ભાગ - ૬
લેખક - મોદી મિત
રોશન ઝીલ ના જન્મ દિવસ પર તેના ઘરે ગયો અને ઝીલ ને કહ્યું....
રોશન - " હેપ્પી બર્થ ડે ઝીલ....! લે આ ગિફ્ટ.."
ઝીલ - " આ ગિફ્ટ ની શું જરૂર હતી ... હવે .."
રોશન - " ખોલીને તો જો શું છે ...! "
ઝીલ - " હા હમણાં ખોલું પહેલા કેક કાપી નાખું અને તું જમીને જજે ...! "
રોશન - " સારું...."
રોશને જોઈ ને રોહિણી બેન બોલ્યા .....
રોહિણી બેન - " તું ક્યારે આયો ....? "
રોશન - " હું હમણાં જ આયો..! "
રોહિણી બેન ઝીલ ની જોડે ગયા અને ઝીલ ને પૂછ્યું .....
રોહિણી બેન - " તે બોલાયો આ રોશન ને ..?"
ઝીલ - " હા એને મેં બોલાયો જુઓ એને આ ગિફ્ટ આપી મને ..! "
રોહિણી બેન - " સારું જમાડી ને મોકલજે ઘરે ..."
થોડા સમય પછી રોશન જમીને તેના ઘરે નીકળી ગયો.. પછી ઝીલે તેની બધી ગિફ્ટ ખોલી તેને જોઉ તો તેમાં રોલેક્ષ ની ઘડિયાળ નીકળી જોને જોઈ ને ઝીલ ની ખુશી નો પાર ના રહ્યો ..... તે દોડી ને તેની મમ્મી ની પાસે ગઈ અને બોલી .....
ઝીલ - " મમ્મી જો જલદી આ રોશને શું આપ્યું ગિફ્ટ માં ......! "
રોહિણી બેન - " શું છે...? "
ઝીલ - " રોલેક્ષ ની ઘડિયાળ....! "
રોહિણી બેન - " ના હોય નકલી હસે ... અસલી તો ખૂબ મોંગી હોય છે ...! "
ઝીલ - " ના મમ્મી જો ઓરીજનલ બ્રાન્ડ લખેલી છે...! "
ઝીલે રોશન ને બોલાયો અને પૂછ્યું...
ઝીલ - " રોશન તે આ જે ઘડિયાળ આપી એ કેટલા આઇ ..? "
રોશન - " જવા દેને હવેં...! "
ઝીલ - " ના તું બોલ ..! "
રોશન - " ૪૦ હજાર ....! "
ઝીલ - " કેટલા.......! "
રોશન - " ૪૦ હજાર .."
ઝીલ - " બે તું ગાંડો થયો છે આટલી મોંઘી ઘડિયાળ લવાય ....! "
રોશન - " તું તારે રાખ ને ... તું ખુશ રે ખાલી ..! "
ઝીલ - " પણ આટલા બધા પૈસા તું લાવ્યો ક્યાંથી...? "
રોશન - " લાયો હવે જવા દેને ..! "
ઝીલ - " સારું ના કેવું હોય તો ના કે ..! "
એટલા માં રોશન ને પોલીસ ની ગાડી દેખાઈ તો બોલ્યો...
રોશન - " ચલ ને પછી મળીએ આપડે ચલ બાય.."
ઝીલ - " બાય "
રોશન ત્યાંથી ફટાફટ નીકળી ગયો . ઝીલ ને રોશન ગમવા લાગ્યો હતો.. ઝીલ ઘરે ગઈ અને મમ્મી ને કીધું....
ઝીલ - " મમ્મી આ રોશને મને ૪૦હજાર ની ઘડિયાળ ગિફ્ટ માં આપી છે ...! "
રોહિણી બેન ને આવાત સાંભળીને આશ્ચર્ય માં પડી ગયા કે આ ક્યાંથી લાયો હસે ૪૦ હજાર...!
બીજી બાજુ મોહિત નીસાશ થયો હતો કારણ કે તેની એપ ની પાછલ ખૂબ મહેનત કરી છતાંય ન ચાલી એટલે ... તો તેને વિચાર્યું કે બીજું કંઈ કરવું પડશે તોજ અમીર થવાશે ....
મોહિત નું અગિયાર મુ ધોરણ ચાલુ થઈ ગયું હતું એટલે તે પોતાનું ધ્યાન ભણવામાં રાખવા માંડ્યો
પછી તેને ઇન્ટરનેટ પર જોયું કે લોકો પોતાની એક વેબસાઈટ બનાઈને પણ ઘરે બેઠા બેઠા પૈસા કમાઈ સકે છે.... તો તેં પેહલા વેબસાઈટ કેવીરીતે બનાવાય તે સીખવા લાગ્યો તે પોતાનું ધ્યાન ભણવામાં અને વેબસાઈટ કેવીરીતે બનાવાય તેમાં લાગવા માંડ્યો....
તેને કેટલાક દિવસો માં વેબસાઈટ કેવીરીતે બનાવાય તે સિખી ગયો.... તેને પોતાની એક વેબસાઈટ બનાઇ ને ગૂગલ પર મૂકી. મોહિત ને ખબર હતી કે આમાં મારે મહેનત કરવી પડશે તો આ વેબસાઈટ ચાલશે... તેથી તે ખૂબ મહેનત કરતો હતો આ વેબસાઈટ ની પાછળ..
બીજી બાજુ રોશને ખરાબ ધંધા ખૂબ વધી ગયા હતા . તે દારૂ ની સાથે સાથે આફિણ અને નશીલી દવાઓ નો ધંધો કરવા લાગ્યો હતો.. એક વાર રોશન તેની ગલી મા અડધી રાતે સિગારેટ પીતો હતો ને એટલા માં તેની મમ્મી તેને જોઈ ગઈ. તેની મમ્મી બોલી...
રોશન ની મમ્મી - " એ રોશન...! આ શું કરે છે...?
રોશન ( ગભરાઈને ) - " કક્કક્કાઈ નઈ મમ્મી ..! "
રોશની મમ્મી એ રોશન ને તેને લાફો માર્યો અને બોલી ...
રોશન ની મમ્મી - " પેલા જય જોડે રહી રહી ને સિગારેટ પીવાની ચાલુ કરી નાખી ...! હે...? "
રોશન ની જોડે કોઈ જવાબ ન હતો રોશન ની મમ્મી બોલી ...
રોશન ની મમ્મી - " આજ પછી પેલા જય જોડે નથી જવાનું હવે તારે ઘરની બહાર જ નથી નીકળ વાનું..! "
રોશન - " ના મમ્મી હું જઈશ ..! "
એટલુજ સાંભળ તાજ રોશન ની મમ્મી એ રોશન ને ખૂબ માર્યો...! બોલી ...
રોશન ની મમ્મી - " પેલા જય રવાડે ચઢી ને આવું ખરાબ ખરાબ હરકતો કરવા લાગ્યો..! "
રોશન ની મમ્મી એ રોશન ને ચાર પાંચ દિવસ સુધી ઘર ની બહાર નીકળવા જ ના દીધો ....
પછી રોશન કઈ પણ કરીને જય ના ઘરે ગયો અને બોલ્યો.....
રોશન - " બે મારી મમ્મી એ મને સિગારેટ પિતા જોઈ લીધો છે ....! "
જય - " પણ તું આટલા દિવસ થી હતો ક્યાં....? મને લાગ્યું કે તને પોલીસે પકડી લીધો છે....! "
રોશન - " બે મારી મમ્મી એ મને ઘર ની બહાર નીકળવા નું બંધ કરી નાખ્યું છે...! "
જય - " તો અત્યારે કંઈ રીતે આયો ...? "
રોશન - " મારી મમ્મી મામાં ના ઘરે ગઈ છે . મને ઘરે બંધ કરી ને ગઈ હતી .. હું બીજા દરવાજે થી બહાર આવી ગયો..! "
રોશન અને જય વાતો કરતા હતા ને એટલા માં એક બે પોલીસ વાળા તેમને પકડવા માટે આઇ ...
જય - " અરે યાર...! બાર તો પોલીસ વાળા આયા છે...! "
રોશન - " તો જલદી બંધુક લઈ લે ચલ...! "
રોશન અને જય પોલીસ પર ગોળી ઓ ચાલવા લાગ્યા ... એમાં રોશને એક પોલીસ વાળા ને મારી નાખ્યો..
હવે આગળ શું થાય છે તે જાણવા માટે આના પછી
એટલે ભાગ ૭ માં જોઈએ....