થઈ ગઈ.જોનીએ પણ એ શંકાશીલ આદમીનું ગળું ધીરેથી છોડ્યું.

એ શખ્સ બુરી રીતે ઘવાયો હતો. બાનીએ એને જોરથી પગના ગોઠણ પર લાત મારી. એ નીચે ફસડાઈ ગયો. ત્યાં જ ઝડપથી કેદાર આવી પહોંચ્યો.

"કેદાર...!! આને અને અમનને બંનેને દોરડાથી બાંધીને મોઢા પર પટ્ટી લગાવી દે.

ગોળીનો હુમલો અમન પર કરવામાં આવ્યો હતો કે બાની પર એ હજુ સુધી કોઈને પણ ધ્યાનમાં આવ્યું ન હતું.

****

પળભરમાં જ એહાનનો સ્ટુડિયો શાંત થઈ ગયો. ત્યાં એકપણ વ્યક્તિ ઉપસ્થિત ન હતું. ઘણી સલુકાઈથી અમન અને એ શખ્સને શહેરની બહાર એક અડ્ડા પર લાવવામાં આવ્યા. બંને જણાને બાનમાં રાખ્યાં હતાં. ટિપેન્દ્રએ ડોક્ટરની પણ વ્યવસ્થા કરી રાખી હતી. અમનનાં પગમાની ગોળી કાઢી ડોક્ટરે પાટાપીંડી કરી હતી. અમનની સારી એવી ખાતીરદારી કરવામાં આવી રહી હતી.

****

બાની એ શખ્સ સાથે પોતાનું ભેજું ખપાવી રહી હતી. કારણકે અમન કરતાં વધારે અગત્યનો હવે આ શંકાસ્પદ આદમી લાગતો હતો. આ શંકાસ્પદ આદમીનું નામ મોનું હતું.

"એહહ...!!....કોણ છે એ જેને તને સ્ટુડિયો સુધી પહોંચાવી દીધો??? ગોળી અમન પર છોડી હતી કે પછી મારા પર??" બાની કડક શબ્દોમાં પૂછતી જતી હતી પરંતુ અદ્દમુખો માર ખાઈને પણ હજુ સુધી એ શખ્સે એક શબ્દ મોઢામાંથી ઉચાર્યો ન હતો.

"તારો નિશાનો ચૂક્યો લાગે?? તને તો મારા પર ગોળી છોડવાનું હતું!! કેમ બરાબર ને...?!" બાની શાંતિથી પૂછી રહી હતી પરંતુ માર મારવાનું કામ કેદાર કરી રહ્યો હતો.

"કેદાર....આ આવી રીતે નથી માનવાનો. કેમ કે એને એની જાન પ્યારી નથી. એમ પણ આ માણસ આપણાને પણ જરૂરી નથી. એના ભેજામાં એની જ પિસ્તોલથી ગોળી છોડી દેજે." કહીને બાની કેદારને પિસ્તોલ આપીને જતી જ હતી. એ ફરી વળી અને કહ્યું, " કેદાર... આ માણસ જો સચ્ચાઈ ઓકતો હોય તો એને સહીસલામત છોડી દેજે. હું જબાનની પાક્કી છું." કહીને બાની જતી રહી.

"જી...દીદી...!!" કેદારે હાથમાં પિસ્તોલ લેતાં કહ્યું.

"જો મને જે ઓર્ડર મળ્યો છે એવી રીતે જ હું પણ કરીશ. એમ પણ આપણે બંને એક જ કેટેગરીમાં આવીએ છીએ. આપણું કામ ઓર્ડર માનવાનું....પણ ભાઈ જાન હૈ તો હમ હૈ...!! જાન તો બધાને જ પ્યારી હોય." કહીને કેદારે એ શખ્સ સામે પિસ્તોલ ગંભીરતાથી ધરી. ગંભીર થયેલા કેદારને જોઈને જ એ શખ્સ ગભરાયો.

કેદાર ગોળી છોડે એ પહેલાં જ એ ચિખ્યો, " ગોળી મેડમ પર છોડવા કહેલી એ મૂરલીએ....!!"

"કોણ મૂરલી...!!" કેદારે પિસ્તોલ એવી જ ધરી રાખી હતી. બાની નજદીક જ દિવાલના આડે ઉભી રહીને બધું જોઈ રહી હતી.

"મૂરલી...!! રસ્તા પર બપોર થાય કે સ્ટોલ માંડી કપડાં વેંચવાનું કામ કરે અને રાત્રે એ ગુનાખોરીનું કામ લે. એ મુખ્ય માણસ છે. અમારા જેવા સાગીરતો એમનું કામ કરે બદલામાં અમારી કિંમત ચુકવવામાં આવે." એ શખ્સ ઝડપથી બકયો.

"મૂરલીએ કોના કહેવાથી મેડમ પર ગોળી છોડાવી?" કેદારે પ્રશ્ન પૂછ્યો.

એ શખ્સ કહેવા જ જતો હતો ત્યાં જ બાની આવી પહોંચી,"કેદાર... આ જાણકારી તો હશે જ નહીં આ શખ્સ પાસે. મૂરલી પકડાય એટલે આને સારી રીતે છોડી દેવાનું છે."કહીને બાની ત્યાંથી જતી રહી.

****

મૂરલીનો એક જ દિવસમાં પત્તો લગાવી બીજા દિવસે એ પણ એનો સાગીરત મોનું સાથે બાનીના અડ્ડા પર ખડો કરવામાં આવ્યો.

"મૂરલી....ઝડપથી બોલતો જા....સમય છે જ નહીં..!!" બાનીએ કહ્યું.

મૂરલી પણ મોનુની જેમ કશું બોલ્યો નહીં. પરંતુ કેદારે એનું પણ મોઢું ઝડપથી ખોલાવ્યું.

"મેડમ પર ગોળી છોડવા માટે મને બોડીગાર્ડ વિરેનસિંગ દ્વારા કહેવામાં આવ્યું." મૂરલી એક પછી એક જવાબ કહેતો જતો હતો.

"વિરેન સિંગ કોનો બોડીગાર્ડ છે?" બાનીએ પૂછ્યું.

"મેડમ એ મશહૂર પોલિટિક્સનું નામ આપ જાણો જ છો." ખંદાઈથી હસતા મૂરલીએ કહ્યું.

"કોણ??" બાનીએ આશ્ચર્યથી પૂછ્યું.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)