સમય ક્ષિતિજ - ભાગ ૫ Akshay Kumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમય ક્ષિતિજ - ભાગ ૫

Chapter 5
Possible or not?
શક્ય કે અશક્ય??


એરોન સતત ભાગી રહ્યો હતો તેની પાછળ આર્થર એસિડ ભરેલું બીકર લઇને દોડી રહ્યો હતો ત્યાં જ એરોનનો પગ લપસ્યો... આ ઘટના પહેલાં પણ ઘટી ચૂકી હતી આર્થર તેની પાસે આવી પહોંચ્યો હતો પરંતુ તેને લાત મારતા શું પરિણામ હશે તે એરોનને ખ્યાલ હતો ,તેણે આર્થરને મારવો ના હતો. તે ડરના માર્યા આંખ બંધ કરીને ધ્રૂજતો તેની સામે બેસી રહ્યો હતો. ત્યાં જ અટ્ટહાસ્ય કરતા આર્થર એ તેની પર તે જ્વલનશીલ પ્રવાહી નાખી દીધું. એરોનની રૃહ સુદ્ધાં કંપી ગઈ. તે ઝડપથી પોતાની ચામડી પરથી તે રસાયણ દૂર કરવા લાગ્યો ત્યાં જ સામે બ્રેઇન અને પેઇન આવીને અટ્ટહાસ્ય કરવા લાગ્યા. બ્રેઇન એ એરોનને પગેથી પકડી ઊંધો લટકાવી રાખ્યો હતો જ્યારે પેઇન તેના હાથે રહેલ " time horizon" ખેચી રહ્યો હતો.. અચાનક અંકલ જોને ત્યાં આવીને તે બંનેને ભગાડી દીધા અને એરોન તેમને જોઈ રડતા રડતા તેમના ગળે ભેટી પડયો.ત્યાં જ તેના કાને કારમી ચીસ સંભળાઈ તેણે જોયુ અંકલ જોનની છાતી પર એક તલવાર નીકળી ગઈ હતી જે તેમને દૂર ઢસડીને લઈ જઈ રહી હતી. આ તલવાર કોઈ રાજવી કુટુંબના વ્યક્તિ સમાન વેશ ધરાવતા વ્યક્તિના હાથમાં હતી જે ક્રૂરતા પૂર્વક અંકલ જોનને ઢસડી રહ્યો હતો.. એરોન તેમની પાછળ દોડ્યો અને અંકલ જોન સુધી પહોંચવા આવ્યો ત્યાં જ તે વ્યક્તિએ તલવારના ઘાથી અંકલ જોનનું માથું ઉડાવી દીધું. એરોન જોરથી બુમ પાડી ઉઠ્યો અને અંકલ જોનને રડતા રડતા ભેટી પડયો...
"મારું નામ જોન નહિ રુહી છે..." રહીએ ધીરે રહીને ગળે વળગેલા એરોનને કહ્યું.
આંસુ નીતરતી બંધ આંખ જ્યારે એરોને ખોલી તેણે જોયુ તે પોતાના રૂમમાં પલંગ ઉપર હતો અને રહીને ગળે વળગીને પડયો હતો..
આ એક સ્વપ્ન હતું.. આટલું ભયંકર સ્વપ્ન તેની આંખો હજુ ભરાઈ આવી હતી ઈચ્છીને પણ તે રુહીને છોડી ના શક્યો રુહી તેની પરિસ્થિતિ સમજીને તેને શાંત કર્યો અને બેસાડી પાણી પાયું..
"ઘણો છૂપો રુસ્તમ છે યાર તું તો, મોડું થયું એટલે તને જગાડવા હું આવી ત્યાં તો મને જ ચોંટી પડયો... સાચું બોલજે ખરાબ સ્વપ્નું હતું કે ચાન્સ મારતો હતો.." રુહી આંખ મારતા એરોન સામે જોઈ હસતા મુખે બોલી.
"સોરી મારો.. મારો એ અર્થ ના હતો.." માંડ એરોન આટલું બોલી શક્યો અને તેની આંખમાંથી અંકલ જોનની યાદે હજુ એક આંસુ વહાવી દીધી જેના પ્રતિઉત્તરમા રુહીએ તેને ગળે લગાવી બોલી.
" આપણે સૌએ પોતાનાને ખોયા છે પરંતુ આંસુ વહાવાથી મને નથી લાગતું તેઓને સ્વર્ગમાં પણ શાંતિ મળે આપણી આવી હાલત જોઈ.. ચાલ હવે તૈયાર થઈ જા જલદી મિસ્ટર બ્રેઇન તને બોલાવે છે કોઈ વસ્તુની જરૂર હોય તો બુમ પાડજે.."

