Ideal couple...Ideal life-partner... books and stories free download online pdf in Gujarati

આદર્શ કપલ...આદર્શ જીવનસાથી...

જેના માટે અને જેના વિશે મન હ્રદય સતત વિચાર્યા કરે, આંખોની સામેથી ચહેરો હટે નહિ, જેને એક વાર મળ્યા પછી વારંવાર મળવાનું મન થયા કરે,જ્યાં મૌન શબ્દો બની જાય,જ્યાં કશું ના બોલવા છતાં બન્ને સમજી જાય કે સામેવાળા એ શું કહ્યું, ?જ્યાં આપણી બુધ્ધિ લોક થઈ જાય અને હ્રદય માંથી પોકાર ઉઠે કે બસ તું જ છે...બસ તું જ છે...ત્યારે નિશ્વેય એવું માનજો કે એ વિધાતાએ નિર્માણ કરેલું તમારું જીવનસાથી છે,જીવનસાથી ની પસંદગી ના ધારા ધોરણ જુદા જુદા હોઈ શકે પરંતુ જ્યાં જીવ અને શિવ નું મિલન થાય એ જ સાચું જીવનસાથી, આવું જ એક વર્કિંગ આદર્શ કપલ રવિવાર ની રજા નો લુફત ઉઠાવતું પોતાના મંદિર જેવા ઘરમાં સવારના સમયે બેઠું છે,સૂર્ય ના કોમળ સોનેરી કિરણો બારીમાં થઇ ને પતિ પત્ની ના ચહેરાને દેદિત્યમાન બનાવી રહ્યા છે,રજાનો દિવસ હોઈ બન્ને હળવા મૂડમાં એકબીજાનુ સાનિધ્ય માણી રહ્યા છે,પતિ સોફા ઉપર બેઠો છે અને પત્ની સોફા નીચે બિલકુલ પતિના પગને અડીને અને પતિ ના ઢીંચણ ને માથાનુ ઓશીકું બનાવી આંખો બંધ કરી અદભૂત સુખ નો અનુભવ કરી રહી છે, પતિ ની આંગળીઓ પત્ની ના તાજા જ ધોવાયેલા ખુશ્બુદાર વાળમાં હળવા હાથે ફરી રહી છે,વાળમાં ચોંટેલા પાણીના બિંદુ ઓને પતિ ઈર્ષા ભાવ થી દુર કરી રહ્યો છે,બન્ને વચ્ચે કોઈજ વાતચીત નથી..કોઈ જ સંવાદ નથી..બન્ને સંપૂર્ણ મૌન બેઠા છે..પરંતુ બન્ને એકબીજામાં સમાયેલા હોય એવી અદભૂત અવસ્થા માં છે,ઘરની વીજળી પણ આ બન્ને ને જોઈ શરમાતા શરમાતા ઘરથી ઓઝલ થઈ રહી છે,દુર બાલ્કની માં બેઠેલું કબૂતર પણ એકીટશે આ અદભૂત યુગલ ને નિહાળી રહ્યું છે,બારી બાલ્કની માંથી આવતા પવને પણ પોતાની ઝડપ ઘટાડી દીધી છે અને મંદ મંદ વહી રહ્યો છે,જ્યાં પ્રેમ હોય છે ત્યાં પ્રકૃતિ શાંત થઈ જાય છે,કદાચ સુખ ની વ્યાખ્યા આનાથી વધારે હોઈ ના શકે,બન્ને પતિ પત્ની સુખની સર્વોચ્ચ સ્થિતિ ને પામી રહ્યા છે, સારું ભણતર... એ સારું જીવન આપે તે જરૂરી નથી,ઘણીવાર ઓછું ભણેલા પતિ પત્ની વચ્ચે પ્રેમ નું અઘાડ ઉંડાણ હોય છે અને તેને કોઈ નિયમ ની ફૂટપટ્ટી થી માપી શકાય નહિ,પ્રેમ નું ઉંડાણ તેમની જીવનશૈલી માં દેખાય પણ છે, એ પછી ચા ના ગરમ કપમાં કે ઘી થી લથબથ એકાદ રોટલી ના આગ્રહ માં પણ હોઈ શકે,ક્યારેક ભર ઉનાળામાં પતિ માટે જાતે વલોવીને તૈયાર કરેલી ઠંડી છાશ માં પણ હોઈ શકે,અહમ અને ઈગો કોને કહેવાય એ ખબર જ નથી તેવા લોકોમાં અહમ ઇગો પ્રવેશી શકતા નથી,બન્ને પાત્રો એકબીજાનો રાજીપો કેમ રહે તેવી ભાવ દશા માં જીવે ત્યારે જ...હા ત્યારે જ..