સફળતાનાં સોપાનો Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફળતાનાં સોપાનો

નામ:- સફળતાનાં સોપાનો
લેખિકા:- સ્નેહલ જાની

નમસ્કાર મિત્રો,

આજે ફરીથી તમારી સમક્ષ પ્રેરણાત્મક બાબત લઈને આવી છું. તમારા બધાનાં મારી વાર્તા માટેનાં અભિપ્રાય અને પ્રેરણાથી પ્રેરાઈને મેં હવે ધારાવાહિક લખવાનું નક્કી કર્યું છે. આશા છે કે મારી આગળની વાર્તાઓની જેમ આ ધારાવાહિકને પણ સફળ બનાવવા તમે મારી મદદે આવશો. આ ધારાવાહિક માટે વધુ વાચકો મને મળે તેવી અપેક્ષા સાથે એને રજુ કરું છું.

દરેક વ્યક્તિ પોતાનાં જીવનમાં સફળતા ઈચ્છે છે. દરેકને એમ છે કે હું કંઈક કરી બતાવું અને બધાં મારા વખાણ કરે. મને મારી સફળતા પર ગર્વનો અનુભવ થાય. પણ મિત્રો, આ સફળતા કંઈ એમ જ થોડી મળી જાય છે? કેટલાય અવરોધો પાર કરવા પડે છે, કેટલીય ટીકાઓ સહન કરવી પડે છે.

સફળતા મળ્યા પછી તેને ટકાવી રાખવી એ પણ એટલી જ અગત્યની બાબત છે. જો સફળતા મળ્યા પછી એવું વિચારીએ કે, 'હવે તો મને શું તકલીફ પડશે? હવે મારે જેમ કરવું હોય એમ હું કરી શકીશ.' તો એ આપણો વહેમ છે. જેટલી મહેનત કરીને આપણે આ સફળતા મેળવી છે એનાથી બમણી મહેનત એને ટકાવી રાખવા કરવી પડે છે. એક બાબત આપણે હંમેશા યાદ રાખવી કે, 'દુનિયા ક્યારેય આપણે કરેલ પ્રયત્નોને બિરદાવતી નથી, એ તો પરિણામ જ જુએ છે.' સફળતા મેળવવા આપણે કરેલ સંઘર્ષ સાથે દુનિયાને કોઈ લેવા દેવા નથી હોતી.

જેણે આપણને સંઘર્ષ કરતાં જોયા છે એ આપણી સફળતાથી ખુશ તો થશે પણ સાથે સાથે આપણે અભિમાનથી છકી ન જઈએ એનું પણ ધ્યાન રાખશે. એક વાર સફળતા મળ્યા પછી ધ્યાન એ વાતનું રાખવું કે એટલી સમજ આપણામાં આવી જાય કે આપણે જાતે જ નક્કી કરી શકીએ કે કોણ આપણાં સાચા હિતેચ્છુ છે અને કોણ હિતશત્રુ. જો આ ન આવડ્યું તો સફળતાનાં શિખર પરથી નીચે ક્યારે પટકાશું એની ખબર પણ નહીં પડશે. પછી માત્ર પસ્તાવો જ કરવો પડશે.

કહેવાય છે ને કે 'સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય', પણ જો આપણે થોડી કાળજી રાખીએ તો ઓછાં પરસેવે પણ સિદ્ધિ મેળવી શકીએ. આ માટે જીવનમાં કેટલાંક નિયમો બનાવવા જરુરી છે, અને એ નિયમો પાળવા પણ એટલાં જ જરુરી છે. આ નિયમો એવી રીતે બનાવવા કે જે આપણી અંગત જિંદગીને અસર ન કરે. યાદ રાખવું કે સફળતા મળ્યા પછી માનવી એકલો પડી જાય છે, એને માત્ર એનાં કુટુંબીજનો અને હિતેચ્છુઓ જ હિંમત આપે છે બાકી બધાં તો એની ખામીઓ કાઢવા તત્તપર જ હોય છે.

આજે મારે વાત કરવી છે સફળતા મેળવવા માટેનાં સાત સોપાનોની. જેને અંગ્રેજીમાં મેં વાંચ્યાં છે. માત્ર એ સાત સોપાનોનાં નામ જ આપેલ હતાં, જે મને અધૂરા લાગ્યા. એટલે મેં વિચાર્યું કે આને વિસ્તારથી રજુ કરવામાં આવે તો વધુ અસરકારક સાબિત થાય.

અંગ્રેજીમાં વાંચ્યા પ્રમાણે એ છે :-

Seven 'C's of Success.
1. CLARITY એટલે કે સ્પષ્ટતા
2. COMPETENCE એટલે કે યોગ્યતા
3. CONSTRAINTS એટલે કે દબાણ અથવા મૂંઝવણ
4. CONCENTRATION એટલે કે એકાગ્રતા
5. CREATIVITY એટલે કે સર્જનાત્મકતા
6. COURAGE એટલે કે હિંમત
7. CONTINUES LEARNING એટલે કે સતત અભ્યાસ

આપણે આ સાતેય સોપાનોની વિસ્તૃત ચર્ચા કરીશું. આ દરેક સોપાનો આપણાં જીવનમાં કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે તેની પણ ચર્ચા કરીશું, અને આમાં સાથે સાથે તમારાં બધાનાં અભિપ્રાયો ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવશે. તમારો અભિપ્રાય મને આગળનું પ્રકરણ વધુ સારું લખવાની પ્રેરણા આપશે.

આવતા અંકથી દરેક અંકમાં એક એક સોપાન વિશે માહિતી મેળવતાં જઈશું.

આભાર. 🙏

સહકારની અપેક્ષા સહ,
સ્નેહલ જાનીનાં જય શ્રી કૃષ્ણ.