વુલ્ફ ડાયરીઝ - 20 Mansi Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વુલ્ફ ડાયરીઝ - 20


સવારે કિમ 6 વાગ્યે તૈયાર થઈને ગ્રાઉન્ડ પર પહોચી.

“તું આટલો વહેલો..” જેક પાસે જઈ ઈવ કહી રહી હતી.

“10 ચક્કર.. આ મેદાનના..” ઈવની વાત ના સાંભળતા, જેકએ દોડતા કહ્યું.

“10..???” ઈવના તો હોશ ઉડી ગયા.

“જલ્દી..” પાછળ ફર્યા વગર જ જેકએ કહ્યું.

“હા.” કહી ઈવ જેક પાછળ દોડવા લાગી.

“મારાથી હવે નહિ દોડાય.” ઈવ વચ્ચે ઉભી રહી ગઈ.

“માત્ર 6 રાઉન્ડમાં તું થાકી ગઈ? હજુ તો આ શરૂઆત છે. આપણે હજુ બીજી કસરત પણ કરવાની છે.” જેકએ ઉભા રહેતા કહ્યું.

“શું?” મોટેથી બોલતી ઈવ નીચે જમીન પર બેસી ગઈ.

“થોડી દયા કર મારા પર..” આજીજી કરતા ઈવએ કહ્યું.

“સારું થોડો થાક ખાઈ લે.” ઈવને આવી હરકત કરતા જોઈ જેકને પણ હસવું આવી ગયું.

એ પછી પણ જેકએ ઈવ જોડે બહુ મહેનત કરાવી.

“તું આમ અહી એકલો બેસીને કઈ રીતે જમી શકીશ? ચાલને સાથે જમી લઈએ. સેમ અને કિમ પણ મારી રાહ જોવે છે કેન્ટીનમાં.” ઈવએ ધીમેથી કહ્યું.

“સારું.” જેકએ માથું હલાવ્યું.

જેકને ત્યાં જોઇને સેમ અને કિમ પણ ખુશ થઇ ગયા. કેમકે જેક હંમેશા એકલું રહેવું જ પસંદ કરતો હતો. પણ આજે તે બધા સાથે બેઠો હતો.

“જો આટલી મહેનતથી મેં વાંચ્યું હોત તો અત્યારે ડોક્ટર હોત.” ખભો પકડતા ઈવએ કહ્યું.

“નખરેબાઝ..” ઈવના નખરા જોઈ જેકએ હસતા કહ્યું.

જેકને આમ હસતા જોઈ બધાને આશ્ચર્ય થયું.

આમ જ ઈવ અને જેકની ટ્રેઈનીંગ સાથે ચાલી રહી હતી.

જેક બસ કામ પુરતું જ બોલતો. જયારે ઈવ કામ સિવાયની બધી જ બકવાસ વાતો જેકને કહેતી.

“મમ્મી...” ઈવને બોક્ષિગ કરતી વખતે હાથમાં વાગતા તેણે બુમ પાડી.

“શું થયું? બતાવ મને.” જેકએ તેનો હાથ પકડ્યો.

“હું ઠીક છું.” કિમએ જેકનો સ્પર્શ થતા પોતાનો હાથ પાછળ લેતા કહ્યું.

“શું ઠીક છે? લોહી નીકળી રહ્યું છે. બેસ અહી. હું દવા લઈને આવું.” ઉભા થતા જેકએ કહ્યું.

જેક ઈવના ઘાવ પર દવા લગાવી રહ્યો હતો. કિમનું ધ્યાન તેના ચહેરા પરથી હટી નહોતું રહ્યું.

“આપણે કાલે ટ્રેઈનીંગ કરશું. આજે હવે કઈ નથી કરવું.” ઈવનું મન વાંચતા જેકએ કહ્યું.

“ગાર્ડનમાં બેસીએ?” ઈવથી અચાનક જ બોલાઈ ગયું.

ખબર નહિ કેમ પણ જેકએ હકારમાં માથું હલાવ્યું. ખરેખર તો તેને ના કહેવું હતું.

“તો તું તારી મમ્મીને બહુ પ્રેમ કરે છે?” જેકએ કહ્યું.

