Daastaan - e - chat - 15 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

Daastaan - e - chat - 15



સાક્ષી ની એક્ઝામ પતી ગઈ હતી. અને હવે બે મહિના પછી એનું ભણવાનું પણ પૂરું થઈ જવાનું હતું.

એક દિવસ એ વિહાન સાથે વાત કરતી હતી.

સાક્ષી : બે મહિના પછી તો ભણવાનું પણ પતી જસે.

વિહાન : પછી માસ્ટર ?

સાક્ષી : ના

વિહાન : તો ?

સાક્ષી : જોબ

વિહાન : ઓકે. ક્યાં કરવાની સુરત મા ?

સાક્ષી : જોવ. સુરત ની બહાર મળે તો સારું.

વિહાન : કેમ ?

સાક્ષી : એમજ. થોડા વર્ષો મારી રીતે પણ જીવી લવ ને

વિહાન : મતલબ

સાક્ષી : પછી તો ...

વિહાન : ઓહ મેરેજ

સાક્ષી : 😞😞

વિહાન : તો આમ સેડ કેમ થાય છે ?

સાક્ષી : તો શું ખુશ થાવ ?

વિહાન : હા તારો ડ્રીમ બોય આવસે ને તારી પાસે

સાક્ષી : 🤐

વિહાન : શું થયું ?

સાક્ષી : એ ખાલી સપના માં હોય છે યાર રિયલ લાઈફમાં એવું કંઈ નઈ હોતું.

વિહાન : તું ગુસ્સા મા હોય એવું કેમ્ લાગે છે ?

સાક્ષી : આવે છે ગુસ્સો શું કરું ?

વિહાન : કેમ આવે છે ગુસ્સો ?

સાક્ષી : મગજ હતેલું છે યાર

વિહાન : કેમ પણ ?

સાક્ષી : એક છોકરા ની વાત આવી હતી.

વિહાન : ઓહ્ સરસ

સાક્ષી : 😡😡

વિહાન : તો એમાં આટલી ગુસ્સે કેમ થાય છે ?

સાક્ષી : મારે હમણાં મેરેજ નઈ કરવા

વિહાન : ઓકે તો ઘરે કહી દે

સાક્ષી : યાર એ લોકો નઈ સમજે

વિહાન : સારું. કેવો છે છોકરો

સાક્ષી : મને ખબર નથી

વિહાન : વોટ

સાક્ષી : હા યાર. મે biodata પણ જોયો નથી

વિહાન : તો એક વાર જોઈ લે ને

સાક્ષી : વિહાન હું મારી આખી લાઈફ ઝેલ માં રાખેલા કેદી ની જેમ જીવવા નઈ માંગતી.

વિહાન : હા મને ખબર છે

સાક્ષી : એના મમ્મી પપ્પા ને મેરેજ પછી જોબ કરવામાં પ્રોબ્લેમ છે

વિહાન : તને કેમની ખબર ?

સાક્ષી : મમ્મી ની એમની સાથે વાત થઈ ત્યારે કીધું.

વિહાન : પણ એમને કેમ પ્રોબ્લેમ છે

સાક્ષી : નેરો માઈન્ડ લાગે છે મને તો એ

વિહાન : ઓહ મળી નથી તો પણ ખબર પડી ગઈ

સાક્ષી : તો જ જોબ કરવાની ના પાડે

વિહાન : બીજું કંઈ પણ કારણ હોઈ શકે ને ?

સાક્ષી : મને નઈ લાગતું

વિહાન : હવે શું કરશે ?

સાક્ષી : હું ના પાડી દેવાની છું

વિહાન : અને તને ખબર પડશે એ તારા ડ્રીમ બોય જેવો હસે તો

સાક્ષી : નઈ થાય એવું

વિહાન : કેમ ?

સાક્ષી : મારું દિલ ના કહે છે મને

વિહાન : ઓહ તારું દિલ શું કહે છે ?

સાક્ષી : રાહ જો થોડી વધારે

વિહાન : ઓહ ગ્રેટ

સાક્ષી : હમ


થોડા દિવસ પછી


વિહાન હજી જોબ પર થી આવ્યો ત્યાં તપન નો ફોન આવ્યો

વિહાન : બોલ ભાઈ

તપન : માર્ચ માં સગાઈ છે

વિહાન : કોની ?

તપન : મારી

વિહાન : સરસ

તપન : રવિવારે છે આવી જજે

વિહાન : આવવું જ પડશે ને

તપન : હા


થોડી વાર પછી


તપન : શું કરે સાક્ષી ?

વિહાન : જલસા બીજું શું

તપન : તે કીધું એને ?

વિહાન : શું ?

તપન : તને એ ગમે છે એ વાત

વિહાન : ભાઈ. પ્લીઝ એવુ કઈ નથી

તપન : તો બોલતાં બોલતાં સ્માઈલ કેમ આવી ગઈ

વિહાન : ભાઈ તું છે ને

તપન : શું ?

વિહાન : કઈ નઈ મુક એ વાત ને

તપન : ચલ આજે તો બોલ ગમે છે કે નઈ એ

વિહાન : શું કામ આવા સવાલ પુછે છે

તપન : જવાબ આપ તું

વિહાન : શું પણ

તપન : હા કે ના ?

વિહાન : એકચ્યુલી યેસ

તપન : ઓય હોય

વિહાન : બસ તું બોવ ખુશ ના થઈ

તપન : કેમ ના થાવ ખુશ ?

વિહાન : મે હજી એને કઇ જ કીધું નથી.

તપન : તો કહી દેજે. પણ તારો વિચાર હવે બદલાશે નહીં ને ?

વિહાન : એટલે ?

તપન : કોઈ બીજી નઈ ગમવા લાગે ને એમ બબુ ચક

વિહાન : ના ભાઈ.

તપન : એટલે લવ છે ?

વિહાન : એમાં મને ખબર નથી પડતી. પણ કંઈ બોન્ડ છે.

તપન : કેવો

વિહાન : કઈ વધારે સ્પેશિયલ છે એ

તપન : હમ બીજું

વિહાન : એની સાથે વાત કરવાથી બધો ગુસ્સો અને થાક દૂર થઈ જાય છે

તપન : આ તો બોવ પેહલા ની ખબર છે મને

વિહાન : શું ?

તપન : તું એને લવ કરે છે અને તને એ પહેલેથી જ ગમે છે એ

વિહાન : કઈ પણ

તપન : બેટા તારા થી થોડો મોટો છું. એટલી તો ખબર પડે

વિહાન : ઓહ

તપન : લોક ડાઉન માં તારું બેહેવિયર ચેન્જ થયું હતું. તું રાતે થોડી જલ્દી સૂઈ જતો. એની સાથે વાત કરતી વખતે કેટલો ખુશ થઈ જતો

વિહાન : આવું નોટિસ ના કરાય

તપન : કઈક હોય ને ત્યારે જ કોઈ ના મેસેજ ની રાહ જોવાય ભાઈ. એના ઓનલાઇન આવવાની રાહ જોવાય. બે દિવસ સુધી મેસેજ જોયો ના હોય તો કેટલા પણ વિચાર આવી જાય.

વિહાન : ભાઈ

તપન : અને ફોન મા આવતી દરેક નોટીફિકેશન જોઈએ કે એનો મેસેજ તો નઈ આવ્યો ને

વિહાન : આ થોડુ વધારે ના બોલ્યું

તપન : ના સેજ પણ

વિહાન : ઓકે

તપન : ભાઈ કહી દેજે જલ્દી

વિહાન : કેમ ?

તપન : કદાચ તું મોડો ના થઈ જાય.

વિહાન : શું બોલે છે ?

તપન : કોઈ બીજું એને લઈ ના જાય

વિહાન : ના એવુ તો નઈ જ થાય

તપન : સારું આવ સુરત જલ્દી

વિહાન : એ હમ કહી ને ફોન મૂક્યો.

વિહાન ને હવે એ તો ખબર પડી ગઈ હતી કે એને સાક્ષી ગમે છે અને એની સાથે લાઇફ ટાઈમ જીવવું છે.

પણ વિહાન હજી થોડાં ટાઈમ પછી કહેવાનું વિચારતો હતો કેમકે સાક્ષી ને લવ માં સેજ પણ વિશ્વાસ નઈ હતો એટલે શું કરવું એ વિચારતો હતો.

થોડા દિવસ પછી તપન ની સગાઈ હતી.

વિહાન ની સાક્ષી સાથે છેલ્લે વાત થઈ હતી બે દિવસ પહેલા ત્યારે એને કીધું હતું તપન ની સગાઈ છે અને સુરત આવવાનો છું.

સગાઈ ના દિવસે વિહાન કઈ વધારે જ સ્માર્ટ લાગતો હતો. લાગે પણ કેમ નઈ સાક્ષી નો હીરો બનવાના સપના જોતો હતો.

એ ટાઈમ પર તો મળવાનું ના થયું. વિહાન પાછો એની જોબ પર લાગી ગયો.

થોડા દિવસ પછી વિહાન ની એક્ઝામ હતી. માસ્ટર ના છેલ્લા સેમેસ્ટર ની. અને પછી સાક્ષી ની એક્ઝામ હતી.

એ બંને એ નક્કી કર્યું હતું એકઝામ પછી વાત કરીશું. વિહાન ની એક્ઝામ તો સાક્ષી ની પહેલા પૂરી થઈ ગઈ.

અને એ જ્યાં પુણે માં જોબ કરતો હતો ત્યાં આગળ ના 3 વર્ષ માટે પણ બોન્ડ થઈ ગયો. વિહાન બોવ જ ખુશ હતો. કેમકે એને પુણે માં જોબ કરવી હતી. અને એ એનું સપનું પૂરું થઈ ગયું હતું.

વિહાન ના મમ્મી , પપ્પા ,તપન અને પૂર્વી ભાભી પણ બોવ જ ખુશ હતા.

વિહાન એની આ ખુશી સાક્ષી સાથે શેર કરવા ની રાહ જોતો હતો. પણ સાક્ષી ની એક્ઝામ પૂરી થઈ જાય પછી જ કહેવાનું એને નક્કી કર્યું હતું.

આ બાજુ સાક્ષી પણ એની એક્ઝામ ને લીધે બોવ બોવ ઓછી ઓનલાઇન આવતી.




શું લાગે છે તમને વિહાન એના દિલ ની વાત સાક્ષી ને કહેશે?
સાક્ષી ના પાડશે તો એમની દોસ્તી તૂટી જશે ?