That was ... Aneri books and stories free download online pdf in Gujarati

એ હતી...અનેરી


નામ એનું "અનેરી"... એ હતી અનેરી ..એના નામ જેવી જ અનોખી...૩ વર્ષ ની ઉંમરમાં પિતા ગુમાવ્યા અને ૧૩ વર્ષ ની ઉંમરે માતા ગુમાવી, એક કાળ મુખા દિવસે માતા નું એક્સીડન્ટ માં મૃત્યુ થયું અને તે જ રીતે એક ટ્રક એક્સીડન્ટ માં પિતાનું...વ્હાલા મમ્મી પપ્પા ને ગુમાવવાનો આઘાત સહન કરી ને અનેરી પોતાના કાકા કાકી ને ઘેર મોટી થતી ગઈ..જે સમયે મમ્મી ના ખોળામાં માથું નાખી સૂવાનો લ્હાવો લેવાનો હોય તેટલી નાની ઉંમરમાં, કુમળા માસૂમ ફૂલ જેવી અનેરી.. આ હચમચાવી નાખનારી આઘાતજનક દુઃખદ ઘટના માંથી ધીરે ધીરે બહાર આવતી જતી હતી, કહેવાય છે કે કુદરત બધું તો છીનવી લેતી નથી તે કુદરતી ન્યાયે અનેરી ને એક મોટી બહેન ભગવાને આપી હતી જે અનેરી ની બીજી "માં" હતી અને અનેરી ની પડખે ઢાલ બનીને અડીખમ ઉભી રહેતી હતી, એક લાડકવાયો ભાઈ પણ અનેરી ને કુદરતે આપ્યો હતો.તે પણ અનેરી ને ખૂબ પ્રેમ કરતો હતો અને અનેરી નું પીઠબળ હતો, પ્રાથમિક શિક્ષણ મેળવી અનેરી મોટી થતી ગઈ..કાકા બાપાના બધાજ ભાઈઓ નો અનેરો પ્રેમ અનેરી ને મળતો હતો, બનતું એવું કે રક્ષાબંધન ના દિવસે બધા ભાઈ ઓ રાહ જોઈને બેઠા હોય કે હમણાં અનેરી રાખડી બાંધવા આવશે..જોતા જોતા માં તો સૌની લાડકવાયી અનેરી લગ્ન ની ઉંમરે પહોંચી ગઈ,વિધાતા એ અનેરી માટે જે છોકરાનું નિર્માણ કર્યું હતું તે જ છોકરો અનેરી ના માસી ના મકાનમાં ભાડે થી રહેતો હતો અને પોતાની કેરિયર બનાવવામાં મશગુલ હતો..કૈંક બનવાના સપના જોતો હતો..જીવનમાં આગળ વધવું અને જોયેલા સપના માટે તનતોડ મહેનત કરવી, પુરુષાર્થ કરવો તે જ તેનું લક્ષ અને ધ્યેય હતા, આ જ છોકરો જેનું નામ "અનિકેત" હતું...કહેવાય છે કે જોડીઓ ઉપરથી નક્કી થતી હોય છે તે સાચું પડતું હોય તેમ અનેરી પોતાના માસી ના ઘેર રહેવા આવી હતી,કુદરત જેને ભેગા કરવા ચાહે તે કોઈ પણ હિસાબે ભેગા થાય થાય અને થાય જ, અનેરી ના માસા માસી ની આંખો અનિકેત ને જોયા કરતી અને અનિકેત નું પાણી માપ્યા કરતી કે છોકરો હોનહાર છે જે આગળ જતા ઘણી પ્રગતિ કરશે તે નક્કી..સાયકલ લઈને નોકરી ઉપર જતો અનિકેત સાંજે થાક્યો પાક્યો આવે અને નાનકડો રેડિયો લઈ શેતરંજી- ઓશીકું બગલમાં દબાવી ધાબે સુવા જતો રહેતો. અને આકાશ માં ટમટમતા તારાઓને જોયા કરતો અને ઉજ્જવળ ભવિષ્ય ને લઈને સપનાઓમાં ખોવાઈ જતો, ક્યારેક ક્યારેક એ વિચાર પણ ઝબકી જતો કે મારું જીવનસાથી કેવું હશે?? અનેરી અનિકેત ને સતત જોયા કરતી, ઘણીવાર મકાન ના પાછળ ના ભાગમાં આવેલી પાણી ની ટાંકી આગળ બન્ને ભેગા થઈ જતાં અને બન્ને ની આંખો એકબીજા માં સમાઈ જતી..કંઇ જ વાતચીત કર્યા વગર બન્ને છુટા પડી જતાં, અનિકેત હજુ સારી નોકરી ની તલાશ માં હતો.. એ જ રીતે એક સારા લાઈફ પાર્ટનર ની પણ તલાશ માં હતો..અનિકેત ના ભાઈ ઓ નું લગ્નજીવન વેરણ છેરણ હતું,એક પણ ભાઈ નું લગ્નજીવન સુખ રૂપ ન્હોતું..અનિકેત ના કુટુંબમાં છૂટાછેડા લેવા તે સહજ હતું, બધા ભાઈઓ વારાફરતી છુટાછેડા લઈ. નવી પત્નીઓ લઈ આવતા, પરંતુ અનિકેત જુદી માટી નો હતો, સંસ્કારી હતો, જીવનમાં આદર્શો મૂલ્યો નું જતન કરવું તેવા ઉચ્ચ વિચારો ધરાવતો હતો, પોતાના ભાઈઓ ના આવા લગ્નજીવન જોઈ પોતે પોતાના જીવનસાથી માટે ચિંતિત રહેતો હતો કે મારું જીવનસાથી કેવું હશે??મારા ભાઈ ઓ જેવી હાલત તો મારી નહિ થાય ને?? એ એવી છોકરી ને મેળવવા માગતો હતો કે આવનાર છોકરી નો જીવનભર સાથ નિભાવી શકે, અને ઈશ્વર ને પણ અનેરી માટે અનિકેત જેવા છોકરાની જ જરૂર હતી.અનેરી પણ પોતાનું એક ઘર હોય તેવા સપના જોયા કરતી હતી..અનિકેતે જ્યારે જાણ્યું કે અનેરી ના માતા પિતા બચપણ માં જ મૃત્યુ પામ્યા છે ત્યારે મનોમન એને ગાંઠ મારી કે હું અનેરી ને જ મારી જીવનસાથી બનાવીશ..અને તેને મારા જીવનમાં સર્વોચ્ચ સ્થાન આપીશ, પછી તો સગપણ ની વાત ચાલી..પરંતુ અનેરીના સગાઓને આટલા ઓછા પગારમાં નોકરી કરતો અને સાયકલ ઉપર જતો આવતો અનિકેત પસંદ ના આવ્યો, અનેરી પણ મનોમન અનિકેત જેવા જીવનસાથી ની તલાશ માં હતી અને એવું સજજડ પણે માનતી કે પતિ પત્ની વચ્ચે પ્રેમ હોય તો ઝુંપડામાં રહીને પણ આનંદથી જીવન જીવી શકાય,અનેરી ને એવું થતું કે મારો માણસ મારો બનીને રહે..અને આ બધા ગુણ અનિકેત ધરાવતો હતો.
