વુલ્ફ ડાયરીઝ - 21 Mansi Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વુલ્ફ ડાયરીઝ - 21


“શું થયું?” જેકની આંખો ખુલતી જોઇને ઈવએ તેની બાજુમાં બેસતા પૂછ્યું.

પણ જેક બસ તેની સામે જોઈ રહ્યો. તેણે કોઈ જવાબ ના આપ્યો.

“તને તો બહુ તાવ છે.” જેકના કપાળ પર હાથ મુકતા ઈવએ ગભરાઈને કહ્યું.

જેકની આંખો માંડ ખુલી રહી હતી.

“તું સુઈ જા.” ઈવએ તેને સુવડાવીને બ્લેન્કેટ ઓઢાડ્યું.

અને ઠંડા પાણીના પોતા મુકવાના શરુ કાર્ય. તે થોડી થોડી વારે તેનો તાવ માપી રહી હતી.

“તાવ તો ઓછો થઇ રહ્યો છે.” ખુશ થતા ઈવ રસોડામાં ગઈ.

“જેક.. આ પી લે.” જેકને બેઠો કરી ગ્લાસ આપતા ઈવએ કહ્યું.

“આ શું છે?” એક ઘૂંટડો પીતા જેકએ મોઢું બગડ્યું.

“આ ગ્લુકોઝ છે. તું બીમાર છે. તો તારે કંઇક પીવું જોઈએ નહિ તો શરીરમાંથી પાણી ખૂટી જશે.” ઈવએ ધીમેથી કહ્યું.

જેકએ ચુપચાપ તે પી લીધું.

“મને બહુ ઠંડી લાગે છે.” જેકએ કહ્યું.

“ઠંડી.. એક મિનીટ.” ઈવએ પોતાના રૂમમાંથી બ્લેન્કેટ લાવીને જેકને ઓઢાડ્યું.

ઈવ સાંજે પણ એના માટે જમવાનું બનાવી લાવી.

“થોડું ખાઈ લે.” ઈવએ ચમચી લંબાવતા કહ્યું.

“મને ભૂખ નથી.” જેકએ ધીમેથી કહ્યું.

“જો તું ખાઇશ નહિ, તો દવા કઈ રીતે લઈશ? અને જલ્દી ઠીક પણ નહી થઇ શકે.” ઈવએ સમજાવતા કહ્યું.

જેકએ નકારમાં માથું હલાવ્યું.

“જો આમ નાના બાળક જેવું ના કરીશ. થોડું ખાઈ લે. મેં બનાવ્યું છે તારા માટે.” ઈવએ ફરી તેની નજીક જતા કહ્યું.

જેકએ મોઢું ખોલ્યું.

ઈવ જાતે જેકને જમાડી રહી હતી.

રાતે પણ ઈવ તેની પાસે જ બેસી રહી.

સવારે વહેલા ઉઠીને જ ઈવએ ઉથલ પાથલ પડેલા આખા ઘરને ઠીક કર્યું.

“ક્યાં જાય છે?” જેકને ઉભા થતા જોઈ ઈવએ કહ્યું.

“આપણા ડીપાર્ટમેન્ટ. બીજે ક્યાં?” કબાટમાંથી કપડા કાઢતા જેકએ કહ્યું.

“શું? તારી તબિયત ઠીક નથી. તને ડીપાર્ટમેન્ટએ રજા આપી છે.” ઈવએ તેને બેસાડતા કહ્યું.

“પણ હું હવે ઠીક છું.” જેકએ દલીલ કરી.

“તને હજુ પણ તાવ છે. એટલે હું તને ક્યાય નથી જવા દેવાની.” થર્મોમીટર બતાવતા ઈવએ ખોટો ગુસ્સો કરતા કહ્યું.

“કોઈક પહેલી વાર મારી ઉપર આમ ગુસ્સો કરી રહ્યું છે. ખબર નહિ પણ તું અહી છે તો મને બહુ જ સારું લાગે છે.” જેકનું પહેલી વાર સુંદર ઈવ પર ધ્યાન પડ્યું.

“ઓકે. નહિ જાઉં ક્યાય. પણ મને આમ એકલા બેસી રહેવાનું નથી પસંદ.” જેકએ કહ્યું.

“એક મિનીટ...” કહી ઈવ પોતાના રૂમમાં ગઈ.

