લવ ની ભવાઈ - 28 Kishan Bhatti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ની ભવાઈ - 28

હવે આગળ,
દેવ બસમાં નીકળી જાય છે પોતાના ગામ તરફ તો ભાવેશ પણ દેવ સાથે કોઈ પણ જાત ની વાત કર્યા વગર પોતાના ઘર તરફ નીકળી જાય છે દેવ ઘરે પહોંચીને થોડીવારમાં જમીને બહાર નીકળી જાય છે બધા મિત્ર સાથે બેસે છે પણ તેનું મન ત્યાં લાગતું નથી તો પણ તે બધા મિત્રો સાથે સમય વિતાવે છે અને કાજલને માનમાંથી બહાર કાઢવાની કોશિશ કરે છે પણ કાજલ તેના મનમાંથી કાઢી શકતો નથી આમ પણ દેવની ઉંમર પણ કાચી હતી .દેવ શોપ પર પહોંચે છે ત્યાં કામ કરીને રાત્રે ઘર તરફ રવાના થાય છે આજે તે જમીને રોજ બહાર નીકળી જતો પણ આજે તે સીધો જ સુવા માટે રૂમ માં જતો રહે છે દેવના ઘરે પણ આજે દેવનું આ વર્તન અજીબ લાગે છે પણ કોઈ દિવસ દેવ આવી રીતે સૂતો નથી પણ દેવ આજે ઘરના લોકો ને એવું લાગ્યું કે થાકી ગયો હશે એટલે સુઈ ગયો હશે તેમ માનીને ઘરના લોકો તેને જગાડતા નથી અને તેને સુવા દે છે . બીજી તરફ દેવ પણ સુવાની કોશીશ કરે છે પણ તેની હરેક કોશિશ નાકામ રહે છે દેવ 2 વાગ્યા સુધી જાગતો રહે છે તે કાજલના વિચારો અને આગળ વધવાના વિચારો બને એક સાથે વિચાર કરે છે તે આજે સુવાનું નક્કી કરીને સુઈ જાય છે .
બીજા દિવસ સવારે જાગીને દેવ આજે કાજલને ભૂલીને આગળ વધે છે અને તે બસમાં બેસીને વિચાર કરીને આગળ વધવા માટે પોતાના મનને મક્કમ કરીને દેવ પોતાને ભણવા માટે આગળ વધવાનું વિચાર કરે છે અને કાજલને ભૂલવાનું વિચારીને એક દ્રઢ નિણર્ય કરીને દેવ આજે અમરેલીમાં પ્રવેશ કરે છે અને બસ સ્ટોપ પર ઉતરે છે ત્યાં ભાવેશ પહેલાથી દેવની રાહ જોતો હોય છે ભાવેશ પણ કાલે જે દેવને બસ સ્ટોપ પર છોડીને ગયો હતો તે દેવ આજે આ દેવમાં જોવા મળતો નથી આજે એક નવા જ દેવનો જન્મ થયો હોય તેવું ભાવેશને લાગે છે દેવના ચહેરા ઉપર એક અલગ જ મુસ્કાન જોવા મળે છે તેના ચહેરા પર કોઈ પણ ચિંતાની રેખા જણાતી નથી ભાવેશ આજે આ દેવને જોઈને ખૂબ જ ખુશ હોય છે ભાવેશ ને જે પહેલા દિવસ આઈટીઆઈમાં જે દેવ મળ્યો હતો તેવો જ દેવ આજે ફરી તેને જોવા મળ્યો . ભાવેશ પાસે દેવ આવે છે પણ ભાવેશ તો દેવના વિચારો અને તે આજે દેવના ચહેરા પર જે ખુશી છે તે જોવામાં જ મશગુલ છે ભાવેશને દેવ બોલાવે છે ત્યારે ભાવેશ પોતાની તંદ્રામાંથી બહાર આવે છે દેવને બેસાડી ભાવેશ અને દેવ ભાવેશની બાઇક પર આઈટીઆઈ તરફ જવા નીકળી જાય છે .દેવને ભાવેશ આઇટીઆઈમાં પ્રવેશ કરે છે આજે દેવ પણ ભાવેશને કહેતો નથી કે તું કૉલેજ બાજુથી ગાડી ચલાવ અને ભાવેશ પણ સીધા રોડે ગાડી લઈને જતો રહે છે આજે આ દેવનું વર્તન ભાવેશને પણ સમજાતું ના હતું પણ ભાવેશ ખુશ હતો કે દેવ હવે બધું ધ્યાન પોતાની સ્ટડીમાં આપશે .
ભાવેશ અને દેવ બાઇક પાર્ક કરી કલાસરૂમ તરફ આગળ વધે છે દેવને ભાવેશ પોતાની જગ્યા પર બેસી જાય છે અને ભણવામાં ધ્યાન આપે છે આજે એક પણ વાર દેવ કાજલને યાદ કરતો નથી કે તેનું નામ પણ લેતો નથી ભાવેશ પણ આજે ફક્ત દેવને જ નોટિસ કરે છે કે એક રાતમાં એવું શું થયું કે દેવમાં આટલું બધું પરિવર્તન આવ્યું.
શુ દેવ ખરેખર કાજલને ભૂલવા માંગે છે કે એક નાટક છે? શુ દેવ ખરેખર પોતાની લાઈફમાં આગળ વધવા માંગે છે ? શું દેવ ફરીવાર કાજલને મળવાની કોશિશ કરશે? વધુ જાણવા માટે વાંચતા રહો લવની ભવાઇ.