“હા. મને એ સૌથી વધારે વ્હાલી છે. પણ અમુક કારણો એવા આવી ગયા કે મને એનો પ્રેમ ક્યારેય મળ્યો જ નહિ. એ છતાં હું એને બહુ યાદ કરું છું. અને મને વિશ્વાસ છે કે બધું જ એક દિવસ ઠીક થઇ જશે.” હસીને ઈવએ કહ્યું.

“હમમ.. હંમેશા આપણએ જેવું ઇચ્છીએ તેવું નથી થતું હોતું.” જેકને પોતાના મમ્મી પપ્પા યાદ આવ્યા.

“હા. હું સહેમત છું એ વાતથી. પણ હું એક વાતમાં માનું છું કે, મારી પાસે આ એક જ જીવન છે. તો એ પણ હું મારી ઇચ્છાથી નહિ જીવું તો એવા જીવનનો શું મતલબ? આ મારું જીવન છે.. જે ખોટું થયું છે એને કદાચ હું ના સુધારી શકું. પણ જે મને ગમે છે એનાથી તો જીવન ખુશહાલ બનાવી શકું ને?” હસીને ઈવએ કહ્યું.

આગળ કઈ પણ બોલ્યા વગર એ ત્યાંથી જતો રહ્યો.

“બહુ જ અજીબ છે આ છોકરો. ગમે ત્યારે ભાગી જાય છે.” ઈવ તેને જતા જોઈ રહી.

****

“કોઈ વાતથી પરેશાન છે?” સેમને બર્ગર ખાતા જોઈ ઇવએ પૂછ્યું.

“તને કઈ રીતે ખબર?” સેમએ પાણી પીને કહ્યું.

“બર્ગર તારું પસંદગીનું છે. તું બે કારણથી ખાતી હોય, જયારે તું ખુશ હોય અને જયારે તું પરેશાન હોય. ખુશ હોત તો એકલી ના ખાતી હોત..!” હસીને ઈવએ કહ્યું.

“તને મારી કેટલી બધી ખબર છે. હું બહુ જ નશીબદાર છું કે મને આવી દોસ્ત મળી છે.” સેમએ ઈવને ગળે લગાવતા કહ્યું.

“હવે બોલ શું થયું છે?” ઈવ સેમથી અલગ થઇ.

“મને 2-3 દિવસથી અજીબ અજીબ વસ્તુઓ મળી રહી છે. કોઈક મને પાર્સલ મોકલે છે. જે જોઇને કોઈ પણ ડરી જાય.” ગભરાતા સેમએ કહ્યું.

“કેવી વસ્તુઓ?” રૂમના દરવાજે ઉભેલી કિમએ અંદર આવતા કહ્યું.

“જેમ કે તૂટેલી ઢીંગલી. મારા જુના રમકડા.. આપણા બધાના લોહીવાળા ફોટો. મને આ બધું જોઇને બહુ ડર લાગે છે.” સેમએ કિમ સામે જોયું.

“અને તું આ વાત મને હવે કહે છે? આપણએ કાલે જ જેક સાથે વાત કરીએ. એ ખબર કરશે કે આ કોણ કરી રહ્યું છે.” કિમએ ગુસ્સામાં કહ્યું.

“ના કિમ. ઘરની અને કામની સમસ્યામાં આમ પણ એ નવરો નથી થતો. મારે એને વધારે પરેશાન નથી કરવો.” સેમએ કહ્યું.

“સેમ આ નાની વાત નથી. જેક સમજદારીથી કામ કરશે. કિમની વાત સાચી છે.” ઈવએ હિંમત આપતા કહ્યું.

“એવું પણ તો બની શકે કે કોઈ નજીકનું વ્યક્તિ કે દોસ્ત જ મારી જોડે મજાક કરી રહ્યું હોય. મારે આ બધું અવગણવું જોઈએ. અને જો સાચે જ કોઈ ગંભીર વસ્તુ થશે તો હું જેકને કહીશ.” સેમએ સમજાવ્યું.

“સારું. આમ પણ કાલથી તો આપણી પરીક્ષાઓ શરુ થાય છે. તું એના પર ધ્યાન આપ. અમે છીએ તારી સાથે.” કિમએ કહ્યું.

વિચારોમાં ખોવાયેલી સેમ ક્યારે સુઈ ગઈ તેને જ ખ્યાલ ના રહ્યો.

