પૈસા તો જોઈશે જ - 10 Meet દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૈસા તો જોઈશે જ - 10

ભાગ - ૧૦

લેખક - મોદી મિત

મોહિત તે ગૂગલ ની ઓફર ની હા પાડી દીધી.. તેથી તેને ૧૦ મિલિયન ડોલર મળી ગયા....!

૧૦ મિલિયન એટલે કઈક ૧ કરોડ રૂપિયા જેવું થતું હસે ... મોહિત ને પોતાની મહેનત નું ફળ મળી ગયું .. તેની આ એપ વેચાઈ ગઈ હતી તેથી તેને એક બીજી એપ બનવાનું વિચાર્યું...

મોહિત અત્યારે ખુબજ ખુશ હતો .. તેનો ટીવી પર ઇન્ટરવ્યૂ પણ લેવામા આવ્યો.. તે અત્યારે ખાલી ૧૭ વર્ષ નો જ હતો.. તેને ખૂબ નાની ઉંમર મા મોટી રકમ કમાઈ હતી.. તેના ઇન્ટરનેટ પર લાખો લોકો ચાહકો હતા..

તેને એક ઇન્ટરવ્યૂ માં કહ્યું " જીવન માં પૈસા તો જોઈશે જ ...! " તેને પોતાની વેબસાઈટ મા પૈસા ખર્ચી ને ગણા બધા બદલાવો લાવ્યા. તેને પોતાની વેબસાઈટ માટે કેટલાક લોકો ને કામ પર રાખ્યા .. અને મોહિત બીજી એપ બનવાનું શરૂ કરી દીધું..!

બીજી બાજુ રોશન જેલ માં હતો અને તેના મગજ એક વિચાર આવ્યો કે જેલ તોડીને બહાર ભાગી જવાનો.. તેને આ વિચાર જય ને કહ્યો...

રોશન - " સાંભળ જય મારા મગજ માં એક વિચાર આવ્યો છે..! "

જય - " શું..? "

રોશન - " આપડે જેલ તોડીને બહાર ભાગી જઈએ તો....!.."

જય - " કેવી રીતે ..? "

રોશન - " આ પોલીસ વાળા બપોરે અને રાત્રે જમવા જય છે ત્યારે ખાલી આખા પોલીસ સ્ટેશન માં એક જ પોલીસ અધિકારી હોય છે ...! "

જય - " તો આપડે એ પોલીસ અધિકારી ને મારવો પડે..! "

રોશન - " હા અને આપડી જોડે એક કલાક નો સમય હસે તેમાં આપડે ભાગવું પડે..! "

જય - " તો આ ક્યારે કરવું છે.....? અને આપડે આ પોલીસ અધિકારી ને મરીશું કેવું રીતે..? "

રોશન - " હું બેહોશ થવાનું નાટક કરીશ અને તારે પોલીસ અધિકારી ને લોકર ની અંદર બોલવા નો છે.. અને પછી અને આપડે મરીશું ...! "

જય - " હા ... તો આ કાલ રાતે નાટક કરીશું ...! "

પછી ના દિવસે રોશન અને જય રાત ની રાહ જોતા હતા.. રાત પડી અને પોલીસ વાળા જમવા ગયા અને એક પોલીસ અધિકારી પોલીસ સ્ટેશન માં રહ્યો... રોશને નાટક ચાલુ કરી દીધું..... તે એક દમ થી બેહોશ થવાનું નાટક કરવા લાગ્યો.. જય પોલીસ અધિકારી ને બોલાવવા લાગ્યો ...

જય - " ઓ સાહેબ આ જુવો આને શું થયું...! "

પોલીસ અધિકારી ત્યાં દોડતો આવ્યો અને લોકર ની બહાર આવી ને ઉભો રહી ગયો અને બોલ્યો..

પોલીસ અધિકારી - " શું થયું આને ..? "

જય - " ખબર નઈ એક દમ થી બેહોશ થઈ ગયો..! તમે આને જોવો ને "

પોલીસ અધિકારી જેવો અંદર આઇ ને રોશની પાસે આઇ ને ઊભો રહ્યો ત્યારે રોશને તેનો પગ પકડી ને તેને નીચે પછાડ્યો અને જયે પોલીસ અધિકારી નું ગળું દબાવી દીધું.. રોશને તેનો પગ છોડીને હાથ પકડ્યો

અને રોશન અને જયે મળીને પોલીસ અધિકારી ની હત્યા કરી નાખી અને ત્યાંથી ભાગવા લાગ્યા ... તે લોકો ભાગતા જ હતા અને ત્યારે બીજી પોલીસ ની ગાડી આવી તે ગાડી મા ચાર પોલીસ અધિકારી હતા તે ચાર પોલીસ અધિકારી ઓએ રોશન અને જય ને જોયા અને તેમને પકડી લીધા...

રોશન તેમને ધક્કો માર્યો અને ભાગવા લાગ્યો તો પોલીસે રોશન અને જય ને ગોળી મારી દીધી... રોશન અને જય ને ગોળી વાગતાં તે નીચે પડી ગયા...

બીજા પોલીસ અધિકારી એ રોશન ને બીજી ગોળી મારી તેથી રોશન મુત્યુ પામ્યો... ! અને જય ને હોસ્પિટલ લઈ જવાયો પરંતુ તે પણ રસ્તા માં મુત્યુ પામ્યો... આમ રોશન અને જય મરી ગયા.... પરંતુ આ વાત રોશની મમ્મી ને ખબર ન હતી..

કેટલાક કલાક પછી રોશન ના ઘરે એક પોલીસ અધિકારી આયો અને બોલ્યો.....

પોલીસ અધિકારી - " આ રોશન નું ઘર છે..? "

રોશન ની મમ્મી - " હા સાહેબ આ રોશન નું ઘર છે.."

પોલીસ અધિકારી - " તમે પોલીસ ની મમ્મી છો ..? "

રોશન ની મમ્મી - " હા .... સાહેબ...."

પોલીસ અધિકારી - " ચાલો તમે..! "

રોશન ની મમ્મી - " ક્યાં..!.."

પોલીસ અધિકારી રોશની મમ્મી ને જ્યાં રોશન અને જય ને ગોળી મારી હતી ત્યાં લઈ ગયા..!

તેને જોઈ ને રોશન ની મમ્મી રોવા લાગ્યા અને બેહોશ થઇ ગયા..

બીજી બાજુ ઝીલ ને એકાઉન્ટ ની નોકરી છોડવી પડી.. હવે તે નોકરી ની તલાશ માં હતી અને તેને બીજી જગ્યા એ ઇન્ટરવ્યૂ આપ્યો તો તેને ત્યાં નોકરી રાખી લીધી પરંતુ પછી ઝીલ ને ન ખબર હતી કે તે જ્યાં નોકરી કરતી હતી એ મોહિત ની એપ માં કામ કરતી હતી એટલે મોહિત ની નીચે કામ કરતી હતી... તેનો તેને ૨૦ હજાર પગાર મળતો હતો ..

ઝીલ ના સરે ઝીલ ને કહ્યું કે તેને આ એપ ના માલિકે તેમના ઘરે બોલાયા છે..!

ઝીલ - " મને...? મને કેમ બોલાવે છે...! "

સર - " એ બધું મને નથી ખબર પણ તારે જવું પડશ...! "

ઝીલ - " સર ક્યારે ...? "

સર - " અત્યારે... જ તું જા..! "

ઝીલ તે માલિક ના ઘરે ગઈ ત્યાં જઈ ને જોયું તો ખૂબ મોટું ઘર હતું..! ઝીલ તે ઘર ની અંદર ગઈ ત્યાં તેને નોકરે બેસવાનું કહ્યું..અને નોકર માલિક ને બોલવા ગયો..!

થોડી વાર પછી એક રૂમ માં થી મોહિત બહાર આયો.. તેને જોઈ ઝીલ ઊભી થઈ ગઈ અને બોલી...

ઝીલ - " મોહિત...? "

મોહિત - " હા.....! "

ઝીલ - " તું અહી શું કરે છે...? "

મોહિત - " તું જે એપ માં કામ કરે છે એની માલિક હું છું...! "

આ વાત ઝીલ ને સાચી લાગી જ નઈ .. તેને ઇન્ટરનેટ પર જોયું ત્યારે તેને ખબર પડી..

મોહિત કહ્યું એ કરી બતાવ્યું મોહિતે ઝીલ નું ઘર ૧ કરોડ ના ખરીદી લીધું.. અને ઝીલ ની મમ્મી નું હોસ્પિટલ નો ખર્ચો પણ ચૂકવ્યો અને ઝીલ ને મોટા પગારે નોકરી એ રાખી લીધી અને થોડાક સમય પછી મોહિત એક અમીર માણસ બની ગયો અને કેટલાક વર્ષ પછી મોહિતે ઝીલ જોડે જ લગન કરી નાખ્યા.............