"જાત પર વિશ્વાસ......"
-@nugami.
ઋષિ બોલ્યો,"તું મને નથી ગમતી."
ગરિમા મન ને શાંત રાખીને બોલી,"નહિ ગમતી હોઉં, તો શા માટે લગ્ન કર્યા તે મારાથી?"
ઋષિ બોલ્યો,"તારા પૈસા જોઈને."
ગરિમા કોઈ પણ જાત ના હાવભાવ વગર બોલી,"ઓહ,તો એતો તે કીધું હોત તો આમ જ આપી દેત જેટલા જોઈએ એટલા."
ઋષિ આશ્ચર્ય સાથે બોલ્યો," તારી કેટલા સાથે ઓળખાણો છે કે આમ જ પૈસા આપતી ફરતી હશે તું?"
ગરિમા જરા ગુસ્સો કર્યા વિના જવાબ આપ્યો,"એ તારે નથી જોવાનું.તારા જેવા પૈસાના ભૂખ્યા હોય ને મળી જ રે."
ઋષિ નો અહંકાર જાણે ઘવાતો હોય એમ બોલ્યો,"ઓહ,તો તું એમ સમજે છે કે તું મોટી રૂપસુંદરી છે અને તને બીજું સારું મળી રહેશે."
ગરિમા ફરી થી કોઈ પણ હાવભાવ વગર બોલી"ના,હું એવું વિચારતી જ નથી.મને કોઈ ના આધારની જરૂર નથી.કુદરત મારી સાથે છે અને મારી મહેનત.. મને કોઈ ના આધાર ની ચિંતા નથી.
દુઃખી ત્યાં જ થવાય છે જ્યાં આધાર રાખવામાં આવે.તારા જેવા લુટારુ મળે એના કરતાં એકલું રહેવું સારું."
ઋષિ ગુસ્સા માં બોલ્યો,"તો તને ઘમંડ છે તારા પર."
ફરીથી એજ સાદગી સાથે શાંત ચિત્ત થી ગરિમા એ જવાબ આપ્યો," ના , મને વિશ્વાસ છે મારા પર, કે હું મારું જીવન જીવી લઈશ."
ઋષિ ફરીથી વટ સાથે બોલ્યો,"મેડમ ને હવે બોલતા આવડી ગ્યું હો બાકી,પોપટ ની જેમ પટ પટ."
ગરિમા એ જ સ્થિતિ માં ફરી બોલી,"હા,તે જ તો શીખવાડ્યું છે આ ૨ વર્ષ માં."
ઋષિ ગુસ્સો કરી ફરી બોલ્યો,"બસ હવે તારી સાથે વાત કરવી બેકાર છે, પત્થર પર પાણી,ખાલી પૈસો છે રૂપ તો નથી.અને સાવ કદરૂપી,તને જોઈ ને ઊબકા આવે એવી તું છે."
ગરિમા જરાય પણ ઉતાવળી થઈ ને ના બોલી એકદમ શાંત ચિત્તે કહ્યું," તું બોલ તારે જે બોલવું હોય એ,મને કંઇ ફરક નથી પડતો.તને મારા જીવન ની કિંમત નથી. પણ મને તો મળ્યું છે એ જીવવું જ પડશે."
ઋષિ છણકા સાથે બોલ્યો,"સારું તો લે આ છૂટાછેડા ના કાગળ એના પર સહી કરી દે એટલે હું મુક્ત થાઉં."
ગરિમા આ વાક્ય સાંભળી અંદરથી પૂરે પૂરી હચમચી ગઈ, આવા ઝગડા તો રોજ થતાં એના છૂટાછેડા?
થોડી વાર અસ્વસ્થ થઈ ગઈ, પણ ઋષિ ને એણે દુઃખી છે એવું જરાય લાગવા દીધું નહિ.
ઋષિ બોલ્યો,"ઓ મેડમ શું વિચારો છો? સહી કરો."
ફરી એક વાર ઊંડો ઘા લાગ્યો.પણ એ ઘા દુઃખે એ પહેલાં જ મક્કમ થઈ બોલી," તું મને શું છૂટું આપવાનો હતો, હું જ તને આપુ છું.તારા જેવા સ્વાર્થી લાલચી માણસ સાથે રહેવું એના કરતાં એકલું રહેવું સારું."
બોલી ને ખચકાયા વગર સહી કરી.
કાગળિયા લઈ ત્યાંથી ઋષિ ચાલતો થયો.
આ બાજુ ,
ગરિમા ઋષિ ના ગયા પછી અનરાધાર રડી....ખૂબ જ તકલીફ થઈ એને....થોડી વાર માટે તો મરી જવાનો વિચાર આવ્યો.મગજ કામ કરતું બંધ થઈ ગયું એનું.
ત્યાં ટીવી ચાલુ હતી ને સમાચાર માં સાંભળ્યું કે,એક સ્ત્રીએ પોતાના દારૂડિયા પતિ ને માર મારી ને અધમૂઓ કરી નાખ્યો.
ત્યાં એ હસવા માંડી,અને મક્કમતા થી વિચાર્યું કે જીવવા માટે કોઈ ના આધારની કે કોઈ ના સાથની જરૂર નથી.
જીવવા માટે બસ પોતાની જાત ને જીવંત રાખવી જરૂરી છે,અને એના માટે પોતે પોતાની જાત ને જીવવી જરૂરી છે.એટલે મરવા નો વિચાર સ્થગિત કરી ને કોઈ પણ જાત ના દુઃખ ને પોતાના પર હાવી ના થવા દઈ ને સોફા પર થી ઉભી થઇ ને ઊંડો શ્વાસ લઈ રસોડા માં પાણી પીવા ગઈ.
ત્યાં બેઝીન માં ટપકતા નળ ને જોઈ ને વિચારવા લાગી.
જીવન આપણું ટપકતાં નળ જેવું છે.જેમ નળ માંથી પાણી ટપકી ને ક્યારેક કોઈ વાસણ માં પડે તો એ કામ માં આવે છે.અને જો એ સીધું ગટર માં જાય તો નકામું વહી જાય છે.જીવન નું પણ એવું છે.સાચા માર્ગે જીવવા માં આવે તો જ જીવન ની કિંમત જાણી શકાય.
"જેને આપણી કે આપણા જીવન ની કિંમત ના હોય એની પાછળ એક ક્ષણ પણ વ્યર્થ ન કરાય", એમ વિચારી એણે તાત્કાલિક નિર્ણય લીધો કે ,"હવે પછી જીવવું તો બસ પોતાના માટે,પોતાના થકી,પોતાના લીધે."
જીવન બસ જીવવા માટે છે ,
લાલચુ લોકો પાછળ વેડફી લેવા માટે નથી.... પોતાની જાત પર જો વિશ્વાસ હોય તો પોતાનાથી વધારે વિશ્વાસુ વ્યક્તિ કોઈ નહિ મળે.
ગરિમા ને જાણે એના નવા વિચારોએ ઉડવાની પાંખો આપી દીધી હોય એમ એ બીજી જ ક્ષણે ખૂબ જ આનંદિત હતી.દરેક સ્ત્રી પોતાના માં ખૂબ જ સુંદર હોય છે....બસ એને પારખવાની ક્ષમતા હોવી જોઈએ...
"હંમેશા જીવંત રહો,જીવન આમ જ જીવાય જાય છે."
-@nugami.