There is something! Part 12 books and stories free download online pdf in Gujarati

કંઈક તો છે! ભાગ ૧૫


એટલામાં જ દરવાજો ખટખટાવવાનો અવાજ આવે છે. સુહાની ઉભી થાય છે. રાજન પણ ઉભો થાય છે અને સુહાનીને કહે છે "દરવાજો ન ખોલતી."

સુહાની:- "પણ કેમ?"

રાજન:- "કહ્યું ને કે દરવાજો ન ખોલતી."

સુહાની:- "કોણ છે તે તો જોવા દે."

સુહાની જતી હોય છે કે રાજન સુહાનીને આલિંગન આપે છે.

"આવતીકાલે મળીશું. મારે હવે જવું પડશે." એમ કહી સુહાનીને કપાળ પર ચુંબન કરી રાજન સુહાનીને કહે છે "સાંભળ આપણે બે મળીએ છીએ એ કોઈને પણ ભૂલેચૂકે કહેતી નહીં સમજી?"

સુહાની:- "નહીં કહું પણ તું કેવી રીતે જઈશ?"

રાજન:- "તું એકવાર દરવાજો તો ખોલ."

સુહાની દરવાજો ખોલે છે. દરવાજો ખોલીને જોયું તો સામે ચૈતાલી અને રોનક હતા. સુહાનીએ રાજન તરફ નજર કરી તો રાજન ત્યાં હતો જ નહીં.

સુહાનીને આશ્ચર્ય થયું કે "રાજન ક્યાં જતો રહ્યો?"

ચૈતાલી અને રોનક કંઈ પણ કહ્યા વિના તરત જ જતાં રહ્યા.

ચૈતાલી અને રોનક નીકળી ગયા એટલે સુહાની તરત જ બારી પાસે જઈને આજુબાજુ જોવા લાગી અને વિચારવા લાગી કે "આટલી ઉંચાઈ પરથી રાજન ક્યાં જઈ શકે?" સુહાનીએ આસપાસ જોયું પણ રાજન ક્યાં જતો રહ્યો એ વિશે સુહાનીને કંઈ ખ્યાલ ન આવ્યો. સુહાની એ જ વિચારતી હતી કે "ત્રીજા માળેથી રાજન કેવી રીતે ગાયબ થઈ શકે?" એટલામાં જ સુહાનીની નજર એક બાજ પર જાય છે. સુહાની સ્વગત જ બોલે છે "આ તો પેલું જ બાજ પક્ષી છે. જે મારા ઘરે આવતું હતું. એ બાજ પક્ષીને સુહાની ઉડતા જોઈ રહી.

સુહાની ક્લાસમાં આવે છે. પોતાની જગ્યા પર બેસે છે. રાજન,ચૈતાલી અને રોનક પણ આવે છે. લેક્ચર ચાલું થાય છે. પણ સુહાનીનુ ભણવામાં જરાય ધ્યાન નહોતું. મનમાં એક જ સવાલ ચાલતો હતો કે "આખરે રાજન કોણ છે? શૈતાન છે કે શૈતાનનો અનુયાયી કે પછી એક પક્ષી છે. અને આશ્ચર્ય ની વાત એ છે કે જો રાજન એક શૈતાન છે તો મને એનાથી ડર કેમ નથી લાગતો? રાજન સામે આવે છે તો મને શું થઈ જાય છે? મને લાગે છે કે જરૂર અમારી બે વચ્ચે કંઈક તો છે!!! પણ શું?"

ખબર નહીં એવો શું સંબંધ છે અમારી વચ્ચે
લાગે છે વર્ષો જુનો કોઈ અધુરો કિસ્સો છે!

સુહાની ઘરે જઈ દરરોજની જેમ બાળકોને ભણાવે છે. પછી પોતાના રૂમમાં જાય છે. સુહાની વિચારોમાં જ હોય છે કે "રાજન આખરે છે કોણ? જે હોય તે. કોણ છે રાજન અને ક્યાંથી આવ્યો છે તે વિશે મારે નથી વિચારવું. મારે તો રાજને કહ્યું તે વિશે વિચારવું છે. રાજન મને પ્રેમ કરે છે. અને હું પણ રાજનને પ્રેમ કરું છું. રાજન વિશે વિચારતાં સુહાનીના ચહેરા પર સ્મિત ફરી વળ્યું અને સુહાની ડાયરી લખવા બેસી ગઈ. ડાયરીમાં ઘણું બધું લખ્યું. ડાયરી લખતાં લખતાં સુહાનીને વિચાર આવ્યો કે "દેવિકા અને રાજન વચ્ચે પોતે ફસાઈ ગઈ છે. દેવિકા અને મારી વચ્ચે રોજ વાતચીત થાય છે એ હું રાજનને કહી નથી શકતી. દેવિકાએ જ તો ના પાડી છે. અને રાજન અને મારી વચ્ચે જે વાત થાય છે તે હું દેવિકાને નથી કરી શકતી. રાજને ના પાડી છે. આ બંન્ને મને ના પાડે છે તો મારે કરવું શું? મારે હવે ચૂપ જ રહેવું પડશે. રાજન અને દેવિકા બંને જ કહે છે કે આપણી વચ્ચે જે કોઈપણ વાત થાય તે કોઈને કહેવાની નહીં. એટલે હું ચૂપ રહું એમાં જ બધાની ભલાઈ છે."

