ભાગ - ૯
લેખક - મોદી મિત
રોશન ને પોલીસ પકડી ને લઈ ગઈ હતી .. એ વાત થી રોશન ના મમ્મી ને મોટો આઘાત લાગ્યો હતો. ત્યાં રોશન જય ને કહ્યું ......
રોશન - "બે સાલા તને પોલીસે પકડી લીધો તો તે પોલીસ ને મારા ઘર નું પણ સરનામું આપિદિધુ .....! "
જય - " એમને મને પૂછ્યુ કે રોશન નું ઘર ક્યા આવેલું છે ...તો મે બતાયું..!"
રોશન - " બે પણ એવું કહેવાય કે મને નઈ ખબર ..! "
જય - " જૂઠું બોલ્યો હોત તો બઉ મારે છે આં લોકો....! "
રોશન - " પણ તારા લીધે હું પકડાયો ને ...! "
રોશન ની મમ્મી પોલીસ સ્ટેશન આઇ અને પોલીસ અધિકારી ને પૂછ્યું.....
રોશન ની મમ્મી - " સાહેબ તમારી ભૂલ થઈ છે આ બધું તો પેલો લૂચો લબાડ જય કરતો હસે .... તમે મારા દીકરાને કેમ પકડી ને રાખ્યો છે..?"
પોલીસ અધિકારી - " જય તો આવા ધંધા કરતો હતો પણ તમારો દીકરા એ એક પોલીસ વાળા ને મારી નાખ્યો છે ...! અને તમારા દીકરો જ દારૂ અને અફીણ ને બધું ખરાબ ખરાબ વસ્તુ ઓ નો ધંધો કરે છે..!
હવે રોશને જેલ માં થી છૂટવું મુશ્કેલ હતું ..!
કેટલાક દિવસો સુધી રોશન ઝીલ ને મળવા ના ગયો તો ઝીલ રોશન ના ઘરે જઈ રોશન ને બોલાવ્યો.....
ત્યાં રોશન ની મમ્મી નીચે આવીને બોલી.....
રોશન ની મમ્મી - " રોશન નથી...! "
ઝીલ - " ક્યાં ગયો છે...? "
આ સવાલ સાંભળતાજ રોહિણી બેન પહેલા તો ચૂપ રહ્યા પછી રડવા લાગ્યા... તેમને જોઈ ને ઝીલ બોલી....
ઝીલ - " શું થયું કાકી કેમ રડો છો...? "
રોશન ની મમ્મી - " રોશન ને પોલીસ પકડી ને લઈ ગઈ છે...! "
ઝીલ - " કેમ કાકી....! "
રોહિણી બેન - " પેલા જય ના ખરાબ ખરાબ ધંધા માં મારો દીકરો ફસાયો છે....! "
આ વાત સાંભળ તાજ ઝીલ સોથી પહેલા પોલીસ સ્ટેશન ગઈ ..
ત્યાં પોહોચી ને જોયું કે રોશન અને જય જેલ માં બંધ હતા.. તો ઝીલે પોલીસ અધિકારી ને પૂછ્યું...
ઝીલ - " સર આ રોશન ને કેમ પકડ્યો છે તમે એને શું કર્યું છે...? "
તો પોલીસ અધિકારી એ રોશન ના કાળા ધંધા ઓ ની આખી ફાઈલ ઝીલ ને બતાઈ..! આ જોઈ ને ઝીલ ને પણ આઘાત લાગ્યો અને એ રોશન પાસે ગઈ અને કહ્યું...
ઝીલ - " તું આ બધું કરતો હતો...! "
તેમ કહી ને ઝીલ રોશન ની સામે રડવા લાગી....
રોશન - " તું રો ના ઝીલ હું તો હમણાં બાર નીકળી જઈશ .. ! "
ઝીલ - " કેવીરીતે પૈસા ખવડાવી ને...!...? "
રોશન - " તું ચિંતા ના કર .. મારી...!. "
ઝીલે રોશન ને તેની મોંગિ ઘડિયાળ પછી આપી અને કહ્યું .....
ઝીલ - " લે આ તારી કાળા ધંધા ના પૈસા ની ઘડિયાળ મારે નઈ જોઈતી...! અને આજ પછી મને બોલાવતો નઈ...! "
એવું બોલી ને ઝીલ ત્યાંથી જતી રહી..
એ સમયે ઝીલ ના ઘરે પૈસા ની જરૂર હતી ....!
બીજી બાજુ મોહિત પોતાની એપ ની પાછળ દિવસ રાત મહેનત કરતો હતો..
મોહિત પોતાના રૂમ માં એપ નું કામ કરતો હતો ને એટલા મા મહેશ ભાઈ આવી ને મોહિત ને પૂછ્યુ.....
મહેશ ભાઈ - " મોહિત તું જે આ એપ પાછળ મહેનત કરે છે પણ તને પાક્કું ખબર છે કે આના થી તારે પેલી વેબસાઇટ કરતા વધારે પૈસા કમાઈ શકીશ..? "
મોહિત - " ખબર નઈ ... પપ્પા પણ આ એપ લોકો ને ગમશે તો તે લોકો જરૂર ખરીદે..! "
મહેશ ભાઈ - " પણ તને પાક્કું ખબર છે કે આ એપ લોકો ને ગમશે ..? "
મોહિત - " ખબર નઈ પપ્પા ...! "
મહેશ ભાઈ - " સારું ચલ પેહલા જમી લે પછી બધા કામ કરજે..! "
મોહિત - " હા આમણ આવું...! "
બીજી બાજુ રોશન ને અદાલત માં ૧૭ વર્ષ ની જેલ થઈ અને જય ને ૨૦ વર્ષ ની ..
રોશન ની મમ્મી વાત સાંભળ તાજ બેહોશ થઈ ગયા.. તેમને હો્પિટલમાં માં દાખલ કરવામાં આવ્યા...
ઝીલ ને પણ ખૂબ દુઃખ થયું....
બીજી બાજુ મોહિતે પોતાની એપ બનાવી ને તૈયાર કરી લીધી હતી હવે તે પોતાની વેબસાઈટ પર આ એપ મૂકી...
એ એપ માં બધા દેશ ની ભાષા નો સમાવેશ કરવામાં આવ્યો હતો.. તેમાં ભણવાને લાગતી બાબતો પણ હતી ..આ એપ વિદ્યાર્થી ઓ માટે ની હતી ... .
કેટલાક દિવસો પછી મોહિતે પોતાની એપ પોતાની વેબસાઈટ પર મુકિદિધી પણ તેને લાગતું હતું કે આ એપ કોઈ ને નઈ ગમે ..
બીજી બાજુ રોશને પોલીસે બઉ માર્યો અને પૂછ્યું...
પોલીસ અધિકારી - " તે તારો દારૂ નો ધંધો ક્યાં છૂપાયો છે બોલ....!"
રોશને બધું સાચું સાચું કહી દીધું પછી તેને જેલ થઈ ...!
અને ઝીલ ના ઘરે પૈસા ની ખૂબ જ તંગી થવા લાગી હતી...
તેમાં રોહિણી બેન બીમાર પડ્યા તો તેમાં પંદર હજાર જેટલા પૈસા વપરાઈ ગયા.. હવે ઝીલ ને નોકરી ની જરૂર હતી.. તેં એકાઉન્ટ ની નોકરી એ બેસી ગઈ મહિના ના ૧૨ હજાર પગારે...
આ પગાર થી ઝીલ નું ઘર ચાલતું હતું..
અને બીજી બાજુ મોહિત ની એપ લોકો પસંદ આવા લાગી તેનાથી મોહિત ને ખૂબ પૈસાની કમાઈ કરી તેને લાખો લોકો ખરીદી અને પછી તેને આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર મૂકી તેના થી પણ તેને ખૂબ લાભ થયો.
મોહિત હવે અમીર બનવા લાગ્યો હતો... તેના પપ્પા ને તેના પર ગર્વ થયું .. હવે મોહિત પોતા એટલું બધું કમાવા લાગ્યો હતો કે તેણે હવે કંઈ કામ કરવાની જરૂર ન હતી..
પછી કેટલાક દિવસો પછી મોહિતે ને ગૂગલ તરફ થી ઓફર આઇ તે ઓફર માં ગૂગલ મોહિત ની એપ ના ફિચર્સ ખરીદવા માંગતા હતા અને તેના બદલ માં મોહિત ને ૧૦ મિલિયન ડોલર આપે ..
હવે આગળ શું થાય છે તે જાણવા માટે આના પછી નો
એટલે ભાગ ૧૦ છેલ્લો જોઈએ....