માં બાપ વગરની અનેરી માટે પોતાના કાકા કાકી સર્વસ્વ હતા,અને કાકા કાકી ને પણ અનેરી ઉપર અદકેરું વ્હાલ હતું અને વિશેષ જવાબદારી પણ જે અનેરી માટે સારો છોકરો શોધીને તેને પરણાવવાની હતી..પરંતુ અનિકેત માટે તેઓ એટલે તૈયાર નહોતા કે તેને સારી નોકરી ન્હોતી ..પરંતુ અનેરી અનિકેત ને જ પોતાનો જીવનસાથી બનાવવા માંગતી હતી તો સામે અનિકેત પણ અનેરી ને જીવનસાથી બનાવવા ઈચ્છતો હતો, બન્ને જણા ની હા હતી તો આખરે બધા ની હા થઈ ગઈ..અને સગપણ લગ્ન બધું ગોઠવાઈ ગયું..અને એક સુખી સંસારની બધી ચહલ પહલ માં બંને ગોઠવાઈ ગયા..અનિકેત ના માતા પિતાની અનેરી અને અનિકેતે ૨૫ વર્ષ સેવા ચાકરી કરી..બધી જ હોસ્પિટલ દવાખાના માં સતત હાજર રહી માં બાપ ની સેવા માં વર્ષો વિતાવ્યા, માં બાપ ને સહેજ પણ ઓછું આવે કે દુઃખ લાગે તેવું કોઈ કાર્ય અનેરી કે અનિકેત નહોતા કરતા, અનેરી ને માતા પિતા નહોતા તેથી તે પોતાના સાસુ સસરા ને જ પોતાના માતા પિતા સમજતી હતી,એક વખત બન્યું એવું કે..અનિકેત ના બા બાથરૂમ માં પડી ગયા. કમર માં ફેક્ચર થઈ ગયું તો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા..અને પથારી વશ થઈ ગયા, આવા વખતે બા ને સાથે રાખવા કોઈ તૈયાર થયું નહિ.. અનિકેત ના બધા ભાઈઓ આઘા પાછા થઈ ગયા.. તો અનેરી બોલી કે બા ને હું મારા ઘેર લઈ જઈશ અને સેવા કરીશ, બન્યું એવું કે બા નો પેશાબ પણ અનેરી ટબ માં ભરી ને સાફ કરતી હતી. કારણ કે બા પથારીમાં જ ઝાડો પેશાબ કરતા હતા, અડધી રાત્રે 2 વાગે બા માટે પાપડ અને ગરમ દૂધ બનાવી આપતી, પોતાના માં બાપ નહિ હોવાને કારણે પોતાના સાસુ સસરા ને પોતાના માં બાપ ગણી ૨૫ વર્ષ થી લાગલગાટ સેવા કરતી હતી..કોઈ જ ફળ ની અપેક્ષા આશા રાખ્યા વગર..પરંતુ શાસ્ત્રો માં કહ્યું છે કે કૃતઘ્ન વ્યક્તિ ઓ નો સંગ ના કરવો અથવા કૃતઘ્ન વ્યક્તિઓ થી દુર રહેવું..પછી તે ગમે તેટલા નજીકના હોય પરંતુ અંતર રાખવું જરૂરી, ઘણીવાર તમારી ઉદારતા.. લાગણીઓ ને તમારી મજબૂરી સમજવામાં આવે છે, એતો કરે જ ને.. એનું જ કામ છે.. ના શાની પાડે.. કરવું જ પડે.. આવી સ્વાર્થની ભરેલી વાતો બા પાસેથી સાંભળી અનેરી દુઃખી થઈ જતી એને ખૂબ લાગી આવતું અને એની આંખો માંથી આંસુ પાંપણ ની સરહદ ઓળંગી બહાર નીકળી આવતા, માં બાપ નો સહારો નહિ અને ઉપરથી આવા કડવા વેણ તેને દુઃખી દુઃખી કરી નાખતા,ઘણીવાર તેને થતું કે સેવા અને ડફણાં બન્ને જોડે ક્યારેય ના હોય.. પરંતુ અનિકેત તરફથી તેને ફૂલ સપોર્ટ મળતો જે તેને હાશકારો આપતો અને બધા દુઃખ ભૂલી જતી, પરંતુ આથી પણ ભયંકર દુઃખ અનેરી માથે તૂટી પડવાનું હતું જેની અનેરી ને કલ્પના પણ ન્હોતી,
