અસ્તિત્વ - 16 Aksha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અસ્તિત્વ - 16

આગળના ભાગમાં જોયું કે મયંક અને અવની બંને શરત મારે છે કે ચોવીસ કલાક ફોન પર વાતો કરવાની .....
હવે આગળ.....,
મયંક અને અવની તો બંને ચાલુ થઈ ગયા વાતો કરવામાં, કેમ કે બંનેને ખલેલ પહોંચાડે એવું કોઈ હતું જ નહીં.... ના કોઈ કોલ વેઇટીંગની લપ કે ના કોઈ બેલેન્સની જંજટમારી......
અવની તો જમતી પણ ફોનમાં વાતો કરતા કરતા અને મયંક તો ઘરે કોઈ હેરાન ના કરે એ માટે તળાવની પાળ પર જતો રહેતો .. અને રાત્રે છત પર....
સવારથી સાંજ થતી અને રાતથી દિવસ પણ બંનેની વાતો ખૂટવાનું નામ જ ન્હોતી લેતી....જ્યારે અવનીના ઘરે કામવાળા માસી આવે ત્યારે પણ ફોન સાઈડમાં ચાલુ મૂકી રાખે.... પણ બંને માંથી કોઈએ એ વાતનું ધ્યાન જરાય ના રાખ્યું કે લેન્ડલાઈન નું પણ બીલ આવે.... બસ ચાલુ જ રહ્યા વાતોમાં... ચોવીસ કલાક વાત કરી બંને જીતી ગયા એવું જ કહેવાય...
ત્રણ દિવસ પછી પીનાબહેન અને શિવરાજભાઈ બહારગામથી આવી ગયા સાથે અવનીના નાની પણ આવ્યા હતા... એ ત્રણ દિવસ દરમિયાન મયંક અને અવની વધારે પડતી લેન્ડલાઈન પર થી જ વાતો કરતા હતા..., અને ક્યારેક ઘરે કોઈ ના હોય તો પણ લેન્ડલાઈન પરથી બંને વાત કરી લેતા...
એમ કરતાં કરતાં એક મહિનો પૂરો થયો એટલે આવ્યું લેન્ડલાઇન ટેલિફોનનું બિલ..... બિલ જોતા જ પીનાબહેન ના હોશ ઉડી ગયા... બિલની રકમ જોઈ તો 5700 રૂપિયા.... પીનાબહેન તો ઘરમાં આવ્યા બિલ લઈને.... હોલમાં અવની , નાની અને પીનાબહેન જ હતા....

પીનાબહેન : અવની આ બિલ વાળા ભાઈ ભૂલી ગયા લાગે છે કે શું???

અવની : કેમ મમ્મી... શુ થયું??

પીનાબહેન : અરે આ બિલ તો 5700 રૂપિયા....

અવની : 🙄 શુ વાત કરો છો મમ્મી આટલું બધું બિલ હોતું હશે કંઇ??

પીનાબહેન : હું એ જ કહું છું કે આટલું બધું બિલ કેમ આવી શકે... આપણી બધાં પાસે મોબાઈલ છે...કોઈ આ લેન્ડલાઈન ફોનનો ઉપયોગ જ નથી કરતું...તો બિલ આટલું બધું શા કારણ થી આવ્યું હશે...

નાની : અલી પીના તું પેલા તારા ડાબલા તો પહેરી લે આ પાનહો ને સિતરે હશે ને તું પાસ હજાર ને હાતશો કે શે.. લાય તો અલી હું જોવુ બિલ..

અવની : અરે નાની તમને ક્યાં દેખાય છે ઉપરથી મોતીયાનું ઓપરેશન કરાવ્યું છે...

નાની : લે મારા બેટાની છોકરી બહુ જબરી .. અલી તું તો એમ કે શે કે જાને પરણ્યા ના હોય તો જોનમો ના ગયા હોય... લાય હું જોવું...

પીનાબહેન : અરે બા આ નાના અક્ષર તમને નહિ દેખાય અને અંગ્રેજીમાં લખ્યું છે... તમને નહિ આવડે વાંચતા...