“જેક કેમ હજુ સુધી નથી આવ્યો? એ કોઈ દિવસ મોડો નથી પડતો. સેમને મળવા ગયો હશે? ના ના, સેમને તો પરીક્ષા છે એને કઈ રીતે મળી શકે. હું જોઈ લઉં એનું બાઈક પડ્યું છે કે નહિ.” ઈવ વિચારતી વિચારતી પાર્કિંગમાં પહોચી.

“જેક.. શું થયું તને? જેક.. આંખો ખોલ..” જેકને ત્યાં પોતાની બાઈક પાસે બેભાન પડેલો જોઈ ઈવએ મદદ માટે બીજા લોકો બોલાવ્યા.

“ઈવ.. શું થયું જેકને?” મેડિકલ વિભાગમાં પહોચતા સેમ અને કિમએ પૂછ્યું.

“ડોક્ટર તપાસ કરી રહ્યા છે. મને પણ નથી ખબર કે શું થયું.” ચિંતામાં ઈવએ કહ્યું.

“એને કમળો છે.” ડોક્ટરએ જવાબ આપ્યો.

“શું કમળો? ડોક્ટર એ ક્યાં સુધીમાં ઠીક થશે? એને સારું તો થઇ જશે ને?” સેમએ ગભરાતા કહ્યું.

“હા ડરવાની કોઈ જરૂર નથી. મેં ઇન્જેક્શન આપ્યું છે. દવા લેવી પડશે એક અઠવાડિયું અને તેનું આખો દિવસ ધ્યાન રાખવું પડશે. તો જ એ જલ્દી ઠીક થઇ શકશે.” ડોક્ટરએ દવા આપતા કહ્યું.

“આખો દિવસ? એ પણ અઠવાડિયા માટે? આપણે તો આ આખું અઠવાડિયું પરીક્ષા છે. હવે શું કરીશું?” કિમએ માથે હાથ રાખતા કહ્યું.

“જેકને હજુ ભાન નથી આવ્યું. એની તબિયત બહુ ખરાબ છે. હું એની સાથે રહીશ. હું એને આમ એકલો ના મૂકી સકું.” સેમએ જેકનો હાથ પકડી બાજુમાં બેસતા કહ્યું.

“જો તમને કોઈ વાંધો ના હોય તો હું એની સાથે રહી શકું છું. અમારા ડીપાર્ટમેન્ટમાં હમણાં કોઈ પરીક્ષા નથી ચાલતી.” ઈવએ ધીમેથી કહ્યું.

“હા. આ સારો વિચાર છે.” કિમએ કહ્યું.

“તારો આભાર ઈવ.” ઈવ તરફ જોતા સેમએ આંસુ લૂછતાં કહ્યું.

“તું તારો સામાન પેક કરી લે. હું ગાડી બોલાવી લઉં. અમે તને શિફ્ટ કરવામાં મદદ કરીએ.” કિમએ કહ્યું.

“શિફ્ટ કેમ? એનો રૂમ અહી હોસ્ટેલમાં જ હશે ને?” ઈવએ કઈ ના સમજતા પૂછ્યું.

“ના. જેકનું પોતાનું ઘર છે. એ ત્યાં એકલો રહે છે.” સેમએ ચોખવટ કરી.

“ઓહ.”ઈવને આશ્ચર્ય થયું.

સેમ અને કિમની મદદથી ઈવ જેકના ઘરમાં શિફ્ટ થઇ ગઈ. તેનો રૂમ જેકના રૂમની બાજુમાં જ ગોઠવ્યો હતો. તેના મનમાં બહુ સવાલો ચાલી રહ્યા હતા. પણ અત્યારે આવા સમયએ કઈ પૂછવું તેને યોગ્ય ના લાગ્યું.

“અમે જઈએ. કઈ કામ હોય તો કહેજે.” કિમએ કહ્યું.

“ચિંતા ના કરીશ. હું એનું ધ્યાન રાખીશ. એને કઈ નહી થવા દઉં.” સેમની નજર જેક પર અટકેલી જોઈ ઈવએ કહ્યું.

માથું હલાવી તે બંને હોસ્ટેલ પર પાછા આવ્યા.

****

● સેમને પાર્સલ કોણ મોકલી રહ્યું હતું? અને કેમ?

● જેક બીમાર થયો હતો? કે કોઈક એ તેને બીમાર કર્યો હશે?

● જેક અને ઈવના સંબંધમાં હવે આગળ શું થશે?

ક્રમશઃ