Berang - 2 books and stories free download online pdf in Gujarati

બેરંગ - 2

ભાગ-૨

આગળ ની વાત.....
સોના દયનીય સ્થિતિ માં રાત ના સમયે એના ગામ નાં સીમાડે પહોંચે છે ને ગામ ની ભાગોળે ચોતરે રાત વિતાવી સવાર ના પહોર માં એનાં ઘરે પહોંચે છે. એનાં ઘરે એની મા ને જોઈ સોના એને ગળે વળગી જાય છે. એવાં માં સોના ના પિતા અવાજ થતાં ને એમના પત્નિ ઓરડા માં જોવા ન મળતાં બહાર આવે છે.

હવે આગળ......
માણેક શેઠ ને જોતાવેંત શેઠાણી રુક્મિણી બેન સમસમી ગયા ને સાથે સોના પણ તેના બાપુજી ને જોઈ માતા થી દૂર જઈ ઊભી રહી ગઈ. એટલા માં સોના નાં ભાઈ ને ભાભી પણ બહાર આવી ગયાં. માણેક શેઠ આવી ને બરાડી ઉઠ્યા; આને કોને ઘર માં પગ મૂકવા દીધો?? , શેઠાણી સામે જોઈ બોલ્યાં, તમને બધાં ને છેલ્લી વાર મેં શું સૂચના આપી હતી??... તમને કોઈને યાદ નથી કે શું?? … કે મારા નિર્ણયો ને આ ઘર માં હવે થી ધ્યાન પર નહીં લેવાનો તમે બધાં એ પ્રણ લઈ લીધો છે??... માણેક શેઠ નાં અવાજ નાં પડઘાં ત્યાં ઊભેલા સૌ નાં કાનો માં ગૂંજવા લાગ્યાં. સવાર ના શાંત વાતવરણ માં શેઠ નાં ધ્વનિ નાં સ્પંદનો જાણે તરંગો બની ઘર માં ફેલાવા લાગ્યાં.
માણેક શેઠ નું આખું શરીર ક્રોધ નાં કારણે કાંપી રહ્યું હતું, એમની આંખો સોના પર સ્થિર હતી; એમ લાગતું હતું કે આજે માણેક શેઠ એમની દિકરી ને એમના શબ્દો રૂપી બાણો નાં પ્રહાર થી જ મારી નાખશે. રુક્મિણી શેઠાણી એમના પતિ નાં ગુસ્સેલ સ્વભાવ થી વાકેફ હતાં, એ એમને જાણ હતી કે અત્યારે એ કોઈની કોઈ વાત નહી માને…. એમને સોના સામે તિરછી નજર કરી જોયું ક્યારનીય જે આંખો માં અશ્રુઓ ની ધારા વહેતી હતી એ સૂકાય ગઈ હતી. પતિ નાં ક્રોધ સામે એકવાર દિકરી ને બચાવી લેવાં રુક્મિણી શેઠાણી શેઠ સામે જોઈ ને કંઇક બોલવા લાગ્યા, પરંતુ એ કંઈ પણ બોલે એ પહેલાં જ માણેક શેઠે એમને જોરદાર લાફો મારી દીધો. શેઠાણી જમીન પર ફસડાઈ પડ્યા. હવે શેઠ નો ગુસ્સો બારમાં આસમાને પહોંચ્યો, એમને હવે સોના ની સાથે - સાથે શેઠાણી ને પણ લપેટા માં લઈ લીધાં. એમને કહ્યું કે તે જ આ છોકરી ને બગાડી છે, એની જે પરિસ્થિતિ છે એની જવાબદાર તું જ છે. નાનપણ થી જ વધારે પડતી છૂટછાટ આપી હતી ને એનું જ આ પરિણામ છે, કે પરણાવેલી દિકરી આમ વારે વારે માતા પિતા ના ઘરે ભાગી આવે. મને તો લાગે છે કે તારા સંસ્કારો માં જ કોઈ ખોટ છે.
પતિ નાં આવાં કટુ વચનો સાંભળીને શેઠાણી રડવા લાગ્યા, પરંતુ હવે સોના બોલવા લાગી. એ ક્યારની ઘર નાં પગથિયે જ ઊભી હતી, હવે ઘર માં પ્રવેશી ને પિતા સામે જઈ ને કહ્યું; બાપુજી ઉંમર માં તમારા થી નાની છું કઈ ખોટું બોલાઈ જાય તો બાળક સમજી ને માફ કરી દેજો. તમે મને ગમે તે કહેશો એ હું ચલાવી લઈશ; પરંતુ મારી મા અને એના સંસ્કારો પર આમ લાંછન ના લગાવશો. તમે મારી સમસ્યાઓ ને જાણ્યા વગર જ મારી ભૂલ હશે એમ માની દર વખતે મારી ને મા સાથે આવો વ્યવહાર કરો છો, એ યોગ્ય નથી. હું આ ઘર માં રહું એવું તમે ના ઈચ્છતા હોય તો ભલે હું અહીં થી અત્યારે જ જતી રહીશ, પણ એટલી વાત યાદ રાખજો હું મારા સાસરિયાં માં હવે ક્યારેય પગ નહીં મૂકું. હું મારી રીતે મારી જિંદગી જીવી લઈશ.
આટલું બોલી ને સોના ઘર નાં પગથિયાં ઊતરી ગઈ ને પાછું જોયા વગર ચાલતી થઈ. એની પાછળ એની મા ને ભાભી દોડતાં આવ્યાં. બંને એમના પતિઓ નાં ક્રોધ નો વિચાર કર્યા વગર સોના ને જતી રોકવા નીકળી ગયા. બંને એ સોના ને ખૂબ વિનંતી કરી, એનાં પિતા ને સમજાવી લેવા નાં વચનો આપ્યાં પણ સોના એક ની બે ના થઈ. હવે એ એનાં નિર્ણય ને મક્કમપણે પાડવા કટિબદ્ધ હતી, એટલે સાસુ વહુ દિકરી ને લીધાં વગર જ ઘરે પાછા ફર્યા. સોના ગામ ના પાદરે આવેલ મંદીરે દર્શન કરી એના જીવન ના નવા પાના ચીતરવા ચાલી નીકળી.
ગામ નાં મંદીરે ઊભા વૃક્ષો ને છેલ્લી વાર જોઈ લેવા, અહીં નાં વાતાવરણ ને છેલ્લી વાર અનુભવી લેવા સોના એ પાદરે ઊભા રહી ને એકવાર બધે નજર ફેરવી લીધી. એ જે રસ્તે થી આવી હતી એ જ ધૂળિયા મારગે એ પાછી ફરી. કદાચ એને ઘરે જઈને શું થશે એની જાણ પહેલે થી જ હતી એટલે એ રાત્રે ઘર જવાને બદલે ચોતરે જ બેસી રહેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હજું એના મન માં એક આશા નું કિરણ હતું કે એના પિતા એને આશરો આપશે, જે થોડી ક્ષણો પહેલાં સાવ ધ્વસ્ત થઈ ગયું હતું. એટલે જીવન માં હવે એને જાતે જ એની માટે જીવવાનું છે, એને જ એકલા હાથે બધી મુશ્કેલીઓ થી લડવાનું છે એવાં વિચારો કરવા લાગી. વિચારો માં ને વિચારો માં હવે એ ગામ ની સીમા ય વટાવી ગઈ હતી, ને બાજુ ના ગામ માં પ્રવેશી ચૂકી હતી.
સવાર ના પ્રહર માં એ એના ઘરે થી નીકળી હતી હવે સૂર્ય પૂર્ણરૂપે ઉગી ને એની રતાશ આ ધરતી પર વરસાવી રહ્યો હતો. પક્ષીઓ પણ ઊંઘ ત્યાગી ને માળાઓ માંથી બહાર આવી ગયાં હતાં. પક્ષીઓ નાં કલરવ થી વાતાવરણ ખીલી ઉઠ્યું હતું. સોના ચાલતાં ચાલતાં ખાસો સમય થઈ ગયો હતો એટલે થોડીવાર વિશ્રામ કરવા એ ઊભી રહી. એને આસપાસ જોયું નજીક માં જ એને એક કૂવો દેખાયો, એનું ગળું તરસ થી સૂકાય ગયું હતું. એ પાણી પીવા કૂવા તરફ ગઈ અને એના પર બાંધેલી ગરગડી ને સહારે પાણી કાઢવાં લાગી. પાણી ભરેલો ઘડો ખેંચવા એને બળ કર્યું પણ કૂવા કાંઠે શેવાળ ને કારણે એને સંતુલન ગુમાવ્યું ને દોરડાં સાથે એ પણ કૂવા માં ખેંચાય ગઈ. સોના ને તરતા આવડતું નહોતું ને કૂવો ય ઘણો ઊંડો હતો એટલે એ એનો જીવ બચાવવા મદદ માટે બૂમો પાડવા લાગી.
સવાર નો સમય હતો ને કૂવો ગામ થી થોડો દૂર હતો એટલે કોઈ સુધી સોના નો અવાજ પહોંચે એવું લાગતું નહોતું.
શું આ જ રીતે સોના નાં જીવન નો અંત આવી જશે???.... કોઈ એની મદદે આવશે???.... સોના ના જીવન નાં રંગો શું આમ જ કૂવા નાં પાણી માં વહી જશે???..... જાણો આવતાં ભાગ માં.....



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED