સમય ક્ષિતિજ - ભાગ ૪ Akshay Kumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમતૃષ્ણા - ભાગ 11

    “ હા ડો.અવની મલ્હોત્રા “ ખુશી બોલી .“ ઓકે , શાયદ ડો.મલ્હોત્ર...

  • આઈ વોન્ટ ટુ ટોક

    આઈ વોન્ટ ટુ ટોક- રાકેશ ઠક્કરઅભિષેક બચ્ચન પિતા અમિતાભનો અભિનય...

  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

શ્રેણી
શેયર કરો

સમય ક્ષિતિજ - ભાગ ૪

Chapter 4
Future's history
ભવિષ્યનો ઇતિહાસ


"બીપ બીપ બીપ" કોઈ મશીનનો અવાજ એરોનના કાને અથડાયો. તેણે આંખો ખોલી તો જોયું કે તેને એક અંધારા ઓરડામાં ઓપરેશન ટેબલ જેવા ટેબલ પર બાંધેલ અવસ્થામાં રાખવામાં આવ્યો હતો. તેમ જ તેના જમણા હાથમાં કોઈ સોઈ નાખેલ હતી કે જે કોઈ રાસાયણિક દવા લાગતી બોટલ સાથે જોડાયેલ હતી. ટીપ ટીપ કરતી દવા તેના શરીરમાં દાખલ કરવામાં આવી રહી હતી જેનો રંગ વાદળી સમાન હતો,આતો પાણી છે જે મને પાવામાં આવ્યું હતું !!એરોન તેને જોતા તુરંત ઓળખી ગયો. તેણે બેઠા થવાનો પ્રયત્ન કર્યો પણ તેના બંને હાથે અને પગે,તેમ જ કમરે બાંધેલા પટ્ટાથી તે અસંભવ હતું. તે બેબાકળો બની પોતાની જાતને છોડાવા પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ અસફળ. અથાક પ્રયત્નો કર્યા છતાં તેને ફકત હતાશા સિવાય કંઈ જ ન મળ્યું તે મોટેથી રાડ પાડી ઉઠ્યો.... પોતાને છોડાવાના પ્રયત્નોમાં તેના હાથે લગાવેલ સોઈ નીકળી ગઈ અને તે જગ્યાએ થયેલ સુક્ષ્મ છિદ્રમાથી પ્રવાહી મિશ્રિત લોહી નીકળવા લાગ્યુ... ત્યાં જ તેના કાને અવાજ સંભળાયો અને એક બલ્બ સમાન લાઈટ તેના ઉપર ઊડતી આવી જેણે તેની આંખોને આંજી દીધી..
" તારા જ માટે લગાવેલ છે ખોટા ધમપછાડા કરવાથી કંઈ નહિ મળે, તારું શરીર ટેલેપોર્ટેશન અને બેહોશીની દવા બંનેને સાચવી ના શક્યું અને નિર્જળ થવા લાગ્યું હતું, જેના પરિણામે આ સારવાર આપવી પડી."
લાઇટમાં એક ચહેરો ડોકાયો જેને અંજાયેલા આંખે તો નહિ પરંતુ અવાજથી એરોનના કાને જરૂર ઓળખી લીધો તે બ્રેઇન હતો. તે ફરીથી બોલી ઉઠ્યો.
"તને ભલે બચાવવામાં આવ્યો પરંતુ તું હજુ પણ અજાણ્યો જ છે, સૌ પ્રથમ તારે અમારા અમુક પ્રશ્નો ના જવાબ આપવા પડશે.."
બ્રેઇન આટલું બોલી પાછળ ખસ્યો ત્યાં જ એરોન ઉપર મંડાઈ રહેલી લાઈટ ત્યાંથી ગાયબ થઈ ગઈ અને કોઈ અજાણી જ શક્તિથી તેની શૈયા સમાન ટેબલ એક ખુરશીમાં ફેરવાઈ ગયું. એક તેજસ્વી લીલા રંગની લાઈટ તેના હાથ પર થઈ અને તેની બધી જ શિરાઓ રુધિરથી ભરપુર દેખાવા લાગી, અચાનક જ કોઈ અદ્રશ્ય શક્તિ વડે એક સોઈ તેની એક નસમાં નાખી દેવામાં આવી અને બોટલ ફરીથી ચાલતી થઈ ગઈ.
"તું કોણ છે અને ક્યાંથી આવ્યો છું? એક વાત તો ચોક્કસ છે તું અહીંનો રહેવાસી નથી.."
"મારું નામ એરોન છે, હું અનાથાશ્રમમાં રહુ છું મને પણ નથી જાણ કે હું અહી કઈ રીતે આવ્યો છું."
"તે મારા સાથીને જોયો જ છે, સારું રહેશે જો તું સાચું બોલીશ તો.." બ્રેઇન એ પેઇન સામે નજર માંડતા કહ્યું.
"હું સાચું જ કહ્યું છું હું નથી જાણતો હું કઈ રીતે અહી આવ્યો.." એરોન લગભગ રડવા જેવો થઈને બોલ્યો. જેના બદલામાં બ્રેઇન એ પેઇનને ઈશારો કર્યો. પેઇન કરડાકીથી ભર્યા ચહેરે બાંયો ચઢાવતા ચઢાવતા એરોન તરફ આગળ વધ્યો..
ડરનાં માર્યા એરોન ધ્રુજવા લાગ્યો જે કારણે તેની સોઈ ફરી વાર નીકળી ગઈ. પેઇન તેના સુધી પહોંચી ગયો હતો અને જેવો જ હાથ ઉપાડવા ગયો કયાંકથી કોઈ મશીનમાંથી એક રોબોટિક અવાજ આવ્યો.

"નીડલ ઇન્સર્શન ફેલ.. નીડલ ઇન્સર્શન ફેલ... મેટલ એરોર.. મેટલ એરોર..."
ઍરોને આંખ ખોલી અને જોયું તો મસીનની સોઈ તેના હાથે બંધાઈ ગયેલ " time horizon " સાથે અથડાઇ રહી હતી. બ્રેઇન તેનો હાથ પકડી ઉચો કર્યો તે સાથે જ હાથનો પટ્ટો તૂટી આખો એરોન ઉંચકાઈ ગયો. તેને તે હાથમાં બંધાયેલ બંધ સામે જોયું અને બ્રેઇનને બોલાવ્યો. બંને જણાએ ભેગા મળી તેને ચારે તરફથી જોયો અને ત્યાંથી વાત કરતા કરતા ચાલ્યા ગયા..
એરોન હવે બંધન મુક્ત હતો તેમ જ હવે ઓરડામાં પ્રકાશ પણ હતો. તે પેલા બંને જણાને વાત કરતા સાફ નિહાળી શકતો હતો જેમાં બ્રેઇન વારંવાર તેની તરફ આંગળી ચીંધી રહ્યો હતો. ત્યાં જ ઍરોનની આગળ એક ચોકલેટ પકડેલો હાથ આવ્યો તેને ઉંચુ જોયુ હા આ રુહી જ હતી. તે ચોકલેટ લેવા જ જતો હતો ત્યાં જ તેને બ્રેઇનના શબ્દો સંભર્યા " ટેલેપોર્ટેશન અને બેહોશીની દવા.."
" મારે આ વખતે બેભાન નથી થવું.." તે ગુસ્સાયેલ સ્વરે રુહી સામે જોઇ બોલી ઉઠ્યો.
" અરે તને બેભાન કરવાનો પણ નથી હવે.." રુહી હસતા હસતા ચોકલેટ પોતે ખાઈ ગઈ ત્યાં જ બ્રેઇન તેમની તરફ આવતા દેખાયો જેથી એરોનની ધક ધક વધી ગઈ.
"શું નામ જણાવ્યું તે એરોન.. હા તો એરોન જરા એ કહેજે મને તું જ્યારે તારા આશ્રમમાં હતો ત્યારે કંઈ તારીખ હતી?"
" લગભગ ૨૮ જુલાઈ ૨૦૯૦ કેમ આજે કંઈ તારીખ છે.." એરોને પ્રતિઉત્તર આપતા કહ્યું.
"ભવિષ્ય વાણી સાચી ઠરી છે..." બ્રેઇન જોરથી ખુશ થતા બોલી ઉઠ્યો.. તેનું આમ બોલવાનું અને આવું વર્તન એરોનને સમજાયું નહિ ત્યાં જ તેની આગળની વાતે એરોનને અંદરથી હલાવી દીધો.
"હવે સમજાયું, તને કેમ ખબર નથી તું અહી કેમનો આવ્યો.. કારણ તું અહીંનો છે જ નહિ.." પેઇન ઠંડા કલેજે બોલ્યો.
"હું સમજ્યો નહિ.."
"આજે કંઈ તારીખ છે ખબર છે?? ૨૮ જુલાઈ ૨૨૨૨..." બ્રેઇન બોલી ઉઠ્યો
" શું???? આ કંઈ રીતે શક્ય છે?? હું અને ભવિષ્યમાં કંઈ રીતે?" એરોન પૂર્ણ પણે આશ્ચર્ય ચકીત હતો. ત્યાં જ પાછું પ્રકાશની ઝડપ વાળી થીયેરી તેના મનમાં ઘૂમવા લાગી..
" આ બોટલમાં શું છે જરા જોઇ ને કહે તો.." બ્રેઇન સામો પ્રશ્ન કર્યો
" એ બધું જવા દો અત્યારે શું ચાલી રહ્યું છે તે જણાવો મને આ બોટલમાં ખાલી પાણી સિવાય કંઈ નથી જેમાં ૦.૯ ટકા મીઠું છે અને ૧૦ ટકા શર્કરા પરંતુ તે પ્રકાશના કારણે ભૂરી દેખાય છે..."
પોતે શું બોલી ગયો એનું પોતાને આશ્ચર્ય થવા લાગ્યું એરોનને આ બોટલ સાથે હજુ માંડ તેને થોડી ક્ષણો વિતાવી હશે ત્યાં તો.. તેને કઈ જ સમજાઈ રહ્યું ના હતું તે અસમંજસમાં હતો. બ્રેઇન એ તેને ઊભો કર્યો અને પોતાની સાથે આવવા જણાવ્યું..
અત્યંત આધુનિક લેબ જેવી આ કોઈ જગ્યા હતી થોડે આગળ જતાં એક ટેબલ આગળ બ્રેઇન ઊભો રહી ગયો અને બોલ્યો
"તને ભવિષ્યના ઇતિહાસ વિશે જણાવવું પડશે જેથી તને તારા બધા જ સવાલોના જવાબ મળી રહેશે... કમ્પ્યુટર સ્ટાર્ટ પ્રોજેકશન"
અને એરોનની નજર સામે એક પછી એક ચિત્રો રચવા લાગ્યા.. જેની માહિતી નીચે મુજબ હતી..