અનિકેત ના ભાઈઓ બહેનો બધા જ નિમ્ન કોટિના અને ઝઘડા...કંકાશ..છેતરપિંડી...કૌભાંડો..ટોપી ફેરવવાનું..કાવાદાવા પ્રપંચો- ષડયંત્રો કરવા..તેમજ મુંડી નાખવાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા..આજે આને પાડી દીધો.. કાલે બીજાનો વારો એમ ષડયંત્રો ઘડ્યા કરતા અને આવા જ એક ષડયંત્ર ના ભાગરૂપે ભાઈઓ બહેનો દ્વારા ગોઠવાયેલ ષડયંત્ર "કાળ" બનીને અનેરી માથે ત્રાટકવા નું હતું, માં બાપ પણ આ બધા ભાઈ ઓ ને યેનકેન પ્રકારે છાવરવા નું કામ કરતા, ઢાંકવાનું કામ કરતા, તેઓના કાળા કામો આગળ આંખો બંધ કરી દેતા,કહેવાય છે કે દિકરા ઓના કાળા કામો માં બાપ બેઠા બેઠા જોયા કરે ત્યારે એ કર્મ નું ફળ માં બાપે ભોગવવું જ પડતું હોય છે, ઘણી વખત કેટલાક પાપ કે ખોટા કામના મુળિયા એટલા ઉંડા હોય છે કે દાદા એ કરેલા આવા કામોનું ફળ પૌત્રો ભોગવતા હોય છે, પિતૃ નડતા નથી પરંતુ પિતૃ એ કરેલા ખરાબ કર્મો નડતા હોય છે,ગ્રહો ક્યારેય નડતા નથી, પરંતુ અનિકેત ના ભાઈઓ જેવા દુષ્ટ ગ્રહો નડતા હોય છે, અનિકેત ના સ્ટેપ મધરે અનિકેત ના પિતાના ત્રાસ થી કૂવામાં પડી ને જીવન ટૂંકાવ્યું હતું. ક્યાંક કોઈ એવી વાત પણ કરે છે કે તેઓને આપઘાત માટે મજબૂર કર્યા હતા, જે સ્ત્રી કુટુંબના ત્રાસથી કુવે પડી આપઘાત કરે ત્યારે તેની રુહ..આંતરડી ક્કડે અને મરતી વ્યક્તિ ની જે હાય લાગે તે આખા કુટુંબ માટે જ્વાળામુખી ની ભડભડતી આગ સાબિત થવાની હતી અને આખું કુટુંબ ભસ્મીભૂત થવાનું હતું, આખે આખા કુટુંબ ના રેલા નું મૂળ જ સડેલું હતું, પરંતુ અનિકેત હમેંશા નીતિ માં માનવા વાળો હતો ક્યાંય કશું ખોટું કરવું નહી, સત્ય અને ધર્મ ની રાહ ઉપર ચાલવું, પોતાના ઘરમાં ચાલતા આ બધા કૌભાંડો થી અનિકેત દુઃખી રહેતો.કાદવ માં ખિલેલા કમળ જેવું અનિકેત નું જીવન હતું. કૌરવો માં જે રીતે વિદુર હતા..વીકર્ણ હતો તે જ રીતે આ કુટુંબમાં અનિકેત હતો, ક્યારેક એવું પણ બને કે મોટા જુથ કરતા એકલો માણસ સત્ય અને ધર્મ ની વધારે નજીક હોઈ શકે, મોટું જૂથ સત્ય ને જૂઠ માં ચોક્કસ ફેરવી શકે અને ત્યારે સત્ય ધૂંધળું અને ઝાંખું જરૂર થઈ જાય પરંતુ આખરે સત્ય કાળમીંઢ પથ્થર તોડી ને પણ બહાર આવે આવે અને આવે જ છે, કાળ અનેરી ના માથે મંડરાઇ રહ્યો હતો..અને વિધાતા ને કૈંક બીજું જ મંજૂર હતું, જે અનેરી માથે કાળ બનીને ત્રાટકવા નું હતું.. જેનાથી અનેરી ખુદ અજાણ હતી, જે વાવાઝોડું અનેરી માથે ત્રાટકવા નું હતું તે દુર્ભાગ્ય ની ઘડી હતી..એક માં બાપ વગરની છોકરી ઉપર ઘમાસાણ થવાનું હતું,