એરોને પ્રથમ વાર આવી હમદર્દી મેળવી હતી શું બોલવું?શું કરવું તે જાણે પૂતળું બની ગયો હતો કે જે રુહી ના ગયા બાદ ચેતના પામ્યું..

તે તૈયાર થઈને બહાર આવ્યો તેણે જોયું બ્રેઇન કેટલાક રિપોર્ટ જોઈ રહ્યો છે. એરોનને જોતા જ તેણે તેને પાસે બોલાવ્યો.
"વોટ્સઅપ યંગ મેન કે પછી ઓલ્ડ મેન કહું?? તું નાનો છું પણ મોટો પણ છું.." બ્રેઇન એરોનનો ખભો પકડી હસી પડ્યો જેના બદલે એરોન પણ હસ્યો.
"ગઈ કાલે તારી સારવાર દરમિયાન તારું થોડું ઘણું ચેક અપ મે કર્યું હતું જેમાં ઘણી વિશેષ વાતો જાણવા મળી જે કદાચ તું પણ નહિ જાણતો હોય.." બ્રેઇન બોલી ઉઠ્યો.
"કંઈ વાત?"
"યાદ છે? મે તને કહ્યું હતું તારી તારી ઉપર માસ્ટર કન્ટ્રોલ છે."
"હા, પણ આ માસ્ટર કન્ટ્રોલ એટલે શું?" એરોન હજુ પૂછવા જ જતો હતો ત્યાં જ તેના મનમાં જવાબ આવ્યો તારા શરીર અને તારા મગજનો સંપૂર્ણ પણે તેમ જ ઈચ્છિત રીતે ઉપયોગ કરવાની ક્ષમતા...
"લાગે મનમાં બત્તી થઈ ગઈ..." એરોનને બોલતા બોલતા અટકેલો જોઇ બ્રેઇન બોલ્યો.
" આ સદીના સૌથી તેજસ્વી દિમાગ થકી મારું નામ બ્રેઇન રાખવામાં આવ્યું હતું કારણ જન્મ સમયે જ બાળકના ડી. એન. એ. નું બંધારણ જોઇ જાણી લેવામાં આવે છે કે તે ક્યાં કામમાં સૌથી માહેર છે.". બ્રેઇન હજુ વાત પૂરી જ કરી હતી ત્યાં એરોને પેઇન સામે જોયુ..
" બરાબર સમજ્યો આ લડાકુ મિજાજનો છે તેમજ સારામાં સારી લડાઈની રીતો તેને આવડે છે કે જે સામે વાળાને દુઃખ પહોંચાડવામાં કોઈ કસર છોડતી નથી..જોકે આ વસ્તુ બધા માટે લાગુ નથી થતી જેમકે રુહી તે ઘણા કામમાં પાવરધી છે"
"મારા રિપોર્ટમાં શું જોયું તમે?" એરોને રૂહીની વાત બદલવા સામે પૂછ્યું.
" એ જ કે તું કોઈ સુપર હીરો નથી પરંતુ ધારે તો બની શકે છે.. ના ના ના કંઈ તારી આંખોમાંથી લેસર કે મોંમાંથી જવાળા નહિ નીકળે પરંતુ શારીરિક જેટલી પણ શક્તિ છે તેનો ઉપયોગ તું કરી શકીશ ઉદાહરણ તરીકે..."
બ્રેઇન એ ખિસ્સામાંથી ચપ્પુ લઈને એરોનના હાથ પર વાર કર્યો કે જે વાગતા પહેલાં જ એરોને પકડી લીધું..
" આ શું હતું મજાક છે કોઈ???આ રમવાની વસ્તુ છે??" એરોન તાડુકી ઉઠ્યો ત્યા જ પોતે સેકંડના દસમા ભાગમાં પકડેલ ચપ્પુ જોઇ પોતે હેરાન થઈ ગયો...
"મને લાગ્યું જ હતું આવું કઈ થશે એટલે હું તૈયાર જ હતો." બ્રેઇન બોલ્યો.
"એક મિનિટ શું લાગ્યું હતું??" એરોન કંઈ બોલે તે પહેલાં જ તેની પાછળથી પગમાં એક ચપ્પાનો વાર થયો.. તેણે પાછળ ફરીને જોયું તો પેઇને તેના પગ પર ઘા કરેલ હતો તેને પોતાની સામે જોતા જોઈ પેઇન બોલી ઉઠ્યો.
"સોરી બોસ."
એરોન રડતા રડતા પોતાના પગને પકડીને બેસી ગયો તેની સામે જ બ્રેઇન પણ બેસી તેનું ચપ્પુ કાઢી લીધું.
"જરા તારા ઘા પર ધ્યાન આપજે.."
