There is something! Part 2 books and stories free download online pdf in Gujarati

કંઈક તો છે! ભાગ ૫



સુહાની ક્લાસમાં બેઠી બેઠી દેવિકાની રાહ જોઈ રહી હતી. થોડી ક્ષણો પછી દેવિકા આવે છે.

સુહાની:- "તે કહ્યું હતું ને કે કોઈ અકલ્પનીય ઘટના બને તો કહેજે."

દેવિકા:- "હા બોલ શું થયું?"

સુહાની:- "ગઈ કાલે રાત્રે હું રિયુને ઘરે મૂકવા ગઈ હતી. હું રિયુને મૂકીને આવતી હતી કે..."

દેવિકા:- "પહેલાં તો તું મને એ કહે કે તું રિયુને મૂકવા શું કામ ગઈ હતી?"

સુહાની:- "રિયુને એક સવાલ સમજાવતી હતી. એટલામાં રાત થઈ ગઈ અને રિયુને ડર લાગતો હતો. અને મને પણ ડર લાગતો હતો અને ઉપરથી પાછી અમાસની રાત..."

દેવિકા:- "હા...અમાસની રાત બિહામણી રાત હોય છે. અમાસ સાથે ભૂત, પ્રેત, આત્મા અને અઘોરીઓની સાધના પણ સંકળાયેલી છે. આ દિવસે અઘોરી બાવાઓ દારૂ-અફીણ-ગાંજો પી નશામાં ચકચૂર બનીને સ્મશાનમાં પિશાચની પૂજા કરે છે, હવન કરે છે. પ્રેતાત્માઓને આહવાન કરવામાં આવે છે. અઘોરીઓને મન અમાસનો દિવસ (રાત) એટલે સાધનાનો દિવસ. અમાસની કાળી રાતને આ લોકો વધારે બિહામણી બનાવે છે. અંધારું ફેલાઈ જવું એટલે ગેરવ્યવસ્થા છવાઈ જવી, અવ્યવસ્થા સર્જાવી. એને વિશે માણસ જાતજાતની કલ્પના કરતો હોય છે. ગાઢ અંધકારમાં કોઈ માણસ જંગલમાંથી પસાર થઈ રહ્યા છે. ચાલતાં-ચાલતાં તેના મગજમાં એક જ વિચાર ચાલતો હોય છે કે એક બીજા ડગલા પછી શું હશે? કલ્પના કરવા લાગે કે ભૂત તો નહીં હોય? રસ્તામાં ક્યાંક મોટો ખાડો તો નહીં હોયને? જે અદૃશ્ય છે, અજાણ્યું છે એની કલ્પના માણસને ડરાવે છે."

સુહાની:- "હા મારી સાથે પણ કંઈક આવું જ થયું હતું. એક સૂમસામ રસ્તે મને કોઈકના હોવાનો અહેસાસ થયો. હું ડરી ગઈ હતી એટલે હું ઘર તરફ જતી હતી. તો મને લાગ્યું કે મારી પાછળ કોઈક આવી રહ્યું છે. મેં ડરતાં ડરતાં પાછળ જોયું તો મારી પાછળ ચૈતાલી,રોનક અને રાજન હતા."

દેવિકા:- "પછી શું થયું?"

સુહાની:- "પછી મારી નજર સ્મશાનમાં તપસ્યા કરી રહેલાં અઘોરી પર ગઈ. અઘોરી બાબાએ મને કહ્યું પણ મારી સમજમાં કશું ન આવ્યું અને છેલ્લે એવું કહ્યું કે ઈશ્વર તારી રક્ષા કરે."

દેવિકા:- "પછી શું થયું?"

સુહાની:- "પછી કંઈ નહીં. હું ઘરે આવતી રહી."

દેવિકા:- "આ અકલ્પનીય ઘટના છે? સુહાની આ બધું તો હું જાણું છું. બીજુ કંઈ થયું કે તારી આસપાસ?"

સુહાની:- "મારા માટે તો અકલ્પનીય જ ઘટના હતી."

દેવિકા થોડીવાર સુધી વિચારોમાં ખોવાઈ ગઈ. દેવિકા વિચારે છે કે મારી શંકા સાચી પડી. રોનક, રાજન અને ચૈતાલીને અમાસ સાથે કંઈક ને કંઈક સંબંધ છે. આ ત્રણેયમાં કંઈક તો રહસ્ય છે. અને અઘોરી બાબાએ સુહાનીને એવું કેમ કહ્યું કે ઈશ્વર તારી રક્ષા કરે. મતલબ કે સુહાની કોઈ મુશ્કેલીમાં મૂકાવાની છે. અઘોરી બાબાએ સંકેત આપ્યો છે કે જરૂર કંઈક અનર્થ થવાનું છે. અઘોરીબાબા જે કહે છે તે સાચું જ પડે છે." સુહાનીને વિચાર આવ્યો કે "દેવિકા મને કેમ દૂર રાખે છે? સ્કૂલમાં પણ મારી સાથે આવું જ વર્તન કરતી. ને આ શૈતાનવાળી વાત તો અસંભવ લાગે છે. દેવિકાએ મને કેટલીય વાર કહ્યું છે કે દેવિકા અને મને એકસાથે શૈતાન જોશે તો અનર્થ થઈ જશે. પણ શું અનર્થ થશે તે તો કહ્યું જ નહીં. આ દેવિકાની વાતો પણ અધૂરી હોય છે. મને સરખી રીતના કંઈ કહેતી જ નથી. એક તો દેવિકાની વાતમાં જરા વિશ્વાસ નથી આવતો. પોતે તો પાગલ છે મને પણ પાગલ કરી દેશે. મને ભલે એની વાત પર વિશ્વાસ ન હોય. પણ દેવિકામાં કંઈક તો વાત છે. દેવિકાની નજીક રહેવાથી કંઈક સકારાત્મક ઉર્જાનો અહેસાસ થાય છે. એટલું તો ચોક્કસ છે કે દેવિકામાં કંઈક તો શક્તિ છે. એટલે એની વાતોને નજર અંદાજ પણ ન કરી શકાય."

સુહાની:- "દેવિકા શું વિચારે છે?"

દેવિકા:- "કંઈ નહીં. બધાં આવતાં જ હશે. આપણાં ક્લાસમાં જઈને બેસ. હું પછી આવું છું."

સુહાની પોતાના ક્લાસ તરફ જઈ રહી હતી. સુહાની ક્લાસમાં પહોંચે છે તો ક્લાસમાં રાજન બેઠો હતો. સુહાની રાજન તરફ એક નજર કરે છે. રાજન પણ સુહાનીને જોય છે. સુહાની તો છેલ્લી બેન્ચ પર બેસી જાય છે.

રાજન સુહાનીને જોઈ રહ્યો. થોડી ક્ષણો પછી સુહાની નું ધ્યાન ગયું કે રાજન પોતાને જોઈ રહ્યો છે.
સુહાનીએ રાજન તરફ નજર કરી. રાજન સુહાનીને જ જોઈ રહ્યો હતો. સુહાનીએ તરત જ નજર હટાવી લીધી. સુહાનીએ ફરી તિરછી નજરે જોયું તો રાજન સુહાનીને જ જોઈ રહ્યો હતો. સુહાની મનોમન કહે છે "બેશરમ. મને જ જોઈ રહ્યો છે. આ મયુરી ક્યાં રહી ગઈ? હજી સુધી કેમ ન આવી?"

રાજન સુહાની તરફ આવતો હતો. સુહાની નજરો ઝૂકાવીને બેઠી હતી. સુહાનીને ખ્યાલ આવી ગયો કે રાજન પોતાની તરફ આવી રહ્યો છે. રાજન સુહાનીની એકદમ નજીક આવીને ઉભો રહ્યો કે રાજનને અહેસાસ થઈ ગયો કે ચૈતાલી આવી ગઈ. રાજને દરવાજા પાસે નજર કરી તો ચૈતાલી રાજનને જોઈ સ્મિત કરી રહી હતી. ચૈતાલીની પાછળ રોનક હતો. સુહાનીએ પણ ચૈતાલીની નોંધ લીધી. સુહાનીને ચૈતાલી નું સ્મિત વિચિત્ર લાગ્યું. સુહાનીએ રાજન તરફ નજર કરી તો રાજન ચૈતાલીને જોઈ રહ્યો. ચૈતાલીને જોતાં જ રાજન એક ક્ષણ માટે ગભરાઈ ગયો હતો. પણ રાજને તરત જ બાજી સંભાળી લીધી.

રાજન:- "ગઈ કાલે તારી બાજુમાં પેલી છોકરી બેઠી હતી. શું નામ છે તેનું?"

સુહાની:- "નામ જાણીને શું કામ છે?"

રાજન:- "તારે એનું નામ કહેવું છે કે નથી કહેવું?"

સુહાની:- "નથી કહેવું."

રાજન:- "કેમ તને જલન થાય છે. એટલે તું કહેવા નથી માંગતી."

સુહાની:- "મને કંઈ જલન-બલન નથી થતી. મને શું કરવા જલન થવાની?"

રાજન:- "કારણ કે મેં તારું નામ ન પૂછ્યું એટલે."

સુહાની:- "મિસ્ટર તમને છે ને બહું મોટી ગેરસમજ થઈ છે. તમને શું લાગે છે કે આ કૉલેજની બધી યુવતીઓ તમારી પાછળ છે."

રાજન:- "ગેર સમજ નથી. હું એકસો ને એક ટકા કહી શકું કે બધી યુવતીઓ મારી પાછળ છે."

સુહાની:- "પણ હું નથી તમારી પાછળ....સમજ્યા?"

રાજન:- "આજે નહીં તો કાલે મારી પાછળ આવવું તો પડશે."

એટલામાં જ ત્યાં મયુરી આવે છે.

રાજન:- "શું હું તમારું નામ જાણી શકું?"

મયુરી:- "હા હા કેમ નહીં! મારું નામ મયુરી. અને તમારું?"

રાજન:- "હું રાજન. સારું પછી મળીયે."

સુહાનીને રાજન પર ગુસ્સો આવતો હતો. "ખબર નહીં શું સમજે છે પોતાને. રાજન કેમ આવો છે?"

મયુરી:- "કેટલો સોહામણો છે નહીં રાજન."

સુહાની:- "સોહામણો અને રાજન! મને લાગે છે કે તને ખરેખર ચશ્માની જરૂર છે."

મયુરી:- "સુહાની તને ઈર્ષા થાય છે કે એણે તને તારું નામ ન પૂછ્યું અને મને પૂછ્યું."

સુહાની:- "એવું કંઈ નથી હો. મને કોઈ રસ નથી હો રાજનમાં."

મયુરી:- "દ્રાક્ષ ન મળે ને એટલે દ્રાક્ષ ખાટી છે એવું તો નથી ને!"

સુહાની:- "પણ હું તને કહી દઉં છું કે મારા મનમાં એવું કંઈ નથી. પછી તારે જે સમજવું હોય તે સમજ. તારી મરજી. મને કંઈ ફરક નથી પડતો."

મયુરી:- "અરે તું તો ખોટું માની ગઈ. હું તો બસ એમજ ચીડવતી હતી."

સુહાની:- "નહીં મને શું કરવા ખોટું લાગવાનું."

એટલામાં જ પ્રોફેસર આવ્યાં અને લેક્ચર લેવા લાગ્યા. સુહાનીએ રાજન તરફ નજર કરી. સુહાની વિચારે છે કે "રાજન ચૈતાલીને જોઈ કેમ ગભરાઈ ગયો? ચૈતાલીથી ડરવાની શું જરૂર છે? ક્યાંક એવું તો નથી ને કે ચૈતાલી જબરજસ્તી રાજનની પાછળ પડી છે. ચૈતાલીને જોતાં જ રાજને તરત જ વાત બદલી દીધી. પણ ખરેખર તો રાજન મારી સાથે જ વાત કરવા આવ્યો હતો. નહીં નહીં હું કંઈક વધારે જ વિચારું છું. રાજન મારી સાથે શું કરવા વાત કરવાનો? રાજન મયુરી વિશે જ જાણવા આવ્યો હશે. રાજન જેના વિશે જાણવા આવ્યો હોય તેના વિશે પણ રાજને ચૈતાલીથી ડરવાની શું જરૂર છે? ચૈતાલી અને રાજન વચ્ચે કંઈક તો છે! કંઈક એવું કે જેનાથી રાજન ડરે છે. પણ શું?"

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED