દીલ ની કટાર-નાગ સર્પ દૈવ યોની.. ભાગ-2 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીલ ની કટાર-નાગ સર્પ દૈવ યોની.. ભાગ-2

દિલની કટાર....
"નાગ સર્પ દૈવ યોની.."
ભાગ-2
દીલની કટાર
ગુરુ જરાત્કરુ સાહિત્ય
નાગ-સર્પ દૈવી યોની છે એનાં વિષે પ્રથમ ભાગમાં સંક્ષિપ્ત પરીચય આપ્યો છે. ઘણાં વાંચકોનો આગ્રહ હતો કે નાગ વિષેનાં મારાં અનુભવ આપની સાથે વહેંચું જણાવું.
મારી વાંચકોને પણ નમ્ર સૂચન છે કે તમારાં પણ કોઇ એવાં અનુભવ કે જાણકારી હોય તો જરૂર જણાવો જે હું નામ સાથે આગામી લેખમાં રજૂઆત ચોક્કસ થી કરીશ જેથી બીજા વાંચકોને પણ એની રસપ્રદ જાણકારી મળી શકે.
આ વિષયજ ખૂબ રસપ્રદ અને કૂતૂહૂલ પેદા કરે છે જેથી એને રોચક રીતે રજૂઆત અનુભવ એવો છે કે મારી ઊંમર એ સમયે માંડ 12 વર્ષ આસપાસ હશે અને અમારાં ઘરનાં ચોકમાં નાગ પાંચમનાં દિવસેજ નાગનાં કણાં એટલે કે બચ્ચા નીકળી આવ્યાં હતાં. અમદાવાદ જેવાં ગીચ શહેરમાં એમાંય ખાડિયા વિસ્તારનાં પોળનાં મકાનમાં આવુ શકય થાય એ આશ્ચર્ય છે. અમારાં એ મકાનમાં વચ્ચે ચોક, ચોકમાં એક ખૂણે ટાંકુ જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થતો અને એક પત્થરથી મઢેલો કૂવો જેને પત્થરથી બંધ કરી દીધો હતો. પુરી નહોતો દીધો.
મારી માઁએ એ નાગનાં કણાં નીકળ્યાં એટલે કંકુ-ચોખાથી પૂજા કરી ઘીનો દીવો કરેલો અને કહેલું આપણાં ઘરમાં નાગ નાગણ રહે છે ક્યારેય દેખાયાં નથી નથી કદી નુકશાન પહોંચાડ્યુ. કારણ કે બચ્ચાં માં-બાપ વિના નીકળયા શક્ય નથી ત્યારથી મારાં મનમાં આ જાતિ- આ યોની માટે કાયમ કૂતૂહૂલ રહેતું...
બીજો અવસર સાચેજ આશ્ચર્ય ચક્તિ કરે એવો થયેલો. મેં મારો લેન્ડસ્કેપ આર્કીટેક -ડેવલપર તરીકે પ્રોફેશન ચાલુ કરેલો ત્યારે હું અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં મેં મારું પોતાનું રોડ ઉપરનું મકાન ખરીદેલું આ વાત લગભગ 1985-86 ની વાત છે હું એ સમયે ઘણાં બિલ્ડર્સનાં સંપર્કમાં હતો. એમાં એક મિત્ર બિલ્ડરે કહ્યું દક્ષેશ તારાં ઘરથી નજીક આંબલી ગામ પહેલાં મહમદપુરા ગામ છે ત્યાં મારી જમીન છે મારે ત્યાં સરસ બાગ અને મઢૂલીઓ બનાવવી છે તું એ જગ્યા જોઇ આવજે ત્યારે અમદાવાદનો વિકાસ આટલો નહોતો બધે ખેતર અને ફાલસાની વાડીઓ હતી.
હું વહેલી સવારે મારી રાજદૂત મોટરસાયકલ લઇને એમની જમીન જોવાં એમણે સમજાવેલું અને નિશાનીઓ સમજાવી હતી એમ હું ત્યાં પહોંચ્યો મારી બાઇક ચાલુ હતી એ સમયે રાજદૂતમાં આગળ લાઇટ પર ચાવી આવતી એ નાંખીને બાઇક ચાલુ થતીં ચાવી કાઢો બંધ થતું. હું ત્યાં પહોંચુ બાઇક પર બેઠેલો હતો. . બાઇક ચાલુ હતું ચારેબાજુ સૂમસામ ખેતરો હતાં. અને મારી સામે નજર પડી હું એ જોઇ….ખુબ આશ્ચર્ય થયું. ગભરાયો.. સાથે હર્ષ પણ થયો કે મને આવું જોવા મળ્યું ? મારું અહોભાગ્ય..
મારી સામે લગભગ 25 થી 30 ફૂટ દુર ઓછામાં ઓછાં 7-8 ફૂટ લાંબા નાગ નાગણ બંન્ને એકબીજાને સંપૂર્ણ વીંટળાયેલાં અને એમની પૂંછડીનો છેડો ધરતી પર અને બંન્ને આખા ઉભા હતા માત્ર પૂંછડીનો છેડનાં ટેકે બંન્ને ઉભા રહી એકમેકને પ્રેમ કરી રહેલાં. થોડીવાર હું જોતોજ રહ્યો સૃષ્ટિ અને બીજું ભાન ભૂલેલો બાઇક અવાજ કરતી હતી મારું ધ્યાન પડ્યું મેં ચાવી ખેંચીને બંધ કર્યું. થોડીવાર એ લોકો એ સ્થિતિમાં રહ્યાં અને અચાનક ધરતી પર પડ્યાં અને ખેતરમાં સાથે જતાં રહ્યાં.
ક્યાંય સુધી એ જોઇ રહેલો વિચારતો રહેલો કે આવાં કેવાં અદભૂત દર્શન મને થયાં. પછી ત્યાંથી હું સાઇટ જોયા વિના પાછોજ વળી ગયો.
પહેલેથી એક સંસ્કાર રોપાયેલાં કે નાગ એ દૈવી જીવ છે કારણ વિના કોઇને નુકશાન પહોંચાડે નહીં અને મનોમન એમને પૂજવા માંડતો અને એમનાં વિશે વિચારો કરતો.
પછી એકવાર એક ખેતર જોવા માટે જમીનનાં દલાલ સાથે વડોદરા નજીક ગામનાં જઇ રહેલો અમે વાડી બહાર પાર્ક કરીને નેળીયો એટલે કે ખેતરનાં રસ્તે અંદર પગપાળાં જઇ રહેલાં ખબર નહીં કેમ અચાનક મને કોઇક એહસાસ થયો મેં પેલાં દલાલને કહ્યું “ભાઇ એક મીનીટ મને એવું લાગે થોડે આગળ મોટો નાગ છે આપણે સંભાળીને જવું પડશે.
પેલાએ કહ્યું કંઇ નહીં આપણી પાસે સાધન છે ડાંગ વગેરે ચિંતા નહીં સાહેબ ચાલો. મેં કહ્યું ભલે એ આપણને કોઇ નુકશાન નહીં પહોચાડે તમે મારતાં નહીં અને અમે લગભગ 100 પગલાં આગળ ગયાં ત્યાં મોટો ફણીધારનાગ જોયો અને બધાંને ખૂબ આશ્ચર્ય થયું મારી સામે જોવા લાગ્યાં અને....
વધુ ભાગ-3 માં…..