બીજા દિવસે સુહાની સવારે ઉઠે છે તો સુહાનીને રાજન જ યાદ આવી જાય છે અને ચહેરા પર સ્મિત છવાઈ જાય છે. સુહાની નાહી ધોઈ તૈયાર થઈ ઘરનું કામ પતાવે છે. સુહાનીને રાજનને મળવાની તીવ્ર ઈચ્છા થતી હતી. સુહાની રાજનને મળવા માટે બેચેન હતી. સુહાનીને રાજનને મળીને કેટલીય વાતો કરવી હતી. થોડી વાર રાજન વિશે વિચારતાં એમજ બેસી રહી પછી સુહાનીએ ડાયરી લીધી અને લખવા લાગી.

સૂર્યનાં પહેલાં કિરણ જેવું
તારું આગમન
મારા વિખરાયેલા અસ્તવ્યસ્ત
વ્યક્તિત્વને
પ્રેમના પ્રકાશથી
ઝળાહળા કરી દે છે
અને રોજ રાતે
હું એ જ અમર આશા લઈ
નિદ્રાને આધીન થઈ જાઉં છું
કે કાલે સવારે ફરી પાછો
સૂર્યોદય થશે જ.

કૉલેજનો ટાઈમ થઈ ગયો હતો એટલે આટલું લખીને સુહાનીએ ડાયરી મૂકી દીધી. સુહાની તૈયાર થવા જતી હતી કે વર્ષાબહેને કહ્યું કે "ક્યાં જવાની છે?"

સુહાની:- "કૉલેજ જવાની છું."

વર્ષાબહેન:- "પણ આજે તો રજા છે ને?"

સુહાની:- "હા આજે તો રવિવાર છે."

સુહાની મનોમન વિચારે છે કે "રાજનને મળવા માટે હું એટલી બેચેન હતી કે મને યાદ પણ ન રહ્યું કે આજે રવિવાર છે."

થોડીવાર પછી સુહાની ઘરે રહી કંટાળી. એટલે સુહાની મંદિર તરફ જવા લાગી. મંદિરે દર્શન કરી બેઠી હતી કે એટલામાં જ રિયુ આવે છે.

રિયુ સુહાની પાસે આવે છે.

સુહાની:- "અરે રિયુ તું અહીં શું કરે છે અને તું કોની સાથે આવી?"

રિયુ:- "મમ્મી સાથે."

સુહાનીએ જોયું તો રિયુની મમ્મી કોઈની સાથે વાતો કરતી હતી. વાતો કરતાં કરતાં પણ રિયુની મમ્મીનું રિયુ પર ધ્યાન હતું. સુહાનીએ સ્મિત આપ્યું. રિયુની મમ્મીએ પણ સુહાનીને સ્મિત આપ્યું.

રિયુ:- "ટીચર ટીચર ચાલોને ત્યાં જઈએ."

સુહાની:- "રિયુ ત્યાં નીચે ન જવાય. નીચે તો ઊંડી ખીણ અને જંગલ છે."

રિયુ તો એ તરફ જવા લાગી. સુહાનીને રિયુની ચિંતા થઈ. એટલે એણે ઝડપથી રીયુનો હાથ પકડી લીધો.

સુહાની:- "સારું ચાલ તો હું તને લઈ જાઉં. પણ બહુ નજીક નથી જવાનું."

સુહાની રિયુને લઈ જાય છે. થોડીવાર સુધી બંન્ને પ્રકૃતિની સુંદરતા જોઈ રહ્યા. રિયુ આસપાસ રહેલાં ફૂલો તોડવા લાગી. એટલામાં જ રિયુની નજર એક સુંદર ફૂલ પર જાય છે.

રિયુ:- "ટીચર પેલું ફૂલ કેટલું સરસ છે. મને એ જોઈએ છે."

સુહાની:- "રિયુ એ ફૂલ તો બહું નીચે છે તો ત્યાં કેવી રીતે જઈશું?"

રિયુ:- "ટીચર હું લઈ આવું છું એ ફૂલ."

સુહાની રીયુનો હાથ પકડતાં કહે છે "ઉભી રહે. હું એ ફૂલ લઈ આવું છું. તું આટલે જ ઉભી રહે સમજી?"

સુહાની સાચવી સાચવીને એ ફૂલ લેવા જાય છે.

સુહાનીને ખીણ જોઈને ડર લાગતો હતો. પણ ફૂલ થોડું નજીક હતું એટલે વાંધો નહીં. સુહાની સ્હેજ નીચેની તરફ ગઈ સુહાની ફૂલ તોડવા જ જતી હતી કે સુહાનીનો પગ લપસ્યો અને ઊંડી ખીણમાં પડવા લાગી. સુહાનીથી તો ચીસ પડાઈ ગઈ. સુહાની ઊંડી ખીણમાં પડતી હતી કે સુહાનીને કોઈ બાહુપાશમાં જકડી લે છે. સુહાનીએ જોયું તો એ રાજન હતો. રાજન હવામાં ઉડી રહ્યો હતો. સુહાનીનુ દિલ જોરજોરથી ધડકવા લાગ્યું. સુહાનીએ જોયું તો રાજનની વિશાળ સોનેરી પાંખો હતી. સુહાની ગભરાયેલી હતી અને રાજનને આ રૂપમાં જોઈ અત્યારે સુહાનીમાં સમજવાની શક્તિ નહોતી રહી. આના લીધે સુહાની બેભાન થઈ જાય છે. રાજન સુહાનીને ઉપર લઈ આવે છે.

પોતાની ટીચરને આ રીતે નીચે પડતા જોઈ રિયુ ગભરાઈ ગઈ હતી અને રડી રહી હતી. રાજન સુહાનીને સાવચેતીથી નીચે જમીન પર સુવડાવે છે.

રાજન રિયુ પાસે જાય છે. રિયુના આંસુ લૂછતા કહે છે "બચ્ચાં રડવાનું બંધ કર. જો તારી‌ ટીચરને કંઈ નથી થયું."

રાજન રીયુને ગળે વળગાડી દે છે. રિયુએ જોયું તો સુહાની બિલકુલ ઠીક હતી.

રિયુની મમ્મી રિયુને બોલાવે છે.

રાજન:- "બચ્ચાં જા...મમ્મી બોલાવે છે."

રિયુ સુહાની પર એક નજર કરે છે અને પોતાની મમ્મી પાસે જતી રહે છે.

રાજન સુહાની પર પાણી છાંટે છે. સુહાની ભાનમાં આવે છે. સુહાની આંખો ઉઘાડે એ પહેલાં તો રાજન ત્યાંથી નીકળી ગયો હોય છે.

સુહાની ઘરે પહોંચે છે. આખા રસ્તે સુહાની વિચારતી રહી કે "રાજન સામાન્ય વ્યક્તિ નથી." રાજનનું જે રૂપ જોયું હતું તેનાથી સુહાનીને આંચકો લાગ્યો હતો. સુહાની સાંજે રાજન વિશે વિચાર કરતી બેઠી હોય છે. એટલામાં જ પેલું બાજ પક્ષી આવે છે અને સુહાનીની નજીક જઈ બેસે છે. સુહાનીને ખ્યાલ આવ્યો કે "આ એ જ પક્ષી છે જેને મેં અરીસામાં જોયું તો રાજન દેખાયો. પણ એ તો મારો વ્હેમ હતો. આ વ્હેમને મારે દૂર કરવું પડશે. અને ગઈકાલે રાજનનું જે રૂપ જોયું તેનું શું?" એમ વિચારી સુહાનીએ અરીસામાં એક નજર કરી. અરીસામાંથી એ બાજ પક્ષીને જોયું તો બારી પાસે રાજન હતો. સુહાનીએ અરીસામાંથી નજર હટાવી એ બાજ પક્ષી તરફ નજર કરી. સુહાની ત્યાંથી ધીરેથી ઉભી રહી. એ પક્ષીથી દૂર થઈ ગઈ અને ખૂણામાં ઉભી રહી.

સુહાની એ પક્ષીને જોઈ ધ્રૂજતા સ્વરે કહે છે "ર...રાજન...રાજન આ...આ પક્ષીના રૂપમાં તું જ છે ને?"

સુહાનીના આટલું બોલતાં જ એ પક્ષીએ રાજનનું રૂપ લઈ લીધું.

ક્રમશઃ





બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED