ભફ થય ગ્યો - 7 Jay Piprotar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભફ થય ગ્યો - 7



જય : હેલ્લો જાનવા

જાનવી : હેલ્લો જયલા, નકામાં, નફટ, નકટા, હુઘરા, વાંદરાં

જય : કયું? મેને ક્યાં કિયા..

જાનવી : તારી સાસુને બાવા લઈ જાય,બે મહિના થયા હવે રેપ્લાય આપ્યો મેસેજ નો..
બોવ બિઝી નય ,પકતાય તય ને..

જય : અરે...જાનવા યાર....હું મીસન ઉપર હતો ભાઈબંધ બાકી તો તને ખબર ને.... બીના તેરે કોઈ દિલકસ નજારા હમ ન દેખેગે...

જાનવી : એ બસ બસ હો..માખણ તો રેવા દે....
બોલ, શુ મિશન હતું? શું કર્યું એટલા દિવસ? ક્યાં હતો?

જય : ઓલા સુશાંત ભાઈ ને ઓળખે ને હિરો હતો એ?

જાનવી :હા હા સુસાઈડ કર્યું હમણાં એ જ ને?

જય : હા એ જ ,એણે સુસાઇડ કરી લીધું પછી અહીંયા ઉપર આવ્યાં..

જાનવી : અછા, તે શું થયું તું એણે એતા કે?

જય : ઊંહુ..એ હું ન કહી શકું ,અહિયાંના નિયમ વિરુધ્ધ છે,પછી ભગાન બાધે મને લે..

જાનવી :ઘોયરું બાપા, ક્યાં મિશન ઉપર ગ્યો તો એતા કે?

જય : હા જો,મેં ઓલું ધાનવી નું કીધું તું ને,તો મને આ લવ-બવ માં જાજી ખબર ન પડે, અમે બંને બોવ કલોઝ મિત્રો તો બની ગયા તા પણ મારે હજુ એને પ્રપોઝ કરવાનું બાકી હતું,તને તા ખબર ને મારી ત્રેવડ નઈ કોઈ ને પુછવાની....


જાનવી. : નકામા, પછી શું થયું?


જય : યાર,સુશાંત ભાઈ અહીંયા આવ્યા તો એ અમારી પાછળ જ રહે,એનું ઘર નજીક જ છે તો હું એક દિવસ ગલી માં દડે બેટ રમતો તો અને મારું ક્રિકેટ પણ ઘણું સારું તો મેં શોટ માર્યો ને તો સીધો સુશાંત ભાઈ ના ઘરમાં,બારીનો કાચ તોડીને...


જાનવી : તું આવાજ કર તેરા કુછ નહીં હોગા રે...


જય :અરે તું સુનના ભાઈબંધ..
પછી બધા મને કે અમે લેવા ન જાય તું જા, તે બોલ હું ગ્યો,મને એમ કે એ મને વઢશે પણ એવું ન થયું એને મને પૂછ્યું તે માર્યો તો શોટ? મેં ડરતા ડરતા હા કીધું, તો મને કે વેરી ગુડ,એમ કઈ પોતે બોલ લઈ જોડે આવ્યા..


જાનવી : વાહ વાહ..


જય : હકન,પછી મને કે બેટિંગ કર હું બોલિંગ કરું,પણ એનું પોપટ થયું,હું આઉટ ન થયો મેં તો એમને પણ ધોય નાયખા.. પણ થોડી વાર પછી હું આઉટ થયો,પછી એની બેટિંગ આવી....અલી સુ હેલીકોપ્ટર શોટ માર્યા છે.
સેમ લાઈક એસ એમ એસ ધોની...મજા આવી ગઈ...


જાનવી : આય હાય...... હા મોજ હા....


જય : પછી છે ને હે રમી ને જતા તા તો મને કે અહીંયા આવ, હું તા ગયો...તો કે તમે કાયમ રમવા આવો? મેં કીધું હા.. તો મને કે હવે મને કાયમ સાદ કરી દેજે હું આવી જાય..
પછી તો અમે કાયમ જોડે રમીયે, અને બોલ એમ કરતાં કરતાં એ મારા પાક્કા મિત્ર બની ગયા...

હુરે હુરે હુરે ........ડિંગો... ડિંગો...

તને તા કોઈ ભાવય ન દે..

જાનવી : જાને તું યાર હુઘરા અને ધાનવી ની વાત કરતો તો ને ?

જય : એ જ કરું છું બાબા ,સબ્ર કરો થોડા...
હું ને સુશાંત ભાઈ પાક્કા મિત્રો બની ગયા તા તો અમે રાતે પણ બાર રખડવા જતા,તો મેં એને એક રાતે મારી આ બધી વાત કીધી ધાનવી વાડી, પછી એને મને કઇ રીતે પ્રપોઝ મારવો એ શિખાડયું..

જાનવી. : અહા ..હશે જયલા હશે..તમે તો સેલિબ્રિટી...

જય. : ભાઈ તો ભાઈ છે,મજાક થોડી છે..

જાનવી : કઈ રીતે માર્યો પ્રપોઝ એતા કે.?

જય : મેં એને એક પૂર્ણ ચાંદા ની રઢિયાળી રાતે બગીચામાં બોલાવી મળવા..
મસ્ત મજાનું કુદરતી ડેકોરેશન કર્યું,જેવી એ આવી એટલે મારી સામે બેસાડી,આંખોમાં આંખ નાંખી,કંઇક આવું કહ્યું...

જિંદગી નીકળી ગઈ કોઈ ને ચાહ્યા વગર,
પૃથ્વી ફરી આવ્યો કોઈ ને મળ્યા વગર,
સ્વર્ગમાં આવી સમજાણું મને પ્રેમ પ્રકરણ,
કે હું હું નથી યાર તારા વગર...

જેમ કોઈ દરબાર ને તલવાર,જેમ કોઈ આહિર ને મુરલીધર, જેમ કોઈ મેરને મણીયારો જેમ કોઈ પટેલ ને ખેતી જેમ કોઈ ભરવાડ ને ઢોર જેટલા વાલા હોય એટલી જ તું મને વાલી છે......

થોડો નાદાન છું, નટખટ છું, પણ તારા પ્રેમમાં પરિપક્વ છું...

આટલું જ કીધું જાનવા..

જાનવી : અહા... હકન...હશે હશે જયલા...આવું બધું કયાંથી શીખ્યો હે...અમનેય શીખાડો આશિક..
હા પાડી કે ના ?

જય : એતો આટલું જ બોલી કે...

જોય તને મારી આંખો શરમાય ને નમતી હતી ,અને
કેવી રીતે કવ એ પળ મને કેટલી ગમતી હતી..

જાનવા હવે તો અમે બંને......હા હા હા હા હા હા હા ....
મને શરમ આવે પછી કવ હો...
બબાય બબાય... જય શ્રી કૃષ્ણ..આવજો...