ઇ.સ. ૨૧૫૦

ત્રીજા વિશ્વયુદ્ધ ના એંધાણ ચાલી રહ્યા હતા કે જેના પરિણામ સ્વરૂપે મિત્ર રાષ્ટ્રઓ સંયુક્ત થઈ ૨ મહાસત્તામાં નિર્માણ પામ્યા એવી મહાસત્તાઓ કે જે એક બીજાને જડ મૂળથી મિટાવી નાખવા માટે કંઈ પણ કરવા તૈયાર હતી. તેમ જ રાજ નૈતિક કાવાદાવા દ્વારા દુશ્મનનું નામો નિશાન મિટાવી દેવા દરેક દેશ તરફથી તોતિંગ પ્રમાણમાં ન્યુક્લિયર બોમ્બ બનાવવામાં આવ્યા હતા કે જેનું પ્રમાણ પૃથ્વીનો પણ હજાર વાર વિનાશ નોતરી શકે તેમ હતું.આ જથ્થાને સુરક્ષિત રાખવા માટે તેનો સંગ્રહ ચંદ્ર પર કરવામાં આવ્યો પરંતુ બીજા માટે કૂવો ખોદનાર પોતે જ તેમાં પડે છે તેમ જ આ જથ્થાને લઇ જતા વાહનને અકસ્માત નડતાં તેણે સમગ્ર ચંદ્રનો વિનાશ નોતર્યો. ચંદ્ર અસંખ્ય ટુકડાઓમાં વિભાજીત થયો આ ટુકડામાંથી ઉલ્કા રચાઈ અને આ જ અસંખ્ય ઉલ્કાઓ પૃથ્વીના ગુરુત્વાકરષણ બળના કારણે પૃથ્વી તરફ આકર્ષાઈને તેની સાથે અફડાઈ... ચંદ્રના ટુકડા પૃથ્વી સાથે જોડતા પૃથ્વીના કદમાં વધારો થયો ઉપરાંત પૃથ્વીએ અનુભવેલા આ જોરદાર આંચકાના કારણે પૃથ્વી તેની મૂળ ધરી(સૂર્યની ફરતે લંબાઈ ૧૪૦.૬૦ મિલિયન કિલોમીટર) પરથી ખસી એક નવી ધરી(સૂર્યની ફરતે લંબાઈ ૧૧૪.૧૯ મિલિયન કિલોમીટર) પામી ઉપરાંત તે તેના મુખ્ય અક્ષ સાથેના રચિત મૂળ કોણ(૨૩.૫°) થી બદલાઈ નવો કોણ (૩૮.૮°) પામી કે જેના પરિણામ સ્વરૂપે પૃથ્વી પરનો દિવસ ૪૭.૨૩ કલાકનો થયો જેમાં ત્રણે ઋતુઓનો અનુભવ થતો સવારે ઠંડી ભર બપોરમાં ચામડી બાળે તેવી ગરમી તેમ જ સંધ્યા કાળમાં તેને શામવા વરસાદ...
આટલા મોટા અકસ્માત બાદ એક તદ્દન જ નવી પૃથ્વીની રચના થઈ જેના અમુક ભાગોએ શરૂઆતના સરેરાશ ૫૦ વર્ષ તો ફક્ત ઘોર અંધકારમાં વ્યતીત કર્યા કારણ હજુ પણ ઉલ્કા પાતની ધૂળની ડમરીઓ સંપૂર્ણ પણે શમી ના હતી. તેમ છતાં પૃથ્વી પર ઘણી ખરી માનવ જાત જીવંત રહેવા પામી.. એક સંપૂર્ણ નવી માનવ વસ્તી કે જેમનો ના કોઈ ધર્મ હતો,ના કોઈ જાતિ,ના કોઈ દેશ કે ના કોઈ સમાજ. હતો તો બસ એક બુદ્ધિમાન મનુષ્ય જેને લોકો પોતાનો તારણહાર માનવા લાગ્યા કારણ કે તેણે આ નવી પૃથ્વીને શાક્ષત સ્વર્ગમાં પરિવર્તિત કરી.. સાનુકૂળ ના આવે તેવી પરિસ્થિતિઓમાં પણ તેણે પોતાના ચાતુર્યથી વૃક્ષો ઉગાડયા અદ્યતન ટેક્નલોજીનો પરચો આપી આ નવી પૃથ્વીને અત્યંત આધુનિક બનાવી કે જે આ નવા વાતાવરણ પણ પોતાનું સમતોલન જાળવી શકે. ઉપરાંત લોકોને વાતાવરણમાં અનુકુલિત કરવા અનેક રચનાઓ કરી અને ઘણું ઘણું લોકોને શીખવ્યું પણ અફસોસ.... વધુ જ્ઞાનનો શ્રાપ સંભાળવો દરેકના બસની વાત નથી હોતી અગણિત માનવ કલ્યાણના કામો કરી તેણે પોતાનો આપો ખોઈ દીધો અને એક દાનવમાં પરિવર્તિત થયો અને હવે તે ઘણી ખરી માનવ જાતનું નિકંદન કાઢવા ઈચ્છે છે કે જે તેને હાલના સમયે નડતર રૂપ છે.તે ફક્ત પોતાનું એક શાસન સ્થાપવા માંગે છે. જેમાં તેની સામે કોઈ ના હોય લોકોના જીવનને કન્ટ્રોલ કરી પોતાના નિયમો માફક જ જીવાડવા અને તેમનો રાજા બનીને રહેવું તેના જીવનનો એક ધ્યેય માત્ર બની ગયો છે.. "

એરોન સ્તબ્ધ પૂતળું બનીને ઉભો રહ્યો આ શું ઘટી ગયું છે?? શું સાચે આ શક્ય છે?? પણ તેને ભવિષ્યમાં કેમ લાવવામાં આવ્યો? ઘણા પ્રશ્નો તેના મનમાં ચાલી રહ્યા હતા.
" આ વર્ષ ૨૨૨૨ ચાલી રહ્યું છે આ ઘટનાનાં કારણે દિવસ અને વર્ષોમાં ઘણો ફેર પડી ચૂક્યો છે. દિવસ ૪૭ કલાકનો, અઠવાડિયું ૩ દિવસનું અને વર્ષ ૧૬૬-૧૬૭ દિવસનું થવા પામ્યું છે.. તે જે બરફ જોયો તે સવારના સમયનો બરફ હતો..." બ્રેઇન બોલી ઉઠ્યો.
" તો શું સમગ્ર પૃથ્વીને આ રીતે કવચ હેઠળ રાખેલ છે? કેમકે જો આવી જ પરિસ્થતિ સર્જાઈ હોય તો આ કવચ બનાવવા સુધીનો સમય પણ કોઈ પાસે ના રહ્યો હોય અને સમગ્ર માનવ વસ્તી મૃત્યુ પામી હોય.."
"ના સમગ્ર પૃથ્વીને નહિ પરંતુ ફક્ત પૃથ્વીના અમુક ભાગો પર જેવા કે વિષ્વૃતિય અને કર્કવૃત્તઇય. જોકે બધા જ વૃતો બદલાઈ ગયેલ છે તમારા સમય મુજબના. હાલ મુજબના વૃત્તો કે જે રેખાંશની મદદથી બનાવેલ છે તે પ્રમાણે પૃથ્વીમાં હાલમાં રહેલ દરેક મધ્ય ભાગ ગરમીની તીવ્ર અસર હેઠળ જોવા મળે છે જેમાં ક્યારેક બરફ અને વરસાદનું પણ ભરપુર પ્રમાણમાં જણાઈ આવે છે તેમ જ પૃથ્વીના ધ્રુવોને પણ આ કવચ હેઠળ રાખવામાં આવ્યા છે કારણકે દર હાજર વર્ષે બદલાતા ધ્રુવો આ આંચકાથી સંપૂર્ણ બદલાઈ ગયા છે, જેથી દિશાઓમાં પણ ફરક જોવા મળ્યો છે. ઉપરાંત આ કવચ સમય અનુસાર તેની જરૂરતના સ્થાને ખસતું રહે છે."
" આ વાતાવરણ અનુસાર તો માણસ જાતમાં ઘણો ફેર આવેલ હોવો જોઈએ કારણ આ પરિસ્થિતિમાં ઉત્ક્રાંતિ વગર સરળ જીવન શક્ય નથી.."
"એરોન ફક્ત માણસો નહિ ઘણા બધા સજીવો પણ કે જે તે હજુ નિહાળ્યા નથી. એરોન ઇતિહાસ પોતાનું પુનરાવર્તન જરૂર કરે છે.. અને હજુ તો તારે જોવા માટે ઘણું બાકી છે..." બ્રેઇન એરોનના ખભે હાથ મૂકી બોલ્યો.
"પરંતુ હું અહી કેમ!! આ સમયને આ પરિસ્થિતિને અને આ નેતા કે રાજા સાથે મને શું લેવા દેવા છે?" એરોન બોલ્યો.
" કારણ કે તું પણ આ જ "time horizon"નો એક ભાગ છે. તું જ છે જેનો ઉલ્લેખ ભવિષ્ય વાણીમાં આશાના કિરણ તરીકે થયેલો. તું એક માત્ર છે જે પોતાની ઉપર માસ્ટર કન્ટ્રોલ ધરાવે છે!! તેથી જ તો તને દરેક વસ્તુનું જ્ઞાન આટલી સરળતાથી મળી આવે છે. કદી વિચાર્યું જ નહિ કે તું આટલો હોશિયાર કેમ છે?? કેમ બધી જાણકારી તારું મન જાતે મેળવી લે છે??" બ્રેઇન એરોનને પૂછતા કહ્યું.

એરોનને ધીમે ધીમે બધો ખ્યાલ આવી રહ્યો હતો પરંતુ તેનું મસ્તિસ્કમાં દુખાવો વધુ હોઈ તેને આરામ કરવાનું જણાવવામાં આવ્યું. રુહી તેને તેના રૂમ પર મૂકી ગઈ અને મખમલ સમાન શૈયા પર ક્યારે તે પોઢી ગયો તેની તેને ખુદને પણ જાણ ના રહી...