મારા કાવ્ય - 4 Nikita panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા કાવ્ય - 4

1.મારામાં તુજ તું છે

મારી સવારની કોફી તું જ છે,
મારી શુભસવાર તું જ છે.

જયાં જોવું ત્યાં તું જ છે,
મારી આંખો માં તું જ છે.

મારી યાદો માં તું જ છે,
મારી વાતો મા તું જ છે.

મારી કલમ માં તું જ છે,
મારા દરેક શબ્દો માં તું છે.

મારા દિલની દરેક ધમણ માં તું જ છે,
મારા પ્રાણવાયુ પણ માં તું જ છે.

મારા વિચારો માં તું જ છે,
મારા તન મનમાં તું જ છે.

કૃષ્ણ જેમ કણકણ માં છે,
તેમ મારી નસેનસ માં તું જ છે.

મારી દરેક ચાહત માં તું જ તું છે,
મારી દરેક દિવાનગી નું કારણ તું જ છે.

બાવરી છું હું તારા પ્રેમમાં પાગલ,
મારા આ પાગલપન નું કારણ પણ તું જ છે.

2.પ્રેમ એટલે

પ્રેમ એટલે તું જોવે ને હું સમજી જવ તારે મને શું કહેવું છે,
પ્રેમ એટલે તારા હોઠ ફફડે ને શબ્દ મારા હોઠ દ્વારા નીકળે.

પ્રેમ એટલે આંખો તારી ભીની થાય અને આંસુ ના ડાઘ મારા ગાલ પર હોય,
પ્રેમ એટલે દરેક ઈચ્છાઓ મારા મન ની હોય અને એને પૂરી તું તારા મન થી કરે.

પ્રેમ એટલે શરૂ હું કરું અને અંત તારાથી થાય,
પ્રેમ એટલે સપના માં તું અને હકીકત માં પણ તું.

પ્રેમ એટલે વાગે મને અને દર્દ તારી આંખો માં હોય,
પ્રેમ એટલે મને દુઃખી ના જોવા તું ખોટું હસતો રહે.

પ્રેમ હું કરું અને એનો અદૃશ્ય અહેસાસ તને થાય,
પ્રેમ એટલે મારા ચાંદ ને જોવા હું તારો બની તૂટી જવું.

પ્રેમ આંખો થી થાય અને દિલ માં વસી જાય,
પ્રેમ કરવો કોઈ ગુનો નથી છતાં સજા મને મળે છે.

પ્રેમ થી ભરેલું મારું દિલ છે તેમાં તરબોળ થવા આવને,
પ્રેમ થી ભરેલા દિલ માં તારા સિવાય કોઈને સ્થાન નથી.

પ્રેમ તો દરેક ને થાય પણ મારા જેવી પાગલ ને તો તારાથી જ થાય,
પ્રેમ માં હંમેશા પામવું તો નથી હોતું પણ તને ખોવાનો ડર પણ છે.

પ્રેમ શું છે એનો અર્થ તું જાણે હું ફક્ત તને જાણું છું,
પ્રેમ નહોતો કરવો મારે છતાં થઇ ગયો તારી સાથે.

પ્રેમ થી ભરેલી મારી વેદના તું નથી જાણતો કેવો તું પ્રેમી બની ગયો,
પ્રેમ ને તે મારા નફરત કરી દીધી ભૂલ થઈ ગઈ મારી જો મે કબૂલાત કરી દીધી.

3.પ્રેમમાં બદલાવ

દેખ્યો આજે સૂરજ કઈક અલગ અલગ હતો,
રોજ તો ગુસ્સા માં હોય છે આજે શાંત હતો.

મેં પૂછ્યું શું થયુ તને કેમ આજે ગુસ્સામાં નથી,
એનો જવાબ હતો મને પ્રેમ થઈ ગયો છે શાંતિથી.

મેં પૂછ્યું એવો કેવો પ્રેમ છે તો ગુસ્સો જતો રહ્યો,
એનો જવાબ હતો પ્રેમ કર પછી તું નહીં પૂછે મને.

કહ્યું મે આપને જવાબ મારે પણ જાણવું છે પ્રેમ વિશે,
ગુસ્સો કરું તો એને દગો થાય પ્રેમમાં એટલે નથી કરતો.

કેમ કરીને કહુ હુ એને પ્રેમ તો મેં પણ કર્યો છે ઘણો,
પણ મારા પ્રેમને સમય નથી મારી વાત સંભાળવાનો.

કેમ કરીને કહું હું ભાન ભૂલી છું એના પ્રેમ માં હું,
પણ મારા પ્રેમને ભાન નથી મારા પ્રેમનું જરા પણ.


4.કલમ મારી

આવે વિચાર અને ચાલે કલમ,
ચાલે કલમ અને બને એ શબ્દ.

દરેક શબ્દ માંથી બને વાક્ય,
વાક્યો માં થાય તારા વખાણ.

તારી દરેક વાત જ એમાં સમાય,
જેમ તું મુજ હૈયા માં પૂર્ણ સમાય.

અટકતી નથી કલમ લખતા હવે,
બસ તું અને તું જ લખાય છે હવે.

દિલ મારું કહે હવે બસ કર લખવાનું,
રૂઠી જાય ત્યારે કલમ કાગળ મારાથી.

એક શર્ત પર માને છે એ પાગલ,
હવે લખીશ ફક્ત હુ એના જ માટે.

પાગલ થઈ છે હવે નિક્સ તારા માટે,
બસ એકવાર મને યાદ કરીને તો જો.

©Niks 💓 Se 💓 Tak