પ્રકરણ 11 માં આપણે જોયું કે માનવી હવે રિયા ને લઈ ને મન ઉપર ગુસ્સો કરવા લાગી હતી અને મનના મિત્રોનું કહેવું હતું કે, માનવી પણ તને પ્રેમ કરે છે અને મન પાછો માનવીને મનાવવા માટે તેના ઘરે પહોંચી જાય છે હવે આગળ......
______________________________________
મન માનવીને ઘરે આવે છે ત્યાં પહેલા માનવીની મમ્મીને મળે છે અને તેમની સાથે બે પાંચ મિનિટ વાત કરી તેમને કહે છે કે, આંટી હું માનવીને મળી આવું , મારે જરાક એની જોડે કામ છે એમ કહી મન માનવીના રૂમમાં જાય છે.
માનવી તેના રૂમમાં મોઢું ફુલાવીને બેઠી હોય છે.
મન તેની પાસે જાય છે અને કહે છે કે શું થયું તને માનવી ? કેમ તું નાની વાતમાં અત્યારથી ખૂબ જ ગુસ્સો કરે છે. તને ખબર છે ને કે મને તારી સાથે વાત કર્યા વગર નથી ચાલતું . તું કેમ આટલું બધું ભડકે છે મારા પર . માની પણ જા . જો હું તને મનાવવા માટે આવ્યો છું.
માનવી કહે છે કે, મને નથી ગમતું કે તું રિયા સાથે વાત કરે. તું અત્યારથી તેની સાથે જ વાતો કરે છે. તારી પાસે મારા માટે સમય જ નથી ,એટલે હું તારાથી ખૂબ જ ગુસ્સે છું.
મન કહે છે કે માનવી એવું નથી. મારા માટે મારી બેસ્ટ ફ્રેન્ડ તું જ છે અને તારી જગ્યા બીજું કોઈ પણ નહીં લઇ શકે . કેમ આ રીતે વિચારે છે ? તને નથી ગમતું ને કે હું રિયા સાથે વાત કરું?? સારું તેની સાથે વાત નહીં કરું બસ. હવે તો માની જા તું કેમ બીજા ના લીધે આપણી મિત્રતા ખરાબ કરે છે.
માનવી પણ માની જાય છે. મન અને માનવી બંને માનવીના ઘરે બેસીને વાતો કરે છે. બંનેને ખૂબ જ મજા પડે છે. માનવી પણ જાણે અજાણે મનને પ્રેમ કરવા લાગી હતી, પરંતુ તેને તે વાતનો આભાસ પણ ન હતો . માનવી તો મન ઉપર મિત્ર તરીકે જ હક્ક જમાવતી હોય તેવું તેને લાગતું હતું , આમ બંને વાત કરીએ છુટા થાય છે. મન તેના ઘરે જાય છે.
માનવી મનના ગયા પછી તેના વિશે જ વિચાર કરતી હોય છે. તે વિચારે છે કે મન ઉપર મેં આ બે દિવસમાં વધારે ગુસ્સો કરી લીધો અને એ તો મને એની ભૂલ ન હોવા છતાં માફી માંગવા આવ્યો . મારે પણ કાલે કોલેજમાં જઈને એને સોરી કહી દેવું જોઈએ.
સાંજ પડતા માનવીની મમ્મી માનવી ને કહે છે કે , ચાલ આજે આપણે બજાર જવાનું છે . તારે નવા કપડાં લેવાના છે. તો ચાલ આજે આપણે લઈ આવીએ . માનવીનેતો શોપિંગ કરવી ખૂબ જ ગમતી હતી તેથી તે તો ફટાફટ તૈયાર થઈને આવી ગઈ અને તેની મમ્મી સાથે બજાર ગઈ.
માનવી અને તેની મમ્મી કપડાની દુકાનમાં આવે છે, ત્યાં માનવીની મમ્મી કહે છે કે મારી માનવી માટે સરસ મજાનું જીન્સ ટોપ બતાવો . ત્યાં માનવી દુકાનદારને અટકાવતા કહે છે કે મારે જીન્સટોપ નથી લેવો મને સરસ બ્લેક કલરમાં ડ્રેસ બતાવો.
માનવીની મમ્મી કહે છે કે, તું તો કોલેજ માટે હંમેશા જીન્સ ટોપ જ લે છે. તો આજે તને ડ્રેસ લેવાની ઈચ્છા કેવી રીતે થઈ.
માનવી મનમાં વિચારે છે કે થોડા દિવસમાં મનનો જન્મદિવસ આવવાનો છે . એ મને દર વર્ષે મારા જન્મદિવસ ઉપર સરપ્રાઈ -ઝ આપે છે તેથી આ વખતે હું તેને સરપ્રાઈઝ આપીશ . તેને મારા ઉપર ડ્રેસ ગમે છે અને બ્લેક કલર તેનો ફેવરિટ છે તો હું તેના જન્મદિવસ પર ડ્રેસ જ પહેરીશ અને તેને સરપ્રાઈઝ આપીશ.
માનવીની મમ્મી કહે ક્યાં ખોવાઈ ગઈ તું ? માનવી જવાબ આપ ડ્રેસ કેમ લેવો છે.
માનવી કહે છે કે, બસ મારી ઈચ્છા છે એટલે લેવો છે. ના લઉ??
માનવીની મમ્મી કહે છે કે, તને જે ગમે એ લઈ લે.
માનવી ખુબ જ સરસ અને સુંદર બ્લેક કલર નો પટિયાલા ડ્રેસ પસંદ કરે છે અને વિચારીને ખુશ થાય છે કે આ તે મનના જન્મદિવસ ઉપર પહેરશે . માનવીની મમ્મી અને માનવી બંને ઘરે જાય છે.
માનવી ઘરે આવીને પણ મનના જન્મદિવસ ના વિચારોમાં જ ખોવાયેલ રહે છે. તે હવે રાહ જોઈ રહી હોય છે કે ક્યારે મનનો જન્મદિવસ આવે અને તે લાવેલી ડ્રેસ પહેરે . માનવી મન ને ક્યાંકને ક્યાંક ચાહવા લાગી હતી પરંતુ તે સમજી શકતી નહોતી.
દરરોજની જેમ મન અને માનવી કોલેજમાં મળે છે અને બધા લેક્ચર ભરે છે.હવે મન અને માનવીની રોજની આદત હતી કે , બંને કોલેજ પછી એકબીજા સાથે 10 -15 મિનિટ વાત કરીને જતા આજે પણ નિયમ મુજબ બંને વાત કરવા માટે ઉભા રહ્યા. બંનેની વાતો કરતા-કરતા 10 -15 મિનિટ થઈ તો મન એ કહ્યું કે, હવે આપણે પોતપોતાના ઘરે જઈએ. ત્યારે માનવીએ તે વાતને ટાળી નાખી અને મન સાથે વાતો કરવા લાગી. આમ રોજ જે 10 15 મિનિટ વાત થતી એ આજે અડધો કલાકમાં ફેરવાઈ ગઈ હતી .જાણે કે માનવીને હજી મન સાથે વાત કરવી હોય એવું મનને લાગ્યું અને છેલ્લે બંને વાતો કરીને પોતાના ઘરે ગયા.
માનવી ઘરે આવીને પણ મન વિશે જ વિચારો કરતી અને એકલી એકલી હસતી . તેણે પણ મન ની આદત પડી ગઈ હતી . તેને મન સાથે સમય વિતાવો ગમ લાગ્યો હતો, પરંતુ તેને હજી એ ખબર નહોતી કે આ પ્રેમની શરૂઆત છે. માનવી ઘરે આવે છે અને તેને ઘરે આવે બે કલાક જેવા થાય છે અને તે પછી મનને ફોન કરે છે અને તેની સાથે વાતો કરે છે.
મન ને પણ માનવીનું આ બદલાતું જતુ વર્તન સમજાતું નહોતું, પરંતુ તેને માનવી સાથે સમય વિતાવો ગમતો હતો. તેથી તે પણ માનવી જ્યારે પણ કોલ કરે ત્યારે હાજર થઈ જતો.
આમ કરતા કરતા મનનો જન્મદિવસ હવે એક દિવસ જ દૂર હતો અને માનવીએ તો મનના જન્મ દિવસની તૈયારીઓ કરીને જ રાખી હતી. તે ખૂબ જ આતુરતાથી મનના જન્મ દિવસની રાહ જોતી હોય છે. માનવી વિચારે છે કે તે મનના જન્મદિવસ -ના દિવસે પોતાના ઘરે જ નાનકડી પાર્ટી રાખશે અને તેમના બધા મિત્રોને પણ બોલાવશે અને બધા ખૂબ જ મજા કરશે.
હવે મનના જન્મદિવસમાં એક જ દિવસ બાકી હોય છે, અને માનવી બધી તૈયારીઓમાં વ્યસ્ત હોય છે . મન માનવી સાથે વાત કરવા માટે તેને ફોન કરે છે , પરંતુ માનવી તો ખૂબ વ્યસ્ત હોય છે તેથી તે ફોન જોતી નથી . મન વિચાર કરે છે કે માનવી કેમ ફોન નથી ઉપાડતી ? આમ તો સામેથી ફોન કરે છે અને હું ફોન કરું તો ઉપાડતી નથી અને વિચારે છે કે જ્યારે તે જોશે ત્યારે ફોન કરશે.
માનવી હવે સીધુ રાત્રે બાર વાગ્યે મનને ફોન કરીને જન્મદિવસ -ની શુભકામના આપે છે અને તેને કહે છે કે, કાલે તારા માટે એક સરપ્રાઈઝ છે તો તું તૈયાર રહેજે અને કોલેજ પછી મારા ઘરે આવજે.
મન માનવીને કહે છે કે શું સપ્રાઇસ છે? મને તો કે.
માનવી કહે છે કે એ તને કાલે ખબર પડી જશે . તું ખાલી સમયસર આવી જજે એમ કહી ને ફોન મૂકી દે છે.
મન પણ હવે જાણવા માટે આતુર હોય છે કે માનવીએ શું સરપ્રાઈઝ રાખ્યું હશે અને સુઈ જાય છે.
હવે માનવી નો સરપ્રાઈઝ મનને ગમશે કે ના અને હવે આગળ શું થશે?એ બધું આપણે પ્રકરણ 13 માં જઈશું .
આભાર.
_Dhanvanti jumani (Dhanni)