“આપણે કોઈ સારી ફિલ્મ જોઈએ. તને એનાથી સારું લાગશે.” લેપટોપ ખોલતા ઈવએ કહ્યું.

જેકએ પલંગ પર પોતાની બાજુમાં જગ્યા કરી. ઈવ તેની બાજુમાં ગોઠવાઈ ગઈ. બંને કોમેડી ફિલ્મ જોઇને ખુબ હસ્યા.

ફિલ્મ જોતા જોતા જ જેક ઈવના ખભા પર માથું મુકીને સુઈ ગયો. ઈવ તેને સરખો સુવડાવીને બહાર નીકળી ગઈ.

ઈવ આમ 3-4 દિવસ સુધી જેક સાથે રહી. તે જેકનું આંખો દિવસ ધ્યાન રાખતી.

તેને જમાડતી.. એની સાથે વાતો કરતી. એને ખુશ રાખતી.

“ઈવ.. તને ક્યારેય એવું લાગ્યું કે તે કોઈક ખોટું કામ કર્યું છે?” જેકએ ઈવ પાસે બેસતા પૂછ્યું.

“એવું તો ઘણી વાર બની શકે. અહી દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી જે બધા સારા જ કામ કરતુ હોય.” હસીને ઈવએ કહ્યું.

“હા એ વાત તો સાચી છે. પણ એવી કોઈક વાત જે તને દુઃખ પહોચાડતી હોય. એવી કોઈક ભૂલ જે તું ઈચ્છે તો પણ ભૂલી ના શકે.” જેકએ દુઃખી થતા કહ્યું.

“ના. એવું તો મેં ક્યારેય કઈ નથી કર્યું. જેનું મને બહુ જ દુઃખ હોય. શું તે કઈ એવું કર્યું છે?” ઈવએ જેક સામે જોયું.

“હા. મારી એક દોસ્ત હતી. મેં એક ભૂલના કારણે એને ખોઈ નાખી. મને લાગે છે કે મારા કારણે એનું જીવન ખરાબ થયું. એને એના ભાગની ખુશીઓ ના મળી. જો એ દુઃખી હશે તો એનું કારણ હું હોઈશ. આ વિચારીને મને પણ બહુ દુઃખ થાય છે.” માથું ઝુકાવતા જેકએ કહ્યું.

“જો તને એ વાતનું આટલું દુઃખ હોય તો તારે એની માફી માંગી લેવી જોઈએ. એ તને જરૂર માફ કરી દેશે.” ઈવએ તેનો હાથ પકડતા કહ્યું.

“એ પછી હું એને ક્યારેય નથી મળ્યો. મને નથી ખબર એ ક્યાં છે. અને મને લાગે છે કે એ મને નફરત કરતી હશે.” જેકનો ચેહરો દર્દથી ભરાઈ ગયો.

“એ તો મને નથી ખબર. પણ તું એ માણસ છે જે હંમેશા બીજાની મદદ કરે છે. જેને હું મારો હિરો માનું છું. મને તારા પર વિશ્વાસ છે કે તું કોઈને જાણી જોઈને દુઃખ પહોચાડી જ ના શકે.” ઈવએ હસીને જેક સામે જોયું.

“થેંક યુ.” જેક ઈવને ભેટી પડ્યો.

ઈવને પણ આશ્ચર્ય થયું કે સાચે આ જેક જ છે ને. એ બહુ બદલાઈ ગયો હતો.

****

18 વર્ષ પહેલા..

નાનકડો જેક પોતાની મિત્ર સાથે ધાબા પર રમી રહ્યો હતો.

બધા માતા પિતા ત્યાં જ નીચે વાતો કરી રહ્યા હતા. બાળકો તરફ કોઈનું ધ્યાન નહોતું.

જેકની મમ્મી એટલે કે પંછી મા બનવાની હતી. તેથી ઈવના મમ્મી પપ્પા તેમને મળવા આવ્યા હતા. બધા જ બહુ ખુશ હતા.

પણ તેમણે અંદાજો નહોતો કે એમની ખુશીઓને કોઈકની નજર લાગી જવાની છે.

અચાનક જ એક કાળો ઘેરો પડછાયો ધાબા પાસે દેખાવા લાગ્યો. દિવસ હોવા છતાં વાતાવરણ સાવ બદલાઈ ગયું. અને કાળા ડીબાંગ વાદળોથી આખું આકાશ ભરાઈ ગયું. વીજળી ચમકવા લાગી.

