પૈસા તો જોઈશે જ - 7 Meet દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૈસા તો જોઈશે જ - 7

ભાગ - ૭

લેખક - મોદી મિત

રોશને એક પોલીસ વાળા ને ગોળી મારી ને હત્યા કરી હતી બીજો પોલીસ ત્યાંથી ભાગી ગયો હતો પરંતુ તેને જય નું ઘર ક્યા આવેલું છે તે ખબર હતી તેથી તે બીજા પોલીસ વાળા ને લઈને આવશે તે રોશન ને ખબર હતી... તેથી રોશન બોલ્યો ...

રોશન - " જય આપડે આ જગ્યા છોડવી પડશે..! પોલીસ ને આ જગ્યાની ખબર પડી ગઈ છે ...! "

જય - " તો આપડે મારા અહી દૂર બીજા ઘરે જતા રહીએ .. પણ આ પોલીસ વાળા ની લાસ નું શું કરવું છે..? "

રોશન - " અહીજ રાખી મુક...! આપડે જે કામ ની વસ્તુ હોય તે લઈ ને તારા બીજા ઘરે જતા રહીએ..! "

જય - " આ બધો માલ પણ ત્યાજ લઈ જઈએ ..? "

રોશન - " હા હા હા... બધું લઈ લે ..! ને હવે હું દસ પંદર દિવસ સુધી ઘર માં રહીશ કસે પણ બહાર નઈ નીકળું ને તું તું પણ આવું જ કર...! "

જય - " ને કોઈ માલ લેવા આયુ તો શું કરીશું ..? "

રોશન - " આપડે દસ પંદર દિવસ સુધી કોઈ માલ નું વેચાણ નથી કરવું ..! "

જય - " સારું ."

રોશન - " હું અત્યારે ગો ઘરે જવું છું મારી મમ્મી આઇ જસે તો મને મારસે..! "

જય - " સારું ચલ બાય."

રોશન - " હું તને ફોન કરીશ ત્યારે આપડ મળીશું..! "

તેટલું કહી રોશન મોઢા પર રૂમાલ બાંધી ને તેના ઘરે જતો રહ્યો..

અને બીજી બાજુ મોહિત તેની ઇન્ટરનેટ ની વેબસાઈટ પાછળ મહેનત કરતો હતો ને તેને એમાંથી થોડાક પૈસા મળવાના પણ ચાલુ થઈ ગયા હતા ..

તે પોતાની વેબસાઈટ ઉપર નવી નવી જાણકારી આપતો હતો અને તેના માટે તેને ગણી બધી ચોપડીઓ વચતો હતો ... તેના થી તેની વેબસાઈટ પર લોકો ને નવું જાણવા મળતું હતું...

તેને આના કરતા પણ વધારે પૈસા કમાવા માંગતો હતો...તેથી તેને બીજું કંઈ વિચાયું કે બીજું તો શું કરવું કે જેનાથી આના કરતા પણ વધારે પૈસા કમાઈ શકું .. તેને પોતાની વેબસાઈટ પર અલગ અલગ વિભાગો પડી દીધા જેને જેમાં રસ હોય તે તે વેબસાઇટ દબાવે અને તે એ વેબસાઇટ માં પોહચી જાય તેવું તેને પોતાની વેબસાઈટ ઉપર નવી યાદી બનાવી ...

તેનાથી લોકો ને તેની વેસાઈટ ગમવા લાગી તેનાથી વધારે લોકો તેની વેબસાઈટ જોવા લાગ્યા. તે થી તે વધારે પૈસા કમાવા લાગ્યો ..

પણ હવે મોહિત ને પરીક્ષા આવી તેના થી તેને થોડા દિવસ સુધી વેબસાઈટ ઉપર નવી નવી જાણકારી મૂકવાની બંધ કરી દીધી.. અને તેને ધોરણ આગિયત ની પરીક્ષા આપી પછી તેને ફરી ચાલુ કરી દીધું વેબસાઇટ પર નવી નવી જાણકારી મૂકવા નું..

બીજી બાજુ રોશને પોતાની મમ્મી ને વિશ્વાસ અપાવી દીધો કે તે હવે સિગારેટ નઈ પીવે ... તેથી તેની મમ્મી એ તેને જય ના ઘરે જવા દીધો..

રોશન અને જય ની આ કાળા ધંધા પેહલા ની જેમ નતા ચાલતા કારણ કે તેમને જગ્યા બદલી હતી ...

રોશનને ઝીલ ને મળવું હતું તેથી તે બોલ્યો...

રોશન - " બે જયલા મારે ઝીલ ને મળવું છે ...કેવીરીતે મળું..? "

જય - " બોલાઈ દે એને કોઈ રેસ્ટોરન્ટ માં ખાવા ... ત્યાં તારે એને કેહવુ હોય આઇ લવ યુ તો કહી દેજે..! "

રોશન - " હું કહી તો દઉં પણ એ ના પાડશે તો..? "

જય - " બે તું કહી ને તો જો એ તને હા જ પડશે..! પણ તું પોલીસ નું સંભાળી લેજે..! હા અને સારા કપડાં પહેરી ને જજે.."

રોશન - " તો હું અત્યારે એના ઘરે જઈ ને કહી દઉં કે સાંજે મારી જોડે જમવા આવે.."

જય - " પણ તું એની જોડે સાંજે જાય તો બંધુક સાથે લઈને જજે.."

રોશન - બે પણ હું કહું પણ એની મમ્મી આવા દેશે એને મારી જોડે..?

જય - " બે પણ તું જઈને અને પૂછી ને તો જો...! "

રોશન - " સારું."

રોશન ઝીલ ના ઘરે જઈ ને તેને કહ્યું...

રોશન - " ઝીલ તારી મમ્મી ક્યાં છે..? "

ઝીલ - " મારી મમ્મી તો બાર ગામ ગઈ છે ..! ચાર દિવસ પછી આવશે.."

આ વાત સાંભળી ને રોશન ખુશ થઈ ગયો.. અને બોલ્યો ....

રોશન - " ઝીલ તારે સાંજે કંઈ કામ છે..? "

ઝીલ - " ના હું સાંજે ફ્રી જ છું..! કંઈ કામ હતું..? "

રોશન - " તો તું મારી જોડે સાંજે ડિનર કરવા આઈસ..?"

ઝીલ - " ક્યાં ..? "

રોશન - " એતો હું તને લઈ જઈશ .. પણ તું આઈસ ખરી..."

ઝીલ - " અ... અ.. હા આઈસ... પણ કેટલા વાગે..? "

રોશન તો ખૂબ ખુશ થઈને ને બોલ્યો ....

રોશન - " સાંજે સાત વાગે...! "

ઝીલ - " તો સારુ આપડે સાંજે બાર જમીસુ...."

રોશન તો ખુશ થઈને ઘરે ગયો ..પછી સાંજે છ વાગે તૈયાર થવા લાગ્યો ..

અને સાડા છ વાગ્યે બાઈક લઈ ને ઝીલ ના ઘરે જઈને તેને લઈને જતો હતો ને એટલા મા મોહિત રોશન અને ઝીલ ને જોઈ ગયો ... તેથી તેને ખૂબ ગુસ્સે થયો ...

રોશન અને ઝીલે જમી લીધું પછી રોશને ઝીલ ને કહ્યું ....

રોશન - " ઝીલ મારે તને એક વાત કહેવી છે ...!"

ઝીલ - " હા તો બોલ...."

રોશન - " ઝીલ આઇ લવ યુ..હું તને ખૂબ જ પ્રેમ કરું છુ....! તારી હા છે...? "

ઝીલ વિચારવા લાગી કે હા કહું કે ના ..

રોશને ફરી પૂછ્યું ...

રોશન - " તારી હા છે...! ? "

ઝીલ વિચારીને બોલી............

ઝીલ - " હા મારી હા છે.....! "

રોશન - " સાચે તારી હા છે...? "

ઝીલ - " હા...! "

આ વાત સાંભળી ને રોશની ખુશી નો પર ના રહ્યો...! રોશને ઝીલ ને ગળે લગાવી ને કહ્યુ આઇ લવ યુ ઝીલ ..

ઝીલ - " પણ આ વાત મારી મમ્મી ને કે વિશાલ ને ના ખબર પાડવા દેતો ... હોને...! "

રોશન - " સારું..! "

અને એટલા મા ઝીલ ને ફોન આયો વિશાલ નો અને ફોન મા બોલ્યો...

વિશાલ - " આજે રાતે તારે શું ખાવાનુ છે..? "

ઝીલ - " મે તો ખાઈ લીધું ...! "

વિશાલ - " તે શું ખાધું ? "

ઝીલ - " અ... મે મેગી નૂડલ્સ ખાઈલિધી .."

વિશાલ - " સારું હું તારા ઘરે આવું છું.."

ઝીલ - " સારું આય..! "

વિશાલ જોડે વાત કરી ને ઝીલ ભડકી અને રોશન ને બોલી....

ઝીલ - " ચલ જલદી વિશાલ મારા ઘરે આવે છે મને મારા ઘરે મૂકી જા...."

ઝીલ અને રોશન પોતપોતાના ઘરે તો પોહચી ગયા પરંતુ રોશન ખૂબ જ ખુશ હતો... અને ઝીલ પણ ખુશ હતી પણ મોહિત ખૂબ ગુસ્સા મા હતો ...!

હવે આગળ શું થાય છે તે જાણવા આના પછી નો એટલે....

ભાગ - ૮ માં જોઈએ....