નાની : તોય પણ તું લાય ને ... જોવું હું..

પીનાબહેન નાની ને બિલ આપે છે..હવે નાની એક તો મોતીયાના દર્દી.. ઉપરથી નાના અક્ષર ક્યાં દેખાવાના હતા... છતાં જીદ કરીને બિલ લીધું......

નાની : અલ્યા આ બિલ વાળા ભૈ શુ લખતા હશે ઓ કાગળમો ( કાગળ આગળ પાછળ ફેરવી ને જોવા લાગ્યા).

અવની : નાની મને આપો હું જોઈને કહું...

નાની : અર જોવો તો દે..

અવની : હા આરામ થી જોઈ લ્યો કંઈ સમજાય તો કહેજો અમને ( અવની અને પીના બહેન બંને નાનીની વાતો પર હસતા હતા...)

નાની : હવે ખી ખી ખી બંધ કરો તો હારું,, આ કાલીયા અકહરમો કૈ નહિ હમજાતું... નકર મન ખબર પડે એવી તો કોઈને નો પડે....( અવની ને પીનાબહેન બંને જોરથી હસવા લાગ્યા)

અવની : લાવો નાની હું જોવું મને દેખાય છે કે નહીં..

નાની : હા લે તું જોઈ લે...
અવની નાની પાસેથી બિલ લઈ જોવે છે એમાં પણ 5700 રૂપિયા જ લખ્યા હતા.... એટલે અવની બોલી કે મમ્મી 5700 રૂપિયા જ છે ને આગળના કંઈક 300 રૂપિયા ભરવાના બાકી છે....


પીનાબહેન કહે છે કે એ 300 બાકી હશે તો પણ 5400 રૂપિયા થાય કેમ બિલ...હવે નંબર નું લિસ્ટ કઢાવીએ એટલે ખબર પડે કે કયા નંબર પરથી ફોન આવ્યા અને ગયા છે....
વચ્ચે નાની ટપકું મુકતા બોલ્યા કે મન તો એવું લાગે શે કે કોઈ આપણા ડાબલા ( લેન્ડલાઈન ટેલિફોન) કોઈક બીજા એ જ વાયર ભરવી દીધો શે...અટલે જ આટલું બધું બિલ આયુ શે.

પીના બહેન ગામમાં રહેલા ટેલિફોન વાળાને ફોન કરે છે અને કહે છે કે અમે કોઈ આ ફોનનો ઉપયોગ નથી કરતા પણ બિલ કેમ આટલું બધું આવ્યું....
અમારે બધા નંબર ચેક કરાવવા છે.... સામે છેડે ફોન પર રહેલા ભાઈ કહે છે કે બે દિવસમાં તમને કોલ ડિટેલ આપું છું.....
આ બાજુ અવનીના હૃદયના ધબકારા વધી ગયા કે જો નંબરનું લિસ્ટ આવશે તો મયંકના નંબર હશે, જો મમ્મીએ એ નંબર પર ફોન કર્યો તો બધી મારી ખબર પડી જશે.... એટલે અવની ત્યાંથી ઉભી થઇ પોતાના રૂમમાં આવીને મયંકને મેસેજ કરે છે...

અવની : ઓ હેલ્લો

મયંક : બોલ ને સ્વીટી

અવની : અરે આ સ્વીટી બ્વિટી છોડો મારી વાત સાંભળો...

મયંક : મારી જાન તને તો પુરી લાઈફ સાંભળવાની જ છે...

અવની : ગુડ બાય

મયંક : અરે ના ના બોલ હું તો એમ જ કહું છું...

અવની : તો પહેલા જ સાંભળી લેતા હોય તો મારી વાત..

મયંક : બોલ હવે...

અવની : લેન્ડલાઈન નું બિલ ખબર છે 5700 રૂપિયા આવ્યું...

મયંક : તો શું તમારી પાસે ક્યાં પૈસા ઓછા છે ભરી દો બિલ..., મને કહીશ તો હું થોડું ભરવાનો હતો...

અવની : અરે હું તમને નથી કહેતી કે ભરો બિલ.. પુરી વાત સાંભળો પછી બોલ બોલ કરો...

મયંક : હા બોલ હવે આગળ....

અવની : અરે મમ્મીએ કોલ ડિટેલ મંગાવી છે, એમા તમારો નંબર હશે અને ક્યાંક ફોન કર્યો તો તમને??

મયંક : હા તો શું હું વાત કરી લઈશ કે તમારો જમાઈ બોલું છું....

અવની : કંઈ એવા ડાહ્યા નથી બનવું હો... એ કરતા તમે ફોન જ બંધ કરી દેજો... લિસ્ટ આવશે તો હું કહીશ તમને...

મયંક : સારું... તું કહેજે મને...

અવની : પછી વાત કરું હો..

મયંક : હા હા તારી પાસે ક્યાં મારી માટે ટાઇમ જ હોય છે...

અવની : તમે યાર ટાઇમની વાતો ના કરો તો સારું હો... તમારા ટાઇમ ના ચક્કરમાં આટલું બિલ આવ્યું અને હવે આ બધી મગજમારી અલગ....

મયંક : હા, તું હંમેશા મને જ બ્લેમ કરજે... જાણે પોતાને વાત કરવાની ઇચ્છા ના હોય એમ...

અવની : એટલું કીધું એમા નારાજ થઈ ગયા???

મયંક : હા.

અવની : હા તો નારાજ જ રહો... જ્યારે નારાજગી દૂર થાય એ પછી આરામથી મેસેજ કરજો.... ઘરની જ વાત છે મને ખોટું નહીં લાગે.. સારું તો હું મોબાઇલ ઑફ કરી દવ હો...

મયંક : અરે ઉભી રે હું નારાજ નથી... મજાક બેબી મજાક...

અવની : હા એમ, બહુ હોંશિયારી નહિ કરવાની....

મયંક : મારુ ક્યાં કાઈ ચાલે જ છે.... સારું તો ફ્રી થઈ યાદ કરજે બીજુ શુ....

અવની : હા સારું બાય...

મયંક : બાય... લવ યુ...

અવની : ઓકે..

મયંક : 😢..

અવની : નાટક નહિ ખોટા...

મયંક : હા હો..😞
બે દિવસ બાદ સવારે નાની, અને પીનાબહેન ગામના મંદિરે ગયા હતા અને અવની એની સહેલી પાસે કંઈક કામ હતું તો જાય છે.... એટલે ટેલીફોન વાળા ભાઈ કોલ ડિટેલનો કાગળ ગેટની અંદર નાખી જાય છે,, અવની બધાથી પહેલા ઘરે આવી તો જોયું કે કાગળ પડ્યો છે ,

એટલે એ ઉપાડી વાંચવા લાગી જોયું તો કોલ ડિટેલ જ હતી અને નંબર પણ બધા મયંકના હતા કોઈક દસ બાર નંબર સાગા સબંધીના હશે....
અવની લિસ્ટ વાંચી કાગળ તોડીને નાખી દે છે ડસ્ટબીનમાં.... અને મનો મન કહે છે કે હાશ એક ચિંતા ઓછી.....
એ દિવસે સાંજે નાની ને યાદ આવી ગયું કે ફોનની કાગળ આવ્યો નથી એટલે એમને પીનાબહેન ને કહ્યું કે ઓલો ફોન નો કાગળ આવ્યો કે નહીં????
પીનાબહેન ના કહે છે.. એટલે પાછો પીનાબહેન ફોન કરે છે , પેલા ભાઈને પણ એ કહે છે કે હું તો કાગળ ઘરમાં નાખી ગયો હતો.... તો કેમ નથી મળ્યો???
પીનાબહેન કહે છે કે ક્યાંક ઉડી ગયો હશે બીજો કાલ બપોર સુધીમાં આપી જજો..... પેલા ભાઈ પણ હા કહે છે.......
** ક્રમશ.....