“જેક ચાલ આપણે નીચે જતા રહીએ. મને ડર લાગે છે.” નાનકડી ઇવલીનએ કહ્યું.

“કઈ નહિ થાય ઇવલીન. આ તો બસ વરસાદના વાદળ છે.” જેક કહી રહ્યો હતો.

“આ શું છે? ચલ ત્યાં જઈએ.” એક પ્રકાશના કિરણ જેવું કંઇક દેખાતા જેક તે દિશામાં આગળ વધ્યો.

“જેક રહેવા દે.. આપણે મમ્મા પાસે જઈએ.” ઈવએ ડરતાં કહ્યું.

“કઈ નહી થાય.” જેક તે તરફ આગળ વધ્યો.

અને એક ઝાટકા સાથે પાછો ફેંકાયો.

“જેક..” ઈવએ તેને જમીન પર ઢળેલો જોઇને જોરથી બુમ પાડી.

તેના અવાજથી ઈવના મમ્મી પપ્પા ત્યાં ઉપર આવી ગયા.

“તું..? અહી..” ઈવના મમ્મી જેકને બચાવા માટે તે પડછાયા અને જેકની વચ્ચે આવી ગયા.

તે પડછાયાએ અચાનક હમલો કર્યો અને ઈવના મમ્મી પણ ત્યાં જ ઢળી પડ્યા.

“સેમ..” બીજા બધા પણ એટલામાં ત્યાં આવી ગયા.

“તો તે અમને શોધી જ કાઢ્યા.. પણ આ વખતે હું તારાથી હાર નથી માનવાની..” કહી જેકની મમ્મી પંછીએ પોતાની બધી જ શક્તિ તે પડછાયા પર વર્સાવી દીધી. અને એ પડછાયો ટુકડામાં વહેચાઈ ગયો અને વાતાવરણ ધીમે ધીમે સાફ થઇ ગયું.

એ દિવસ જેક તો ભાનમાં આવી ગયો. પણ ઈવની મમ્મી, સેમ ભાનમાં આવી નહિ. તે કોમામાં જતી રહી. એ દિવસથી ઈવ જેકને આ પાછળ જવાબદાર ગણવા લાગી. તેને જેક સાથે વાત કરવાની બંધ કરી દીધી. અને ત્યાંથી બહુ દુર જતી રહી. એ પછી જેકએ ઇવલીનને ક્યારેય જોઈ નહિ.

પંછીને ઘરે એક દીકરીએ જન્મ લીધો. જેને તેણે પોતાની મિત્ર સેમનું જ નામ આપ્યું.

“ઇવલીન..” ઊંઘમાંથી જાગતા જેકએ બુમ પાડી.

“શું થયું જેક? તું ઠીક તો છે?” અવાજ સંભાળીને રૂમમાં આવતા ઈવએ કહ્યું.

“હા. બસ એક ખરાબ સપનું હતું. તું પ્લીસ મારી પાસે રહે. મને કઈ ઠીક નથી લાગી રહ્યું. ખબર નહિ કેમ મારો જીવ ગભરાઈ રહ્યો છે. જાણે કે કંઇક ખરાબ થવાનું હોય.” ઇવનો હાથ પકડતા જેકએ કહ્યું.

“હા. હું તારી પાસે જ છું.” ઈવ ત્યાં જ તેની પાસે પલંગ પર બેઠી.

જેક ઈવને બાથ ભરીને ધીમે ધીમે સુઈ ગયો.

“ભગવાન કરે તું તારા એ દુઃખમાંથી જલ્દી બહાર આવી જાય. તને એ છોકરી જલ્દી મળી જાય. હું તને ખુશ જોવા માંગું છું જેક. કાશ હું તને કહી શકતી કે મને તારાથી કેટલો બધો પ્રેમ છે.” જેકના માથા પર હાથ ફેરવતા ઈવ વિચારી રહી હતી.

થોડી વારમાં તેને પણ ઊંઘ આવી ગઈ અને તે જેકને વળગીને જ સુઈ ગઈ.

****

● શું જેક તે છોકરીને શોધી શકશે?

● એ પડછાયો કોનો હતો?

● શું એવો કોઈ જુનો દુશ્મન સેમને નુકશાન પહોચાડવાનો છે?

ક્રમશઃ