બન્યું એવું કે એક કાળમુખી રાત્રે અનિકેત ના ભાઈઓ બહેનોએ અનેરી ઉપર નિમ્ન કોટી નો ખોટો પોલીસ કેસ ઠોકી દીધો અને એક માં બાપ વગરની અનેરી ને કોઈ જ વાંક ગુના વગર પોલીસ ઉઠાવીને લઈ ગઈ અને એક ગુનેગાર જોડે જે વાણી વિલાસ થાય તેવો અભદ્ર વ્યવહાર પોલીસ સ્ટેશન માં અનેરી જોડે કરવામાં આવ્યો, એક 10*10 ની રૂમમાં અનેરી ને આખી રાત પૂરી દીધી, એ અંધારી કોટડી ..જેમાં ના કોઈ પંખો, ના કોઈ લાઈટ હતી,આખી રાત અનેરી એ કોટડી માં તરફડીયા મારતા મારતા.. ધ્રુજતા ધ્રુજતા.. રડતા રડતા પસાર કરી, અનિકેત ને બીજી રૂમમાં પૂરી દીધો.. આખરે બીજા દિવસે કોર્ટ માંથી જામીન લઈ અનેરીનો -અનિકેત નો છુટકારો થયો, આ જઘન્ય અને ક્યારેય માફ ના કરી શકાય તેવા કૃત્ય થી અનિકેત હચમચી ગયો, અનિકેત ને પોતાના ઉપર પોલીસ કેસ થયો તેનું દુઃખ નહોતું પરંતુ અનેરી ઉપર થયું તે માફી ને લાયક નહોતું,
. અને એ કાળ રાત્રિ એ અનિકેતે એક કાળમીંઢ પથ્થર ની લકીર જેવો નિર્ણય કર્યો કે જે નિર્ણય ક્યારેય ભુંસાવા નો હતો નહિ, ભીષ્મ પ્રતિજ્ઞા લઈ અને માં બાપ, ભાઈઓ, બહેનો જોડે ના તમામ પ્રકારના સબંધો નો અંત લાવી દીધો,અનેરી ના માથે બીજું કોઈ આભ તૂટી પડે અને ફરી થી અનેરી ને જેલ માં જવું પડે તે દિવસ અનિકેત જોવા માંગતો હતો નહિ, કહેવાય છે કે દ્રોપદી નું વસ્ત્રાહરણ એ કૌરવો માટે સ્વયમ કાળ ને અને વિનાશ ને આમંત્રણ આપવા બરાબર હતું, એજ રીતે કોઈની રુહ જ્યારે કાંપે છે અને કોઈ ની હાય લાગે ત્યારે ખુદ ભગવાન પણ બચાવી શકતા નથી..જીવનમાં સબંધો માં પૂર્ણ વિરામ ક્યારેક જરૂરી હોય છે,સળગતી આગ થી દુર રહેવું તેમાં જ સાચી સમજદારી છે અને સાચી દિશા પણ અને સાચી જીવનશૈલી પણ,દુષ્ટ આસુરી તત્વો થી છુટકારો પામી અનિકેત અને અનેરી સુખ ની જીંદગી ગુજારી રહ્યા છે, બાળકો પણ મોટા થઈ ગયા છે અને બધું સુખરૂપ ચાલી રહ્યું છે, અનેરી ના સ્વર્ગસ્થ માતા પિતા પણ અનેરી, આ બધા દુઃખ માંથી બહાર આવી તેનો હાશકારો સ્વર્ગ માં અનુભવી રહ્યા છે, જો તમારો શ્વાસ રુંધાય છે અને તમે દિવસે દિવસે મુત્યુ ની નજીક સરકી રહ્યા છો અને તમારે માટે બે જ વિકલ્પ હોય કે.. કાંતો જીવન અથવા મોત, તો કશું જ વિચાર્યા વગર તમારા જીવનમાં આડખીલી બનતા આસુરી તત્વો નો.. પછી તે ભલે તમારા લોહીના સગા હોય તો પણ તેમનો ત્યાગ કરી જીવન જીવવાનો નો વિકલ્પ અપનાવી લેવો જોઈએ,રિબાઈ રિબાઈને ને મોત થાય એ પહેલાં એક સુન્ન હરા જીવન નો રસ્તો અનિકેત ની જેમ અપનાવી લેવો જોઈએ કાંટાળા થોર વાળા નેરિયામાં આગળ વધવું એના કરતા રસ્તો બદલી નાખવો હિતાવહ છે તે નિર્વિવાદ છે
આ એક કાલ્પનિક સ્ટોરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સ્ટોરી પોતાની ના જીવનની જ હોય તેવું ઘણા ને લાગશે પણ ખરું, કોને ખબર કેટલીયે "અનેરી" ને આ stroy વાંચ્યા પછી જીવન જીવવાનું બળ મળે.. તાકાત મળે અને આસુરી તત્વો સામે લડવાની હિંમત પણ મળે
રસિક પટેલ "નિર્વિવાદ"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED