મારા કાવ્ય - 3 Nikita panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા કાવ્ય - 3

1.સમય બદલાઈ રહ્યો છે

હાથમાંથી મારા બધું જઈ રહ્યું છે,
નથી પકડી શકતી હું એને હાથ માં,
ધીરે ધીરે હવે સરકી રહીયો છે,
કારણ કે સમય બદલાઈ રહીયો છે,

જીવનમાં ફેરફાર થઈ રહીયો છે,
સુખ હસતું હસતું જઈ રહીયું છે,
દુઃખ આંસુ સારતું આવી રહ્યું છે,
કારણ કે સમય બદલાઈ રહીયો છે,

રોજ કોઈ નવા પડકાર આવે છે,
ક્યારેક પડકાર સામે જીતી જવાય છે,
કયારેક પડકાર સામે હારી જવાય છે,
કારણ કે સમય બદલાઈ રહીયો છે,

સંસાર નાં નિયમ પ્રમાણે જીવું પડે છે,
હસ્તા હસ્તા રડવું પડે છે,
રડતાં રડતાં હસવું પડે છે,
કારણ કે સમય બદલાઈ રહીયો છે,

દેખાડો કરતાં કરતાં થાકી જવાય છે,
હવે કોઈ સાથ આપે તો સારું,
હવે કોઈ આ થાક ઉતારે તો સારું,
કારણ કે સમય બદલાઈ રહીયો છે,

એકલા આવ્યા અને એકલા જવાના છીએ,
જીવીએ ત્યાં સુધી કોઈ સથવારો મળે તો સારું,
આ જીવનમાં તારો સાથ મળે તો સારું,
કારણ કે સમય બદલાઈ રહીયો છે,

2.તારી યાદો

તને યાદ કરી નદી ભરીને રડી લઉં છું,
તો ક્યારેક મન ભરીને હસી લઉં છું.

તારી વાતો યાદ કરી ને તારો અવાજ સાંભળી લઉં છું,
ક્યારેક તારી આંખોને યાદ કરીને એમાં ડૂબી જાઉં છું.

તારા સ્પર્શ ને યાદ કરીને ઊંઘ માં ચમકી જાવ છું,
તારા સાફ મન ને જોઈને તારા ઉપર વારી જાઉં છું.

તારા દિલ માં રહેવાની રજા માંગી જાઉં છું,
તો તારા અધરો ને જોઇને બહેકી જાઉં છું.

તારી આદતો ને મારી આદતો બનાવતી જાવ છું,
તો ક્યારેક તારા દરેક રંગમાં રંગાતી જાઉં છું.

તારા દરેક શ્વાસમાં મારા શ્વાસ ગણતી જાઉં છું,
તારી ધડકન સાથે ધડકનના તાલ મિલાવતી જાઉં છું.

તારી મઘમઘતી ખુશ્બુ માં હું મહેકતી જાઉં છું,
તો ક્યારેક તારી દરેક અદા ની દિવાની થતી જાઉં છું.

તારી દરેક સ્ટાઈલ નાં ઓવારણાં લેતી જાઉં છું,
સ્વેગ થઈ ગયો છે મને તારો તારો અને તારો જ.

તારા એ સ્વેગમાં હું મારું જીવન વિતાવતી જાઉં છું,
રાતદિન ચોવીશ કલાક તારા વિયોગમાં રહેતી જાઉં છું.

3.તું મારામાં સર્વસ્વ

એક વાર મારા દિલ માં ઝાંખી કરીને જો,
તું તું અને તું જ વસે છે મારા દિલ માં.

એક વાર મારા હોઠોને પૂછીને જો,
તારું તારું અને તારું જ નામ છે.

એક વાર મારી આંખો માં દેખી ને તો જો,
તારી તારી અને તારી છબી જ છે અંદર.

એક વાર મારા મન માં ઝાંખી ને તો જો,
તું તું અને તું જ વસે છે મારા દિલ માં.

એક વાર મારી ધડકન નો અવાજ સાંભળીને તો જો,
તારા તારા અને તારા નામે જ ધડકે છે હવે.

એક વાર મારા હાથ માં હાથ નાખી ચાલીને તો જો,
તારો તારો અને તારો જ સાથ ઝંખે છે હવે.

એક વાર મારી સાથે મુલાકાત કરીને તો જો,
તને તને અને તને જ મળવાની ઝંખના છે હવે.

4.મારો પ્રેમ

સવારે ઉઠીને જેનો ચહેરો,
આંખો માં જોવાની ઈચ્છા થાય એ તું છે,
એવો મારો પ્રેમ છે.

મંદિર માં દર્શન કરતા પડખે કોઈ ઉભુ છે,
એવો આભાસ થાય એ તું છે,
એવો મારો પ્રેમ છે.

મારી મન્નત તો ત્યાં જ પૂરી થઈ જાય છે,
કારણ કે મારી દરેક મન્નતો માં તું હોય છે,
એવો મારો પ્રેમ છે.

મારો આખા દિવસ નો થાક ચાલ્યો જાય છે,
બસ ખાલી તારી એ સ્માઈલ યાદ આવે છે,
એવો મારો પ્રેમ છે.

તને યાદ કરું ને તું આંખો સામે હોય,
એવું વિચારી દિવસ પતી જાય છે,
એવો મારો પ્રેમ છે.

©Niks 💓 Se 💓 Tak