“બાની”- એક શૂટર - 46 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“બાની”- એક શૂટર - 46

બાની- એક શૂટર

ભાગ : ૪૬


"સંતોષ સાહેબ અને મીની નોકરાણીનો પૂત્ર એટલે કે અમન મારો.....!!" મીની પોક મૂકીને રડી પડી. એનું દિલ દુઃખી અનુભવી રહ્યું હતું.

બાની રહસ્ય સાંભળીને આશ્ચર્યમાં પડી. બાનીની જિજ્ઞાસા વધી ગઈ એ બધો જ ભૂતકાળ સાંભળવા...!! જે મીની રહસ્યમય રીતે ઉગલી રહી હતી...!!

મીનીએ મન ભરીને રડી લીધું. એને થોડો સમય લીધો. મન ભરીને રડી લેતાં જ જીવ હલકો થયો હોય તેમ મીની મહેસૂસ કરવા લાગી. બાનીએ મીનીને પાણી પીવડાવ્યું. મીની થોડીક મિનીટો માટે એકદમ જ ચૂપ થઈ ગઈ. પછી અચાનક એને એમ લાગ્યું કે બધું હવે છતું કરવું જ પડશે. એને પોતાની બંને આઈબ્રો ઊંચી કરી. ઊંડો શ્વાસ લેતાં મીનીએ વાતની શરૂઆત કરી, " આ એ સમયની વાત છે જ્યારે મારા બા બાપુજી સહિત મારું આખું પરિવાર જ સંતોષ સાહેબને ત્યાં કામ કરતું અને હજુ પણ કરે જ છે. મારી એક આખી પીઢી જ આ સંતોષ ઘરાનાને લીધે કામ કરતું. એટલે જ તો હું હંમેશા કહેતી આવી છું કે મેં સાહેબનું નમક ખાધેલું છે." એટલું કહી મીની ઊંડા ગર્તાકમાં જતી રહી. બાનીની ઉત્તકંઠતા રહસ્યમય વાત સાંભળવા માટે વધતી જતી હતી.

"સંતોષ સાહેબના પિતાજીના પિતાજી સુંદરલાલ શેઠ માલમિલકત ધરાવનાર મોટા વ્યાપારી હતાં. એમનું એકને એક સંતાન એટલે કેશવલાલ શેઠ..!! કેશવલાલ શેઠને પણ એક જ પુત્ર થયો એ એટલે સંતોષ શેઠ..!!

મોટા આલીશાન બંગલાને સંભળાવા માટે પણ નોકરો ચાકરો જોઈએ. સૌ પ્રથમ મારા દાદા દાદી, કેશવલાલના પિતાજી સુંદરલાલશેઠને બંગલે કામ કરવા માટે આવ્યા હતા..!! મારા દાદા દાદીને ત્રણ પૂત્ર. સૌથી મોટા દૌલતસિંગ, બીજા દુર્લભસિંગ અને ત્રીજા દલપતસિંગ. તેઓ પોતાના ત્રણેય પૂત્રને પણ આ જ કેશવલાલનાં બંગલે કામ માટે લાવ્યા. બીજા પૂત્ર દુર્લભસિંગનું હું ત્રીજું સંતાન મીની. જ્યારે મારો જન્મ થયો તે જ સમયે કેશવલાલની સ્ત્રીને પણ પુત્ર જન્મ્યો હતો એટલે એ પુત્ર એટલે સંતોષ શેઠ. સંતોષ અને મારું બાળપણ સાથે જ ગુજરેલું. એ માલિકનો પૂત્ર હતો. જ્યારે હું એક નોકરની પુત્રી હતી. પણ મારો દેખાવ અજબ હતો...!!

આજે જે મારા ડોળા અંદર જતાં રહ્યાં છે. જે વાળ પાકીને સફેદ થયા છે. દાંતની દંતાવલી ઢીલી ને પીળી પડેલી દેખાય છે એ એક સમયે એની સુંદરતાનાં લીધે જ મારી નામના હતી. "સુંદરતા....!!" કહીને મીની થોડી હસી.

મીનીને બાની ધ્યાનથી સાંભળી રહી હતી.

"મારા મોટા ગોળ ડોળા.. લાંબા કાળા વાળો....સફેદ દાંતની દંતાવલી, ગોળાકાર ગોરો મારો ચહેરો. મારુ થનગનતુ નવયુવાન દેહ...!!" મીનીએ આંખ બંધ કરીને દુઃખભરી આહ ભરી.

"દુર્લભસિંગની સુંદર પુત્રીના લીધે તો સુંદર રાજકુમાર જ મળશે. એવું ત્યારે અમારા પરિવારજનોએ ધાર્યું હતું..!! પરંતુ સંતોષ સાહેબ અને હું પ્રેમમાં પડ્યા. અમે બંને જાણતા હતાં આ પ્રેમનું ભવિષ્ય શક્ય જ નથી. કેશવલાલ શેઠ ભારી ગુસ્સેલ આદમી થતાં નિતિનિયમોમાં માનનારા હતાં. ક્યાં પણ પ્રકારની છેડછાડ તો એમના નિયમોમાં હતી જ નહીં. એ સહન કરવાવાળો આદમી ન હતો પરંતુ જરા પણ ઊંચનીચ થતા બંદૂકની નોકને ગળા પર મુકવાવાળો આદમી હતો.

અમારું પ્રેમ પ્રકરણ છુપી રીતે કેશવલાલના ડરથી ચાલવા લાગ્યું. પરંતુ પ્રેમ પ્રેમ સુધી જ ક્યાં સીમિત રહેતું છે?? પ્રેમે એની પરાકાષ્ટા માંગી અને હું સંતોષથી ગર્ભવતી બની..!! ઉપાય તો એક જ હતો કે અમારા બંનેનાં લગ્ન...!! પરંતુ એવું કરવાથી બગાવત થઈ જાય મારી આખી પીઢી અને કેશવલાલ શેઠ વચ્ચે...!! અમે નોકરો હતાં. ગરીબ હતાં..!! મારા આખા પરિવારજનો બધાને અલગ અલગ કોથડી આપી હતી રહેવા માટે. સૌએ પોતપોતાનો પરિવાર જ બનાવી લીધો હતો. સંસાર બધાએ કેશવલાલનાં બંગલે જ ઉભો કરી લીધો હતો. એવામાં જ હું મારા પ્રેમ અને હક માટે કેશવલાલ સાથે ભીડી ઉઠું તો એનું પરિણામ મારા પરિજનોને પણ ભોગવવું પડે. મામલો ખૂનખરાબા સુધી પણ પહોંચી જતે... મારુ પરિવાર તહેસનહેસ થઈ જાય તેમ જ નોકરીથી પણ બધાને જ હાથ ધોવું પડે..!! મારા પ્રેમના લીધે આખા પરિવારના સંસારને હું વેરવિખરતો ક્યાંથી જોવાની..!!

સંતોષ સાહેબે શહેરની બહાર મારા માટે એક ઘરની વ્યવસ્થા કરી. સઘળી મારી બધી જ જરૂરિયાતો પૂર્ણ થાય એ બધો જ બંદોબસ્ત તેમ જ એક સારા ડૉક્ટરની પણ વ્યવસ્થા કરી આપી હતી. મારી સેવા કરી શકે એના માટે એમને એક બાઈ પણ રાખી હતી. સંતોષ મને અવારનવાર મળવા આવતાં.

પરંતુ મારા ગર્ભવતીનાં ચાર જ મહિનામાં સંતોષના લગ્ન લેવાયાં. કેશવલાલના એક દોસ્તના ભલામણથી સંતોષ માટે એક જાજરમાન તેમ જ ચાલક સ્ત્રી પસંદ કરાઈ જે ઉંમરમાં સંતોષ કરતાં બાર વર્ષ નાની હતી." એટલું કહીને મીનીનું ગળું ભરાઈ આવ્યું.

બાનીએ મીનીને પાણી ધર્યું. એ ધીમે ધીમે પાણી ગટગટાવી ગઈ.

"પરંતુ સંતોષ, લગ્ન બાદ પણ મને અવારનવાર મળવા આવતો. એ મને પ્રેમ કરતો હતો. મને ધીરજ આપતો કે એ મારો હક મને આપશે. પરંતુ મને તો હકની જ ક્યાં પહેલાથી પડી હતી. મારો અધિકાર જ માગવો હોત તો મારા પરિવારનું સર્વસ્વ મને દાવ પર લગાડવા પડતું કેશવલાલ સામે...!! પરંતુ કેશવલાલ પણ ક્યાં વધારે સમય રહ્યાં..!! એ સ્ત્રીના પગ મૂકતાની સાથે જ કેશવલાલને થોડા દિવસોમાં ડાબા હાથ પગમાં પેરાલિસીસનો ઝટકો લાગ્યો હતો. અને એ પથારીવશ થયા હતાં. ધીમે ધીમે એમની તબિયત કથળી રહી હતી.

નવ મહિના બાદ મને પૂત્ર જન્મ્યો. સંતોષે પોતાની સ્ત્રી સામે એવો ત્યારે ઉલ્લેખ કર્યો હતો કે એ કદી પિતા નહીં બની શકે...!! એટલે એનો વારસો સંભાળવા માટે એ અનાથાલયથી એક પુત્ર લાવશે. એ ચાલક સ્ત્રીને કશો પણ આ વાતથી ફેર ન હતો. પુત્રનાં એક મહિના બાદ સંતોષ પોતાનાં બંગલે લાવ્યો હતો. એ ચાલાક સ્ત્રીનાં હાથમાં મારો પૂત્ર સોંપ્યો હતો. હું પણ એ બંગલે તરત જ પગ મૂક્યો હતો. નામ પણ એ સ્ત્રીએ જ પાડ્યું અમન..!! મારું સંતાન મારી સામે જ ઉછેર થઈ રહ્યું હતું. એનો ઉછેર પણ હું જ કરી રહી હતી પરંતુ ફક્ત ફરક એટલો જ હતો કે હું મા નહીં એક નોકરાણી તરીકે એનું લાલનપાલન કરી રહી હતી...!! પરંતુ હું ખુશ હતી મારું બાળક મારી નજર સામે હતું અને મારો પ્રેમ સંતોષ પણ મારી સમક્ષ જ હતો...!! બસ ફક્ત અધિકાર મારો કશો પણ ન હતો...!! એક નોકરાણી સિવાય...!! એવામાં જ કેશવલાલનું પણ મૌત નીપજ્યું હતું. જાણે બંગલામાં જ લોકો આઝાદ થઈ ગયા. સૌથી વધારે સંતોષ આઝાદ થયો હતો. એને પૂરો વ્યાપાર પોતાની સ્ત્રીના હાથમાં સોંપ્યો. સંતોષને ગમતું કામમાં જોડાયો. એ ફિલ્મ બનાવા લાગ્યો. સંતોષ શેઠમાંથી એ જાણીતા ડાયરેક્ટરની નામના મેળવવા લાગ્યાં.

પાંચ વર્ષ સુધી તો બધું સારી રીતે ચાલ્યું. પરંતુ અમનને એ સ્ત્રી પોતાની સાથે જ રાખતી. એ જ્યાં જતી ત્યાં એ સાથે જ લઈ જતી. સંતોષ પોતાની ગમતી કારકિર્દીમાં વ્યસ્ત થતો ગયો. દીકરો અમન જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ એ સ્ત્રીની સંગતથી બગડતો ગયો એવું મારું માનવું છે..!! હું અમનને રોકી શકતી ન હતી. રોકું તો કયા અધિકારથી...!! એક પછી એક એવા કાંડ કરતો ગયો અને એ સ્ત્રી એ કાંડને પૂરી રીતે દબાવતી ગઈ." ઊંડા નિસાસાથી ડોકું દુણાવીને મીનીએ વાત બંધ કરી.

બાનીએ આખી વાત શાંતિથી સાંભળી. અને પછી કહ્યું, " પણ મીની...!! તમે મીરા અને જાસ્મિનના ખૂનનું રહસ્ય તો છતું કર્યું જ નહીં...!! અને કોણ છે આ સ્ત્રી જેણે તમે ચાલાક ઓરત કહો છો??"

પ્રશ્ન પૂછતાં જ મીની થોડું અટહાસ્ય હસી," તમે બધા તેમ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેની વખાણ કરતા થાકતા નથી, એ 'આરાધના પ્રોડક્શન હાઉસ' ની માલિક આરાધના એ જ ચાલાક સ્ત્રીની વાત કરી રહી છું."

"આરાધના" નામ સાંભળતા જ બાની ઊંડા વિચારમાં પડી ગઈ. એ જે ગૂંચ ખોલવાની મનમાં બહુ સમય પહેલા એકવાર પ્રયત્ન કરી રહી હતી એનો જવાબ એને આજે મળી ગયો હતો.

"મીની પણ મને આ બધી વાતોમાંથી કશું નથી મળ્યું. મને તો ફક્ત મીરા અને જાસ્મિનના ખૂનનું રહસ્ય જાણવું છે." બાનીએ પૂછ્યું.

"કહીશ...!! પણ....!! અભિનેત્રી જાસ્મિનને જેમ પ્રશ્ન પૂછ્યો હતો એ જ પ્રશ્ન હું તને પણ પૂછીશ મિસ પાહી...!!" એટલું કહીને મીની ઝટથી પોતાનાં સ્થાન પરથી ઉઠી. એક ધારદાર નજર એના અંદર જતાં રહેલા ડોળાથી એ મિસ પાહી ઉર્ફ બાની તરફ જોઈને કહેવા લાગી, "મિસ પાહી, તું અમન હત્યારાને ફાંસીના માંચડે સુધી પહોંચાડી શકીશ?? એ હત્યારાને સજા અપાવીશ?? જે કાંડ એ અત્યાર સુધી કરતો આવ્યો છે એની સમાપ્તિ તું કરીશ??" કહીને એ ખંદુ હસી. એના હસવામાં એ અર્થ બાનીને સાફ દેખાઈ રહ્યું હતું કે તું પણ એવું ન કરી શકશે..!!

મીનીનું ખંદુ હસવું બાની પચાવી ના શકી. એ ઉશ્કેરાઈ,"અમનને સજા આપવી છે ને હું આપીશ. મને ફક્ત જાસ્મિનના ખૂનનું રહસ્ય જણાવ. એને હું તે જ સમયે શૂટ કરીશ."



(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)