એરોને પોતાના ઘાને જોયો થોડી ક્ષણ માટે તો તેને કોઈ ફેર ના જણાયો પણ ત્યાં જ તેનો ઘા ભરાવા લાગ્યો.
"ત્યાં જ એરોનની ઉપર રહેલ મેટલનો સ્લેબ તેની ઉપર પડ્યો એરોને આંખ બંધ કરી દીધી પણ આ શું? તે દટાઈ ગયો ન હતો તેણે આંખો ખોલી અને જોયુ તો તેનું શરીર અત્યારે પેઇન કરતા પણ વધુ કદાવર હતું અને તેણે બંને હાથે તે મેટલને ઉંચકી રાખી હતી.
"તે જેટલી માત્રામાં પ્રોટીન લીધું હતું તે બધું જ તારા મગજ જરૂર પડતાં તારા શારીરિક જરૂરિયાત પ્રમાણે સીધા મસલ્સમાં ટ્રાન્સફર કરીને મસ્લ બનાવ્યા જેથી તું આ ઉઠાવી શકે. આ છે માસ્ટર કન્ટ્રોલ... આના જેવી તું ઘણી બાબતો કરી શકીશ જો તું ઈચ્છું તો અને ધ્યાન લગાવે તો.."
બ્રેઇન બોલી ઉઠ્યો.. એરોન હજુ પણ આશ્ચર્યમાં હતો.
"વોર્ટેકસ પોતાના ધ્યેયની ઘણો નજીક પહોંચી ગયો છે આપણે જલદીથી જલદી તૈયાર થવાનું છે.આ હાથમાંથી નીકળી શકે છે તારા??" બ્રેઇન એ " સમય ક્ષિતિજ" દર્શાવતા કહ્યું.
"ના, કદાચ તેમાં પાવર નથી. નહિ તો તેમાં રંગીન લાઈટ ઝબકે છે. બની શકે રીચાર્જ થતું હોય.. એક મિનિટ આ વોર્ટેક્સ પેલા રાજાની વાત કરો છો?તે શું કરવાનો છે? કેમ તેણે રોકવા માટે મારો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો" એરોન ઘણી વાત બોલી ઉઠ્યો જે તેને પણ ખબર ન હતી..
"વોર્ટેક્સ ભૂતકાળમાં જઈને પૃથ્વીના ઘણાખરા લોકોનો નાશ કરવા ઈચ્છે છે અને જો તેમાં તે સફળ નીવડ્યો તો સમગ્ર પૃથ્વીનું પણ કદાચ નિકંદન નીકળી જશે સમય સાથેની આ રમત માટે તે "ટાઈમ મશીન" બનાવી રહ્યો છે. જેમ તમારી પાસે પણ હતી કદાચ તે બગડી ગઈ છે અથવા ચાલુ નથી.. તેણે ઘણા લોકોના ઘર બરબાદ કર્યા છે પ્રથમ સારો રહ્યાં બાદ તે સાક્ષાત દાનવને પણ ટપી ગયો છે.નવી પૃથ્વીની પ્રથમ અવસ્થામાં હું તેની જ સેનાનો જનરલ હતો તેણે મારા સમગ્ર પરિવારનો નાશ કર્યો અને મને જીવવા છોડી દીધો, રુહીના મા બાપનું કતલ પણ તેના શીરે છે.. તે દાનવને તો હું નર્કમાં પણ જગ્યા નહિ મેળવવા દઉં." બ્રેઇન આંખમાં આંસું સાથે બોલી ઉઠ્યો.
"બપોરે મળીએ ભૂલતો નહિ હવે ઘડિયાળ ૪૮ કલાકના માધ્યમે ચાલે છે."બોલતાંની સાથે બ્રેઇન પોતાની આંખો સાફ કરતો ત્યાંથી ચાલી નીકળ્યો.
"ઓય.. બહાર આંટો મારવા આવું છે કે રૂમમાં પુરાઈ રહીશ તારી?આવું હોય તો ચૂપ ચાપ તારા રૂમની તરફથી સીધો આગળના રસ્તે નિકળજે તને ત્યાં મળીશ હું." એરોનને ધીમેથી બોલાયેલો રૂહીનો અવાજ આવ્યો..
બંનેને ત્યાંથી જતા જોઈ પેઇન બોલી ઉઠ્યો.
"તેને જીવંત કેમ રાખ્યો છે,આ તેનું જ લોહી છે અને હવે તો તારી મહેબાનીથી તે પોતાની શક્તિઓ વિશે પણ જાણકારી મેળવી રહ્યો છે.."..
" તેનું પણ એક કારણ છે પેઇન!! ચિંતા ના કર તું મારી પર છોડી દે.."