ચંદ્રમા ના હોત તો ????? Bharat Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચંદ્રમા ના હોત તો ?????

“ચાંદ તન્હા હૈ આસમાં તન્હા, દિલ મિલા હૈ કહા કહા તન્હા”..મીનાકુમારી ની ગઝલ અને આવા અનેક ગીતો , ગઝલો માનવીના પ્રાણ પ્રિય ચંદ્રમાં ઉપર લખાયેલ છે અને લખાતા રહેશે. કાળા માથાના માનવીને ચંદ્ર પ્રત્યે અદભુત આકર્ષણ રહેલ છે. બાળકથી માંડીને વૃદ્ધો સર્વેને એના પ્રત્યે અત્યંત લગાવ છે. આ ચાંદ, ચંદ્રમાં, મૂન, લ્યુનાર એવા અનેક નામ દ્વારા આપણે ઓળખીએ છીએ.

શ્રી રામ જયારે નાના હતા ત્યારે તેમને પણ ચંદ્રનું આકર્ષણ હતું, તેમણે કોશલ્યા માતાને ચાંદ લાવી આપવાની જીદ કરેલ અને તેમને થાળીમાં પાણીમાં પડછાયામાં ચાંદ દેખાડેલ હતો. આજે પણ બાળકને તેની માતા ચાંદામામા વિષેની અનેક વાર્તાઓ કહે છે. ઘણા વર્ષોથી “ ચાંદામામા” નામક બાળ મેગઝીન પ્રકાશિત થાય છે. આપણે આ મેગેઝીન હોશે હોશે વાંચેલ છે. હજારો વર્ષોથી ચાંદ વિષેની માહિતી જાણવાનો પ્રયત્ન માનવી કરી રહેલ છે અને ત્યાં પહોચવાના પ્રયત્નો કરીને ચંદ્રમાંની ધરતી પર પહોચી ગયેલ છે. આજે પણ તેના અનેક રહસ્યો અકબંધ છે.

વૈજ્ઞાનિકો, શોધખોળ કર્તાઓ દિનરાત આ કાર્યમાં લાગેલ છે. અનેક દેશો જેવા કે રશિયા , અમેરિકા, જાપાન, ચીન અને આપણા ભારત દેશે પણ પોતાના રોકેટ અને યાન ચંદ્ર પર મોકલેલ છે. ભારત વિશ્વનો પ્રથમ દેશ છે જેણે ચંદ્ર પર પાણીનો સ્ત્રોત છે તે શોધી કાઢ્યું.

આમ જો ચંદ્રમાંની કુંડલી જોઈએ તો , ચંદ્રની ઉત્પતિને લઈને વૈજ્ઞાનિકોમાં મતમતાંતર છે. આમાં મહત્વની ધારણાઓ છે. એક ધારણા મુજબ વિશાળ ગ્રહ “થિયા” નો ટકરાવ (Giant impact hypothesis), આ મુજબ હજારો વર્ષ અગાઉ પૃથ્વીની સાથે મંગળ ગ્રહની લગોલગ માપનો ગ્રહ ટકરાયેલ હોય અને તેની અસરથી પૃથ્વીનો અમુક ભાગ છૂટો પડીને નવો ઉપગ્રહ બન્યો ચંદ્રમાં. આ ટકરાવ, ત્યાર પછીના એક બીજા ટકરાવ જેનાથી પૃથ્વી પર ના ડાયનોસોર ખતમ થયા, એના થી પણ અનેક ગણો વધુ હોય જેનાથી પૃથ્વીનો અમુક હિસ્સો છૂટો પડી ગયો.

આપણને કોઈ દિવસ એવો વિચાર આવેલ છે કે ધારો કે ચંદ્રમાં ના હોત તો પૃથ્વીની પરિસ્થિતિ કેવી હોત? ચંદ્ર વિના પૃથ્વી પર દરેક સજીવને અને પૃથ્વીને શું ફરક પડત? તો આવો આપણે જાણીએ કે પૃથ્વીને મળેલ આ ચંદ્રની ભેટ આપણે માટે ઉપયોગી છે કે કેમ?

પૃથ્વી પર ચાલી રહેલ ઘણી પ્રર્વૃતિને ચંદ્રમાં કંટ્રોલ કરે છે.

- પ્રથમ જોઈએ તો , પૃથ્વી પર દિવસરાત ની ઘટમાળ ચાલે છે જેમાં બાર કલાક નો દિવસ ને બાર કલાક ની રાત છે. પરંતુ જો ચંદ્રમાંના હોત તો રાત દિવસની સાયકલનો સમય બાર કલાકથી ઘટીને દિવસ રાતનો સમય ગાળો છ કલાકનો થઇ જાય.

- જો ચંદ્ર ના હોત તો, દરિયામાં ઉઠતા પાણીના મોજાની તીવ્રતા ઓછી હોત, “લાઈવ સાયન્સ” ના એક અનુમાન મુજબ કદાચ ત્રીજા ભાગના મોજા ઊછળે. અને ભરતી, ઓટ ન હોત તો મોજાકીય ઇકો સિસ્ટમ પર તેની અસર પડે. જે સમુદ્રજીવ છે તેમની જીવનશૈલી પર પણ અસર પડે અને ધીરે ધીરે લુપ્ત પણ થઇ શકે. તદુપરાંત ચંદ્રની અસરથી જે મોજા ઉઠે તેનાથી દરિયા અંદર રહેલ વસ્તુઓ વલોવાય જેના દ્વારા ઇકોસિસ્ટમ સારી રીતે કામ કરે.

- ચંદ્ર ના હોય તો પૃથ્વીના હવામાન પર પણ તેની અસર દેખાય. અમુક વિસ્તારમાં વાતાવરણનું તાપમાન ખુબ જ ઉચું થઇ જાય.

- હાલમાં પૃથ્વી પોતાની ધરી પર ૨૩.૫ ડિગ્રી નમેલી છે અને ચંદ્ર , પૃથ્વીને આ સ્થિતિમાં રાખે છે જેના કારણે પૃથ્વી પોતાની તરફ નમીને ફરે છે અને ઋતુચક્ર સંતુલિત રીતે થાય, જો ચંદ્ર ન હોત તો પૃથ્વી લગભગ ૪૫ ડીગ્રી જેટલી નમેલ રહેત અને તેના કારણે ઋતુચક્ર ખોરવાય.

- ચંદ્ર ને કારણે જે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તે ના રહેત જેના કારણે પૃથ્વીના પેટાળમાં રહેલ લાવા પર પણ અસર પડે અને પૃથ્વી પર ધરતીકંપ, જ્વાળામુખીનો વિસ્ફોટ વધુ થયા કરે.

એટલે જ કહેવાય છે કે જે નાં હોય તેની ખોટ અને તેનું મહત્વ સમજાય છે. ચંદ્રમાં જે માનવીનું ખાસ આકર્ષણ કેન્દ્ર બનેલ છે, જો તે નાં હોત તો પૃથ્વી પર તેની કેટલી મોટી અસર પડે અને સીધી અસર માનવ જાત પર પડે. કુદરતની લીલા ન્યારી છે, તેણે બ્રહ્માંડની રચના કરી તેમાં તેની સુઝબુઝ નજરે પડે છે.

ભરત મહેતા."પરિમલ"