જીવન એક મધુર સંગીત બની જાય છે, જીવનસાથી અદભૂત શબ્દ...વધારે ખુલીને કહીએ તો જીવનભર આપણ આયુષ્ય સુધી સાથ નિભાવતું એવું પાત્ર કે જે લોહીના સંબંધનું નહિ હોવા છતાં આપણી જોડે અણનમ અડીખમ ઉભુ રહે છે, આખી દુનિયા તમારો સાથ છોડી દે છે પરંતુ તમારું જીવનસાથી તમારો સાથ નહિ છોડે,ઝૂપડામાં પણ તમારી જોડે રહીને પરમ સુખની અનુભૂતિ કરી શકે અને કરાવી પણ શકે,જીવથી વધારે વ્હાલું અને જીવથી અદકેરું એવી પણ ઉપમા આપી શકાય,લડે ...ઝઘડે પણ...એમ છતાં બીજા દિવસે ખડખડાટ હસીને જમતી વખતે એકાદ રોટલી ઓછી ખાધી હોય..તો પણ કહી દે આજે ભાઈબંધો જોડે નાસ્તો કર્યો તો કે શું??! તમારા શ્વાસ ને પણ માપી ને કહી શકે કે તમને કંઇક તકલીફ છે ...તમે કેમ દુઃખી છો?? તમને રડાવી પણ શકે અને જાતે રડી પણ લે અને જમવાની થાળી ઉપર નજર પણ રાખે કે આજે બે રોટલી ઓછી ખાય તો વાત છે એમની..!! આવા અપાર પ્રેમની મુરત પણ ખરી,ઘરના સંકટ માં દુર્ગા બની પોતાનું રોદ્ર રૂપ પણ ધારણ કરી શકે અને કુટુંબની ઢાલ પણ બની જાય એવું આ પાત્ર કોઈ જ અપેક્ષા આશા રાખ્યા વગર સતત પોતાના પરિવાર માટે દોડ્યા કરે,અને કુટુંબના શ્વાસ ની સાથે પોતાના શ્વાસ નો તાલમેલ સાધ્યા કરે,જીવનસાથી ની આંખ ના આંસુ એની પાંપણ ની સરહદ ઓળંઞે તે પહેલાં એની પોતાની આંખ ના આંસુ વહી જાય એવું ભગવાનનું આ અદભૂત અને શ્રેષ્ઠ સર્જન એટલે જીવનસાથી, જીવનસાથી આપણા જેવું ક્યારેય થઈ શકે નહિ કે આપણે જીવનસાથી જેવા ક્યારેય બની શકીએ નહિ,કારણ એટલું કે ભિન્ન ભિન્ન કુટુંબો માંથી આવતા જુદા જુદા વ્યક્તિત્વ જ્યારે એક થવા મથે છે ત્યારે બન્ને ના આચાર વિચાર, રહેણી કરણી,રંગ ઢંગ,ખામીઓ,ગુણ અવગુણ,રૂચિ,શોખ, ટેવો,સ્વભાવ બધું જ અલગ અલગ રહેવાનું, આવી પરિસ્થિતિમાં એક બીજા ઉપરનો સંપૂર્ણ ભરોસો વિશ્વાસ જ લગ્નજીવનનો આધારસ્તંભ બની શકે છે,એમાં પણ જો વર્કિંગ કપલ હોય,બન્ને પાત્રો નોકરી કરતા હોય ત્યારે એકબીજાને સમય ફાળવી નહી શકવાને કારણે સંઘર્ષ થવાની પૂરી શક્યતાઓ ના માહોલમાં બન્ને નો એકબીજા ઉપર નો સમર્પણ ભાવ,ત્યાગની ભાવના અને અઢળક પ્રેમ બન્ને ના લગ્નજીવનને સફળ બનાવી શકે છે, મૌન અને અબોલા લગ્નજીવન માટે ઘાતક સિદ્ધ થઈ શકે છે તો સામે મધુર વાણી નો સંવાદ અને વાતચીત લગ્નજીવનનું ઘરેણું પણ બની શકે છે, એક બીજા ઉપરનો અઢળક પ્રેમ,લાગણી,સમર્પણ,સંવેદના જેવા ઉમદા ગુણો થકી લગ્નજીવનને સુખ ની ટોચ ઉપર પહોંચાડી શકાય છે, આ પૃથ્વી ઉપર નર અને નારી ને ભગવાને જોડ્યા છે તો શુષ્ક બની "નિર્જીવ રોબોટ" જેવી જિંદગી માટે નથી જોડ્યા,મોજમાં રહેવું પરંતુ "મૌનમાં ના રહેવું એ સુખી લગ્નજીવન ની ચાવી છે" એ નિર્વિવાદ છે

#નિર્વિવાદ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED