kerino swad books and stories free download online pdf in Gujarati

કેરીનો સ્વાદ

કેરીનો સ્વાદ

ગુણવંતરાયનું ઘર ખુબ નાનું હતું. સુરત જેવા મોટા શહેરમાં હીરામાં ખુબ મહેનત મજુરી કરી બાર પાત્રીસનું ઘર બનાવ્યું. હંસાબેન પણ ભરતકામ કરી ગુણવંતરાયને ટેકો કરતા. દીકરા કિશનને ભણાવીને મોટો કર્યો. પણ પોતાની આર્થીક પરિસ્થિતિ સારી ના હોવાથી બાર ધોરણ ભણાવીને ઉઠાડી લેવો પડ્યો. દીકરો પણ હિરામાં કામે લાગી ગયો. થોડી ઘણી બચત કરી ઘરમાં એક માળ લીધો. સમય જતા દીકરાના લગ્ન થયા. દીકરાની વહુ શીતલ ખુબ સમજુ મળી. સમય જતા તેને ઘરે પણ પારણું બંધાણું. થોડા સમયમાં હંસાબેન અનંતની યાત્રાએ નીકળી ગયા. ગુણવંતરાય એકલા થઇ ગયા. એક વર્ષના આર્ય સાથે ગુણવંતરાય પોતાનો નિવૃતિનો સમય પસાર કરતા.

હંસાબેનના ગયા પછી શીતલ વહુ ગુણવંતરાયને પિતાની જેમ રાખતા. પણ મંદીના કારણે કિશનને હીરામાં નોકરી છૂટી ગઈ. નવા નવા કારખાને ટ્રાઈ કરે પણ ગાડું પાટે ના ચડે. ઘરમાં પૈસાની તંગી ના પડે એટલે ગુણવંતરાય પોતાની થોડી ઘણી બચી મૂડી હતી તે દીકરાને આપી ધાબા ઉપર એક રૂમ બનાવી નીચેનો માળ ખાલી કરી ભાડે આપ્યો. જેથી દીકરાને થોડી ઘણી આવક આવે. ગુણવંતરાય ધાબા ઉપર પતરાવાળી રૂમમાં રહે. બપોરની ગરમી સહન ના થાય તો પણ સહન કર્યે જતા.

હવે આર્ય ચાર વર્ષનો થયો. ગુણવંતરાય તેને લઇ દર શનિવારે ઘર નજીક ચોપાટીમાં લઇ જાય. ચોપાટીની બહાર એક ગરીબ દંપતી નાનું ચકડોળ લઇ ઉભું રહેતું. ગુણવંતરાય આર્યને જયારે જયારે ચોપાટીમાં લાવતા ત્યારે ત્યારે ચકડોળમાં બેસાડતા. દેવરો ચકડોળ હાંકે અને જીવલી પાસે બેસી ભૂંગળા ને પાણીની બોટલ વેચતી. કોઈ ગ્રાહક ના હોય ત્યારે દેવરો તેના બેય બાળકને ચકડોળમાં બેસાડી આનંદ કરાવતો. મોટી દીકરી પૂનમ સાત વર્ષની ને દીકરો વ્રજ ત્રણ વર્ષનો. કોક ગરીબ બાળક આવે તો દેવરો પૈસા પણ ના લેય. મફત ચકડોળમાં બેસાડે. ગરીબ માણસ પણ જીવનો ખુબ મોટો. રોજનું કમાય ને રોજનું ખાય. ટૂંકી આવકમાં ગરીબ માણસ બચાવી પણ શું લેય?

અચાનક એક દિવસ લોકડાઉન આવ્યું. ધંધા રોજગાર ઠપ્પ. નિવૃત ગુણવંતરાય ઘરમાં, દીકરો પણ ઘરે બેસી ગયો. ખુમારીથી જીવેલ હોય એ હાથ પણ કેમ લંબાવી શકે.? ઉદાર માણસ હોવાથી પોતાના ભાડુતનું ભાડું અડધું કરી આપ્યું. પણ અડધું ભાડું પણ ધંધા વગરનો માણસ કઈ રીતે ચુકવે? ગુણવંતરાયના ઘરે આવક ઠપ્પ. હીરામાં કામ બંધ એટલે પગાર બંધ. સતત બે મહિના આરામ કાર્ય પછી.

એક દિવસ આર્યએ જીદ કરી કે દાદા ચોપાટી લઇ જાવ એટલે ગુણવંતરાય આર્યને લઇ ચોપાટી આંટો મારવા લઇ ગયા. ચોપાટી બહાર દેવરાનું ચકડોળ નહોતું. ગુણવંતરાય થોડા ચિંતિત થયા. બિચારો ઘર બાર વગરનો માણસ ક્યાં ગયો હશે? ત્યાં થોડે દુર દેવરો દેખાયો. સાથે પરિવાર પણ હતો. ફૂટપાથ ઉપર બેય માણસ ભવિષ્યની ચિંતા કરતા બેઠા હતા. પાસે બંને બાળકો બેફીકર થઇ જિંદગીનો નિર્દોષ આનંદ ઉઠાવતા હતા.

ગુણવંતરાય આર્યને લઇ તેની પાસે ગયા. ગુણવંતરાયને જોતા જ દેવરાની આંખના ખૂણા ભીના થઇ ગયા.

કેમ ભાઈ શું થયું? ગુણવંતરાયએ દેવરાને પૂછ્યું.

મારું ચકડોળ મુલ્શીપાલ્ટીવાળા લઇ ગયા. હવે કામકાજ કઈ નથી અને ચાર હાજર દંડ માંગે છે. ગરીબ માણસ ક્યાંથી દંડ લાવે? આટલું બોલતા દેવરો ચોધાર આંસુએ રડી પડે છે. બે મહીનાથી ધંધો બંધ છે. જે બચી મૂડી હતી ઈ વપરાઈ ગઈ. હવે માં મેલડી કરે ઈ ખરી. છેલ્લા બસ્સો રૂપિયા વધ્યા છે.

ગુણવંતરાય દેવરાને આશ્વાસન આપે છે. ઉપરવાળો સહુ સારાવાના કરશે. દેવરાને છાનો રાખે છે. પ્પછી થોડી ઘણી વાતો કરે છે ત્યાં એક લારીવાળો કેરી લઇ નીકળે છે. દેવરાનો દીકરો વ્રજ લારી જોઈ રાજી થઇ જાય છે. બાપુ મને કેરી ખાવી છે. લઇ દો.

લાચાર દેવરો કેરી લેવી કે ન લેવી વિચારતો હતો. દીકરાને રાજી કરવો કે અઠવાડિયું કાપવા પૈસા બચાવી રાખવા? પણ પુત્ર પ્રેમ જીતી ગયો. દેવરો લારીવાળા પાસે જઈ ભાવ પૂછે છે.

ત્યાં મ્યુનીસીપલ ઓફિસર ત્યાંથી નીકળે છે. લારીવાળો અને દેવરો બંને માસ્ક મોઢા નીચે રાખી ભાવતાલ કરતા`તા ત્યાં સાહેબ બંનેને જોઈ જાય છે. ગાડી ઉભી રાખી બંને પાસે બસો બસો રૂપિયા દંડ માંગે છે.

સાહેબ આ તમારા દંડ જેટલો આખી લારી કેરીનો નફો નથી. થોડી દયા કરો? મજબુર લારીવાળો આજીજી કરે છે.

અરે તમારું માસ્ક મોઢા ઉપર હતું. નાક ઉપર હોવું જોઈએ. એટલે દંડ તો ભરવો જ પડશે. સાહેબે કડક શબ્દોમાં સુચના આપી.

સાહેબ ગરીબ માણસ ઉપર થોડી દયા કરો. દેવરાએ પણ વિનંતી કરી.

અરે, અમારે પણ ટાર્ગેટ હોય એ પૂરો કરવો જ પડે. ઉપરથી જ બહુ દબાણ છે. અમે બધાને દયા ખાઈ છોડી દેશું તો અમારી નોકરી ખતરામાં મુકાઇ જશે. સાહેબે પણ પોતાનું દુઃખ રટણ કર્યું. ગુણવંતરાયે પણ થોડી દાખલ કરી છતાં પણ સાહેબ ન જ માન્યા. લાંબી રકઝક બાદ મામલો થાળે પડ્યો. અંતે સાહેબ થોડી દયા દાખવી બંને વચ્ચે બસો રૂપિયાની એક પહોચ ફાડી. અને લારી વાળાને હાંકી કાઢ્યો. અને સાહેબ ગાડીની કિક મારી જતા રહે છે. પણ દેવરાનો નાનો વ્રજ કેરીની જિદ્દે ચડ્યો. અને લારીવાળો બીકનો માર્યો દુર જતો રહ્યો. ગુણવંતરાય વ્રજને કાલે તારા માટે કેરી લેતો આવીશ એવી ખાત્રી આપી ત્યાંથી વિદાય લીધી. હજી બે નાડા`વા ગયા ત્યાં પાછળ વ્રજના રડવાનો અવાજ આવ્યો.

ગુણવંતરાયએ પાછળ ફરી જોયું તો દેવલો વ્રજને મારતો હતો ને બોલતો હતો....... લે ખાઈ લે કેરી. તને કીધું તો ખરી કાલે લઇ આપીશ. પણ હમજતો જ નથી. લે હવે ખા કેરી.

જીવલીથી આ દ્રશ્ય જોવાય એમ નહોતું એટલે તે રોડને સામે કાઠે લારીવાળા પાછળ ગઈ. અને નાની બહેન પૂનમ એક ઝાડ પાછળ આંસુ સરતી ઉભી રહી ગઈ.

જીવલીની આંતરડી સરકારને શ્રાપ આપતી હતી. ..............................

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED