Daastaan - e - chat - 14 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

Daastaan - e - chat - 14

14


સાક્ષી સુરત ગઈ પછી તો આખો દિવસ નોવેલ વાંચતી. ઓનલાઇન બોવ ઓછું થતી. ક્યારેક ક્યારેક વિહાન સાથે વાત થઈ જતી.

હવે બંન્ને ની વાત પેલા કરતાં ઓછી થઈ ગઈ હતી ખાલી શનિ વાર અને રવિવારે વાત થતી. કેમકે વિહાન ને જોબ હોય એટલે એને જલ્દી ઊઠવાનું હોય.


એક દિવસ બંને વાત કરતા હતા ત્યારે,

વિહાન : તું ઠીક છે ને ?

સાક્ષી : હા કેમ

વિહાન : કઈ નઈ બસ એમજ

સાક્ષી : પણ આવું કોઈ દિવસ નઈ પૂછ્યું તે

વિહાન : હા હમણાં થી બોવ ઓછી વાત કરે છે. મે કઈ ખોટું કહ્યુ તને ? કઈ વધારે બોલાઈ ગયું હોય તો સોરી

સાક્ષી : ના એવુ કઈ નથી.

વિહાન : તો

સાક્ષી : કઈ નઈ

વિહાન : બોલ ને

સાક્ષી : 🤐

વિહાન : ચલ બોલ તું ચુપ છે ને સારી નઈ લાગતી

સાક્ષી : 🙄

વિહાન : કેવી લાગે છે ખબર ?

સાક્ષી : 🤔

વિહાન : કપ કેક પીગળી ગઈ

સાક્ષી : 😨

વિહાન : ચોકોલેટ મેલ્ટ થઈ જાય ને એમ

સાક્ષી : 😆😆

વિહાન : ચલ બોલ

સાક્ષી : યાર તું સવાર નો જોબ પર જાય અને રાતે હું મોડા સુધી મેસેજ કરી ને હેરાન કરું એટલે

વિહાન : હું સવારે ઉઠી જાવ છું હો

સાક્ષી : હા પણ કદાચ ના ઉઠાયું તો તારે રજા પડશે પછી તું ગુસ્સો કરશે મારા પર 😞

વિહાન : બીજા ગમે એના પર ગુસ્સો કરું તારા પર તો કોઈ દિવસ નઈ કરું

સાક્ષી : કેમ 🤨

વિહાન : બસ એમજ

સાક્ષી : તો બીજા પર ગુસ્સો કેમ કરે ?

વિહાન : આવી જાય એ તો કોઈ વાર

સાક્ષી : ઓકે

વિહાન : એટલે તને એવું લાગે છે તું મારી જોડે મોડા સુધી વાત કરીશ તો હું સવારે ઉઠીશ નહિ

સાક્ષી : હા

વિહાન : એ હા વાળી

સાક્ષી : 🤭

વિહાન : હસી લીધું

સાક્ષી : હા

વિહાન : બોવ સારું

સાક્ષી : અને અત્યારે પેલા જોબ મેઈન છે તારા માટે

વિહાન : 🤨

સાક્ષી : હા તો. આના પર પણ તારી ભવિષ્ય છે ને.

વિહાન : હા એ તો છે

સાક્ષી : તો વાત તો પછી પણ થઈ શકે ને

વિહાન : હા પણ ત્યારે તું નઈ ફ્રી હોય

સાક્ષી : વોટ

વિહાન : હા તો મેરેજ નઈ થઈ જાય તારા

સાક્ષી : 😭😭

વિહાન : હજી વાર છે પણ અત્યાર થી ના રડ

સાક્ષી : હા પણ

વિહાન : પણ શું ?

સાક્ષી : કઈ નઈ

વિહાન : બોલ

સાક્ષી : બોવ નીંદ આવે છે ગુડ નાઈટ

વિહાન : ઓકે ગુડ નાઈટ

સાક્ષી : હમ


પછી તો સાક્ષી અને વિહાન ની ખાલી ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ અને શું કરે બસ આટલી જ વાત થતી.

એક દિવસ તપન નો ફોન આવ્યો.

વિહાન : બોલ

તપન : તું ક્યારે આવવાનો છે ?

વિહાન : કેમ

તપન : રવિવાર મને છોકરી વાળા જોવા આવવાના છે

વિહાન આ વાત સાંભળી ને બોવ જ હસે છે પછી બોલે છે

વિહાન : આજ સુધી સાંભળ્યું હતું છોકરી ને જોવા જવાની છે. છોકરા ને જોવા જવાનું છે એવું નઈ સાંભળ્યું હતું

તપન : બસ કર તું

વિહાન : હા ચલ બોલ તું

તપન : મમ્મી પપ્પા ને છોકરી ગમી ગઈ છે. ખાલી મારી હા જ બાકી છે.

વિહાન : વાત આટલી બધી આગળ ચાલી અને તે મને કીધું પણ નઈ

તપન : સોરી ટાઈમ નઈ મળતો હતો.

વિહાન : છોકરી ની પણ હા છે ?

તપન : હા કદાચ

વિહાન : ઓહ ગ્રેટ તો શું નામ છે ભાભી નું

તપન : પૂર્વી

વિહાન : તપર્વી

તપન : શું બોલે છે તું ?

વિહાન : તપન પૂર્વી એટલે થાય ને

તપન : તું શાંતિ રાખ થોડી

વિહાન : સારું બોલ તો

તપન : 11 મી છોકરી છે આ. મમ્મી એ કીધું છે અમે થાક્યા હવે તું તારી જાતે શોધજે આ છેલ્લી બતાવીએ છીએ.

વિહાન : તો હા કહી દે

તપન : જોવ

વિહાન : કેમ કોઈ ગર્લ ફ્રેન્ડ છે ?

તપન : ના હવે કોઈ નથી

વિહાન : તો શું પ્રોબ્લેમ છે તને

તપન : કઈ નઈ.

વિહાન : કેમ એ સારી નથી

તપન : સારી છે વોટ્સ એપ પર વાત કરીએ છે એના પર થી તો એવી લાગે છે.

વિહાન : આલિયા ભટ્ટ મળતી હોય તો ના નઈ પડે.

તપન : હા સૂઈ જા તુ

વિહાન : યેસ. બેસ્ટ ઓફ લક

તપન : thank you

વિહાન : કાલે કેજે મને શું થયું એ ?

તપન : હા


ચાર દિવસ પછી વિહાન જોબ પતાવી ને આવ્યો હતો હજી જમવા જ બેઠો ત્યાં એના મમ્મી નો ફોન આવ્યો

વિહાન : બોલો ને કેમનો યાદ આવ્યો હું

વિહાન ના મમ્મી : તારા ભાભી મળી ગયા

વિહાન : ઓહ સરસ તમારી વહુ પણ મળી ગઈ ( હસતા હસતા બોલ્યો)

વિહાન ના મમ્મી : હા પણ એક જ મળી છે એક બાકી છે

વિહાન : પેલા એક ને તો લાવો પછી વિચારજો બીજી લાવવી કે નઈ

વિહાન ના મમ્મી : બીજી તો આવસે જ અને એ પણ સાક્ષી

વિહાન : એ કોણ

વિહાન ના મમ્મી : પેલી મેગેઝિન વાળી

વિહાન : મમ્મી તમે તો

વિહાન ના મમ્મી : તારા માટે એના થી સારી બીજી કોઈ નથી

વિહાન : પણ મારે

વિહાન ના મમ્મી : તારે જે હોય એ હું તો એને જ મારી બીજી વહુ બનાવીશ

વિહાન : મમ્મી બસ

વિહાન ના મમ્મી : સારું તું જોઈ લેજે. સાક્ષી જ હસે તારી લાઈફ પાર્ટનર

વિહાન : સારું જોઈએ

વિહાન ના મમ્મી : હા

વિહાન એ તો મમ્મી નો ફોન મૂકી દીધો પણ એનું મગજ તો
વિચારો થી ઓવર ફૂલ થઇ ગયું હતું.

આમ તો વિહાન ને સાક્ષી ગમતી પણ હજી સુધી એવી કોઈ વાત નઈ હતી કે એ સાક્ષી ને કહે કઈ.

અને સાક્ષી તો વિહાન ને ખાલી ફ્રેન્ડ જ માનતી.

વિહાન એ એક વાર તો વિચાર્યું હતું કે સાક્ષી ને પ્રોંપોઝ કરું પણ એને દોસ્તી તૂટવાની બીક હતી.એટલે એને કીધું નઈ.


એક દિવસ રાતે એ બંને મેસેજ પર વાત કરતા હતા ત્યારે

વિહાન : એક વાત કેહ મને

સાક્ષી : શું

વિહાન : કોઈ ગમતું હોય તો શું કરાય

સાક્ષી : એને જઈ ને કહી દેવાનું .

વિહાન : શું ?

સાક્ષી : આઇ લાઇક યુ

વિહાન : ઓહ સાચે ? ( મસ્તી માં બોલ્યો )

સાક્ષી : શું ?

વિહાન : યુ લાઈક મી 😝

સાક્ષી : અબે

વિહાન : શું

સાક્ષી : તું એને કહી દે એમ

વિહાન : કોનેે

સાક્ષી : જે ગમે છે એને

વિહાન : અચ્છા

સાક્ષી : 👍

વિહાન : પણ એ ના પડશે તો

સાક્ષી : તું લવ કરે છે એને ?

વિહાન : ના

સાક્ષી : તો પેલા તું સ્યો ર થા

વિહાન : એ કેમનું

સાક્ષી : એ મને નઈ ખબર

વિહાન : યાર કેહ ને ખબર હોય તો

સાક્ષી : પણ એવું કઈક થયું જ નથી તો કેમનું કહું

વિહાન : તો કર કઈક

સાક્ષી : 😡😡

વિહાન : ચિલ

સાક્ષી : 😏😏

વિહાન : આમ ના કર તું

સાક્ષી : 🙄

વિહાન : ઈમોજી ની દુકાન બસ પણ

સાક્ષી : 🤭🤭

વિહાન : તારું નામ સાક્ષી નઈ બીજું હોવું જોઈતું હતું

સાક્ષી : 🙄

વિહાન : ઈમોજી 😝😝

સાક્ષી : 😨😨

વિહાન : ના ગમ્યું નામ

સાક્ષી : ના

વિહાન : મિસ. ઈમોજી

સાક્ષી : 😞

વિહાન : આમ નામ થી તારો નંબર સેવ કરું જો તું

સાક્ષી : હું પણ ચેન્જ કરીશ પછી

વિહાન : પેલા એ તો કેહ તે નામ શું લખ્યું છે મારું

સાક્ષી : વિહાન જ છે પણ હવે ચેન્જ કરી દઈશ

વિહાન : શું રાખશે

સાક્ષી : હું કેમ કહું

વિહાન : સારું ના કહીશ

સાક્ષી : હા

વિહાન : મે તો ચેન્જ કરી દીધું

સાક્ષી : શું

વિહાન : નામ મિસ.ઈમોજી લખ્યું.

સાક્ષી : હું પણ લખીશ કબીર સિંહ

વિહાન : ઓય આ નઈ

સાક્ષી : કેમ

વિહાન : પ્લીઝ આ ના યાર

સાક્ષી : 😝😝

વિહાન : ના . જો મિસ. ઈમોજી નામ હું નઈ બોલા

સાક્ષી : મારો ફોન જે નામ રાખું મારી મરજી

વિહાન : પણ થોડી કબીર સિંહ છું. અને એ ડોક્ટર હતો હું તો એન્જિનિયર છું.

સાક્ષી : હા તો

વિહાન : અને એના જેમ ડ્રીંક નઈ કરતો હું

સાક્ષી : હા પણ ગુસ્સો તો એના જેવો જ છે

વિહાન : હતો હવે નથી

સાક્ષી : સારું વિચારીશ બીજું રાખવું કે નઈ એ

વિહાન : સારું ઈમોજી ની દુકાન

સાક્ષી : 😊

વિહાન : સારું સૂઈ જા તો

સાક્ષી : હા અને તું સપના જો 😉

વિહાન : કોના તારા 😎

સાક્ષી : મારા કેમ

વિહાન : તે જ કીધું સપના જો

સાક્ષી : હા તો મારા નઈ. જે તને ગમે છે એના

વિહાન : હા ચલ તારા સપના જોવાા

સાક્ષી : 😡😡

વિહાન : સૂઈ જા ને પણ ગુસ્સો કર્યા વગર

સાક્ષી : 😏😏



શું થશે આગળ ?