વુલ્ફ ડાયરીઝ - 33 Mansi Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વુલ્ફ ડાયરીઝ - 33

રાતે બે વાગ્યે પંછીની અચાનક જ ઊંઘ ઊડી ગઈ. તેણે ફરી એ જ સપનું જોયું હતું. પણ આ વખતે તેણે પોતાના કાતીલનો ચહેરો જોયો. એ અક્ષય હતો.

“અક્ષય... અક્ષય કેમ મને મારી નાખવા ઈચ્છતો હશે? નહીં, એ એવું ના કરી શકે. તો પછી કેમ આટલા વર્ષો પછી મેં સપનામાં મારા ખૂનીનો ચહેરો જોયો.” પંછીએ બેઠા થતા વિચાર્યું.

“હું તારા વિશે વિચારતી હતી કદાચ એટલે તારો ચહેરો દેખાતો હશે. આખો દિવસ ખબર નહિ કેમ મને તારા જ વિચારો આવતા રહે છે અક્ષય. તું જેટલો મારાથી દુર જાય છે મને એટલું જ દુઃખ થાય છે. ખબર નહીં આપણાં વચ્ચે આ કેવો સંબંધ છે. હું આ બધું જાણીને જ રહીશ. ગમે તે થઈ જાય. કાલે તારે મારા સવાલોના જવાબ આપવા જ પડશે.” મનમાં નક્કી કરતા પંછી ફરીથી ઊંઘી ગઈ.

“ખબર નહીં હજુ કેટલુંક દુઃખ તારે મારા કારણે સહન કરવું પડશે.. પણ હું આ વખતે એવું કંઈ નહીં થવા દઉં.” આકાશના તારા જોતા અક્ષય વિચારી રહ્યો હતો.

“તું જો એનાથી દુર ભાગીશ તો એ ને બચાવીશ કંઈ રીતે?” ગાયત્રીબેનએ અક્ષયના વિચાર જાણે સમજી લીધા હોય તેમ કહ્યું.

“પણ હું જ એના માટે મોટો ખતરો છું.” માથું ઝુકાવીને અક્ષયએ કહ્યું.

“એ તું એને જ નક્કી કરવા દે ને. પહેલા શું થયું હતું એના વિશે વિચાર્યા વગર, તું શું સુધારી શકે છે એના વિશે વિચાર. એનાથી દુર જઈને તું એને અસુરક્ષિત કરી રહ્યો છે. તારા આવા વ્યવહારથી શું એ દુઃખી નથી થઇ રહી?” તેમને અક્ષય પાસે બેસતા કહ્યું.

અક્ષય કંઈ બોલી શક્યો નહીં.

“સારું ચલ એમ વિચાર કે જો એ શ્વેતા હોય જ નહીં તો? તને તો પહેલાથી એવું લાગતું હતું ને કે આ બસ એક સંજોગ છે. તો તારા ભૂતકાળની સજા તું પંછીને કઇ રીતે આપી શકે?” કહીને તે બહાર નીકળી ગયા.

“તમારી વાત સાચી છે. કાલે હું બધું જ સરખું કરી દઈશ.” ગાયત્રીબેનની વાતએ અક્ષયને હલાવી મુક્યો.

“શું પંછીને એ મહેલમાં જવા દેવી ઠીક રહેશે? મને તો બહુ જ ચિંતા થાય છે.” ચિંતા કરતા રીતુબેનએ કહ્યું.

“એમાં ડરવા જેવું શુ છે? ક્રિસને ત્યાં જવાનો વિચાર રાજેશભાઈએ જ આપ્યો છે. પંછી ત્યાં જશે તો જ જૂની વાતો તેને યાદ આવશે. અને આપણને જે જોઈએ છે તે મળશે. ક્રિસ અને રાહુલ પણ છે જ ને તેની સાથે. પછી શું ચિંતા છે. તું સુઈ જા હવે.” રીતુબેનને સમજાવતા નિરજભાઈએ કહ્યું.

“તો બધા તૈયાર છો ને?” પોતાની મોટી ખુલ્લી જીપ લઈને આવતા રાહુલએ કહ્યું.

“જેસ... આ અહીં શું...” સેમ બોલી જ રહી હતી કે જેસએ એને વચ્ચેથી ટોકી.

“મને લીધા વગર ક્રિસ એકલો થોડો ફરવા જતો હશે. હને?” ક્રિસની નજીક જતા જેસએ કહ્યું.

“મોડું થાય છે. ચાલો જલ્દી બેસો બધા.” કહીને ક્રિસ બેસી ગયો.

રાહુલ ગાડી ચલાવી રહ્યો હતો. અક્ષય તેની બાજુમાં બેઠો હતો.

પાછળની બાજુએ ક્રિસની બાજુમાં તેને ચિપકીને જેસ બેઠી હતી. તેની સામે પ્રિયા, સેમ અને પંછી બેઠા હતા.

જેસની હરકતો જોઈને પ્રિયા દુઃખી થઈ રહી હતી. તેનું ધ્યાન તે બંને તરફ જ હતું.

“તને એ પસંદ છે તો એને કહી દે ને.” પંછીએ પ્રિયાની નજીક જઈને ધીમેથી કોઈને સંભળાય નહીં તેમ કહ્યું.

“એવું કશું જ નથી.” પ્રિયાની ચોરી જાણે પકડાઈ ગઈ હોય તેમ તે નજર ફેરવવા લાગી.

“મને બધી ખબર છે. હું ઓળખું છું મારી બેસ્ટ ફ્રેન્ડને..” હસતા પંછીએ કહ્યું.

“પણ એને તો જેસ.. હું કઈ રીતે એને પસંદ હોય શકું?” પ્રિયા પહેલીવાર પોતાનું દુઃખ બહાર ઠાલવી રહી હતી.

“મેં એની આંખોમાં તારી માટે પ્રેમ જોયો છે. તું કોશિશ તો કરી જો. જો હવે તું નહીં કહે તો હું કહી દઈશ.” પ્રિયાને છેડતા પંછીએ કહ્યું.

“ના ના... મને સમય મળશે ત્યારે હું જ એને કહી દઈશ.” ખુશ થતા પ્રિયાએ કહ્યું.

આગળ બેઠો અક્ષય તેમની વાત સાંભળીને મનમાં જ ખુશ થઈ રહ્યો હતો.

એક કલાકની સફર પછી બધા જ રતનમહેલ આવી પહોંચ્યા. તે મહેલ જંગલની બિલકુલ વચોવચ આવેલો હતો. મહેલ તો બહુ જૂનો હતો પણ તેનું ફરીથી બાંધકામ સરકારે કરાવ્યું હતું. તેને મ્યુઝિયમમાં ફેરવી નાખવામાં આવ્યો હતો. મહેલની બહાર એક મોટો સુંદર બગીચો પણ હતો. રવિવાર હોવાના લીધે બીજા પણ લોકો ત્યાં મુલાકાત માટે આવ્યા હતા.

બધા જ મહેલની અંદર પ્રવેશ્યા. અચાનક જ જાણે તે જગ્યાનું વાતાવરણ બદલાઈ ગયું. સાફ વાતવરણમાં અચાનક જ પલટો થઈ ગયો. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. આકાશ વાદળોથી ઘેરાઈ ગયું.

“અચાનક કેમના વાદળો આવી ગયા?” બહારની સ્થિતી જોઈને સેમએ કહ્યું.

“આપણે મહેલમાં આવ્યાને એની ખુશીમાં..” મજાક કરતા ક્રિસએ કહ્યું.

પણ વાસ્તવિકતા સમજતા અક્ષય અને પ્રિયાએ એકબીજાની સામે જોયું.
બધા નીચેના બધા રૂમ અને સ્થાપત્યો જોઈ રહ્યા હતા.

પંછીને બહુ જ બેચેની થઈ રહી હતી. મુખ્ય હોલમાં વચ્ચે જ એક સીડી હતી. પંછીએ સીડી તરફ આગળ વધી. સમય જાણે અચાનક જ બદલાઈ ગયો હોય અને પંછી ભૂતકાળમાં પ્રવેશી ગઈ હોય તેમ તેને લાગ્યું.

બહાર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો.

પંછીને સીડીઓ પર લાલ કાર્પેટ દેખાવા લાગ્યું. આસપાસના બધા જ લોકો ગાયબ થઈ ગયા. તેને પોતાના પગ ભારી લાગવા લાગ્યા. તેનું સપનું... જે તે આટલાં વર્ષોથી જોતી હતી તે તેની નજરોની સામે હતું.

પોતાની નાનપણની હસી, રમતો, યુવાની બધું જ આ મહેલમાં વીત્યું હતું. તે બધું તેની આંખો સામે આવવા લાગ્યું.

તે જ્યારે ઉપર લોબીમાં પહોંચી તો તેને મોટો અરીસો દેખાયો જેમાં તે પોતે દુલ્હનની જેમ તૈયાર થઈ હતી.
અચાનક કોઈક તેને પાછળથી પકડી. તે ખૂબ જ ડરી ગઈ કેમકે તે જાણતી હતી કે આગળ હવે શું થવાનું છે. હિમ્મત કરીને તે પાછળ ફરી. પાછળ અક્ષય ઉભો હતો.

“રાજકુમાર મને મારી નાખો...” કહી તે અક્ષય પર ઢળી પડી. તેના પેટમાં એ જ ચપ્પુ વાગ્યું હતું અને તે દર્દથી પીડાઈ રહી હતી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે અક્ષયને વળગી રહી હતી.

“તને કઇ નથી થયું શ્વેતા. સમય એ નથી રહ્યો હવે.” અક્ષયની આંખમાંથી પણ આંસુ વહી રહ્યા હતા.

પંછી અચાનક જ વર્તમાનમાં પાછી આવી. તેને પોતાના પેટ તરફ જોયું તેને કઈ વાગ્યું નહોતું. પાછળ ફરીને તેને જોયું તે એક અરીસો હતો. તેને સાદા જ જીન્સ ટી શર્ટ પહેર્યું હતું.

અક્ષય સામે તેનું ધ્યાન પડ્યું તે હજુ પણ તેનો હાથ પકડીને ઉભો હતો.

“પાણી...” વર્તમાનમાં પાછા આવતાં અક્ષયએ પંછીને પાણીની બોટલ આપી.

નીચે બહાર વરસાદ શરૂ થઈ ગયો હોવાથી સેમએ બહારથી વરસાદના પાણીની બુંદો પોતાના હાથમાં લીધી. અને તે ધીમેથી આગળ વધીને પોતાના ભીના હાથ ચિત્રો જોઈ રહેલી પ્રિયા પર છાંટયા.

“સેમ... ઉભી રહે તું.” પ્રિયાએ પણ વરસાદમાં હાથ ભીંના કર્યા અને તે સેમ પાછળ દોડી.

પ્રિયા સેમ પર પાણી છાંટવા જ જઇ રહી હતી કે વચ્ચે જેસ આવી ગઈ.

“આ શું કર્યું તે?” પોતાના કપડાં પર પડેલા ટીપાં લૂછતાં જેસએ ગુસ્સામાં કહ્યું.

“સોરી.. સોરી.. મેં જાણી જોઈને નથી...” પ્રિયા બોલી રહી હતી એટલામા જ જેસએ પોતાની પાસે રહેલા પાણીની બોટલને પ્રિયાના માથા પર ઠાલવી દીધી.

“જેસ...” ઉપરથી પંછી અને અક્ષયએ આ જોયું તે બંને ફટાફટ નીચે ઉતરવા લાગ્યા. પ્રિયા આખી જ પલળી ગઈ હતી.

તેની નજર પાછળથી આવતા ક્રિસ પર પડી. તેની આંખમાંથી ક્યારના રોકી રાખેલા આંસુ વહેવા લાગ્યા.

****

● શું પંછી જ શ્વેતા છે?

● ક્રિસ પ્રિયાનો સાથ આપશે કે જેસનો?

● શું પ્રિયા પોતાના દિલની વાત કહી શકશે?

ક્રમશઃ