હવે આગળ,
દેવ ભાવેશને બોલવવાની કોશિશ કરે છે પણ તેના મોઢામાંથી આજે શબ્દો નીકળતા જ નથી શુ વાત કરવી ભાવેશ સાથે અને ક્યાંથી વાત શરૂ કરવી તે દેવને સમજમાં આવતું નથી .દેવ હિમ્મત કરીને ભાવેશને કહેવા લાગ્યો. ભાવેશ હું તને કંઈક કહેવા માગું છું તું મારી વાત ધ્યાનથી સાંભળજે અને પછી જ જવાબ આપજે હસી ના ઉડાવતો મારી વાતની.
ભાવેશ : હા નહીં કરું તારી મજાક પણ કહે તો તું મને .
દેવ : યાર કાજલ સાથે વાત થતી નથી તેને હું ભૂલીને આગળ વધવા માટે તારી સાથે થોડી વાત કરવી હતી.
ભાવેશ : તો બોલ ને પણ
દેવ : ભાવેશ હું કાજલ સાથે મિત્રતા થઈ થોડા જ દિવસ થયા અને તેના ઘરે ખબર પડી ગઈ તો હવે કાજલ સાથે વાત તો દૂર તેનાથી દૂર રહેવાનો વિચાર કરી લીધો .દેવે કાજલ સાથે જે કાંઈ પણ વાત થઈ તે ભાવેશ ને જણાવી ભાવેશ પણ મગ્ન થઈ સાંભળતો હતો વાત પૂરી દેવ ભાવેશને પૂછે છે મેં જે કર્યું તે ઠીક તો કર્યું છે કે નહીં.
ભાવેશ : હા તે એકદમ ઠીક જ કર્યું છે કોઈ છોકરીની જિંદગી તો આપણે બગાડી તો ના શકીએ ને કેમ કે તેને પણ જીવવાનો અને આગળ વધવાનો અધિકાર છે તે ખૂબ જ સારું કામ કર્યું .દેવ આપણે પણ જેમ બને તેમ તેનાથી દૂર જ રહેસુ કેમ કે તેને ભણવામાં કોઈ તકલીફ આપણા લીધે તો થવી જોઈએ નહીં.
દેવ ભાવેશની વાત સાંભળી તેને પણ કંઈક સારું કર્યું હોય તેવું લાગે છે તે પણ પોતાનું મન હળવું ભાવેશ પાસે કરીને થોડો ખુશ દેખાય છે .
દેવ : ભાવેશ આપણે હવે ક્લાસ તરફ જવું જોઈએ .
ભાવેશ : હા ચાલ જઈએ.
દેવ અને ભાવેશ ક્લાસ તરફ ચાલવા લાગે છે. ચાલતા ચાલતા આજે દેવ થોડો વધારે જ ખુશ દેખાય છે કેમ કે કાજલ સાથે જે વાત થઈ તે ભાવેશને જણાવી તેનું દુઃખ ઓછું થયું તો બીજી તરફ તેનાથી દૂર રહીને પોતે જિંદગીમાં આગળ વધશે એવા સંકલ્પ સાથે તે આજે ફરી નવા વિચાર સાથે દેવ કલાસમાં એન્ટર થયો અને પોતાની જગ્યા પર જઇ બેસી ગયો કલાસમાં સર આવતા ફરી તે ભણવામાં ધ્યાન આપવા લાગ્યો. દેવનો સમય ક્યારે જતો રહે છે દેવને પણ ખબર પડતી નથી એક પછી એક પિરિયડ પૂરા થવા લાગ્યા દેવ રજા પડતા જ ભાવેશ અને દેવ પાર્કિંગ તરફ ચાલવા લાગ્યા આજે દેવ સામેથી ભાવેશને કહેવા લાગ્યો કે આજે આપણે નાસ્તો કરવા જઈએ .
ભાવેશ : હા પણ ક્યાં જશું?
દેવ : તું કહે ત્યાં
ભાવેશ : શીતલમાં જશું?
દેવ : હા જરૂર
ભાવેશ બાઇક સ્ટાર્ટ કર્યુ દેવ તેની પાછળ બેસી ગયો બાઇક અમરેલીના રસ્તા પર દોડવા લાગ્યું થોડી જ વારમાં દેવ અને ભાવેશ શીતલ માં પહોંચી ગયા .દેવ અને ભાવેશ એ પિત્ઝા નો ઓર્ડર આપ્યો અને બંને વાતો એ લાગ્યા થોડી જ વારમાં પિત્ઝા આવી ગયા બને એ નાસ્તો કર્યો અને દેવના કહેવાથી બંને એ આઈસ્ક્રીમ ખાધું . આઈસ્ક્રીમ ખાઈ બને બહાર નીકળવા લાગ્યા દેવે રૂપિયા આપ્યા .
દેવ : ભાવેશ હવે તું અહીંથી ઘરે જઈ શકે મારે તો બસ સ્ટોપ સામે રહ્યું તો હું ત્યાં ચાલીને જતો રહીશ .
ભાવેશ : સારું તો આપણે કાલે મળીયે .
દેવ : હા વાંધો નહીં .બાય કહીને દેવ બસ સ્ટોપ તરફ ચાલવા લાગ્યો તો ભાવેશ પણ પોતાના ઘર તરફ બાઈક લઈને નીકળી ગ્યો.
શુ સાચે જ દેવ કાજલને ભૂલી જશે? શુ દેવ અને કાજલ એકબીજાને ફરીવાર મળશે? શુ દેવ કાજલને ભુલાવી પોતાના કરિયર તરફ આગળ વધી શકશે ? વધુ વાંચવા માટે વાંચતા રહો લવની ભવાઇ